જીજ્ઞેશ પટેલ,Manavadar,તા.20
માણાવદર તાલુકાના દડવા ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ’પોષણ ઉત્સવ 2026’ સેજા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં દડવા સેજાની અનેક મહિલાઓ અને ઉત્સાહીભાગીદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધકો દ્વારા સ્થાનિક અને અવેલેબલ ખાદ્ય પદાર્થોમાંથી સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી,જેણે ઉપસ્થિત સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કાર્યક્રમના અંતે વિજેતા અને સહભાગી સ્પર્ધકોને સી.ડી.પી.ઓ. તથા દડવા ગામના સરપંચના હસ્તે ઉત્સાહવર્ધન અર્થે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

