- Pickleball શું છે? ભારતમાં લોકપ્રિય રમતના નિયમો, ફાયદા અને Best Guide [2026]
- પરપ્લેક્સિટી AI (Perplexity AI): સર્ચ એન્જિનની દુનિયામાં એક ક્રાંતિ – સંપૂર્ણ માહિતી
- TVS iQube Electric Scooter: કિંમત, રેન્જ, બેટરી, ફીચર્સ અને જાણો ખરીદવું કેટલું ફાયદાકારક?
- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
Author: Vikram Raval
Uttar Pradesh,તા.13 ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવે એટલે ધડમાથાં વિનાનાં નિવેદનો શરૂ થઈ જાય છે. તાજેતરમાં યોગી આદિત્યનાથની કેબિનેટના પ્રધાન સંજય નિષાદની જીભ લપસી હતી? તેમણે એક કાર્યક્રમમાં પોતાના વક્તવ્ય દરમ્યાન શાકાહાર વિશે કમેન્ટ કરી હતી. શ્રાવણ મહિનામાં હિન્દુઓ ચુસ્ત શાકાહારી ભોજન કરતા હોય છે અને એમાં સંજય નિષાદે કહ્યું હતું, `કાંદા-લસણ વિના રાંધેલી માછલી શાકાહારી જ કહેવાય. આ કાર્યક્રમ દરમ્યાન મંચ પર બેઠેલી કોઈ પણ વ્યક્તિએ આ સાંભળીને કોઈ રીઍક્શન નહોતું આપ્યું, પરંતુ સંજય નિષાદ આ વિધાન પછી સ્માઇલ કરતા જોવા મળ્યા હતા.
New Delhi, તા. 13 દેશમાં કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત અને ઉપલબ્ધ સુવિધા વચ્ચે મોટો તફાવત સામે આવ્યો છે. 9 ફેબ્રુઆરી સુધી દેશભરમાં 61,668 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યાં હતાં, જ્યારે વર્ષ 2024માં કુલ 13,476 કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા હતા. આમાંથી 11,558 ટ્રાન્સપ્લાન્ટ જીવંત ડોનર (દાતા) તરફથી અને 1,918 મૃત ડોનર તરફથી થયા હતા. એટલે કે એક વર્ષમાં જેટલા ટ્રાન્સપ્લાન્ટ થયા, તેની સરખામણીમાં લગભગ 5 ગણા દર્દીઓ વેઇટિંગ લિસ્ટમાં છે. સંસદીય સમિતિએ આને કિડની ટ્રાન્સપ્લાન્ટની માંગ અને ઉપલબ્ધ ક્ષમતા વચ્ચેનો મોટો તફાવત ગણાવ્યો છે. સંસદીય સમિતિએ ટ્રાન્સપ્લાન્ટ પછી દવાઓ મફત આપવાની ભલામણ કરી છે. સમિતિએ આ તફાવતને ઘટાડવા માટે દરેક મોટા રાજ્યનાં…
New Delhi તા. 13 ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હીમાં એક નવું આંદોલન શરૂ કરવા જઈ રહ્યાં છે, જેને પક્ષના સ્થાપક અભિજીત દીપકેએ “જંતર મંતર સિઝન 2” નામ આપ્યું છે. તાજેતરમાં જ નીટ પેપર લીકના મુદ્દે જંતર મંતર પર સતત 36 દિવસ ચાલેલું પ્રદર્શન સમાપ્ત કર્યા પછી, સોશિયલ મીડિયા પર લોકો આ આંદોલનના બીજા તબક્કા અંગે સતત પૂછી રહ્યાં હતાં. લોકોનાં આ ઉત્સાહ અને પ્રતિસાદને ધ્યાનમાં રાખીને CJP એ આ નવું પ્રદર્શન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હીનાં નારાયણા વિસ્તારમાં યોજાનારી પાર્ટી કાર્યકર્તાઓની બેઠક છેલ્લી ઘડીએ રદ થવા અંગે દીપકેએ ગંભીર આરોપો મૂક્યાં…
