Author: Shri Nutan Saurashtra

Mumbai, તા.13 રવિવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નો સામનો મુંબઈ ઈન્ડિયન્સ સાથે થયો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા RCBએ 20 ઓવરમાં 4 વિકેટે 240 રન બનાવ્યા. IPLમાં RCBનો આ છઠ્ઠો 200+ સ્કોર હતો. મુંબઈ ઈન્ડિયન્સનો ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માએ પણ આ મેચમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી, જે એક જ ટીમ માટે 6,000 રન બનાવનાર બીજો બેટ્સમેન બન્યો. આ મેચમાં RCB એ 240 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે 78, રજત પાટીદારે 53 અને વિરાટ કોહલીએ 50 રન બનાવ્યા હતા. આ સાથે, RCB એ IPL માં તેનો છઠ્ઠો સૌથી મોટો સ્કોર બનાવ્યો. RCB નો સૌથી મોટો સ્કોર 263/5 છે, જે…

Read More

Hyderabad તા.13 આજે જ્યારે રાજસ્થાન રોયલ્સ (RR) ઉપ્પલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે, ત્યારે તેમનો ઉદ્દેશ્ય યજમાન ટીમ સામેની તેમની હારનો સિલસિલો સમાપ્ત કરવાનો હશે. સનરાઇઝર્સે બંને વચ્ચેની છેલ્લી પાંચ મેચમાંથી ચાર જીતી છે અને રાજસ્થાન 2023 થી તેમને હરાવી શક્યું નથી. જોકે, આ સિઝનમાં, રોયલ્સે અત્યાર સુધીની તેમની ચારેય મેચમાં પ્રભુત્વ મેળવ્યું છે અને જીત મેળવી છે. ક્રિકેટ જગતના નવા સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ આ જીતમાં મોટી ભૂમિકા ભજવી છે. તેણે ચાર ઇનિંગ્સમાં 200 રન બનાવ્યા છે. બીજી તરફ, હેનરિક ક્લાસેન સિવાય, અભિષેક શર્મા સહિત SRH ના અન્ય બેટ્સમેન સતત રન બનાવી શક્યા નથી.

Read More

Guwahati તા.13 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં માત્ર 26 બોલમાં 300ના સ્ટ્રાઈક રેટથી 78 રન ફટકારીને સનસનાટી મચાવનાર 15 વર્ષીય યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ પોતાની સફળતાનું રહસ્ય ખોલ્યું છે. મેચ બાદ સૂર્યવંશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે સામેવાળા બોલરના નામથી ક્યારેય પ્રભાવિત થતો નથી, તેનું સંપૂર્ણ ધ્યાન માત્ર આવતા બોલ પર જ હોય છે. વૈભવે પોતાની માનસિકતા સ્પષ્ટ કરતા કહ્યું કે, “મારા મગજમાં એ વાત ચોક્કસ હોય છે કે સામે જસપ્રીત બુમરાહ કે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલરો છે, પરંતુ રમતી વખતે હું માત્ર બોલ પર જ ધ્યાન આપું છું”. આ મેચમાં તેણે હેઝલવુડને ખાસ નિશાને લીધો હતો અને સતત…

Read More

New Delhi, તા.13 રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારથી લઈને ધ્રુવ જુરેલ સુધી, બધાએ વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની બેટિંગની પ્રશંસા કરી છે. જુરેલે કહ્યું કે જ્યારે વૈભવ ક્રીઝ પર હોય છે, ત્યારે રમત ખૂબ જ સરળ લાગે છે. આ જ કારણ છે કે ટીમના બાકીના બેટ્સમેનોને પણ મુક્તપણે રમવાનો આત્મવિશ્વાસ મળે છે. તેમણે સ્વીકાર્યું કે પાવરપ્લેમાં વૈભવની હાજરી જ વિરોધી બોલરો પર દબાણ લાવે છે, ભલે પછી તે જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા વિશ્વ કક્ષાના બોલરોનો સામનો કરી રહ્યા હોય. શુક્રવારે IPLમાં, રાજસ્થાને બેંગ્લોરને હરાવીને તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો, જ્યારે…

