- America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
- Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
- લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
- Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
- Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
- Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
- Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
- Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
Author: Shri Nutan Saurashtra
Mumbai,તા.13 સંજય લીલા ભણશાલી પોતાની આગામી ફિલ્મ માટે બોલીવૂડના સ્ટાર્સને છોડીને સાઉથના સુપરસ્ટાર રામ ચરણ પર દાંવ લગાડવાની તૈયારીમાં છે. નિર્માતા-દિગ્દર્શક એક પૈન ઇન્ડિયા ફિલ્મ લાવવાની તૈયારી કરી રહ્યો છે જે એક પીરિયડ ડ્રામા ફિલ્મ હશે, એટલું જ નહીં આ ફિલ્મની વાર્તા સાઉથના એકટરના વ્યક્તિત્વ સાથે મેળ ખાતી હોવાથી તેણે રામ ચરણને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકે પસંદ કર્યો છે. આ ફિલ્મને પાંચ ભાષામાં બનાવવાની યોજના છે. એક રિપોર્ટના અનુસાર, આ ફિલ્મ એક હિસ્ટોરિકલ એડવેન્ચર ડ્રામા હશે જેની વાર્તા એક જંગલમાં સેટ હશે. ૨૦૨૪માં સંજય લીલા ભણશાલીએ રામ ચરણ સાથે અમીશ ત્રિપાઠીનીા પુસ્તક લીજેન્ડ ઓપ સુહેલદેવ પર આધારિત ફિલ્મ બનાવવાની…
Mumbai,તા.13 સની દેઓલ એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. તેની આગામી ફિલ્મ નિખિલ નાગેશ ભટ્ટ સાથેની હશે. જેનું ટાઇટલ લખન હશે અને આ એક જબરદસ્ત એકશન ફિલ્મ બનશે. જેનું શૂટિંગ ઓકટોબર મહિનાથી શરૂ કરવાની યોજના છે. સની દેઓલ આ ફિલ્મ તે પોતાની સિગ્નેચર સ્ટાઇલથી જોવા મળશે. રિપોર્ટના અનુસાર, ફિલ્મસર્જકે હવે તૈયારી શરૂ કરી દીધી છે. ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ, એકશન ડિઝાઇન અને પ્રી-પ્રોડકશન તેજીથી ચાલી રહ્યું છે. આ એક મોટા પાય પરની એકશન એન્ટરટેનર ફિલ્મ બનશે. સાથેસાથે સની દેઓલે પોતાની જાટ ટુની તૈયારી પણ થઇ રહી હોવાનું સોશયલ મીડિયા પર આડકતરી રીતે શેર કર્યું છે. તેણે શેર કરતાં લખ્યું હતું…
Mumbai,તા.13 આશા ભોસલેના નિધન પર શોક વ્યક્ત કરતા સચીન તેંડુલકરે `એકસ’ પર લખ્યું હતું. ભારત અને દુનિયાભરના સંગીત પ્રેમીઓ માટે આ ખૂબ જ દુઃખદ દિવસ છે. અમારા માટે આશા તાઈ પરિવાર જેવા હતા. આજે આપણને જે નુકસાન અનુભવાઈ રહ્યું છે, તેના માટે શબ્દો ઓછા પડી રહ્યા છે. એક પળ માટે હૃદય ખામોશ થઈ જાય છે અને બીજી પળમાં દિલ એ અગણિત ધુનોમાં ખોવાઈ જાય છે. આપના અવાજે લાખો લોકોના દિલને સ્પર્શ કર્યો છેઃ વિરાટ કોહલીઃ ક્રિકેટર વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું- ઈશ્વર આપના આત્માને શાંતિ આપે, આશા ભોસલેજી, આપના અવાજે લાખો દિલોને સ્પર્શ કર્યો છે અને એ અવાજ હંમેશા અમારા…
Mumbai,તા.13 ક્રિકેટના ધુરંધરો અને ધુંઆધાર બેટસમેનોથી શોરગુલ રહેનાર વાનખેડે સ્ટેડીયમ જાણે ગમગીન બની ગયું હતું. ક્રિકેટની પ્રશંસક આશા ભોસલેના નિધનથી ખેલાડીઓ અને દર્શકો બન્ને શોકમગ્ન હતા. સ્ટેડીયમમાં દર્શકો અને ખેલાડીઓએ આશાજીના નિધન પર એક મિનિટનું મૌન રાખીને શ્રદ્ધાંજલી આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ મહાન ગાયિકાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. આઈપીએલ ટુર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચે મેચની શરૂઆત પહેલા આશા ભોસલેને યાદ કરવામાં આવ્યા હતા. આરસીબીની ઈનીંગમાં સ્ટેડીયમ સાઉન્ડ સીસ્ટમ પર મેચ દરમિયાન મળનારા બ્રેક સમયે આશા ભોસલેના જાણીતા ગીતો વગાડાયા હતા.
