Author: Shri Nutan Saurashtra

કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom ના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી New Delhi તા.૧૦ ભારતના પરમાણુ ઉર્જા પ્લાન્ટ્‌સ માટે ઇંધણની ચિંતા હવે દૂર થવા જઈ રહી છે. વિશ્વની સૌથી મોટી યુરેનિયમ સપ્લાય કરતી કંપની Kazatomprom (કઝાકિસ્તાન) એ ભારતને આગામી અનેક વર્ષો સુધી યુરેનિયમ સપ્લાય કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સોદો એટલો વિશાળ છે કે, તેને મંજૂર કરવા માટે કંપનીના શેરધારકોની ખાસ બેઠક બોલાવવી પડી હતી. કઝાકિસ્તાનની નેશનલ એટોમિક કંપની Kazatomprom  ના શેરધારકોની મળેલી બેઠકમાં ૯૨.૯% મતો સાથે ભારતને યુરેનિયમ વેચવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. આ સોદાનું મૂલ્ય એટલું વધારે છે કે…

Read More

સોનાના વાયદામાં રૂ.644 અને ચાંદીના વાયદામાં રૂ.1371ની નરમાઇઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 13794.60 કરોડનાં કામકાજઃ બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ વાયદો 36696 પોઇન્ટના સ્તરે મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.154435.51 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.22346.25 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.132089.15 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ એપ્રિલ વાયદો 36696 પોઇન્ટના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3533.97 કરોડનું થયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં…

Read More

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૪.૨૦૨૬ ના રોજ… શુક્રવારે ભારતીય શેરબજારમાં ફરી એકવાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો અને સ્થાનિક ખરીદીને પગલે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે. આજે અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યુદ્ધને લઈને શાંતિ મંત્રણા શરૂ થઇ રહી છે જેના પગલે કોઈ સારા સંકેત મળી શકે તેવી આશા પણ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે બે સપ્તાહના યુદ્ધવિરામ અને હોર્મુઝ સ્ટ્રેટ મર્યાદિત રીતે ખૂલવાના સમાચારને કારણે વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી છે, જેની અસર ભારતીય બજાર પર પણ પડી છે. જોકે આજે અમેરિકા અને ઈરાન વચ્ચે ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા શરૂ થવાની આશા છે…

Read More

New Delhi,તા.10 વૈશ્વિક સ્તરે બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષા અને પ્રાદેશિક શાંતિ માટે સક્રિય બન્યું છે. મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકાર એક તરફ ખાડી દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરી રહી છે, તો બીજી તરફ પડોશી દેશોની જરૂરિયાતોને પણ પ્રાધાન્ય આપી રહી છે. તાજેતરમાં વિદેશ મંત્રાલય દ્વારા લેબેનોનની સ્થિતિ અને ઊર્જા ક્ષેત્રે લેવાયેલા મહત્ત્વના પગલાં અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસ્વાલે જણાવ્યું હતું કે, ‘અમે મિડલ ઈસ્ટમાં થઈ રહેલા ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે ખાડી ક્ષેત્રના દેશો સાથે સતત સંપર્કમાં છીએ.…

Read More

Jamnagar,તા.10 જામનગર નજીકના વિસ્તારોમાં બનેલા બે જુદા માર્ગ અકસ્માતોમાં એક મહિલા સહિત બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હોવાના બનાવો સામે આવ્યા છે. બંને બનાવોમાં પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે. પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તા.07-04-2026ના રોજ સાંજે ધુંવાવ ગામે એસ.બી.આઈ તાલીમ સેન્ટર સામે રોડ પર અકસ્માત બન્યો હતો. ફરિયાદી વિશાલભાઈ કુરજીભાઈ પરમાર (ઉ.વ. 46) પોતાના બાઈક પર જતા હતા ત્યારે સામે તરફથી આવેલી જી.જે 37 જે 8521 નંબરની કારના ચાલકે બેફામ રીતે વાહન ચલાવી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદીને ડાબા પગમાં ફ્રેક્ચર તેમજ શરીરે ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…