Read More

New Delhi,તા.13 પાકિસ્તાન સુપર લીગ 2026 ની 18મી મેચમાં ક્વેટા ગ્લેડિયેટર્સ અને રાવલપિંડી વચ્ચે બોલિંગ એક્શન વિવાદ શરૂ થયો હતો. આ ઘટના રાવલપિંડીની ઇનિંગની નવમી ઓવરમાં બની હતી જ્યારે સ્પિનર ઉસ્માન તારિક બોલિંગ કરવા આવ્યો ત્યારે તેના વિચિત્ર એક્શન થી કિવી બેટ્સમેન ડેરિલ મિશેલ બે વાર ક્રિઝ પર થી હટી ગયો. મિશેલની આ કાર્યવાહીથી મેદાન પર બંને ટીમોના ખેલાડીઓ અને અમ્પાયરો વચ્ચે લાંબી ચર્ચા શરૂ થઈ. ઉસ્માન તારિકની બોલિંગ એક્શન લાંબા સમયથી ચર્ચા અને વિવાદનો વિષય રહી છે. તારિક દલીલ કરે છે કે તેના કોણીના સાંધામાં કુદરતી રીતે ડબલ- જોઈન્ટ ની સમસ્યા છે, જે તેના હાથની ગતિને ધીમી પડે છે…

Read More

Junagadh તા.13 જુનાગઢ ખાતે ગિરનાર બચાવો સમિતિ દ્વારા આગામી તા.23ના રોજ સાંજના 4-30 વાગ્યે ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલી અહીંના સરદારબાગ હવેલીવાડીના પટાંગણની જગ્યામાંથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી સનાતન સાધુ-સંતોના નેજા હેઠળ જીલ્લા કલેકટરને આવેદનપત્ર અપાશે. આ અંગે ગિરનાર બચાવો આંદોલન સમિતીના હોદેદારોએ જણાવેલ છે કે અવારનવાર ગીરનાર પર્વતમાં તેમજ આસપાસમાં અસામાજીક તત્વો, ગેર બંધારણીય સંસ્થાઓ તેમજ તે સંસ્થાઓના વહીવટદારો, સંચાલકો દ્વારા અતિ દુર્લભ ઔષધીય વૃક્ષો તેમજ દુર્લભ ધાર્મિક વૃક્ષો કે જે ઉપલબ્ધ જ નથી તેનો નાશ કરી તે જગ્યા ઉપર ગેરકાયદે વિરાટકાય બાંધકામો કરી રહ્યા હોય તેમજ સનાતન દેવ મંદિરો,…

Read More

Junagadh, તા.13 જૂનાગઢના પ્લાસવા ગામની સીમ વિસ્તારમાં રહેતા દેવાભાઇ જેઠાભાઇ કોડીયાતરના લગ્ન સોમનાથ જિલ્લાના બોળીદર ગામે થયા હતા. લગ્નના બીજા જ દિવસે તેમની પત્નીએ  ગળેફાંસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. તાલુકા પોલીસમાં મૃતક દિકરીના પિતાએ ફરીયાદ નોંધાવી છે. આ અંગેની વિગત મુજબ ગઢડા તાલુકાના બોડીદર ગામે રહેતા ફરિયાદી કરશનભાઇ રામભાઇ મકવાણા (ઉ.વ. 56)ની દિકરી અંકિતાબેન (ઉ.વ. 22)ના લગ્ન જૂનાગઢ તાબેના પ્લાસવા ગામે રહેતા દેવાભાઇ જેઠાભાઇ કોડીયાતર સાથે થયા હતા. લગ્નના બીજા દિવસે પ્લાસવા ગામે વાડી વિસ્તારમાં અંકિતાબેન તેના સાસરીયે એક દિવસ પહેલા આવી હતી. કોઇ અગમ્ય કારણોસર મકાનની છતમાં પંખા સાથે લટકી જઇ ગળેફાંસો ખાઇને જીવ આપી દીધો…

