- American ના ઘણા સૈન્ય મથકો પશ્ચિમ એશિયાના વિવિધ દેશોમાં પૂરી મજબૂતાઈથી મોરચો સંભાળીને ઊભા છે
- Israel ને વિશ્વાસમાં લીધા વિના જ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પે કર્યો ખેલ!
- ડેટા સેન્ટરો સામે દેખાવો : ૧૩૦ કરોડ લોકોના ભાગનું પાણી AI પી જશે
- America એ જ ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતુંઃ Jaishankar
- Rajkot; બેટી રામપર ગામે ટેન્કર, ટ્રક અને ઈકો વચ્ચે અકસ્માત ; ચારનાં મોત
- Veraval: સોમનાથ દર્શને જતાં 3 માસિયાઈ ભાઈઓને અકસ્માત
- Junagadh મનપા દ્વારા ૬૨ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ. ૫૦,૮૦૦ નો દંડ વસૂલ કરાયો
- Jetpur કરિયાવર ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર ત્રાસ
Author: Shri Nutan Saurashtra
Gandhinagar,તા.30 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મે ના રોજ ગુજરાતના પ્રવાસે આવશે અને આ દરમ્યાન ગાંધીનગર ઉપરાંત સોમનાથ તથા વડોદરાની મુલાકાત લેશે. ગાંધીનગરમાં 11 અને 12 મે ના રોજ બ્રિકસ દેશોની બેઠક છે. નરેન્દ્ર મોદી 11મીએ આ બેઠકમાં સામેલ થશે જેમાં વૈશ્વિક મુદ્દાઓ વિશે ચર્ચા અને મહત્વના નિર્ણયો થશે. આ જ દિવસે પવિત્ર તીર્થધામ સોમનાથ મંદિરના દર્શન-પુજા કરશે. ઉપરાંત વડોદરામાં સરદારધામના કાર્યક્રમમાં સામેલ થશે. આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ સોમનાથ મંદિર છે, જે ભારતના પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાનોમાં અગત્યનું સ્થાન ધરાવે છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગે મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર…
Washington,તા.30 લાંબા યુદ્ધ વિરામ બાદ ફરી એક વખત અમેરિકા-ઈરાન વચ્ચે સતત વધી રહેલા તનાવમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગની નાકાબંધી ઉઠાવી લેવાની ઈરાનની માંગ ફગાવતા કહ્યું કે જયાં સુધી ઈરાનના અણુ કાર્યક્રમ અંગે સમજુતી નહી થાય ત્યાં સુધી નાકાબંધી વધુ મજબૂત બની રહેશે. ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું કે આ નાકાબંધી ઈરાનને તેના અણુ કાર્યક્રમ છોડવા માટે મોટું દબાણ બની રહ્યા છે અને અસરકારક બન્યા છે. બોમ્બમારા કરતા બ્લોકેજ મહત્વનો સાબીત થયા છે અને હવે ઈરાન એક ડુકકરની જેમ ગુંગળામણ અનુભવે છે અને એ સંદેશ છે કે અમેરિકા તેના અંકુશ હળવા કરે તે માટે પહેલા અણુસમજુતી કરવી પડશે. ઈરાને જો…
Alwar,તા.30 રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બુધવારે મોડી રાત્રે એક કાળઝાળ અકસ્માત સર્જાયો હતો. વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરી રહેલા એક જ પરિવારના 5 સભ્યો ચાલતી કારમાં આગ લાગવાના કારણે જીવતા ભૂંજાયા હતા. આ દુર્ઘટનામાં કાર ચાલક ગંભીર રીતે દાઝી ગયો છે. ડીએસપી કૈલાશ જિંદાલના જણાવ્યા મુજબ, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોજપુર નજીક પિલર નંબર 115/300 પાસે રાત્રે 1 વાગ્યે આ દુર્ઘટના ઘટી હતી. કાર દિલ્હીથી કોટા તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી ન હતી અને જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ…
