- રસ્તા પર દોડતી કાર હવે હવામાં પણ ઉડશે? 0.81 સેકન્ડમાં 0-60 mph, Tesla Roadster નો ધમાકેદાર ડેમો!
- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
Author: Vikram Raval
Mumbai,તા.04 ફરહાન અખ્તરની મુખ્ય ભૂમિકા ધરાવતી આર ડી બર્મનની બાયોપિકમાં હવે અક્ષય કુમાર પણ એક ખાસ કેમિયો કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. નીરજ પાંડે અને અક્ષય કુમાર અગાઉ પાંચ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યા હોવા છતાં એક દાયકા બાદ તેઓ આ ફિલ્મમાં ફરી સાથે કામ કરશે.અક્ષય કુમારની ભૂમિકા નાની છે પણ તે સ્ટોરી માટે ખૂબ મહત્વની છે. નીરજ પાંડેએ આ રોલ નેેરેટ કર્યો તે સાથે જ અક્ષયકુમાર તે ભજવવા માટે તૈયાર થઇ ગયો હતો.નીરજ પાંડે આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.યુવાન આરડી બર્મનના ક્લાસિક ગીતો રિક્રિએટ કરવા માટે હાલ મ્યુઝિક સિટિંગ ચાલી રહ્યા છે.ફિલ્મ હાલ પ્રિ-પ્રોડકશન તબક્કે છે અને તેનું…
Mumbai,તા.04 બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ એક રિયાલિટી શો ‘એલાયન્સ’માં ખાસ હાજરી આપી હતી, જ્યાં તેણે પોતાના જેલવાસના દિવસોને યાદ કરીને હૃદયદ્રાવક ખુલાસા કર્યા છે. શોના સ્પર્ધકો સાથે વાતચીત કરતી વખતે જેલની અત્યંત સાંકડી અને મુશ્કેલ પરિસ્થિતિઓનું વર્ણન કરતા તેમણે જણાવ્યું કે, એક નાનકડા રૂમમાં 50, 60 કે 70 લોકો રહેતા હતા અને તેમની વચ્ચે માત્ર એક જ બાથરૂમ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શોમાં સલમાન ખાનનો ભાઈ સોહેલ ખાન એક કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ છે. સલમાન ખાને યાદ કર્યો જેલનો ભયાનક અનુભવ સલમાન ખાને શો દરમિયાન પોતાના ભૂતકાળના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે: જેલના સળિયા પાછળના દિવસો:…
Mumbai,તા.04 સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને બ્લોકબસ્ટર ડિરેક્ટર એટલીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાકા’ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રેડ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ ફિલ્મ કદાચ બે ભાગમાં રિલીઝ થઈ શકે છે. પ્રોજેક્ટની નજીકના એક સૂત્રએ બોલીવૂડ હંગામાને જણાવ્યું કે, ફિલ્મની વાર્તા ઘણી વિસ્તૃત હોવાને કારણે મેકર્સ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ‘રાકા’નું પ્રોડક્શન છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી જે ફૂટેજ શૂટ કરવામાં આવ્યું છે તે સામાન્ય ત્રણ કલાકની સમયમર્યાદા કરતાં ઘણું વધારે મોટું થઈ ગયું છે.જોકે, ફિલ્મને બે ભાગમાં વહેંચવાનો આ વિચાર હજુ…
Washington, તા.4 દુનિયાભરમાં ટેરિફ વોર માંડનારા અને ઇરાન પર હુમલા જેવા નિર્ણયોથી અમેરિકામાં જ ઘેરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે હવે પોતાના જ દેશના 25 રાજ્યોએ મોરચો ખોલ્યો છે. ભારત સહિત 60 દેશો પર નવા ટેરિફ લાદવા સામે અદાલતમાં કેસ દાખલ કર્યો છે. આ ટેરિફ ગેરકાયદે ગણાવીને તેના પર તાત્કાલીક અસરથી રોક લગાવવાની માંગ કરી છે. આ કદમથી અમેરિકી પરિવારો તથા વ્યવસાયો પર બોજ વધવાની દલીલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટના અગાઉના ચુકાદાથી વિપરીત બળજબરીપૂર્વકનો આ ટેક્સ છે. ભારત સહિત 60 દેશો પર 10 થી 12.50 ટકા ટેરિફ જાહેર કરાયાનું ઉલ્લેખનીય છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ લાદવામાં આવેલા કામચલાઉ ટેરિફની મુદત…
