Visavadar, તા.ર0
સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મ જયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા ભાજપ કાર્યાલયે થી લઈ આવેલ કળશનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સતાધાર રોડ વિસાવદર ખાતે કળશ પધરાવવામાં આવેલ. કળશના સ્વાગત માટે સાયોના પેટ્રોલ પંપ પાસેથી બાઇક રેલી સાથે સન્માન પૂર્વક રથને શિવ મંદિરે લઈ જતા સરદાર ચોક અને આંબેડકર ચોક ખાતે કાર્યકર્તા દ્વારા સ્વાગત કરવામાં આવેલ.
તેમજ તા-: 18/08/2026 નારોજ વિસાવદર શહેરના અલગ અલગ 6 વોર્ડમાં આવતા મંદિરોમાં કળશ પધરાવવામાં આવશે. આ યાત્રામાં ભાજપ હોદેદારો, આગેવાનો, નગરપાલિકા પ્રમુખ/ ઉપપ્રમુખ, સભ્યો, કાર્યકર્તા જોડાયેલ.