Read More

Gandhinagar,તા.10 ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની 27 ટકા ઓબીસી (OBC) અનામત નીતિ સામે ચૂંટણી પ્રક્રિયા પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ચૂંટણી અટકશે નહીં. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર આજે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 27 ટકા OBC અનામતની નીતિને પડકારીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે મૂકવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પર રોક લગાવવાનો ઇનકાર કર્યો…

Read More

Gandhinagar, તા.10 રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે “NARIT AI’ (Narcotics Analysis  RAG-based Investigation Tool)નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે. આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે. NARIT AI એક Retrieval Augmented Generation (RAG)  આધારિત સિસ્ટમ છે, જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે. મહત્વની વાત એ છે કે, આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ…

Read More

Gandhinagar,તા.10 ગુજરાત સરકારના અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યમાં એલ.પી.જી (LPG) ગેસના પુરવઠાની વ્યવસ્થાને વધુ સુચા અને કાર્યક્ષમ બનાવવા માટે અગાઉના નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા જાહેર કરવામાં આવ્યા છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ, રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવા કે ફાર્મા, ફૂડ, પોલિમર, કૃષિ, પેકેજિંગ, પેઇન્ટ, સ્ટીલ, સિરામિક, ગ્લાસ અને એરોસોલ સહિતના એકમોને હવે માર્ચ 2026 પહેલાના તેમના વપરાશ સ્તરના 70% સુધી બલ્ક બિન-ઘરેલું LPG મળી શકશે.આ સમગ્ર ઔદ્યોગિક ક્ષેત્ર માટે પુરવઠાની કુલ મર્યાદા 0.2 TMT/દિવસ નક્કી કરવામાં આવી છે.આ નવી વ્યવસ્થા હેઠળ ફાળવણી માટે કેટલીક શરતો પણ નિર્ધારિત કરવામાં આવી છે.…

Read More

Gandhinagar, તા.10 રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હવે ફરીથી તાપમાનનો પારો ઉપર ચડવા લાગ્યો છે. ગઇકાલે રાજકોટમાં મહતમ તાપમાન 37.1, અમદાવાદમાં 3પ.7, અમરેલીમાં 36.1, વડોદરામાં 35.2, ભુજમાં 37.2, ડિસામાં 37.1 તેમજ ગાંધીનગરમાં 35.2, કંડલામાં 36.2 તથા નલિયામાં 34.6 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયુ હતું. ગુજરાતમાં છૂટાછવાયા વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે. આજથી રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે. જેના પગલે આગામી 4 દિવસ દરમિયાન ગરમીનું જોર વધવાની પૂરેપૂરી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર આવતીકાલ 11થી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવનો ફૂંકાઇ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. જેના કારણે બફારો અનુભવાશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી…

Read More

Gandhinagar, તા.10 ગુજરાતમાં વાહનોની સંખ્યામાં મોટા વધારા સાથે માર્ગ અકસ્માતોમાં પણ ધરખમ-ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. માહિતી અધિકાર કાયદા હેઠળ સરકારે જાહેર કરેલી માહિતી મુજબ ગુજરાતમાં 2021 થી 2025 દરમિયાન 79054 માર્ગમાં દુર્ઘટનાઓમાં 38530 લોકોના મોત થયા હતા. રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો સતત વધી રહ્યાનું બહાર આવ્યું છે. અમદાવાદના આરટીઆઇ કાર્યકર્તા મનોજ પટેલને માહિતી અધિકાર કાયદા હેઠળ આવેલી માહિતી મુજબ 2022માં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 9418 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 2025માં દુર્ઘટનાનો આંકડો 16180 થયો હતો. સરકારી માહિતીના આધારે એવું તારણ નિકળે છે કે દર કલાકે બે જીવલેણ અકસ્માતો નોંધાયા હતા અને તેમાં સરેરાશ એક વ્યક્તિ મૃત્યુને ભેટ્યો હતો. સરકાર તથા…

Read More