Madhya Pradesh,તા.30 અત્રે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન પલટી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 15 જેટલા શ્રમિકોના કમકમાટીભર્યા મોત થયા છે, જયારે 13 લોકો ઘાયલ થયા છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બુધવારની રાત્રે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. ચીકલિયા સ્થિત રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શ્રમિકોથી ભરેલી એક પિકઅપ વાન અનિયંત્રિત થઈને પલટી ખાઈ ગઈ હતી. જેમાં 15 લોકોના મોત થયા છે.પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ છે. સ્કોર્પિયોને પણ ટક્કર મારી હતી, અકસ્માત બાદ વિસ્તારમાં બૂમાબૂમ અને અફરાતફરી મચી ગઈ હતી. ઘટના સાંજે લગભગ રાત્રે 8ઃ30 વાગ્યાએ ઘટી હતી. જાણકારી અનુસાર, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતા વધુ અંદાજે 30 થી 35…
New Delhi, તા.30 કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન FPFO જૂના EPF ખાતાઓની ઓળખ, ટ્રેકિંગ, યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) લિંકિંગ અને સક્રિયકરણને સરળ બનાવવા માટે એક સમર્પિત ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવા માટે તૈયાર છે. આ પોર્ટલનું નામ EPF આધાર-આધારિત એક્સેસ પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ (E-PRAAPTI) રાખવામાં આવશે. પ્રોવિડન્ટ ફંડ વિભાગ જૂના ખાતાઓને ટ્રેક કરવા અને પડતર દાવાઓનાં નિકાલ કરવા માટે નવું પોર્ટલ ફોર ટ્રેકિંગ ઇનઓપરેટિવ એકાઉન્ટ્સ (E-PRAAPTI) નાનું આ પોર્ટલ આધાર-આધારિત પ્રમાણીકરણ પધ્ધતિ પ્રદાન કરશે, જે સભ્યોને તેમના જૂના EPF ખાતાને સુરક્ષિત રીતે એક્સેસ કરવામાં સક્ષમ બનાવશે. તેમાં UAN લિંક ન હોય શકે અને તેમના સભ્ય પ્રોફાઇલને અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ…
New Delhi,તા.30 પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પુર્ણ થયા બાદ તાત્કાલીક પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો ઝીંકાવાની અટકળો વ્યક્ત થતી જ હતી ત્યારે ગઈકાલે ચુંટણી પુર્ણ થતા જ મોડીરાત્રે પેટ્રોલીયમ મંત્રાલયના નામે પેટ્રોલ-ડિઝલમાં ભાવવધારો થયાનો મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. જો કે, સરકારના ધ્યાનમાં તે આવી જતા પરિપત્ર બનાવટી હોવાનુ અને કોઈ ભાવવધારો નહીં કરાયાનું જાહેર કરવામાં આવ્યું હતું. મોડીરાત્રે સોશ્યલ મીડીયામાં પેટ્રોલીયમ મંત્રાલયના નામે પરિપત્ર વાયરલ થયો હતો. વિશ્વબજારમાં ક્રુડતેલની તેજીથી પેટ્રોલિયમ કંપનીઓને થતા જંગી નુકશાનમાંથી આંશિક રાહત મળે તે માટે પેટ્રોલમાં 10 તથા ડિઝલમાં 12.50નો ભાવવધારો કરાયાનો તથા તત્કાળ અસરથી લાગુ થયાનો ઉલ્લેખ હતો.જો કે, સરકારે તાત્કાલીક પરિપત્ર બનાવટી હોવાની ચોખવટ…
