Author: Vikram Raval

અમરેલી જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય વડીલોપાર્જિત જમીન મામલે પરેશાન કરતા હોવાનો દાવો (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૧૨ સાવરકુંડલા તાલુકાના ખોડિયાણા ગામના ખેડૂત સુરાગભાઈ ધાધલ સહિત ગ્રામજનો દ્વારા આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી જમીન મામલે ન્યાયની માંગ કરવામાં આવી હતી. ખેડૂત દ્વારા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય વીરભદ્ર ડાભિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.       ખેડૂતના આક્ષેપ મુજબ, તેમના વડીલોપાર્જિત હક્કની જમીન ખાલી કરી દેવા માટે જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા વારંવાર દબાણ અને ધમકી આપવામાં આવી રહી છે. તેમજ તેમની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરવામાં આવી હોવાનો પણ ખેડૂતે આક્ષેપ કર્યો છે. આ મામલે સાવરકુંડલાના નાયબ કલેક્ટર દ્વારા સુરાગભાઈ ધાધલને…

Read More

મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલે સભા ગજવી (રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨ મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો બે માસથી વીજ લાઈન વળતર મુદે લડત ચલાવી રહ્યા છે જેને સમર્થન પણ મળી રહ્યું છે અગાઉ ખેડૂત નેતા રાકેશ ટિકેત સહિતના અગ્રણીઓએ છાવણીની મુલાકાત લઈને સમર્થન આપ્યું હતું તો ગત મંગળવારે રાત્રીના મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથ દાદા પાટીલે સભાને સંબોધન કર્યું હતું જેતપર ગામે સભાને સંબોધન કરતા મહારાષ્ટ્ર ખેડૂત સંગઠનના અધ્યક્ષ રઘુનાથદાદા પાટીલે જણાવ્યું હતું કે દેશમાં ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે ખેડૂતોની હાલત સતત બગડી રહી છે અને ખેડૂતો વળતર માટે આંદોલન કરી રહ્યા છે…

Read More

(નયના દવે દ્વારા) Jamnagarતા.૧૨ જામનગર ની એમપી શાહ મેડિકલ કોલેજ ને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરવામાં આવેલા રેન્કિંગ માં દેશ માં ૪૭ મો અને રાજ્યમાં બીજો ક્રમ મળ્યો છે. આમ જામનગર માટે આ બાબત ગૌરવ પૂર્ણ કહી શકાય. ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક નામની થર્ડ પાર્ટી સંસ્થા દ્વારા દેશભર ની મેડીકલો માં મૂલ્યાંકન કરવામાં આવે છે .અને ત્યાર પછી રેન્ક આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા પોતાના જુદા જુદા સોર્સ મારફત મેડિકલ કોલેજો ની માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં ફેકલ્ટીની ગુણવત્તા  સાધન સામગ્રી , રિસર્ચ ,સહિતના માપદંડ ધ્યાનમાં રાખવામાં આવે છે અને તેના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.…

Read More

લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યા બાદ અભદ્ર વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકીનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે છેલ્લા આશરે આઠ મહિનાથી અલગ-અલગ સમયે બે શખ્સોએ તેની મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યાની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે પ્રતીકગીરી દોલતગીરી ગોસ્વામી અને અજય બરછા, બંને રહે. જામનગર, સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૬૪(૨)(એમ), ૫૪ અને ૩૫૧(૨) મુજબ ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં યુવતીએ આક્ષેપ કર્યો છે કે, આરોપી નં.૧ પ્રતીકગીરી ગોસ્વામીએ તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેની…

