- Amreli ગે ડેટિંગ એપ પર મેસેજ અને પછી વીડિયો ઉતારી લૂંટ
- રાજકોટ Dhirendra Shastri ગરમ સળિયો પકડે તો ૧૦૧ ડોલર આપીશ
- Madhya Pradesh ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઇ જતાં ૬ ભક્તોના મોત, ૪૦ ઈજાગ્રસ્ત
- એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાં Vinesh Phogatની શાનદાર જીત
- Sai Sudarshan નું બેડ લક ! બીજી વખત અનોખા અંદાજમાં આઉટ
- ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં Rain-આંધીનો કહેર, ૨૬ લોકોના મોત
- ચોમાસું Keralaના દરિયાકાંઠે પાંચ દિવસથી ૩૦-૩૫ કિમી દૂર અટવાયું
- જેટલી ફોર્સ બોલાવવી હોય બોલાવી લો, હું સરકારી નિવાસ ખાલી નહીં કરુઃ Rabri Devi
Author: Shri Nutan Saurashtra
Morbi, તા.10 મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર સરતનપર રોડના ખૂણા પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને કારચાલક સ્થળ ઉપરથી નાસી છૂટેલ હોય આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ બોરીયા પાટી નિશાળ પાસે ઢેઢીની વાડીમાં રહેતા ધનજીભાઈ…
Morbi તા.10 મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પીપળી ગામ નજીકની એક સોસાયટી વિસ્તારમાંથી સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ પીપળી ગામ પાસેની સોસાયટીમાં રહી મજૂરી કામ કરતાં એક પરિવારની સગીરવયની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે સગીરાના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમની સામે ફરિયાદ કરતા પોલીસે અપહરણ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તપાસ પીએસઆઇ એચ.એ.જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. મારામારીમાં ઇજા મોરબીના ન્યુ નવલખી ખાતે થયેલ મારામારીના બનાવમાં સબ્બીર અબ્બાસભાઇ જંગીયા (25) અને અબ્બાસભાઈ સુલેમાનભાઈ જંગીયા (55) નામના પિતા-પુત્રને…
Junagadh, તા.10સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નવ તાલુકા પંચાયતોની ચૂંટણી કેશોદ નગરપાલિકા અને બાંટવા એક વોર્ડની બે સીટમાં ભાજપ-આપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે.જૂનાગઢ જિલ્લા પંચાયતની 60 બેઠકો ઉપરાંત ભેંસાણ, વિસાવદર, માળીયા હાટીના, માંગરોળ, મેંદરડા, કેશોદ સહિત 9 તાલુકા પંચાયતો, કેશોદ નગરપાલિકામાં ફોર્મ ભરાઇ રજુ થઇ રહ્યા છે. જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 62, તાલુકા પંચાયત નવમાં 289, નગરપાલિકામાં 18 ઉમેદવાર પત્રકોનું વિતરણ થવા પામેલ છે. જેમાંથી જૂનાગઢ જિલ્લા પંચાયતમાં 90, નગરપાલિકામાં ત્રણ ફોર્મ રજુ થયા છે. આજથી ફોર્મ રજુ કરવાની ભીડ આવતીકાલ બપોર સુધીમાં રહેશે તેવું જોવા મળી રહ્યું છે.
Junagadh તા.10 જુનાગઢના કાથરોટા ગામે તાલુકા પોલીસે રાત્રીના 2-50 એ રેડ કરતા જુગઠુ ખેલતા 8માંથી બે ઝડપાયા હતા. જયારે 6 ભાગી છુટયા હતા. રોકડ-વાહનો ચાર મળી કુલ રૂા.6,13,700નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. કાથરોટા ગામે આંબેડકર ભવન પાછળ વોંકળામાં સ્ટ્રીટલાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે રેડ કરતા ધોરાજીના છાડવાવદર ગામનો જતીન રસીક વાઘેલા અને કાથરોટાનો મેહુલ અમૃતલાલ ચૌહાણને રોકડ રૂા.13,700 રોકડ, એક મોબાઈલ રૂા.10 હજાર કાર નં. જીજે 03 એમએલ 5130 રૂા.5 લાખ મોસા જીજે 03 જેડી 3921 રૂા.25 હજાર એકટીવા મોસા જીજે 11 બીએસ 4372 રૂા.35 હજાર તથા નંબર વગરની ઈલે.મોપેડ રૂા.30 હજાર મળી કુલ…
Junagadh,તા.10 એસઓજીએ પેટ્રોલીંગ દરમિયાન વિસાવદરના શોભાવડલા નજીક પિસ્તોલ- કાર્ટીસ સાથે એક શખ્સને પકડી વિસાવદર પોલીસને હવાલે કર્યો છે. એસઓજી પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે શોભાવડલા લશ્કર અને પીરવડ ગામના રોડ પરથી આરોપી સુરેશ માણસુર હુદડ (ઉ.37) વાળાને ચેક કરતા તેમના કબ્જામાંથી આધાર પુરવા વગર દેશી પિસ્તલ રૂા.20 હજાર બે જીવતા કાર્ટીસ સહિત કુલ 20200ના મુદામાલ સાથે દબોચી લીધો હતો તેમની પ્રાથમીક પુછપરછમાં સુરેન્દ્રનગરના કીશન ગઢવીનું નામ ખુલવા પામ્યું હતું. વિસાવદર પોલીસ સબ ઈન્સ. પી.જે. વાઘેલાએ આર્મ એકટ ક. 25 (1-બી) એ 29 જીપીએકટ ક. 135 મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
Junagadh તા.10 કેશોદમાં જુનાગઢ બાયપાસ રોડ પર આવેલ વાડીના રૂમનું લોક તોડી કોઈ તસ્કરો રૂા.1.68 લાખનું જીરૂ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે. કેશોદ સનરાઈઝ ટાવર બ્લોક નં.304માં રહેતા અશ્ર્વિનભાઈ વેલજીભાઈ ભાડજા (ઉ.50) કેશોદ જુનાગઢ બાયપાસ ગૌશાળાની બાજુમાં આવેલ મીતભાઈ અરવિંદભાઈ લાડાણીના ખેતરનું ભાગીયું રાખેલ હોય ચાલુ સીઝનમાં જીરાનો પાક તૈયાર થયેલ હોય જેના 21 બાચકા 42 મણ રૂમમાં રાખેલ હોય જેનો લોક તોડી રૂા.1.68 લાખનું જીરૂ કોઈ ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસ સબ ઈન્સ. એમ.ડી. મકવાણાએ તપાસ હાથ ધરી છે.
