- Amreliના બગસરા પાસે સિંહણનો જીવલેણ હુમલોઃ ૭ વર્ષીય બાળકનું કરુણ મોત, ગ્રામજનોમાં રોષ
- Junagadh કેશોદ તાલુકામાં ૪ સ્થળોએ જનકલ્યાણ શિબિર યોજાશે
- Suratમાં ૫ દિવસથી ગુમ થયેલા યુવકનો કારમાંથી મૃતદેહ મળ્યો, દુર્ગંધ આવતા ભેદ ખુલ્યો
- Junagadh કૃષિ યુનિ.ના પરિતળાવ બોટનિકલ ગાર્ડન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
- Jamnagarના બેડેશ્વર વિસ્તારમાં સાયચા ગેંગના ગેરકાયદેસર બાંધકામો ઉપર તંત્રનો બુલડોઝર,૧૬ કરોડની સરકારી જમીન દબાણમુક્ત
- Panchmahalની ખૌફનાક મર્ડર મિસ્ટ્રીઃ દિયર પ્રેમીએ ભાભીને પામવા માટે ભાઈનું જ માથું છુંદ્યું
- Upleta માં બેંક ઓફ બરોડાના મહિલા કેશિયરનો આપઘાત
- ગીતામૃતમ્..જ્ઞાનરૂપી અગ્નિથી તમામ કર્મો ભસ્મ થઇ જાય છે.
Author: Shri Nutan Saurashtra
Mumbai,તા,29 સંજય દત્ત અને નોરા ફતેહીનાં ગીત ‘સરકે ચુનર’ના અશ્લીલ શબ્દો અંગે થયેલા વિવાદમાં સંજય દત્તે રાષ્ટ્રીય મહિલા પંચ સમક્ષ હાજર થઈ માફી માગી છે. સંજય દત્તે એક સુધારાત્મક પગલાં તરીકે ૫૦ આદિવાસી બાળકોનાં શિક્ષણનો ખર્ચ ઉપાડવાની બાંહેધરી પણ આપી હતી. સાથેસાથે તેણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં કદી તે મહિલાઓ અને બાળકોના સમ્માનજનક ચિત્રણ માટે ધ્યાન રાખશે. તેણે મહિલા પંચને લેખિતમાં માફી આપતાં કહ્યું હતું કે જો મારાં પરફોર્મન્સથી સમાજના કોઈ વર્ગની લાગણી દૂભાઈ હોય તો પોતે તેના માટે દિલગીર છે. તેણે એ પણ સ્વીકાર્યું હતું કે કોઈપણ રચનાત્મક સર્જનમાં મહિલાઓનું અપમાન કરી શકાય નહીં. પંચે સંજય દત્તને ઠપકો…
Mumbai,તા,29 દીપિકા પદુકોણ હાલ બીજીવાર પ્રેગનન્ટ છે તેમ છતાં પણ તે અલ્લુ અર્જુન સાથેની ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ ચાલુ રાખવાની છે. જોકે, આ ફિલ્મમાં હવે તે એક્શન દ્રશ્યોનું શૂટિંગ નહીં કરે. તેને બદલે તેના માટે બોડી ડબલનો ઉપયોગ કરાશે. દિગ્દર્શક એટલી દીપિકાના ક્લોઝ અપ્સ લઈ લેશે. બાદમાં દીપિકાનાં એક્શન દ્રશ્યોમાં વીએફએક્સની મદદથી તે મિક્સ કરી દેવાશે. દીપિકાનું કુલ ૫૦ દિવસનું શૂટિંગ છે. તે દરમિયાન તે ઈમોશનલ દ્રશ્યોનું શૂટિંગ રાબેતા મુજબ ચાલુ રાખશે. એટલીએ ‘રાકા’ની જાહેરાત કરતી વખતે જ જણાવ્યું હતું કે તેમાં અલ્લુ અર્જુન સાથે દીપિકાનાં પણ એક્શન દ્રશ્યો હશે.
