Author: Shri Nutan Saurashtra

Kolkata,તા.10 પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હવે “માછલી” મુખ્ય મુદ્દો બનીને ઉભરી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે જણાવ્યું હતું કે, હવે રાજ્યમાં હિલ્સા માછલી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે અને તેમની સરકારે ડાયમંડ હાર્બરમાં હિલ્સા સંશોધન કેન્દ્ર પણ સ્થાપ્યું છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ દાવાઓનો જવાબ આપી રહ્યા હતા કે જેમાં મોદીએ કહ્યું હતું કે બંગાળ હજુ માછલીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યું નથી. મોદીએ પૂર્વ મેદિનીપુરના હલ્દિયામાં એક જાહેર સભાને સંબોધતા આ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બંગાળ માછલીના ઉત્પાદનમાં આત્મનિર્ભર નથી, જ્યારે બિહાર અને આસામ જેવા અન્ય રાજ્યોમાં આ ક્ષેત્રે અનેકગણો વિકાસ થયો છે. ઘણી રેલીઓમાં બેનર્જીએ લોકોને…

Read More

Hyderabad,તા.10 તેલંગાણા હાઇકોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને મોટી રાહત આપતા એક અઠવાડિયા માટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પવન ખેડાએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા હતા, જેના પગલે આસામ પોલીસે પવન ખેડા સામે ગુનો નોંધ્યો હતો. હાઇકોર્ટના જસ્ટિસ સુજાના કલાસિકમની બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ખેડાને યોગ્ય કોર્ટમાં પોતાની અરજી રજૂ કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા આસામ પોલીસની એક ટીમ આ કેસની તપાસ માટે દિલ્હીમાં પવન ખેડાના ઘરે પણ ગઈ હતી, પરંતુ હાઇકોર્ટના આ આદેશથી હવે તેમને હાલ…

Read More

West Bengal.10 પશ્ચિમ બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હલ્દિયામાં જનસભા ગજવીને સત્તાધારી તૃમણૂલ કોંગે્રસ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સંબોધનમાં બંગાળમાં ભાજપની જીત માટે પ્રજા પાસે આર્શિવાદ માંગ્યા છે. આ સાથે તેમણે બંગાળની પ્રજાને છ ગેરેન્ટી પણ આપી છે. પીએમ મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, `પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતાં જ દરેક દુષ્કર્મ કેસ, જૂના કૌભાંડનો ફાઇલો ફરી ખોલવામાં આવશે અને ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરીદેવામાં આવશે. બંગાળની પ્રજાએ દરેક અડચણો પાર કરીને અને દરેક પડકારોને હરાવવાનું મન બનાવી લીધું છે. આ ચૂંટણી સામાન્ય નથી, પણ રાજ્યમાં બદલાવની એવી…

Read More

New Delhi,તા.10 પેન્શન ફંડ નિયામક અને વિકાસ સત્તામંડળ એ પોતાની ખાસ પહેલ ‘એનપીએસ સ્વાસ્થ્ય’ના બીજા પાઇલટ તબક્કાને મંજૂરી આપી દીધી છે. નવા નિર્દેશો અનુસાર, આ યોજનામાં સ્વાસ્થ્ય વીમો લેવો અનિવાર્ય રહેશે. સાથે જ નવી વ્યવસ્થામાં રોકાણકારો માટે નિયમોને પહેલા કરતા વધુ અનુકૂળ અને લવચીક બનાવવામાં આવ્યા છે. આ યોજના એનપીએસ સભ્યોને હોસ્પિટલમાં દાખલ થવા અને ઓપીડીમાં થયેલા સારવારના ખર્ચની ભરપાઈ કરશે. PFRDAના નવા નિર્દેશો અનુસાર, એનપીએસ સ્વાસ્થ્ય એક સ્વૈચ્છિક પેન્શન યોજના છે, જેમાં ભારતનો કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ યોજનામાં સ્વાસ્થ્ય વીમો લેવો જરૂરી કરી દેવામાં આવ્યો છે. એટલે કે દરેક રોકાણકારને સ્વાસ્થ્ય વીમા કવચ મળશે. વીમાની શરતો સંબંધિત…

Read More

New Delhi, તા.10 ભારતના પ્રથમ માનવ અવકાશયાન મિશન ગગનયાનની તૈયારીઓમાં એક મહત્વપૂર્ણ સિધ્ધિ પ્રાપ્ત થઈ છે. કેન્દ્રીય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે, ગગનયાન મિશન હેઠળ હાથ ધરવામાં આવેલ બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ (IADT-02) સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પરીક્ષણ સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે હાથ ધરવામાં આવ્યું હતું. IADT (ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ) ગગનયાન મિશનમાં એક મહત્વપૂર્ણ અને ટેક્નીકલ રીતે જટિલ પરીક્ષણ છે. આ મિશનનો સૌથી મોટો પડકાર અવકાશયાત્રીઓને પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા લાવવાનો છે. જ્યારે અવકાશયાત્રીઓ તેમનું મિશન પૂર્ણ કરે છે…

