Author: Vikram Raval

શિવસાગર મંડળીને ચેકની દોઢી રકમનું વળતર ચૂકવવા હુકમ Rajkot તા.૩ શહેરની શિવસાગર ક્રેડિટ સોસાયટી લી.માંથી લીધેલ લોન ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને ચેકની રૂ. ૪,૯૯,૦૦૦ રકમની દોઢી રકમનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. કેસની હકીકત મુજબ શહેરના જામનગર રોડ, તોપખાના વિસ્તારના રહેવાસી શંકરભાઈ બાબુભાઈ વાઘેલાએ શ્રી શિવસાગર ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી.માંથી રૂ. ૯.૩૦ લાખની લોન લીધી હતી. લોનની બાકી રકમ ચૂકવવા રૂ. ૪,૯૯,૦૦૦/- નો ચેક આપ્યો હતો. ચેક રિટર્ન થયો હતો. બાદ સોસાયટીએ વકીલ મારફતે લીગલ નોટિસ પાઠવવા છતાં રકમ ન ચુકવતા સોસાયટીના ઓફિસર કિર્તીભાઈ પટેલે કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી. કેસની સુનાવણી…

Read More

બિલમાં મુખ્ય ન્યાયાધીશ સિવાય સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વર્તમાન ૩૩ થી વધારીને ૩૭ કરવાની જોગવાઈ New Delhi,તા.૩ લોકસભાએ સોમવારે સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) સુધારો બિલ, ૨૦૨૬ પસાર કર્યું. આ બિલનો હેતુ સુપ્રીમ કોર્ટ (ન્યાયાધીશોની સંખ્યા) અધિનિયમ, ૧૯૫૬ માં સુધારો કરીને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વધારવાનો છે. આ બિલમાં મુખ્ય ન્યાયાધીશ સિવાય સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા વર્તમાન ૩૩ થી વધારીને ૩૭ કરવાની જોગવાઈ છે. આ વર્ષના મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા ૩૩ થી વધારીને ૩૭ કરવાનો વટહુકમ બહાર પાડ્યો હતો. બીજી વખત સ્થગિત થયા પછી બપોરે ૨ વાગ્યે લોકસભા ફરી શરૂ થઈ ત્યારે, કેન્દ્રીય કાયદા અને ન્યાય…

Read More

પતિએ જમવાનું બનાવાનું કહેતા માઠું લાગી જતા વખ ઘોળી જીવન ટૂંકાવ્યું Rajkot તા.૩ વાંકાનેર મહિકા ગામે રહેતા શ્રમિક કામ કરતી મહિલાને પતિએ જમવાનું બનાવવાનું કહેતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી જતા સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અત્યારે સારવાર દરમિયાન પરણિતા દમ તોડ્યો હતી ઘટનાની જાણ થતા વાંકાનેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો આ અંગે મળતી મુજબ વાંકાનેર ના મહિકા ગામે શ્રમિક કામ કરતા પરિવારની સીતાબેન રાજેશભાઈ રજક ઉંમર વર્ષ ૪૫ વર્ષીય પરણીતાએ ગઈકાલ રાત્રે ૮૦૦ વાગે આસપાસ વાડી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી…

Read More

Rajkot તા.૩ ભારતની ખાનગી ક્ષેત્રની અગ્રણી બેંક એચડીએફસી બેંકે આજે મેક્સ ફોર સીનિયર્સ અને મેક્સ ફોર હર નામના બચત ખાતાના બે નવા વિકલ્પો લૉન્ચ કર્યા છે. આ બંને ખાતા અનુક્રમે સીનિયર સિટીઝનો અને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિશેષ પ્રકારના લાભ સાથે તૈયાર કરવામાં આવ્યાં છે. બચત ખાતાના આ બંને વિશિષ્ટ વિકલ્પો બેંકના મુખ્ય સેવિંગ્સ મેક્સ ખાતા હેઠળ રજૂ કરવામાં આવ્યાં છે, જે પ્રારંભિક સ્તરના સૌથી વધુ પસંદગી પામેલા બચત ખાતાઓમાંથી એક છે. પીઆઇબી તાજેતરના રિપોટ્‌ર્સ મુજબ, વર્ષ ૨૦૩૬ સુધીમાં ભારતમાં સીનિયર સિટીઝનોની સંખ્યા અંદાજે ૨૩ કરોડ પહોંચવાનો અંદાજ છે, જે દેશની કુલ વસ્તીના આશરે ૧૫ ટકા જેટલી હશે. આ ઉપરાંત,…