Mumbai,તા,29 પીઢ અભિનેતા ભરત કપૂરનું ૨૭મી એપ્રિલે મલ્ટીપલ ઓર્ગેન ફેલિયરના કારણે નિધન થયું હતું. ૮૦ વર્ષીય ભરત કપુરે મુંબઇની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ભરત કપૂરે અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલ ભજવ્યા હતા. સ્વર્ગ, નૂરી, રામ બલરામ, આખરી રાસ્તા, સત્યમેવ જયતે, ખુદા ગવાહ, બરસાત, સાજન ચલે સસુરાલ અને રંગ તેમની જાણીતી ફિલ્મો છે. તેમણે આશરે ૧૫૦ ફિલ્મોમાં કામ કર્યું હોવાનું કહેવાય છે. તેમણે ચન્દ્રકાંતા સહિતની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર વખતે રાકેશ બેદી સહિતના જૂજ કલાકારો જ હાજર રહ્યા હતા. મોટાભાગે તેમના થિયેટર ગૂ્રપના સભ્યોએ અંતિમ સંસ્કાર વખતે રુબરુ ઉપસ્થિત રહી અંજલિ આપી હતી.
West Bengal,તા,29 પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026માં બીજા તબક્કાનું મતદાન આજે ભારે તણાવ અને હિંસાની છૂટીછવાઈ ઘટનાઓ વચ્ચે ચાલુ છે. ખાસ કરીને ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનરજી અને ભાજપના શુભેન્દુ અધિકારી સામસામે આવી જતાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભવાનીપુરમાં એક જ મતદાન કેન્દ્ર પર મમતા બેનર્જી અને શુભેન્દુ અધિકારી પહોંચી જતાં વિસ્તારમાં તણાવ પેદા થયો હતો. શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે મમતા બેનરજી મતદારોમાં ડર ફેલાવવા માટે મોટી સંખ્યામાં બહારના લોકોને સાથે લઈને ફરી રહ્યા છે. તેમણે કહ્યું, હું માત્ર મારા સુરક્ષા ગાર્ડ્સ સાથે છું, તો મમતાજી કેમ આટલું મોટું ટોળું લઈને આવ્યા છે?ઉત્તર 24 પરગણામાં કેટલાક મતદારોએ…
New Delhi,તા,29 જો તમે પાન મસાલા કે ગુટખાના શોખીન છો, તો ટૂંક સમયમાં તમને આ પ્રોડક્ટ્સ નવા અવતારમાં જોવા મળશે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર હવે પ્લાસ્ટિકના નાના પાઉચ (સેશે) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) દ્વારા ખાદ્ય સુરક્ષા અને માનક (પેકેજિંગ) સુધારા નિયમ, 2026નો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ નવા નિયમનો હેતુ પાન મસાલા ઉદ્યોગમાંથી પ્લાસ્ટિકનો વપરાશ જડમૂળથી ખતમ કરવાનો છે. નવા ડ્રાફ્ટ મુજબ કોઈપણ પ્રકારના પ્લાસ્ટિક પેકેટ કે સેશે પર પ્રતિબંધ રહેશે. ઉપરાંત પોલીથીન, પીવીસી (PVC) કે અન્ય સિન્થેટિક મટિરિયલ, ચમકદાર એલ્યુમિનિયમ ફોઇલ પેકેજિંગનો ઉપયોગ…
UAE,તા,29 સંયુક્ત આરબ અમીરાત (UAE) એ એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે અને OPEC અને OPEC+ થી અલગ થવાની જાહેરાત કરી છે. આ નિર્ણય 1 મે, 2026 થી અમલમાં આવશે અને આ સાથે તેની લગભગ 60 વર્ષ જૂની સભ્યપદ સમાપ્ત થશે. UAE લાંબા સમયથી OPEC નિયમોથી અસંતુષ્ટ હતું. તેને નિર્ધારિત મર્યાદામાં તેલનું ઉત્પાદન કરવું પડતું હતું, જ્યારે તેની વાસ્તવિક ક્ષમતા આના કરતા ઘણી વધારે છે. દેશની સરકારી કંપની ADNOC ભવિષ્યમાં ઉત્પાદન વધારવા માંગે છે, પરંતુ OPEC નિયમો આમાં અવરોધ બની રહ્યા હતા. > નિર્ણયનો સમય મહત્વપૂર્ણ છે આ નિર્ણયનો સમય નિર્ણાયક છે. હાલમાં ઈરાન યુદ્ધ ચાલી રહ્યું છે અને…