Read More

New Delhi,તા.10 જો આપ ચારધામની યાત્રા પર ઉતરાખંડ આવી રહ્યા છો તો આ જાણકારી યાત્રીઓ માટે જરૂરી છે. આ વખતે રાજય સરકારે ચારધામ યાત્રીઓ માટે 17 એપ્રિલથી 69 ઓફલાઈન રજીસ્ટ્રેશન કાઉન્ટરની વ્યવસ્થા કરી છે. હરિદ્વાર સ્થિત ઋષિકુલ મેદાનમાં 20, ઋષિકેશના ચારધામ ટ્રાન્ઝીટ કેન્દ્ર અને યાત્રા બસ સ્ટેશને 34 કાઉન્ટર બનાવ્યા છે. તેમાંથી ચાર કાઉન્ટર શ્રી હેમકુંડ ગુરુદ્વારામાં સંચાલીત કરવામાં આવશે. વિકાસનગરના નવા ગામમાં આઠ અને હર્બટપુરમાં 7 કાઉન્સ યાત્રીઓની સુવિધા માટે સ્થાપિત કરવામાં આવ્યા છે. વડીલો માટે મોબાઈલ વાન વડીલોને લાંબો સમય લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. સરકાર બુઝુર્ગ અને આશ્રમ ધર્મશાળામાં રોકાયેલા તીર્થયાત્રીઓ માટે 30 મોબાઈલ વાન ટીમ પણ…

Read More

New Delhi તા.10 દેશમાં વસ્તીગણતરીની સાથે થનારી જાતિ જનગણના રોકવાની એક અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી હતી. સુપ્રીમકોર્ટ સમક્ષ થયેલી અરજીમાં જાતિ જનગણના રોકવા ઉપરાંત દેશના સંસાધનોના ઉપયોગમાં જનસંખ્યાની જવાબદારી એટલે કે જે લોકો ઓછા સંતાનો ધરાવતા હોય તેને પ્રાથમીકતા મળે તેવી માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહી એક બાળકવાળા પરિવારને આર્થિક પ્રોત્સાહન આપવાની પણ રીટ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની ખંડપીઠે આ અરજીમાં ભાષા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આવી અભદ્ર ભાષા શા માટે ઉપયોગ કરાય છે તે પ્રશ્ન પૂછીને અરજદારને ફટકાર લગાવી હતી અને અરજી સાંભળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

Read More

New Delhi,તા.10 EPFOને લઈને ઘણી વાર મોટાભાગના કર્મચારીઓ ફરિયાદ કરતાં જોવા મળ્યા છે. આ ફરિયાદમાં સૌથી વધુ ફરિયાદ પેપરવર્ક અને કંપનીઓ પર વધુ નિર્ભર રહેવું પડે છે એની હોય છે. કર્મચારીઓએ પોતાના પૈસા ઉપાડવા હોય તો પણ કંપની પર નિર્ભર રહેવું પડે છે. આથી સરકાર હવે દરેકની સમસ્યાનું સમાધાન EPFO 3.0માં લઈને આવી રહી છે. આ સુવિધાને બહુ જલદી લોન્ચ કરવામાં આવી શકે છે. એ લોન્ચ થયા બાદ PFનું એક્સેસ એકદમ જ સરળ બની જશે. આ સિસ્ટમમાં ક્લેમને ફટાફટ સેટલ કરવામાં આવશે, પેપરવર્ક પણ ખૂબ જ ઓછું થઈ જશે અને કંપની પર પણ આધાર નહીં રાખવો પડે. કોઈ પણ કર્મચારી…

Read More

New Delhi તા.10 ફ્રાન્સ પાસેથી ભારતે જે 114 રાફેલ લડાયક વિમાનનો સોદો કર્યો છે તેમાં હવે ફ્રાન્સની કંપની દ્વારા અપાયેલ મિસાઈલ કે અન્ય શ પ્રણાલી નહી પરંતુ ભારતમાં જ નિર્મિત મિસાઈલ અને શો ફીટ કરાશે. અગાઉ આવેલા રાફેલમાં મિસાઈલ પ્રણાલી માટે ભારતે સતત ફ્રાન્સ પર આધાર રાખવો પડતો હતો અને તેના કારણે વિમાન વધુ પડતા મોંઘા પણ પડતા હતા. પરંતુ સરકારે હવે ફ્રાન્સની સરકાર સાથે સીધો સોદો કર્યો છે જેમાં આ વિમાનની સાથે ભારતીય શ પ્રણાલી ફીટ કરી શકાય તેવા ઈન્ટરફેસ ક્નટ્રોલ ડોકયુમેન્ટ પણ ભારતને મળશે. આ અંગે ફ્રાન્સની કંપની દસોલ્ટ સાથે વાતચીત શરુ થઈ છે અને એ ઉપરાંત રૂા.3.25…

Read More

New Delhi,તા.10 દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિ યશવંત વર્માએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. હાલ તેઓ અલ્લાહબાદ હાઈકોર્ટમાં જજ છે પરંતુ દિલ્હી હાઈકોર્ટમાં તેમના કાર્યકાળ સમયે તેઓના સતાવાર નિવાસે લાગેલી આગમાં મોટી માત્રામાં રોકડ રકમ બળી ગઈ હોય તેવા પુરાવા મળ્યા હતા અને જે વિવાદ સર્જાયો હતો તેના પગલે સુપ્રીમકોર્ટે તાત્કાલીક જસ્ટીસ યશવંત વર્માને અલ્લાહબાદ હાઈકોર્ટમાં પરત મોકલી તેમને કોઈ ન્યાયીક કામગીરી નહી સોંપવા આદેશ આપ્યો હતો. પરંતુ બીજી તરફ સર્વોચ્ચ અદાલતની કમીટીએ જસ્ટીસ વર્માના નિવાસે લાગેલી આગમાં રોકડ રકમ બળી હોવાનું તપાસમાં ખોલ્યુ હતું અને તેના પગલે જસ્ટીસ વર્મા સામે સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા પણ શરુ કરવામાં આવી હતી. જો…

Read More