- Pickleball શું છે? ભારતમાં લોકપ્રિય રમતના નિયમો, ફાયદા અને Best Guide [2026]
- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
Author: Vikram Raval
Surat,તા.13 સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી સંજયનગર ઝૂંપડપટ્ટી નજીક કરુણ ઘટના સામે આવી છે. પ્રેમપ્રકરણમાં 24 વર્ષીય યુવક અને 16 વર્ષીય સગીરાએ ઘરથી થોડે દૂર ખાડી કિનારે આવેલા ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. છેલ્લા બે દિવસથી ગુમ બંને પ્રેમીપંખીડાના મૃતદેહ ખાડી પાસે આવેલા બિલીના એક ઝાડ પરથી લટકતી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.મળતી માહિતી અનુસાર, રામજીનગર સોસાયટી નજીક ખાડી કિનારે ગુરુવારે (13મી ઓગસ્ટ) સવારે લોકોએ ઝાડ પર બે મૃતદેહ લટકતા જોતા જ પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. ઉધના પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચી બંને…
Surat,તા.13 સ્વાદની નગરી એવા સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખાદ્ય પદાર્થોનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. નકલી ઘી, પનીર, તેલ સહિતની ખાદ્ય ચીજોના કિસ્સાઓ સમયાંતરે સામે આવી રહ્યા છે ત્યારે ભેળસેળના આ દૂષણ સામે માત્ર દરોડા અને કાર્યવાહી પૂરતી નહીં, પરંતુ સામાન્ય નાગરિકને પોતાના ખોરાકની ગુણવત્તા જાતે ચકાસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે. પાલિકાના વિપક્ષના કોર્પોરેટરે પાલિકા સમક્ષ શહેરના દરેક ઝોનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબોરેટરી’ શરૂ કરવાની રજૂઆત કરી છે.ખાણીપીણી માટે પ્રખ્યાત સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણીમાં ભેળસેળ બહાર આવી રહી છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થયો છે.…
Gandhinagar,તા.13 ગુજરાતમાં ચોમાસાની વિચિત્ર પેટર્ન અને ક્લાઈમેટ ચેન્જની અસર જનસ્વાસ્થ્ય પર વ્યાપક રીતે જોવા મળી છે. ચાલુ વર્ષે ૭ માસમાં ગત જૂલાઈ માસમાં પેટના સર્વાધિક ઈમરજન્સી કેસો ૨૨,૧૭૩ નોંધાયા છે જ્યારે હૃદયરોગનું પ્રમાણ શિયાળો પૂરો થયા બાદ ઘટતું હોય છે પરંતુ, આ વખતે જૂલાઈમાં તેમાં પણ વધારો જોવા મળ્યો છે અને આ માસમાં ૯૦૩૬ દર્દીઓ નોંધાયા હતા.ચિંતાજનક બાબત એ છે કે આ બન્ને રોગોમાં સતત તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે.ચાલુ વર્ષ ઈ.૨૦૨૬ના ૭ માસમાં ૧.૩૭ લાખ લોકોને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા ઈમરજન્સી ઉભી થતા ૧૦૮ વાન દ્વારા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઈ.સ.૨૦૨૩ની સાપેક્ષે ગત વર્ષ ઈ.સ.૨૦૨૫માં પેટના ઈમરજન્સી…