New Delhi તા.30 મધ્ય પૂર્વના યુધ્ધમાં સીઝફાયર વચ્ચે પણ કોઇ સમાધાન શક્ય બનતું નથી જ્યારે અમેરિકાએ મહિનાઓ સુધી હોર્મુઝ સ્ટ્રેટ પર ઘેરબંધી ચાલુ રાખીને ઇરાનને આર્થિક પતનના માર્ગે ધકેલવાનો વ્યૂહ અપનાવ્યાના સંકેતોથી ક્રૂડતેલના ભાવ સળગ્યા છે અને 120 ડોલરને આંબી ગયા હતા. બીજી તરફ વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે ડોલર સામે ભારતીય રૂપિયો 95ના સ્તરને વટાવી 95.14 થયો હતો. ભારતીય અર્થતંત્રને બેવડો ફટકો પડવાના ભણકારા છે. સંયુક્ત આરબ અમીરાત ઓપેક સંગઠનમાંથી નીકળી ગયાના આઘાત પ્રત્યાઘાત શમે તે પૂર્વે ઇરાન સામેના યુધ્ધમાં હવે અમેરિકાએ આર્થિક ઘેરાબંધી વધુ કડક બનાવવાનું વલણ અપનાવ્યું છે. ઇરાનને આર્થિક રીતે ખત્મ કરવા હોર્મુઝ સ્ટ્રેટમાં લાંબો વખત મહિલાઓ સુધી…
New Delhi,તા.30 આરબીઆઈએ લોન લેનારાઓ માટે રાહત આપતા નવા નિયમો જાહેર કર્યા છે. હવે બેંકો અને નાણાકીય સંસ્થાઓએ લોન આપતી વખતે ગ્રાહકોને તેની સાથે જોડાયેલી તમામ શરતોની સ્પષ્ટ જાણકારી આપવી પડશે. તેમણે પહેલાથી જ જણાવી દેવું પડશે કે લોન કેટલા સમય માટે છે, કેટલા હપ્તા બનશે અને દર મહિને કઈ તારીખે ચુકવણી કરવાની રહેશે. નવા નિયમો 1 એપ્રિલ 2027 થી લાગું થશે. નવા નિયમો અનુસાર, બેંકે લોન સાથે જોડાયેલી તમામ બાબતો લેખિતમાં આપવી પડશે. તેમાં એ પણ સ્પષ્ટ જણાવવામાં આવશે કે ગ્રાહક દ્વારા આપવામાં આવતાં હપ્તામાં કેટલો હિસ્સો મુદ્દલનો છે અને કેટલો વ્યાજનો. તેનાથી ગ્રાહકોને એ સમજવામાં સરળતા રહેશે કે…
New Delhi,તા.30 દેશમાં નાણાકીય સર્વિસમાં ગ્રાહકોના વેરિફિકેશન માટે ‘પોર્ટેબલ કેવાયસી’ વ્યવસ્થા લાગું થઈ શકે છે. તેનો હેતુ એ છે કે લોકોને બેંક, મ્યુચ્યુઅલ ફંડ, વીમો કે અન્ય નાણાકીય સર્વિસ માટે વારંવાર વેરિફિકેશન કરાવવાની જરૂર ન પડે અને એક જ કેવાયસી દરેક જગ્યાએ માન્ય રહી શકે. નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં આયોજિત સેબીના સ્થાપના દિવસ પર આના સંકેત આપ્યાં અને સેબીને કેવાયસીની પ્રક્રિયાઓને સરળ અને સમાન બનાવવા માટે કહ્યું છે.નાણામંત્રીએ પોર્ટેબલ કેવાયસી વ્યવસ્થા લાગું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વર્તમાનમાં આ માટે દરેક વખતે અલગ-અલગ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે. જોકે દેશમાં સેન્ટ્રલ કેવાયસી રજિસ્ટ્રી જેવી પ્રણાલી અસ્તિત્વમાં છે, પરંતુ…
New Delhi,તા.30 દેશની પ્રાઈવેટ બેંકોમાં AIના વધતા ઉપયોગને કારણે કર્મચારીઓની સંખ્યા ઘટી રહી છે, જ્યારે તેમની શાખાઓ સતત વધી રહી છે. નાણાકીય વર્ષ 2025-26માં પ્રમુખ ખાનગી બેંકો એચડીએફસી, એક્સિસ અને આઈસીઆઈસીઆઈ એ તેમની શાખાઓના નેટવર્કનો વિસ્તાર તો કર્યો છે. પરંતુ કુલ કર્મચારીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધ્યો છે. એચડીએફસીના કર્મચારીઓની સંખ્યા નાણાકીય વર્ષ 2025-26માં ઘટીને 2.11 લાખ રહી ગઈ જે નાણાકીય વર્ષ 2024-25 માં 2.14 લાખ હતી. આ જ રીતે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ જેવી બેંકોની નવી બ્રાન્ચ ખુલવા છતાં કર્મચારીઓની સંખ્યા સતત ઘટી છે. યસ બેંક એકમાત્ર એવી પ્રમુખ પ્રાઈવેટ બેંક રહી જ્યાં કર્મચારીઓની સંખ્યામાં વૃદ્ધિ નોંધાઈ હતી. બેંકોએ ઓટોમેશનમાં અબજો…