Bengaluru,તા,29 કર્ણાટક સરકારે રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) માટે ઉપલબ્ધ 15 ટકા અનામતની અંદર આંતરિક અનામત લાગુ કરવા માટે એક સત્તાવાર આદેશ જારી કર્યો છે. સરકારે આ હેતુ માટે 5.25, 5.25 અને 4.50 ટકાનું સુધારેલું ફોર્મ્યુલા ઘડ્યું છે. આ મહત્વપૂર્ણ નિર્ણયની સાથે, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ તમામ નિમણૂક અધિકારીઓને નાણા વિભાગ દ્વારા પહેલાથી જ મંજૂર કરાયેલ 56,432 જગ્યાઓ પર સીધી ભરતી માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે, જે પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી અટકી પડી હતી. મંત્રીમંડળના નિર્ણય મુજબ, કર્ણાટકની 101 અનુસૂચિત જાતિઓને ત્રણ મુખ્ય શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવશે અને તેમને અનામતનો લાભ આપવામાં આવશે. આમાં શ્રેણી A (માડિગા અને સંલગ્ન જાતિઓ/દલિત ડાબેરીઓ)…
New Delhi,તા,29 ભારતમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચમાં માર્ચ મહિનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. મંગળવારે જાહેર થયેલા અહેવાલ અનુસાર, ક્રેડિટ કાર્ડ ખર્ચ 24 ટકાની વૃદ્ધિ સાથે 2,194 અબજ સુધી પહોંચ્યો છે. આ વૃદ્ધિને મુખ્યત્વે મોસમી પરિબળો અને નીચા આધારનો ટેકો મળ્યો હોવાનું નિષ્ણાતો માને છે. જોકે, આંતરિક વલણો દર્શાવે છે કે વપરાશ વૃદ્ધિ હવે ધીમે ધીમે સામાન્ય સ્તર તરફ આગળ વધી રહી છે. અસિત સી. મહેતા ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટરમીડિયેટ્સના વિશ્લેષણ મુજબ, વાર્ષિક ધોરણે વૃદ્ધિ દર 8.9 ટકા રહ્યો છે, જે મધ્યમ ગણાય છે. અહેવાલમાં જણાવાયું છે કે માસિક વૃદ્ધિમાં થયેલો તેજ વધારો માળખાકીય માંગમાં વૃદ્ધિનું સૂચક નથી, પરંતુ મોસમી ખર્ચ પેટર્ન…
Maharashtra,તા,29 ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી માટે પાંચ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ જાહેરાત મંગળવારે કરવામાં આવી હતી. 12 મેના રોજ યોજાનારી દ્વિવાર્ષિક ચૂંટણી માટે પાર્ટીએ સુનીલ વિનાયક કરજતકર, માધવી નાઈક, સંજય નાથુજી ભેંડે, વિવેક બિપિંડાદા કોલ્હે અને પ્રમોદ શાંતારામ જઠારને ઉમેદવાર બનાવ્યા છે. આ પાંચ ઉમેદવારો કોણ છે? ► સુનીલ કરજતકર લાંબા સમયથી અને અનુભવી પક્ષના નેતા છે. તેમણે અગાઉ અનેક રાજ્ય ચૂંટણીઓમાં રણનીતિકાર તરીકે કામ કર્યું છે અને એક સમયે તેઓ સ્વર્ગસ્થ ભાજપ નેતા પ્રમોદ મહાજનના નજીકના માનવામાં આવતા હતા ► વિવેક કોલ્હે ભૂતપૂર્વ ધારાસભ્ય સ્નેહલતા કોલ્હેના પુત્ર છે. સ્નેહલતા કોલ્હેએ 2024 ની વિધાનસભા ચૂંટણી લડી ન…
New Delhi,તા.29 દેશભરમાં હાલ ભારે ગરમીનો પ્રકોપ ચાલુ છે, અનેક રાજયોમાં તાપમાન 45 ડીગ્રી સેલ્સીયસથી ઉપર પહોંચ્યું છે, જેને લઈને હવામાન વિભાગે વ્યાપક એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ આ વખતે ચિંતા માત્ર દિવસની ભારે ગરમીને લઈને નથી, બલકે રાત્રીઓ પણ અસામાન્ય રીતે ગરમ થઈ રહી છે. આથી શરીરને ઠંડા થવાનો સમય નથી મળી રહ્યો, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિલ્હી, હરિયાણા અને ઉતર પ્રદેશનાઅનેક ભાગોમાં ગરમ રાતની સ્થિતિ બની શકે છે, જયાં ન્યુનતમ તાપમાન 26થી29 ડીગ્રી વચ્ચે રહેવાનું અનુમાન છે. દિલ્હીમાં રાતનું તાપમાન ઉંચુઃ દિલ્હીમાં એપ્રિલ મહિના દરમિયાન રાતનું તાપમાન સામાન્યથી વધુ નોંધવામાં આવ્યું છે. તે હાલમાં વર્ષોમાં સરેરાશ…