Read More

પ્લમ્બિંગ કામમાં માપ લેતી વેળા સર્જાઈ દુર્ઘટના, પરિવારમાં આક્રંદ છવાયો Rajkot તા.૩ ગોંડલ તાલુકાના વીરડા ગામનો રહેતા અને કોઠારીયા રોડ પર સાંઈબાબા સર્કલ પાસે શેડમાં પ્લમ્બિંગ કામ કરતી વેળાએ મેજર ટેપ ઇલેક્ટ્રિક તારમાં અડી જતા વીજ કરંટ લાગતા યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડતા તબીબે યુવાનનુ પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. જુવાન જોધ પુત્રના મોતથી પરિવારમાં શોક છવાયો હતો આ અંગેમળતી માહિતી મુજબ ગોંડલ તાલુકા વીરડા વિડો ગામે લાલજીભાઈ ગીરધરભાઇ મકવાણા ઉ.વ-૩૨, વર્ષીય યુવાન ગઈકાલે સાંજે ૪.૪૫ વાગ્યાં આસપાસ પોતે રાધેશ્યામ ઇન્ડસ્ટ્રીઝ સ્વાતિ પાર્ક કોઠારીયા રોડ સાંઇબાબા સર્કલ પાસે એક કારખાના સેડમાં પમ્બીંગ કામ કરતો હતો. જે દરમિયાન વીજ કરંટ લાગતા ૧૦૮…

Read More

Lucknow,તા.૩ ઉત્તર પ્રદેશ વિધાન પરિષદના ચોમાસુ સત્રના પહેલા દિવસે, શ્રી રામ મંદિરની દાનપેટીમાંથી દાનની ચોરીને લઈને ભારે હોબાળો મચી ગયો. સમાજવાદી પાર્ટીએ નિયમ ૧૦૫ હેઠળ સ્થગિત પ્રસ્તાવ દ્વારા આ મુદ્દો ઉઠાવ્યો. ગૃહના નેતા કેશવ પ્રસાદ મૌર્ય જવાબ આપવા માટે ઉભા થતાં જ, સપાના સભ્યો કૂવામાં ધસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. સતત હોબાળાને કારણે, અધ્યક્ષે ગૃહને ૧૫ મિનિટ માટે મુલતવી રાખ્યું હતું કાર્યવાહી ફરી શરૂ થયા પછી પણ હોબાળો ચાલુ રહ્યો. ગૃહના નેતા કેશવ પ્રસાદ મૌર્યએ ઘોંઘાટ વચ્ચે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું. બપોરે ૧ઃ૫૨ વાગ્યે, સ્પીકરે સમાજવાદી પાર્ટીના મુલતવી પ્રસ્તાવને ફગાવી દીધો અને જાહેરાત કરી કે આ મામલો વધુ કાર્યવાહી…

Read More

અમેરિકા ગયેલા બે સગા ભાઈઓના રહેણાંક મકાનમાં ચોરીના બનાવથી ફફડાટ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૩ અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલ દ્વારકેશ નગરમાં રહેતા અને હાલ અમેરિકા ગયેલા બે સગા ભાઈઓના રહેણાંક મકાનમાં ગત તા.૧ રાત્રીના ૧/૦૩ થી ૨/૩૮ સુધીના સમયગાળા દરમિયાન કોઈ ત્રણ અજાણ્યા ચોર ઈસમો જેણે ચડ્ડી-પોતડી તથા મોઢે બુકાની બાંધી આ બંધ રહેણાંક મકાનની દીવાલ કુદીને ગેરકાયદેસર અંદર પ્રવેશ કરી રહેણાક મકાનના તાળા તોડી મકાનમાં આવેલ ભગવાનના મંદીર તથા તીજોરીમાં રાખેલ સોનાના દાગીના આશરે કુલ ૧૦ તોલા (૧૦૦ ગ્રામ) જેની આશરે જુની કિમત રૂપિયા ૧,૫૦,૦૦૦ તથા ચાંદી ૬૦૦ ગ્રામ જેની આશરે જુની કિમત રૂપિયા ૬,૦૦૦ તથા રોકડ રકમ…

