Author: Vikram Raval

New Delhi,તા.10 સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ક્લાર્ક 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી દ્વારા જુનિયર એસોસિએટની 1538 જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી ખાસ કરીને SC, ST અને OBC કેટેગરીની બેકલોગ ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો 7 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.અરજીઓ SBIની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા જ સ્વીકારવામાં આવશે. આ ભરતી માટે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ઉમેદવારો આ ભરતીમાં માત્ર એક જ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની જગ્યાઓ માટે અરજી કરી શકશે.SBIની આ ભરતીમાં કુલ 1538 ખાલી પદો છે. જેમાં 207 પદ SC, 1219 પદ ST અને 112 પદ OBC વર્ગ…

Read More

Uttar Pradesh,તા.10 ઉત્તર પ્રદેશના સીતાપુરમાં 25 થી વધુ મહિલાઓ સાથે ઓળખ છુપાવીને લગ્ન કરવા અને કરોડો રૂપિયાની ઠગાઈ કરવાના આરોપી અનુજ ત્રિવેદીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હવે તેમના વેવાઈ અને સ્થાનિક ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ સીતાપુરના રેઉસા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગે એફઆઈઆર (FIR) નોંધાવી છે.ભાજપ ધારાસભ્ય જ્ઞાન તિવારીએ લગભગ બે વર્ષ પહેલાં (14 ફેબ્રુઆરી 2024) પોતાની દીકરી ડૉ. પ્રજ્ઞા તિવારીના લગ્ન અનુજ ત્રિવેદીના પુત્ર પ્રખર ત્રિવેદી સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે અનુજ ત્રિવેદીએ પોતાને મુંબઈમાં રિયલ એસ્ટેટનો બિઝનેસમેન ગણાવ્યો હતો. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા અને મીડિયા અહેવાલો દ્વારા ધારાસભ્યને જાણવા મળ્યું કે તેમના વેવાઈ અનુજ ત્રિવેદીએ પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ…

Read More

West Bengal,તા.10 પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના હલિશહરમાં પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના કાફલા પર ટોળાએ હુમલો કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના એક મૃત કાર્યકર્તાના પરિવારજનોને મળવા જઈ રહેલા મમતા બેનરજીના કાફલાને ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ રસ્તામાં રોકી લીધો હતો. પ્રદર્શનકારીઓએ તેમની ગાડીને ચારેય તરફથી ઘેરી લીધી હતી, અને તેના પર કાદવ, પાણીની બોટલો તેમજ જૂતા-ચંપલ ફેંક્યા હતા.આક્રોશિત ટોળાએ મમતા બેનરજી સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પરિસ્થિતિ બગડતી જોઈને ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કડક સુરક્ષા વચ્ચે મમતા બેનરજીને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ સમગ્ર હંગામો ટીએમસી કાર્યકર્તાના મોત બાદ શરૂ થયો હતો, જેમાં મૃતકના પરિવારે સ્થાનિક પોલીસ પર કસ્ટડીમાં મારપીટ કરીને…

Read More

Ujjain,તા.10 ધાર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર રવિવારે(9 ઓગસ્ટ) બપોરે 1 વાગ્યાની આસપાસ પંચકવસા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટનામાં ગુજરાતના પંચમહાલના છ યુવાનોના મોત નીપજ્યા છે. યુવકો ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના દર્શન કરીને કારમાં ગુજરાત પરત ફરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પ્રત્યક્ષદર્શીઓ અને પોલીસની માહિતી અનુસાર, બદનાવર-ઉજ્જૈન ફોરલેન હાઇવે પર રોંગ સાઈડમાં લોખંડના સામાનથી ભરેલી ટ્રક ઉજ્જૈન તરફ ઝડપથી આગળ વધી રહી હતી. આ દરમિયાન કાર ટ્રક સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને તેમાં રહેલા 6…

Read More

Maharashtra,તા.10 મહારાષ્ટ્રના પુણે સ્થિત બારામતી એરપોર્ટ પર રવિવારે બપોરે એક ખાનગી કંપનીનું તાલીમી વિમાન (ટ્રેનિંગ એરક્રાફ્ટ) દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં વિમાનમાં સવાર ટ્રેની પાઇલટનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.મળતી માહિતી મુજબ, આ અકસ્માત રવિવારે બપોરે આશરે 12:35 વાગ્યે એરપોર્ટ પરિસરમાં રનવેથી થોડે દૂર ગોજુબાવી ગામ નજીક બન્યો હતો. એરક્રાફ્ટમાં માત્ર ટ્રેની પાઇલટ એકલો જ સવાર હતો. ઘટનામાં વિમાનને સામાન્ય નુકસાન પહોંચ્યું છે, જ્યારે પાઇલટ સંપૂર્ણપણે સુરક્ષિત છે.બારામતી એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 8 મહિનાના સમયગાળામાં વિમાન દુર્ઘટના બનવાની આ ત્રીજી ઘટના છે જાન્યુઆરી 2026: આ જ વર્ષના પ્રારંભમાં જાન્યુઆરી…