New Delhi, તા. 13 યુનિવર્સિટી અને કોલેજોમાં હવે દરેક કોર્સના વિદ્યાર્થીઓને નશાના ખતરા અને તેનાથી બચાવ વિશે ભણાવવામાં આવશે. આ માટે 2 ક્રેડિટ એટલે કે 30 કલાકનો કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રાલયનાં નિર્દેશ પર UGC એ આનો ડ્રાફ્ટ મોડેલ કરિક્યુલમ (અભ્યાસક્રમ) જાહેર કર્યો છે. UGC એ 11 ઓગસ્ટે પબ્લિક નોટિસ જાહેર કરીને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વિષય નિષ્ણાતો, પ્રોફેશનલ્સ, સરકારી સંગઠનો, નાગરિક સમાજ સંગઠનો અને સામાન્ય લોકો પાસેથી સૂચનો માંગ્યા છે. સૂચન આપવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ કોર્સ 2027-28 થી ગ્રેજ્યુએશન (સ્નાતક) અને પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) ની તમામ સ્ટ્રીમમાં લાગું કરવાની તૈયારી છે.…
New Delhi, તા.13 એક તરફ હવામાન સતત મિજાજ બદલી રહ્યું છે, તો બીજી તરફ અલનીનો ભારત, પાકિસ્તાન, ચીન, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ સહિત વિશ્વભરના ડાંગર ઉત્પાદક દેશો પર વિપરીત અસર પાડી રહ્યું છે. વિશ્વના ચોખાના બજાર માટે આગામી વર્ષ એટલે કે, 2027 મુશ્કેલીઓથી ભરેલું હોઈ શકે છે. ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશન મુજબ, 2026-27 ના માર્કેટિંગ વર્ષમાં ગ્લોબલ પ્રોડક્શન 90 લાખ ટન ઘટીને 536.4 મિલિયન ટન રહી શકે છે. આમાં સૌથી મોટું અનિશ્ચિત પરિબળ હવામાન છે. અલનીનો તીવ્ર બનવાની આશંકા, ખેતી અને ટ્રાન્સપોર્ટેશનનો વધતો ખર્ચ અને ભૂ-રાજકીય તણાવ વિશ્વના મુખ્ય ચોખા ઉત્પાદક વિસ્તારોમાં વાવણી અને પાકના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે.…
New Delhi, તા. 13 નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સરકારે એર ઇન્ડિયાને પોતાનાં ફ્લાઇટ સંચાલનમાં સુધારો કરવા અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કડક ચેતવણી આપી છે. ઉડ્ડયન સચિવ સમીર સિન્હાએ એરલાઇન મેનેજમેન્ટને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, કંપનીએ પોતાની જવાબદારી સ્વીકારવી પડશે અને તપાસમાં દોષી સાબિત થનાર કોઇપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આ સાથે જ સરકારે વિમાનન નિયામક DGCA ને પાયલોટ અને અન્ય એવિએશન સ્ટાફના ડ્રગ-ટેસિં્ટગ નિયમોમાં ઝડપથી ફેરફાર કરવા તેમજ પ્રતિબંધિત ડ્રગ્સના સેવન બદલ કડક સજાની જોગવાઈઓ અમલી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. આ કડક પગલું 4 ઓગસ્ટે ફુકેતથી દિલ્હી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ અઈં 2379 માં સર્જાયેલી ગંભીર…
