- America માં ગુજરાતીઓ ટ્રમ્પની નીતિથી પરેશાન
- Cockroaches Janata Party રોડ પરઃ સર્વાઈવલ સેલ્ફી અભિયાન
- લોકતંત્રમાં દરેક અવાજને સ્થાન : Cockroach Janata Party પર સંઘનો પ્રતિભાવ
- Commercial Gas તથા છોટુ સિલીન્ડરના ભાવ ફરી વધ્યા
- Gujarat સહિતની 24 રાજયસભા બેઠક માટે મોદી – શાહની બેઠક
- Government Projects સમયસર પુરા નહી થતા રૂા.5.65 લાખ કરોડનો વેડફાટ
- Kuwait પર ઇરાનનો મિસાઇલ તથા ડ્રોન એટેક
- Rajkot સહિત રાજ્યભરમાં સૌપ્રથમવાર ડીજીટલ માધ્યમથી વસ્તી ગણતરીનો પ્રારંભ
Author: Shri Nutan Saurashtra
Washington,તા.13 ઇરાન મુદ્દે અમેરિકાની નીતિઓની ટીકા કરનાર પોપ લિયો XIV પર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લાંબી પોસ્ટ લખીને પોપની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. ટ્રમ્પના મતે, પોપ લિયો વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.ટ્રમ્પે આક્ષેપ કર્યો કે પોપ ઈરાન પ્રત્યે નરમ વલણ ધરાવે છે, જે અમેરિકા માટે જોખમી છે. તેમણે વેનેઝુએલા પરના હુમલાનો પણ બચાવ કરતા કહ્યું કે જે દેશ અમેરિકામાં ડ્રગ્સ અને ગુનેગારો મોકલે છે તેની સામે કાર્યવાહી જરૂરી હતી. ટ્રમ્પે પોપને આડેહાથ લેતા કહ્યું કે, મારે એવો પોપ નથી જોઈતો જે ઈરાનના પરમાણુ…
Washington,તા.13 છેલ્લા ઘણા સમયથી પડદા પાછળ ચાલી રહેલી અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ વાટાઘાટો અંતે અનિર્ણિત સાબિત થઈ છે. ઈરાન દ્વારા મુકવામાં આવેલી શરતો અને અમેરિકાની માંગણીઓ વચ્ચેની ખાઈ ઓછી ન થઈ શકતા કૂટનીતિક રસ્તાઓ લગભગ બંધ થઈ ગયા છે. આ નિષ્ફળતા બાદ હવે ટ્રમ્પ પ્રશાસને ઈરાન પર સૈન્ય દબાણ વધારવાની આક્રમક રણનીતિ અપનાવી છે. વૉલ સ્ટ્રીટ જનરલના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ફ્લોરિડાના ડૉરલમાં રિસોર્ટ ખાતે સલાહકારો સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને પછી ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે અમે ઈરાન પર દબાણ વધારવા રસ્તો શોધી રહ્યા છીએ. અમેરિકન સૈન્ય હાઈએલર્ટ પર છે જેથી…
China,તા.13 ચીન ટેક્નોલોજીથી લઇને મશીનરી દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ચીનના અનોખા એટીએમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ એટીએમમાં લોકો સોનું નાખીને બદલામાં તાત્કાલીક રૂપિયા મેળવી શકે છે. વળી નવાઇની વાત એ છે કે આ એટીએમમાં જે સોનું નામખવામાં આવે છે તે તરત જ પીગળી જાય છે. જે વીડિયો વાયરલ થયો છે તેમાં લોકો એટીએમમાં સોનું નાખતા દેખાય છે, જેવુ સોનું અંદર જાય કે તરત જ તે પીગળી જાય છે, પીગળી જવાને કારણે તેની શુદ્ધતાનો ખ્યાલ આવી જાય છે. શુદ્ધતાના આધારે સોનાનું મૂલ્ય નક્કી કરવામાં આવે છે અને તે મુજબ વ્યક્તિના ખાતામાં ૩૦ જ…
Kampala,તા.13 યુગાન્ડાના સુરક્ષા દળોના પ્રમુખ જનરલ મુહુઝી કાઈનેરુગાબાએ તુર્કીયેને વિવાદાસ્પદ અને વિચિત્ર અલ્ટીમેટમ આપ્યું છે. પ્રમુખ યોવેરી મુસેવીના પુત્ર જનરલ કાઈનેરુગાબાએ તુર્કીયે સમક્ષ ૩૦ દિવસની અંદર સિક્યોરિટી ડિવિડન્ડ તરીકે એક અબજ ડોલર અને તેના દેશની સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કરાવવાની માગણી કરી છે. આ શરતો પૂરી નહીં કરાય તો તુર્કીયે સાથે રાજકીય સંબંધો તોડવાની ધમકી આપી છે. યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીના પુત્ર અને ડિફેન્સ ફોર્સના પ્રમુખ મુહુઝી કાઈનેરુગાબાએ દાવો કર્યો કે પ્રાદેશિક સુરક્ષાના પ્રયાસોમાં યુગાન્ડાના યોગદાનને સ્વીકારાયું નથી. કાઈનેરુગાબાએ આ માટે નાણાકીય વળતરની માગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તુર્કીયે પર સોમાલિયામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પોર્ટ સંબંધી…
Washington,તા.13 ચીન એક તરફથી દાવો કરે છે કે યુદ્ધવિરામ તેણે કરાવ્યો છે સાથે ઈરાનને શસ્ત્રો આપતું હોવાનો દાવો તે નકારી કાઢે છે ઉલ્લેખનીય તે છે કે વાસ્તવમાં બંને પક્ષોને મંત્રણાના મેજ ઉપર આવવા ચીને જ સમજાવ્યા હતા, તેમ ચીન દાવો કરે છે. આ પછી બંને પક્ષો પાકિસ્તાનમાં મંત્રણા માટે મળ્યા હતા. પરંતુ તેમાં કોઈ સમાધાન સાધી શકાયું નહીં. પરિણામે તે યુદ્ધ ફરી ફાટી નીકળે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે. શનિવારે સાંજે વ્હાઇટ-હાઉસમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમને ચીન દ્વારા ઈરાનને અપાતાં શસ્ત્રો વિષે પૂછવામાં આવ્યું કે ચીન ત્રીજા દેશ દ્વારા ઈરાનને શસ્ત્રો પહોંચાડે છે તે વિષે આપને શું કહેવાનું છે…