Read More

Kundheli તા ૩ આંતરરાષ્ટ્રીય હાસ્યકલાકાર અને વિશ્વવ્યાપી સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ આજરોજ તા.૩/૮/૨૬ સોમવારે એક જ દિવસમાં ત્રણ શાળાઓ બનાવી આપવા માટે ખાતમુહૂર્ત કર્યા હતા.ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સોનગઢની મફતપરા શાળા , તેમજ પાલડીની યોગેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્વામી અખંડાનંદ માધ્યમિક શાળા તેમજ ખોડીયાર માતાજીના ધામ માટેલની સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ સંચાલિત અનુદાનિત શાળાના ખાતમુહૂર્ત કર્યા હતા. જગદીશ ત્રિવેદીનું ઉર્મિસરોજ ચેરીટેબલ ટ્રસ્ટ અને દલાલ ફેમિલી ફાઉન્ડેશન દ્વારા આ ત્રણ શાળાઓના નવા શૈક્ષણિક ભવનનું નિર્માણ થશે.આ પ્રસંગે ડો. જગદીશ ત્રિવેદી , પ્રાથમિક શિક્ષણ વિભાગના નિવૃત્ત નાયબ નિયામક શ્રી આર. એસ. ઉપાધ્યાય, શિહોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અજય જોષી , કેળવણી નિરીક્ષક…

Read More

New Delhi,તા.૩ કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકકે તેમના પરના નાણાકીય આરોપોને ફગાવી દીધા છે. આરટીઆઇ કાર્યકર્તા અમિત તિવારીએ મહારાષ્ટ્ર સરકારમાં તેમના પિતાની આવક અને શૈક્ષણિક ખર્ચ અંગે ફરિયાદ નોંધાવી હતી. જવાબમાં, દીપકે પોતાના સત્તાવાર પ્રવેશ અને શિષ્યવૃત્તિ દસ્તાવેજો જાહેર કર્યા. તેમણે જણાવ્યું કે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં તેમના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અને શિક્ષણ લોનનો ઉપયોગ થતો હતો. દીપકે કહ્યું કે કોઈપણ વ્યક્તિ પોતાના ભંડોળના સ્ત્રોતોની તપાસ કરવા માટે સ્વતંત્ર છે. “કોકરોચ જનતા પાર્ટી” એ કેન્દ્ર સરકાર સામે પોતાનું વલણ કડક બનાવ્યું છે. દીપકે કહ્યું કે તેમની શરૂઆતની માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જેને સરકારે સ્વીકારી લીધી. જોકે,…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૩ કુકાવાવ-વડીયા તાલુકાના દડવા (રાંદલના) ગામે રહેતા વિઠ્ઠલભાઇ ખોડાભાઇ ટાઢાણી નામના ખેડુત ગત તા.૧૫/૭ ના રોજ સવારના પોણા અગ્યારેક વાગ્યાથી બપોરના સાડા બારેક વાગ્યા દરમિયાન પોતાનુ મોટર સાયકલ લઈને તેમની દિકરીની તબીયત પુછવા માટે થઇ દામનગર મુકામે જતા હતા. ત્યારે લાઠી ગામે આવેલ ભવાની સર્કલ પાસે તેઓ પહોચતા આરોપીઓએ ગુન્હાહીત કાવતરૂ રચી મહીલા આરોપીએ હાથ ઉંચો કરી ખેડૂતનુ મોટરસાયકલ ઉભુ રખાવી ભુરખીયા સુધીની લીફ્ટ માંગી હતી. અને ખેડૂત સાથે મોટર સાયકલમાં બેસી ભુરખીયા ગામે આવેલ ગેટ પાસે આવતાતેણીએ સરોવરના પાસે ફોટા પાડવાની વાત કરી અને ખેડૂતને મોટરસાયકલ ઉભુ રખાવેલ હતું. ત્યારે અન્ય આરોપીઓ ફોરવ્હીલ લઈ આવી…

Read More