Botad, તા.9 શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુર ખાતે ભક્તિ અને સેવાનો એક અલૌકિક સંગમ સર્જાયો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના સુપુત્ર અનંતભાઈ અંબાણીના 31માં જન્મદિનના શુભ અવસરે અંબાણી પરિવારે દાદાના ચરણોમાં 10 કરોડની ગૌ-સેવા અર્પણ કરી છે. પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિખ્યાત DeLaval કંપનીના સહયોગથી 15 કરોડના કુલ ખર્ચે અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. મુખ્ય યજમાન આ સમગ્ર પ્રોજેક્ટમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે. અંબાણી પરિવાર દ્વારા આ ભવ્ય શ્રી કષ્ટભંજન દેવ ગૌશાળા નિર્માણ કાર્ય એક ‘અવિસ્મરણીય સંભારણું’ બનાવવામાં આવશે. ગૌ-સેવા પરમ ધર્મ આ ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય…
Botad તા.10 આરોપીઓને થયેલ સજા અંગેની હકીકત એવા પ્રકારની છે કે, રાકેશભાઈ છે કે, રાકેશભાઈ રમણભાઈ ગોહિલ બોટાદ જીલ્લાના ગઢડા ગામે આવેલ પી.વિજય આંગડીયા પેઢીમાં વર્ષ 2019માં નોકરી કરતા હતા ત્યારે તા.5/6/2019ના રોજ ગઢડા આંગડીયા ઓફીસમાં હીરાના પાર્સલ નંગ-42 થેલામાં લઈને મોટર સાયકલ ઉપર ગઢડાથી ઉગામેડી જવા નિકળ્યા ત્યારે ગઢડાથી ચાર કી.મી. દુર તેઓ જઈ રહ્યા હતા. ત્યારે એક કાળા કલરની ફોરવ્હીલ ગાડીમાં ચાર અજાણ્યા ઈસમો આવેલા અને ફરીયાદીની મોટર સાયકલને ટલ્લો મારી દઈને પાડી દીધેલ અને ગાડીમાંથી ઉતરી એક ઈસમે ફરીયાદીના વાસામાં ધોકો મારેલ અને ફરીયાદી પાસે રહેલ પાર્સલનો થેલો કે જેમાં કુલ રૂા.3928000ના હીરાના પાર્સલ હતા તે લુટી…
(મિલાપ રૂપારેલ) Amreli તા.10 અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત ધરતીકંપના આંચકાઓ આવી રહયાં હોય જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથક બાદ આજે વહેલી સવારે રાજુલા-ખાંભા પંથકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં લોકો ભયભીત બની ઊઠ્યા હતા. અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે ભૂકંપીય હલચલ યથાવત્ રહેતા લોકોમાં ચિંતા વધતી જવા પામી છે. છેલ્લા બે દિવસથી સાવરકુંડલા પંથકમાં અનુભવાયેલા આંચકાઓ બાદ આજે વહેલી સવારે રાજુલા-ખાંભા વિસ્તારમાં ફરી એક ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ, રાજુલા પંથકમાં આજે વહેલી સવારે રાત્રિના આશરે 2:24 કલાકે 3.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના આંચકાની…
(મિલાપ રૂપારેલ) Amreli તા.10 ધારી તાલુકાના જીરા ગામે રહેતાં એક 54 વર્ષીય આધેડના મોબાઇલ ફોનમાં રહેલ વ્હોટસએપ એપ્લીકેશન કોઈપણ રીતે હેક કરી લઈ, તેના વડે આધેડના મોબાઇલ ફોનમાં પી.એમ.યોજના નામની એપ્લીકેશન (એ.પી.કે. ફાઇલ) ડાઉનલોડ કરી લોન તથા આધેડના બેન્ક ખાતામાં પડેલ રકમ મળી કુલ રૂપિયા 5,99,990 આરોપીઓએ પોતાનાં બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લઇ તે પૈસા ઉપાડી લઇ આધેડ સાથે ઓનલાઇન વિશ્વાસધાત છેતરપીડી કર્યાની આધેડે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પંજાબ નેશનલ બેન્કના એકાઉન્ટ ધારક તથા કેનેરા બેન્કના એકાઉન્ટ ધારક તથા એચ.ડી.એફ.સી. બેન્કના એકાઉન્ટના ધારક અજાણ્યા ઇસમે ગત તા.23/12/25 થી તા.29/12/25 ના સમય દરમીયાન કોઇપણ સમયે કોઇપણ રીતે ધારી તાલુકાના જીરા ગામે…