Read More

(નયના દવે દ્વારા) Jamnagarતા.૧૨ જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામના ગોકુલ એવન્યુ ખાતે આવેલા રોઝલીના સ્પામાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલતી હોવાના ગુપ્ત ઈનપુટના આધારે મેઘપર (પડાણા) પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસ દરમિયાન દેહવ્યાપારને લગતું કોઈ સાહિત્ય મળી આવ્યું નહોતું, પરંતુ સ્પાના રિસેપ્શન સેન્ટરના ટેબલ નીચેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ખુલ્લી બોટલ મળી આવતા પોલીસે સ્પાના મેનેજરને ઝડપી લીધો હતો. પોલીસ ફરિયાદ મુજબ, પોલીસ મહાનિરીક્ષક (ઈન્ટેલિજન્સ), પોલીસ ભવન, ગાંધીનગર કચેરીના તા.૧૦ ઓગસ્ટના ગુપ્ત ઈનપુટના આધારે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. બારસીયાની સૂચનાથી પોલીસ ટીમ મોટી ખાવડી પહોંચી હતી. પંચોની હાજરીમાં ડમી ગ્રાહકને રોઝલીના સ્પામાં મોકલવામાં આવ્યો હતો, પરંતુ સ્પાના…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડનો ચેક અર્પણ (નયના દવે દ્વારા) Jamnagarતા.૧૨ જામનગર શહેરના સર્વાંગી વિકાસને વધુ વેગ આપવા રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને રૂ. ૧૦૫ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ગઈકાલે તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસકાર્યોને વેગ આપવા માટે ભવ્ય ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને કુલ રૂ. ૩,૮૫૦ કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાને શહેરના વિવિધ વિકાસકાર્યો માટે રૂ. ૧૦૫ કરોડનો ચેક અર્પણ કરવામાં…

Read More

મહમદશા પીરની દરગાહ પાસેની ઘટનામાં માથામાં ગંભીર ઇજા થતાં યુવક આઈ.સી.યુ.માં દાખલ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ જામનગરના જોડીયા ભુગા વિસ્તારમાં રહેતા અજીજભાઈ હારુનભાઈ છરેચાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પુત્ર નવાઝ (ઉ.વ.૩૦)ને આઝાદ અસગર ખત્રી પાસેથી રૂપિયા લેવાના હતા. તા.૧૦ ઓગસ્ટે નવાઝ મહમદશા પીરની દરગાહ, ઢીચડા રોડ ખાતે ગયો હતો ત્યારે આઝાદ ખત્રી તથા સાહીલ સબીર સીદી ત્યાં આવ્યા હતા. નવાઝે પોતાના રૂપિયા માંગતા આઝાદે તેને ગાળો આપી જમીન પર પડેલી ઝાડની જાડી ડાળથી માથામાં માર માર્યો હતો. નવાઝ નીચે પડી જતાં તેના માથા તથા મોઢા પર પણ ડાળના ઘા માર્યા હતા, જ્યારે સાહીલે તેના પેટમાં લાત મારી હતી. મારામારી…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ લાલપુર તાલુકાના કાનાલુસ રોડ પર ખૂંટિયાએ ઢીક મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ઓડિશાના ૩૫ વર્ષીય શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નીપજતાં મેઘપર પોલીસ મથકમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, કાનાલુસ સીમમાં આવેલી એલ.સી.-૮ કોલોનીમાં રહેતા અને મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના રહેવાસી બીજયા બેહરા સોલાબેહરા તા. ૩ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે આરબલુસ માર્કેટ સામે આવેલા કાનાલુસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એક ખૂંટિયાએ તેમને ઢીક મારતાં તેઓ રસ્તા પર પટકાયા હતા અને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત બીજયા બેહરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ જામનગર શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી જુગારના બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી ૯ મહિલાઓ સહિત કુલ ૧૨ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસની બંને કાર્યવાહીમાં કુલ રૂ.૨૩,૧૯૦ રોકડ રકમ તથા ગંજીપત્તાના પાના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.જામનગરની સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે તા. ૧૧ ઓગસ્ટના રોજ સાંજના સમયે કાર્યવાહી કરી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા.પોલીસના જણાવ્યા મુજબ, જાહેરમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની લેતી-દેતી કરી હારજીતનો તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં (૧) હિતેષભાઈ ગોવિંદભાઈ મકવાણા, ઉ.વ. ૩૫, રહે. શંકરટેકરી વલ્લભનગર, (૨) પૃથ્વીરાજસિંહ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૧૨ જામનગર, તા. ૧૨ જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ, તા. ૧૨ ઓગસ્ટના રોજ રાત્રિના સમયે પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન અજયસિંહ મનુભા દેદા (ઉં.વ. ૩૨, રહે. ઈવા પાર્ક, જામનગર) અને દિવ્યરાજસિંહ નવનસિંહ પરમાર (ઉં.વ. ૩૦, રહે. રામેશ્વરનગર, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બંને પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પાઈપર્સ ડીલક્સ બ્લેન્ડેડ…

Read More