- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
Gandhinagar તા.10 ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી (DGP) ડો. કે.એલ.એન રાવના અધ્યક્ષસ્થાને `સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ’ની કામગીરી અંગેની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં સાયબર સેન્ટરના વરિષ્ઠ અધિકારીઓ સહિત તાજેતરમાં નિમણૂક પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાસ કરીને સાયબર ગુનાઓ ઝડપી નિવારવા સમીક્ષા કરાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમના વધતા જતા વ્યાપ અને નવી મોડસ ઓપરેન્ડી જેવી કે ડિજિટલ ફ્રોડ, ઓનલાઇન ઠગાઈ, સોશિયલ મીડિયા સંબંધિત ગુનાઓ અને નાણાકીય છેતરપિંડી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ ટેકનિકલ સજ્જતા અને ઇન્વેસ્ટિગેશન અંગે પણ માર્ગદર્શન અપાયું હતુ. આ બેઠકમાં સાયબર સેન્ટર ઓફ…
New Delhi, તા.10 જ્યારે પણ આપણે ‘ઉનાળો’ અને ‘હાઇડ્રેશન’ શબ્દો સાંભળીએ છીએ, ત્યારે સૌથી પહેલાં તરબુચ યાદ આવે છે. આ ફળમાં લગભગ 92 ટકા પાણી હોય છે, જે ઉનાળાની ગરમી સામે લડવા માટે શરીરને જરૂરી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ પૂરા પાડે છે, સાથે જ તે સ્વાદમાં પણ અદભુત હોય છે. ઘણા લોકોનું માનવું છે કે ફ્રીજમાં રાખેલું તડબૂચ વધુ સ્વાદિષ્ટ અને કડક લાગે છે. આપણે અવારનવાર ફ્રીજમાંથી સીધું કાઢેલું ઠંડું અને કડક તરબુચ ખાવાનું પસંદ કરીએ છીએ, પરંતુ આપણને ખબર નથી હોતી કે તે સ્વાસ્થ્યને મદદ કરવાને બદલે નુકસાન પહોંચાડી રહ્યું છે. સિનિયર ડાયેટિશિયન ગીતિકા ચોપરા કેટલાક મહત્વના તથ્યો જણાવે છે…
New Delhi,તા.10 મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર એક નવું ફીચર આવવાનું છે. આની મદદથી યુઝર્સ તેમના તે કોન્ટેક્ટ્સની બ્લેક પ્રોફાઇલ પિક્ચરને બદલી શકશે, જેમણે પોતાની ડીપી હટાવી દીધી છે. આનો ફાયદો એ થશે કે યુઝર આવા દરેક કોન્ટેક્ટ પર પોતાની મરજી મુજબ પ્રોફાઇલ પિક્ચર સેટ કરી શકશે. આનાથી એક સરખા નામ ધરાવતા યુઝર્સની ઓળખ સરળ બની જશે અને ચેટિંગ દરમિયાન બીજા યુઝર પાસે મેસેજ જવાનો ડર રહેશે નહીં. આ વોટ્સએપ ફીચર તે સમયે પણ કામ આવશે, જ્યારે કોઈ યુઝરે પોતાની પ્રોફાઇલ ઇમેજ સેટ કરી નથી. ફીચર કેવી રીતે કામ કરશે? મેટાની માલિકીનું વોટ્સએપ હાલમાં એક નવા ફીચર પર કામ કરી રહ્યું…
Kolkataતા.10 વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કોલકતામાં આયોજીત એક કાર્યક્રમમાં પાર્ટીનું ચુંટણી ઘોષણા પત્ર જાહેર કર્યું હતું, જેને ભરોસાપત્ર નામ આપ્યું હતું. જેમાં અમીત શાહે ચુંટણી વાયદાના પટારા ખોલી નાખ્યા હતા. જેમાં અમીત શાહે બંગાળમાં યુસીસી કાયદો લાગુ કરવા, 45 દિવસમાં 7માં પગારપંચનો અમલ, માતાઓને દર મહિને રૂા.3000 સહિતની જાહેરાતો કરી છે. અમીત શાહે મહિલા સશક્તિકરણને પ્રાથમીકતા આપતા કહ્યું હતું કે, રાજયમાં પોલીસદળ સહિત બધી સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામતનો વાયદો કર્યો છે. આ સાથે 75 લાખ મહિલાઓને `લખપતિ દીદી’ બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરેક ક્ષેત્રમાં મહિલા પોલીસ સ્ટેશન…
Bangladesh,તા.10 બાંગ્લાદેશમાં ઓરીનો ખતરનાક રોગચાળો ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે હવે ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં 100 થી વધુ બાળકોના મોત થયા છે, જેના કારણે સમગ્ર દેશમાં વ્યાપક ચિંતા ફેલાઈ છે. પરિસ્થિતિના પ્રતિભાવમાં, સરકારે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે મળીને મોટા પાયે કટોકટી રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. કટોકટી રસીકરણ ઝુંબેશ શરૂ થાય છે 5 એપ્રિલના રોજ, બાંગ્લાદેશ સરકારે યુનિસેફ, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને રસી જોડાણ, Gavi ના સહયોગથી, ઓરી-રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કર્યું. આ અભિયાનનો ઉદ્દેશ્ય 1.2 મિલિયનથી વધુ રસીકરણ ન પામેલા બાળકોને સુરક્ષિત રાખવાનો છે જેઓ ચેપના ઉચ્ચ જોખમમાં છે. આરોગ્ય પ્રધાન સરદાર…