Rajkot,તા.13 સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાના અને ડોલરને ભારતીય કરન્સીમાં બદલાવવાના નામે ત્રણ જણાં સાથે રૂા.૩૫.૩૦ લાખની છેતરપિંડી કરવા અંગે કાળું માનસિંગભાઇ પઢીયાર (રહે. હસનવાડી શેરી નં.૨, મૂળ જલાલપુર, તા.ગઢડા) વિરુદ્ધ બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.માર્કેટ યાર્ડ પાછળ મચ્છાનગર મેઇન રોડ પર રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કમલેશભાઇ મકવાણા (ઉ.વ.૪૬)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ૨૦૨૫ની સાલમાં પાડોશમાં રહેતા ચંદ્રેશ પીઠડીયા મારફત આરોપી સાથે પરિચય થયો હતો. તે વખતે ચંદ્રેશે કહ્યું કે, આરોપી માતાજીના ભુવા છે. તેમનું માતાજીનુ અનુષ્ઠાન ચાલું છે. જેથી એક રૂમની જરૂર છે. પરિણામે આરોપીની ગાયોનો ચારો રાખવાના રૂમમાં રહેવાની…
Rajkot,તા.13 જસદણના ખેત મજુર સાથે ફેસબૂક મારફત ફ્રેન્ડશીપ કરી, લગ્નની લાલચ આપી, યુરો ડોલર, આઇફોન, સોનાનો ચેન વગેરે ગિફ્ટ મોકલ્યાનું કહીં તેનું પાર્સલ છોડાવવા માટે રૂા.૬.૩૧ લાખ પડાવી લેનાર આફ્રિકાની ગેંગના ત્રણ સભ્યોને રાજકોટ રૂરલ સાયબર ક્રાઇમ પોલીસના સ્ટાફે ઝડપી લીધા બાદ હવે મુખ્ય સુત્રધાર ફર્ડીનાન્ડ માઝી ઓનુ માદુઆબુચી (ઉ.વ.૪૭)ની ધરપકડ કરી છે.મુળ નાઇઝીરીયાનો અને હાલ દિલ્હીના મહેરોલી વિસ્તારમાં રહેતો ફર્ડીનાન્ડ આ સમગ્ર કારસ્તાનમાં સ્ક્રીપ્ટ રાઇટર તરીકેની ભૂમિકા ભજવતો હતો. એટલું જ નહીં ફ્રોડની રકમ ઉપાડવા પણ જતો હતો. ૨૦૧૪માં મેડિકલ વિઝા પર ભારત આવ્યા બાદ હાલ ગેરકાયદે રીતે રહેતો હતો તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.તેણે અન્ય બીજા કેટલા લોકો…
Rajkot,તા.13 દર વર્ષે ૧૩ ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘અંગદાન દિવસ’ મનાવવામાં આવે છે. ગુજરાત એ દાનવીરોની ભૂમિ કહેવાય છે અને રાજ્યમાં અંગદાન પ્રવૃત્તિને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (સોટ્ટો)ની રચના કરવામાં આવી હતી. જેના માધ્યમથી અંગદાન અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે વિશેષ પ્રયાસો કરવામાં આવે છે.રાજ્યમાં ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૮૬૦ મૃત્યુ પશ્ચાત અંગદાતાઓ દ્વારા કુલ ૨,૫૪૮ અંગોનું દાન કરવામાં આવ્યું છે. જેમાંથી ૧,૯૮૨ અંગ પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) સફળતાપૂર્વક પૂર્ણ કરાયા છે અને જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. દાનમાં મળેલા કુલ ૨,૫૪૮ અંગોમાં સૌથી વધુ ૧,૪૧૭ કિડની મેળવવામાં આવી છે. બાદ…
Rajkot: ફૂડ વિભાગે વિજયપ્લોટમાં શ્રીનાથજી ટ્રેડીંગમાંથી 2570 કિલો ભેળસેળવાળા મસાલા સીઝ કરી નાશ કર્યો
Rajkot,તા.13 રાજકોટમાં ફૂડ વિભાગ દ્વારા ગોંડલરોડ ઉપર વિજયપ્લોટ શેરી નં.૧૮માં શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીમાં જથ્થાબંધ મસાલા પાવડર સીઝ કરાયો હતો જેમાં લાલ મરચા, હળદર અને ધાણાજીરુ પાવડરનો ૨૫૭૦ કિલોનો જથ્થો ભેળસેળવાળો, કલરયુક્ત હોવાનું પેઢીએ સ્વીકારતા મનપા દ્વારા કચરો નાંખવાનું વાહન મંગાવીને તેના દ્વારા તેનો નાશ કરાયો છે.ગંભીર વાત એ છે કે જ્યારે આટલી મોટી માત્રામાં એક વખતના ચેકીંગમાં આ જથ્થો પકડાયો છે ત્યારે કેટલા હજારો કિલો મસાલા વેચાઈ ગયાની અને લોકોના પેટમાં પધરાવાઈ ગયાની શક્યતા છે.દરમિયાન, સોરઠીયાવાડી સર્કલ પાસે, મસાલા માર્કેટમાં ‘મનહરલાલ ડાયાલાલા સાતા’ નામના વિક્રેતા પાસેથી મરચા પાવડરનો નમુનો મનપા દ્વારા ૯ વર્ષ પહેલા તા.૧૮-૪-૨૦૧૭ના લઈને લેબોરેટરીટેસ્ટ કરાવતા આ…