New Delhi, તા.13 ડુંગળી, લસણ અને આદુના આકાશને આંબતા ભાવે રસોઈના બજેટને બગાડી નાખ્યું છે. ભારતમાં જુલાઈ મહિનામાં છુટક મોંઘવારી દર વધીને 4.45 ટકા થઈ ગયો છે. જુલાઈ 2026માં દેશમાં છુટક મોંઘવારી દર વધીને 4.45 ટકાએ પહોંચી ગયો છે. જે જૂનમાં 4.38 ટકા હતો. જુલાઈમાં સતત 9માં મહિને છુટક મોંઘવારીમાં વધારો થયો છે અને તે આરબીઆઈના 4 ટકાના મીડીયમ-ટર્મ ઈન્ફલેશન ટાર્ગેટથી ઉપર ચાલ્યો ગયો છે. આ તેજી પાછળ સૌથી મોટું કારણ ખાવા-પીવાની વસ્તુઓ (ખાદ્યપદાર્થો)ના ઉંચા દામ છે, જેણે આમ જનતાના બજેટને અસર કરી છે. ડુંગળીનો મોંઘવારી દર જૂનના 4.73 ટકાથી સીધી છલાંગ લગાવીને જુલાઈમાં 22.54 ટકા પર પહોંચી ગયો છે.…
New Delhi,તા.13 પાટનગર દિલ્હીમાં નવે- 2026માં લાલકિલ્લા પર બોમ્બ ધડાકા થયા હતા તેમાં આતંકી સંગઠન અલ-કાયદા ઈન ધ ઈન્ડીયન સબકોન્ટીનેટ (એકયુઆઈએલ) ની ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે. આ અંગેના રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રસંઘ સુરક્ષા પરિષદની એક સંસ્થા દ્વારા કરવામાં આવ્યા છે. જેના રિપોર્ટ મુજબ અલકાયદા હવે એક વિખરાયેલા સંગઠનના બદલે ફેલાયેલું સંગઠન બની ગયુ છે. અફઘાનીસ્તાનમાં આ સંગઠનની મૌજૂદગી હવે તે છેક બાંગ્લાદેશ સુધી ફેલાઈ ગયુ છે જે કાબુલની દોરવણી હેઠળ કામ કરે છે. નવે.2025માં થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં એક તબીબ ઉમર-ઉન-નબી એ આત્મઘાતી હુમલાથી વિસ્ફોટ સર્જયા હતા અને લાલકિલ્લા પાસે એક સિગ્નલ પાસે કાર રોકીને પછી વિસ્ફોટ કરતા 11 લોકો…
New Delhi,તા.13 દેશમાં પેમેન્ટ પદ્ધતિમાં અત્યંત પ્રચલીત યુપીઆઈ સીસ્ટમ પર જંગી ખર્ચ થઈ રહ્યો છે તથા હવે સરકાર આ વ્યવસ્થાને પેઈડ-બનાવવા માટે તૈયારી કરી રહી છે પણ સરકાર તબકકાવાર આ સીસ્ટમને જે નાણાકીય ટેકો આપે છે તે પાછો ખેચવા યોજના બનાવી રહ્યું છે. સરકારે આ માટે સંસદમાં યુપીઆઈ ચાર્જેબલ થઈ શકે તેવી સતા આપતો ખરડો મંજુર કરાવી લીધો છે પણ તેમાં રૂા.2000 સુધીના વ્યવહારો પર કોઈ ચાર્જ લાગશે નહી તેવી ખાતરી આપી છે. યુપીઆઈના ઓપરેટીવ ખર્ચ અંદાજે રૂા.20700 કરોડ જેવો હોવાનો રિપોર્ટ છે. આ ખર્ચ હવે ઉપયોગકર્તાઓ પર લાદવા હાઈવેલ્યુ ટ્રાન્જેકશન પર ચાર્જનું માળખુ જાહેર ઝડપથી થાય તે મુદો સંસદીય…
રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું, “અમે તેમનું સાંભળવા માંગતા નથી.” New Delhi,તા.૧૨ આજે સંસદના ચોમાસા સત્રના ૧૮માં દિવસે પણ લોકસભામાં ધાધલ ધમાલ થઇ હતી. દિલ્હીમાં પોલીસના કથિત અતિરેક અને અન્ય મુદ્દાઓ પર વિપક્ષ ઘણા દિવસોથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબો માંગી રહ્યું છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુરુવારે કહ્યું કે તેઓ કાલે બપોરે ૩ વાગ્યા સુધીમાં બધા પ્રશ્નોના જવાબ આપશે. વિપક્ષના વિરોધ અંગે, ગૃહમંત્રી અમિત શાહે સંસદ સંકુલમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું, “દરેક વ્યક્તિએ પોતાના પ્રશ્નો લખી લેવા જોઈએ. હું કાલે બપોરે ૩ વાગ્યે બધા પ્રશ્નોના જવાબ આપીશ.” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું,…