Mumbai તા.13 IPL 2026માં લખનઉ સુપર જાયન્ટ્સના સ્પિનર દિગ્વેશ રાઠી એકવાર ફરી પોતાના `નોટબુક સેલિબ્રેશન’ને લઈને ચર્ચામાં છે. ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં તેમણે સાઈ સુદર્શનની વિકેટ લીધા બાદ પોતાના અંદાજમાં જશ્ન મનાવ્યો, પરંતુ આ વખતે તેમની રીત થોડી બદલાયેલી જોવા મળી. ગઈ સીઝનમાં રાઠીને તેના ઓવર-ધ-ટોપ સેલિબ્રેશન માટે ત્રણ વખત દંડ ભોગવવો પડ્યો હતો. પહેલા 25% મેચ ફી, પછી 50% અને ત્રીજી વખત ફરી 50% દંડ સાથે એક મેચનો પ્રતિબંધ મૂકી દંડાયો હતો. આ જ કારણ છે કે આ વખતે તેનું સેલિબ્રેશન થોડું `ટોન-ડાઉન’ (નરમ) દેખાયું. પહેલા જ્યાં રાઠી બેટ્સમેનની આંખોમાં આંખ પરોવીને કાલ્પનિક લાઈન ખેંચતો હતો, ત્યાં આ વખતે…
Mumbai તા.13 RCB દ્વારા મુકવામાં આવેલા 241 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરતી વખતે, મુંબઈ ઈન્ડિયન્સે સારી શરૂઆત કરી. રાયન રિકેલ્ટન અને રોહિત શર્માની જોડી સારા ફોર્મમાં દેખાઈ રહી હતી. જોકે, હેમસ્ટ્રિંગના કારણે 19 રન બનાવ્યા બાદ રોહિત રિટાયર્ડ હર્ટ થયો અને બેટિંગમાં પાછો ફર્યો નહીં. રિકેલ્ટને 22 બોલમાં 37 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. કેપ્ટન સૂર્યકુમાર યાદવ સારી શરૂઆતનો લાભ લેવામાં નિષ્ફળ ગયો અને 22 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો. તિલક વર્મા પણ બેટથી ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો, ફક્ત એક રન બનાવીને. આ પહેલાં, ફિલ સોલ્ટ અને વિરાટ કોહલીની ઓપનિંગ જોડીએ RCBને મજબૂત શરૂઆત…
Mumbai,તા.13 TAM AdEx ના રિપોર્ટ મુજબ, ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆતની 13 મેચોમાં ટીવી પરની જાહેરાતોના વોલ્યુમમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાનું એક મુખ્ય કારણ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદને કારણે રદ થવી અને બપોરની મેચોમાં ઓછો ખર્ચ છે. આ મંદીનું કારણ દેશની આર્થિક સ્થિતિ પણ છે. ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે જાહેરાત આપતી મુખ્ય કંપનીઓ, જેમ કે FMCG અને ફૂડ એન્ડ બેવરેજીસ, પર અસર પડી છે. અચાનક પડેલા વરસાદ જેવી કુદરતી આફતોને કારણે ઠંડા પીણા અને એસી જેવી મોસમી વસ્તુઓની માંગ પણ ઘટી છે. ગેમિંગ પ્લેટફોર્મ્સ પર…
New Delhi,તા.13 વાનખેડેના મેદાન પર RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ ટક્કરમાં વિરાટ કોહલીનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યો છે. કોહલી ગુસ્સામાં પોતાનું હેલ્મેટ અને ગ્લવ્સ ફેંકતો જોવા મળી રહ્યો છે. કોહલીએ આ મેચમાં 38 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી, જેમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે 37 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી, પરંતુ તેના પછીના જ બોલે તે આઉટ થઈ ગયો હતો. હાર્દિક પંડ્યાના ફુલ ટોસ બોલ પર કોહલીએ હવામાં શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટાઈમિંગ યોગ્ય રહ્યું ન હતું.…
New Delhi, તા.13 10 એપ્રિલના રોજ ગુવાહાટીમાં આર.સી.બી સામેની IPL મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ મેનેજર રોમી ભિંડર ડગઆઉટમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા, જેના પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઔપચારિક તપાસ શરૂ કરી છે. ACA સ્ટેડિયમમાં કેમેરા દ્વારા લાઇવ રેકોર્ડ કરાયેલી આ ઘટનામાં ભિંડર મોબાઈલનો ઉપયોગ કરતો દેખાતો હતો. તે સમયે, ભિંડર યુવાન ડાબોડી ઓપનર વૈભવ સૂર્યવંશીની બાજુમાં બેઠો હતો, જે સ્ક્રીન તરફ જોઈ રહ્યો હતો. આ ઘટના માં લીગના પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. IPLના પ્લેયર્સ એન્ડ મેચ ઓફિસર્સ એરિયા (PMOA) ના નિયમો અનુસાર, ટીમ મેનેજર…
Mumbai, તા.13 IPL 2026 ની 20મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચમાં મેદાન પર જોરદાર સ્પર્ધા જોવા મળી હતી, જ્યારે સ્ટેડિયમમાં પણ ગ્લેમરસ વાતાવરણ જોવા મળ્યું હતું. અસંખ્ય સેલિબ્રિટીઓની હાજરીએ વાતાવરણને વધુ રોમાંચક બનાવ્યું હતું. સ્ટેન્ડમાં સૌથી વધુ ચર્ચામાં રહેલી વ્યક્તિ અનુષ્કા શર્મા હતી, જે તેના પતિ અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને ટેકો આપવા આવી હતી. અનુષ્કા ઘણી વખત ટીમનો ઉત્સાહ વધારતી અને મેચની રોમાંચક ક્ષણો પર પ્રતિક્રિયા આપતી જોવા મળી હતી. બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી કરીના કપૂર ખાનની હાજરીએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. વધુમાં, RCB સ્ટાર અનન્યા…