Vadodara,તા.13 વડોદરા નવા યાર્ડ વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક ઉપર ત્રણ જણાએ હુમલો કરી ચપ્પુના ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.નવા યાર્ડના રોશન નગરમાં રહેતા આરજુખાન પઠાણે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે રાત્રે મારી માતા માટે દવા લેવા મેડિકલ સ્ટોરમાં ગયો હતો તે વખતે અબ્દુલ પઠાણ અને તેના બે મિત્રો આવ્યા હતા અને અબ્દુલે મારી પાસે મોબાઈલ નંબર માગ્યો હતો અને મિસ્ડ કોલ કર્યો હતો.ત્યારબાદ અબ્દુલએ મારો મોબાઇલ જોવા માટે માંગતા મેં મોબાઈલ આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી અબ્દુલે મને મોબાઈલ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હું મારા ઘર તરફ જતો હતો ત્યારે…
Gandhinagar,તા.13 ગાંધીનગરના કલોલ-માણસા હાઈવે પર આવેલા ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC)ના પ્લાન્ટમાં ગુરૂવારે (13મી ઓગસ્ટ) વહેલી સવારે અચાનક ભીષણ આગ લાગી હતી. પ્લાન્ટમાં જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે જોતજોતામાં અગનજ્વાળાઓ વિકરાળ બની હતી અને કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊડતા જોવા મળ્યા હતા. જોકે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.બનાવની ગંભીરતાને ધ્યાને લઈને કલોલ અને ગાંધીનગરથી ફાયર વિભાગનો કાફલો ત્વરિત ઘટનાસ્થળે દોડી ગયો હતો. જવાનોએ સતત પાણી અને ફોમનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી. સુરક્ષાના આગોતરા પગલારૂપે પ્લાન્ટ આસપાસનો વિસ્તાર તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો અને કલોલ-માણસા હાઈવે પરના વાહનવ્યવહારને થોડા સમય માટે અન્ય રસ્તે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.…
Surat,તા.13 સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી સીધી ભરતીથી કાયમી નોકરી મેળવવાની રાહ જોતા માજી સૈનિકો માટે મહત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્ય સરકારની સીધી ભરતીમાં માજી સૈનિકોને આપવામાં આવતી અનામતનો લાભ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મળે તે માટે સરકારે સ્પષ્ટ નીતિ જાહેર કર્યા બાદ હવે સુરત પાલિકાએ પણ આ દિશામાં પગલાં ભર્યાં છે. અત્યાર સુધી પાલિકામાં માજી સૈનિકો માટે અલગથી અનામતની જોગવાઈ અમલમાં ન હોવાનું જણાયા બાદ હવે રાજ્ય સરકારના નિયમનો ચુસ્તપણે અમલ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા.22 જાન્યુઆરી, 2018ના નોટિફિકેશન મુજબ માજી સૈનિકો માટે સીધી ભરતીમાં અનામતની જોગવાઈ કરી હતી. તેના…