Washingtonતા.13 મધ્ય-પૂર્વમાં ૪૦ દિવસથી ચાલતા અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો અંત લાવવા પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શનિવારે શરૂ થયેલી અમેરિકા અને ઈરાનની શાંતિ મંત્રણા ૨૧ કલાકની મેરેથોન ચર્ચા પછી આખરે પડી ભાંગી હતી. શાંતિ મંત્રણા પડી ભાંગવાથી ધૂંઆપૂઆં થયેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા અને ક્યુબાની સ્ટાઈલમાં હોર્મુઝની ખાડી પર કબજો કરીને નાકાબંધી કરી દીધી છે. ટ્રમ્પે દુનિયાના દેશોને ચેતવણી આપી છે કે ઈરાનને ટોલ આપનારા કોઈપણ જહાજને સમુદ્રમાં જ તોડી પડાશે. આ પહેલાં અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે રવિવારે અમેરિકાની શરતો માનવા ઈરાન તૈયાર નહીં થયું હોવાનો દાવો કરીને મંત્રણા પડી ભાંગી હોવાનું જાહેર કર્યું અને ઈસ્લામાબાદથી રવાના થઈ ગયા હતા. બીજીબાજુ…
Islamabad, તા. 13 નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સાઉદી અરેબિયા અને કતાર પાસેથી પાંચ અબજ ડોલરની નાણાકીય સહાયતા મળવાની છે તેમ એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ મદદ તેની નબળી આર્થિક સહાયતા માટે વરદાનરૃપ સાબિત થશે. સ્થાનિક મીડિયા અનુસાર આ મદદ એવા સમયે આવશે જ્યારે ઇસ્લામાબાદ ચાલુ મહિને યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ને ૩.૫ અબજ ડોલર ચુકવવાની તૈયારી કરી રહ્યું છે અને તેના ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર દબાણ બનેલુ છે. નાણા મંત્રાલયનાં સૂત્રોનાં સંદર્ભથી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનનાં નબળા ફોરેન એક્સચેન્જ રિઝર્વ પર પડનારા દબાણને ઘટાડવા માટે સાઉદી અરેબિયા અને કતાર પાંચ અબજ ડોલરની નાણાકીય સહાયતા કરશે…
Mumbai,તા.13 આશા ભોસલેનું રવિવારે મુંબઈની Breach Candy Hospitalમાં મૃત્યુ થયું હતું. તેમને ચેસ્ટ ઇન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. જોકે તેમણે જ્યારે અંતિમ શ્વાસ લીધો ત્યારે તેમની અને તેમની બહેન લતા મંગેશકરની વચ્ચે ઘણી ચોંકાવનારી સમાનતા જોવા મળી હતી. તેમણે બન્નેએ એક જ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા અને એ પણ રવિવારે અને એ પણ 92 વર્ષની ઉંમરે જ. આથી તેમની આ સમાનતાને કારણે તેમના ચાહકો વધુ ભાવુક બની ગયા હતા.લતા મંગેશકર અને આશા ભોસલેના જીવન હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહ્યા છે. માત્ર બહેનો તરીકે નહીં, પરંતુ ભારતીય સંગીતના બે શ્રેષ્ઠ સ્વર તરીકે…
આદિત્ય ધરની સ્પાય થ્રિલર ‘ધુરંધર 2: ધ રિવેન્જ’ બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. રીલીઝના 25મા દિવસે પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખી છે. આ ફિલ્મે ભારતની પ્રથમ એવી ફિલ્મ ફ્રેન્ચાઈઝી બનવાનું બહુમાન મેળવ્યું છે જેણે બંને ભાગ મેળવીને વિશ્વભરમાં રૂ. 3,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય. અત્યાર સુધી ભારતની અન્ય કોઈ પણ બે કે ત્રણ ભાગવાળી ફિલ્મ સિરીઝે ભેગા મળીને આટલી કમાણી નથી કરી: બાહુબલી ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 2,400 કરોડની આસપાસ છે. KGF ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 1,500 કરોડની આસપાસ છે. ભારતમાં 1000 કરોડ પાર કરનારી…
Mumbai,તા.13 વરુણ ધવનની હૈ જવાની તો ઇશક હોના હૈ ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.આ ફિલ્મ હવે ૨૨ મેનારોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ પહેલા પ જૂનના રોજ રિલીઝ કરવાની હતી. પરંતુ ટોક્સિક ફિલ્મ ૪ જૂને રિલીઝ કરવામાં આવવાની હોવાથી હૈ જવાની તો ઇશ્ક હોના હૈ ફિલ્મને ૧૨ જુનના રોજ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે એમ ન કરતાં વરુણ ધવનની ફિલ્મને નિર્ધારિત સમય કરતા ૨૨મેના રોજ ં વહેલી રિલીઝ કરવાનો નિર્ણય કરીને દર્શકોને આશ્ચચર્યમાં નાખી દીધા છે. ડેેવિડ ધવનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં વરુણ ધવન સાથે પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર મહત્વના રોલમાં જોવા મળશે.એક…