Read More

Junagadh,તા.13 જૂનાગઢ જિલ્લામાં બે અલગ-અલગ બનાવોમાં બે મહિલાએ બિમારીથી કંટાળી આપઘાત કર્યાના બનાવો નોંધાયા છે.મુળ વિસાવદરના રતાંગ (ગીર) ગામના રહીશ હાલ વિનગર ગામે રહેતા સંજયભાઇ રવજીભાઇ મકવાણાના પત્ની દયાબેન (ઉ.વ. 32)ના લગ્ન 2020માં થયેલ હોય બાદ એક વર્ષથી મોઢામાં કેન્સર થતાં જેની દવા ચાલુ હતી. કેન્સરની બીમારીથી કંટાળી જઇ ગત તા.9-4ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન એચ.કે. સોનારતે તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં માંગરોળ મરીનના સાંગાવાડા ગામે રહેતા નાથીબેન  રણમલભાઇ માલમ (ઉ.વ. 58)ને ચારેક વર્ષથી ગભરામણ, બ્લડપ્રેશર અને ગેસની તકલીફ હોય જેની દવા ચાલુ હોય પરંતુ કોઇ રાહત ન થતાં 15 દિવસથી ગુમસુમ રહેતા હોય, બીમારીથી કંટાળી…

Read More

Gondal, તા.13 ભગવતપરા વાછરા રોડ પર હત્યા પ્રયાસની ઘટના બની હતી. પરિવાર પર પાઇપ ધોકાથી હુમલો કરાતા 4 ભાઈ – બહેન ઘવાયા હતા. બે બહેનોને વધુ ઈજા હોવાથી રાજકોટ સિવિલમાં ખસેડાઈ હતી. અગાઉ કૌટુંબની એક યુવતીની છેડતી કરાઈ હોય તે બાબતે ફરી ઝઘડો થયો હતો. પોલીસે હત્યા પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં ઈજાગ્રસ્ત થયેલ પ્રિતીબેન સોંદરવા (ઉંમર વર્ષ 23)એ જણાવ્યું કે, મારા પિતાનું નામ મનોજભાઈ ભોજાભાઈ સોંદરવા છે. હું મારાં પરિવાર સાથે ગોંડલમાં ભગવતપરા, વાછરા રોડ, વી.કે. નગર, બાલમંદીરની બાજુમાં રહું છું અને સરકારી નોકરીની ભરતી પરીક્ષાની તૈયારી કં છું. અમો ચાર બહેનો તથા એક ભાઈ છીએ. મારા માતા…

Read More

Morbi તા 13 મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ રામકો વિલેજ સોસાયટી પાસે બાઈક સાથે બાઈક અથડાતાં આધેડનું મોત નીપજ્યું હતું  મૂળ પોરબંદર જિલ્લાના અને હાલમાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ધર્મ મંગલ સોસાયટી ખાતે રહેતા હાર્દિકભાઈ કિશોરભાઈ નેનુજી (25) એ બાઈક નંબર જીજે 3 સીએચ 1840 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. તેઓના પિતા કિશોરભાઈ નેનુજી પોતાનું બાઈક નંબર જીજે 2 એસ 5914 લઈને ઉંચી માંડલ ગામ પાસે આવેલ ઝારકો સીરામીક ખાતેથી પોતાના ઘરે મહેન્દ્રનગર ગામ તરફ આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં રામકો વિલેજ સોસાયટીના ગેટ પાસે આરોપીએ તેનું બાઇક ફરિયાદીના પિતાના બાઈકની સાથે અથડાવ્યું હતું જેથી આ બનાવમાં ફરિયાદીના પિતાને…

Read More