Read More

Hyderabad,તા.10 હૈદરાબાદની પ્રતિષ્ઠિત ‘નેશનલ એકેડેમી ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચ’ (NALSAR) યુનિવર્સિટીમાં આગામી પદવીદાન સમારોહ (કોન્વોકેશન સેરેમની) ને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા દેશના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતને મુખ્ય અતિથિ (ચીફ ગેસ્ટ) તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો ગ્રેજ્યુએટ થઈ રહેલા વિદ્યાર્થીઓના એક જૂથે સખત વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે CJI ના તાજેતરના નિવેદનો શૈક્ષણિક સ્વતંત્રતા અને બંધારણીય જવાબદારીના મૂલ્યોની વિરુદ્ધ છે.વર્ષ 2026ના બેચના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર, રજિસ્ટ્રાર, ફેકલ્ટી અને પ્રશાસનને એક પત્ર લખીને આ નિર્ણય પર તાત્કાલિક પુનર્વિચાર કરવાની માંગ કરી છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે અદાલતના તાજેતરના કેટલાક વલણો અને નિવેદનોથી…

Read More

Mathura,તા.10 મથુરા ખાતે આવેલા શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ અંગે સાધુ-સંતોએ મોટી જાહેરાત કરી છે. મથુરામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી એકઠા થયેલા સંતોએ આગામી 6 ડિસેમ્બરના રોજ મથુરામાં ‘કારસેવા’ કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.આ કાર્યક્રમ દરમિયાન સંતોએ “કૃષ્ણ લલ્લા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે” અને “રામ જન્મભૂમિ બાદ કાશી અને હવે મથુરાનો વારો છે” જેવા આક્રમક નારા લગાવ્યા હતા.સંતોના આ એલાન બાદ મથુરા અને તેની આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે.વિશાળ સંખ્યામાં સાધુ-સંતો આ આયોજનમાં સામેલ થયા હતા અને તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રશાસનિક રોકટોક હોવા…

Read More

New Delhi,તા.10 બહુજન સમાજ પાર્ટી (BSP) ના સુપ્રીમો માયાવતીએ અનામતમાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની ચર્ચા અને RSS વડા મોહન ભાગવતના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે SC અને ST વર્ગો માટે ક્રીમી લેયરની વાત કરવી તે સંપૂર્ણપણે અયોગ્ય છે અને તે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરના માનવતાવાદી બંધારણના પવિત્ર ઉદ્દેશ્યોની વિરુદ્ધ છે. અનામત એ માત્ર આર્થિક મદદ નથી, પરંતુ સદીઓથી શોષિત અને વંચિત સમાજનું સામાજિક પરિવર્તન, આર્થિક મુક્તિ અને આત્મસન્માન સાથે જોડાયેલો બંધારણીય અધિકાર છે.આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના એ નિવેદન પર પલટવાર કરતાં—જેમાં તેમણે અનામતના લાભાર્થીઓને સ્વેચ્છાએ લાભ છોડવાની સલાહ આપી હતી અને તેના…

Read More

તા.09-08-2026 રવિવાર તિથિ અગિયારસ– ૧૪ઃ૦૧ઃ૨૧ સુધી નક્ષત્ર રોહિણી – ૧૬ઃ૫૨ઃ૦૦ સુધી કરણ વિષ્ટિ ભદ્ર – ૧૪ઃ૦૧ઃ૨૧ સુધી, ભાવ – ૨૪ઃ૩૫ઃ૫૬ સુધી પક્ષ કૃષ્ણ યોગ ધ્રુવ – ૦૯ઃ૦૧ઃ૩૯ સુધી, વ્યાઘાત – ૨૯ઃ૩૭ઃ૫૪ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૧૨ઃ૫૧ સૂર્યાસ્ત ૧૯ઃ૧૭ઃ૧૨ ચંદ્ર રાશિ વૃષભ – ૨૭ઃ૪૯ઃ૪૨ સુધી ચંદ્રોદય ૨૬ઃ૦૭ઃ૦૦ ચંદ્રાસ્ત ૧૫ઃ૨૨ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૩ મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૦૪ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૧૨ઃ૫૧ થી ૦૭ઃ૦૫ઃ૦૯ ના, ૦૭ઃ૦૫ઃ૦૯ થી ૦૭ઃ૫૭ઃ૨૬ ના કુલિક ૦૭ઃ૦૫ઃ૦૯ થી ૦૭ઃ૫૭ઃ૨૬ ના દુરી / મરણ…

Read More

તા.09-08-2026 રવિવાર મેષ જીવનસાથી તમારી સર્જનાત્મક ક્રિયાઓથી પ્રભાવિત થશે અને મહત્વપૂર્ણ કાર્યોમાં તમારી સલાહ લેશે. ધાર્મિક કાર્યમાં થોડો ખર્ચ થશે, પરંતુ તે તમારી ખ્યાતિમાં વધારો કરશે. વૃષભ આજનો દિવસ મિશ્રિત ફળ આપશે. વિદ્યાર્થીઓ માટે વિદેશમાં શિક્ષણ મેળવવા, કાર્યોમાં એકાગ્રતા જાળવવા માટે સમય સારો છે. વાણીની નરમાઈ તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. મિથુન આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. ધંધામાં કોઈ સાથીદાર કે સંબંધી દ્વારા માનસિક તણાવ પેદા થઈ શકે છે, ધૈર્ય રાખો.વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે થોડી અસુવિધા થઈ શકે છે. કર્ક અચાનક પારિવારિક ખર્ચ માનસિક દબાણમાં વધારો કરી શકે છે. આજીવિકાના ક્ષેત્રે ચાલુ પ્રયત્નો સફળ થશે અને ભાઇઓના સહયોગથી લાભની સ્થિતિ…

Read More