Tehran, તા.10 મધ્ય પૂર્વના યુધ્ધ વિરામ મામલે આજે થનારી શાંતિ વાટાઘાટોમાં સસ્પેન્સ સર્જાયું છે અને લેબેનોન પર હુમલા અટકાવવાની માંગ સાથે ઇરાન આક્રમક વલણ અપનાવવા લાગ્યું છે તેવા સમયે ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે લેબેનોન સાથે યુધ્ધ વિરામનો કોઇ સવાલ જ નથી અને હિઝબુલ્લા પરના હુમલા ચાલુ રાખવામાં આવશે. નેતન્યાહુની આ જાહેરાતના પગલે પાકિસ્તાનમાં આજથી શરુ થનારી અમેરિકા-ઇરાન વચ્ચેની યુધ્ધ વિરામની વાટાઘાટો પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ ઇઝરાયેલને લેબેનોન પર હુમલા રોકવા અને સીઝફાયર કરવા સુચવ્યું હતું. પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા આ વાત ફગાવી દેવામાં આવી છે અને હુમલા ચાલુ રાખવાનું એલાન…
Tehran, તા.10 મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇઝરાયેલ તથા ઇરાન વચ્ચે ભયાનક યુધ્ધમાં 40માં દિવસે યુધ્ધ વિરામ થયો હતો અને આજથી પાકિસ્તાનમાં શાંતિ વાર્તા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી તે પૂર્વે ઇરાન આડુ ફાટ્યું હોય તેમ લેબેનોન પર ઇઝરાયેલના હુમલા ન અટકે ત્યાં સુધી શાંતિ વાર્તા સ્થગિત જ રહેશે. વાટાઘાટો માટે ઇરાની પ્રતિનિધિ મંડળ ઇસ્લામાબાદ પહોંચી ગયું હોવાની વાતને પણ નકારી કાઢવામાં આવી છે. અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ વાટાઘાટ પૂર્વે મડાગાંઠ રહી હોય તેમ આજે ઇરાનની સરકારી સમાચાર એજન્સીએ જાહેર કર્યું છે કે ઇરાનનું પ્રતિનિધિ મંડળ વાટાઘાટો માટે પાકિસ્તાન પહોંચ્યાની વાત ખોટી છે. અમેરિકા લેબેનોનમાં યુધ્ધ વિરામ સંબંધીત પોતાની પ્રતિબધ્ધતાનું પાલન ન કરે…
Tehran, તા.10 અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામ બાદ હવે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા તેલના ટેન્કરો અને જહાજો પર ઈરાન અને ઓમાન દ્વારા ‘ટોલ ટેક્સ’ વસૂલવાની તૈયારીઓ ચાલી રહી છે. અટકળો વહેતી થઈ હતી કે ઈરાન પ્રતિ ટ્રાન્ઝિટ (દરેક ફેરા દીઠ) 20 લાખ (આશરે 16 કરોડથી વધુ) જેટલી જંગી ફી વસૂલી શકે છે. આ સ્થિતિ વચ્ચે ભારત સરકાર પર પણ સવાલો ઉભા થયા હતા કે શું મિત્ર દેશ હોવા છતાં ભારતને આ ટેક્સ ચૂકવવો પડશે? પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, `ટોલ ટેક્સને લઈને ઈરાન અને ભારત વચ્ચે કોઈ…
Tehranતા.10 ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા મોજતબા ખામેનીએ ગઈકાલે ટ્વીટ કરી લખ્યું કે ઈરાન સ્વર્ગસ્થ સર્વોચ્ચ નેતા અલી ખામેનીની હત્યાના 40 દિવસ પૂર્ણ થયા હોવાથી તેમનો બદલો લેવા માટે કટિબદ્ધ છે. મોજતબાએ એમ પણ જાહેર કર્યું કે, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટના સંચાલનમાં એક નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે. ઈરાન અને અમેરિકા 2 અઠવાડિયાના યુદ્ધવિરામ માટે સંમત થયા પછી આ નિવેદન આવ્યું છે. ‘ઈરાન મોટી તાકાત બનવાના આરે’ : મોજતબા ખામેનેઈ પોતાના સંબોધનમાં મોજતબાએ જણાવ્યું કે, ઈરાન હવે એક મોટી તાકાત બનવાના ઉંબરે ઊભું છે. તેમણે કહ્યું, “જે કોઈએ ઈરાન પર હુમલો કરવાનું સાહસ કર્યું છે, તેમને છોડવામાં આવશે નહીં. અમે શાંતિ…
Washington,તા.10 અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે દંડિત જાતીય અપરાધી જેફરી એપસ્ટીન સાથેના કોઈપણ પ્રકારના જોડાણ અથવા સંબંધોનો સખત શબ્દોમાં ઈનકાર કર્યો છે. એક સત્તાવાર નિવેદન અને તાજેતરના અહેવાલો મુજબ, મેલાનિયાએ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ એપસ્ટીનના પીડિત નથી અને તેમની વિરુદ્ધ ફેલાવવામાં આવી રહેલી વાતો પાયાવિહોણી છે. જોકે ઉલ્લેખનીય છે કે યુધ્ધ વચ્ચે અચાનક સામે આવી આ વિષય પર સ્પષ્ટતા કરતા મેલિનિયા ટ્રમ્પથી સૌ કોઈ આશ્ચર્યચકિત છે. વિવાદની પૃષ્ઠભૂમિ જેફરી એપસ્ટીન, જે એક હાઈ-પ્રોફાઈલ સેક્સ ઓફન્ડર હતો, તેના ડાયરી અને રેકોર્ડ્સમાં વિશ્વના ઘણા મોટા નેતાઓ અને હસ્તીઓના નામ સામે આવ્યા છે. આ યાદીમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ પણ ઉછળ્યું હતું, જેના…