New Delhi, તા. 4 દિલ્હીની કોર્ટે મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવેલાં જાતીય સતામણીના કેસમાં ભારતીય કુશ્તી સંઘ (WFI)ના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહને નિર્દોષ જાહેર કરીને મોટી રાહત આપી છે. મહિલા પહેલવાનોના લાંબા વિરોધ પ્રદર્શન અને કાનૂની લડાઈ બાદ કોર્ટનો આ ચુકાદો આવ્યો છે. ઉત્તર પ્રદેશનાં કૈસરગંજથી 6 વખત સાંસદ રહી ચૂકેલાં બ્રિજભૂષણ સિંહ પોતાનાં રાજકીય વર્ચસ્વ ઉપરાંત ભવ્ય અને રોયલ લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતાં છે. ચૂંટણી એફિડેવિટમાં અને પ્રાપ્ત વિગતો અનુસાર, બ્રિજભૂષણ સિંહ અને તેમની પત્ની પાસે કરોડો રૂપિયાની ચલ-અચલ સંપત્તિ છે. તેમની પાસે કૃષિ જમીન, બિન-કૃષિ જમીન, કોમર્શિયલ બિલ્ડિંગ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ શામેલ છે.…
New Delhi,તા.04 કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની સફળતાના પગલે હવે વિપક્ષોમાં જોર આવ્યુ છે તથા ઈ-20 પેટ્રોલ સામે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે આજે 100 લોકો સાથે વડાપ્રધાન આવાસ સુધી પગપાળા કુચની તૈયારી શરૂ કરતા જ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. કોકરોચ આંદોલન સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અચાનક જ વડાપ્રધાન આવાસ નજીક ધરણા કરી સુરક્ષા તંત્રને દોડતુ કરી દીધુ હતુ તે પછી હવે કેજરીવાલની ઈ-20 મુદે પીએમ આવાસ કુચને આગળ જ વધવા દેવાશે નહી તેવા સંકેત છે. શ્રી કેજરીવાલ 100 ટેકેદારો સાથે જ જવાના છે. તેઓએ શનિવારે ટાઉનહોલ કાર્યક્રમમાં સરકારે લોકોની ચિંતા વગર જ આ પ્રકારે ઈથોનલ મિશ્રીત પેટ્રોલ…
New Delhi,તા.04 નીટ પેપર લીકના મુદે છેડાયેલા જંતર મંતર પરના જેન-ઝી આંદોલન બાદ હવે રાજકીય પક્ષો ખાસ કરીને ભાજપને 2029 અને તે પુર્વે આવનારી ધારાસભા ચુંટણીમાં જેન-ઝીનો પ્રભાવ ચિંતા કરાવવા લાગ્યા છે અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઈન્સ્ટાગ્રામ પર સક્રીય બની ગયા છે અને કેન્દ્રીય મંત્રીઓને પણ રિલ બનાવવા માટે સલાહ આપી છે. તો હવે આરએસએસના વડા મોહન ભાગવત પણ ચુંટણી પુર્વે જેન-ઝીને મનાવવા મેદાનમાં આવ્યા છે અને શ્રી ભાગવત તા.6 ઓગષ્ટના દેશના 100થી વધુ શહેરોમાં જેન-ઝીને તથા જેન-અલ્ફા સાથે સેવા વર્ચ્યુઅલ કરશે. આ કાર્યક્રમ મુંબઈમાં અંબાણી સેન્ટરમાં યોજાશે. આ માટે સંઘે ઈન્ડીયાઝ ઈન્ટરનેશનલ મુવમેન્ટ ટુ યુનાઈટેડ નેશન્સની 15મી…
Rajkot, તા.4 સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનાં ગ્રીન ફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ગત એક માસમાં 86 હજારને પાર મુસાફરો નોંધાયા હતા. ગત જુલાઇ માસમાં 44717 આગમન અને 41704 પ્રસ્થાન સાથે કુલ 86421 મુસાફરો સાથે 314 વિમાનોનું ઉડ્ડયન નોંધાયું હતું. ઇરાન-અમેરિકાના મીડલ ઇસ્ટનાં યુધ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ હવાઇ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો નથી. હા એર લાયન્સ કંપનીઓએ પોતાના સેવામાં કાપ મુકી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જુલાઇ માસમાં ચાર વિમાનો સેવામાંથી હટાવી લીધા હતા. એર ઇન્ડિયાએ મુંબઇ-દિલ્હી 1-1 અને ઇન્ડિગો એર લાઇન્સ કંપનીએ નવી મુંબઇની એક ફ્લાઇટ બંધ કરતાં રાજકોટ એરપોર્ટમાં દૈનિક વિમાનોના ઉડ્ડયન 10-11 ફ્લાઇટનું રહ્યું છે જે જુન માસમાં 13-14 ફ્લાઇટનું ઉડ્ડયન…
New Delhi, તા. 4 ઓનલાઈન છેતરપિંડીના વધતાં કેસોને જોતાં હવે તમારી UPI અથવા ડિજિટલ પેમેન્ટ કરવાની રીત બદલાવા જઈ રહી છે. આરબીઆઈ સુરક્ષા માટે પેમેન્ટમાં એક કલાકની રાહ જોવાનું કહેવા માંગે છે. બેંકોએ તેનાં બદલે `હા’ અથવા `ના’ (Yes/No) નો વિકલ્પ આપવાનું સૂચન કર્યું છે. ભારતમાં થતી બેંક ઓનલાઈન પેમેન્ટમાં થતી છેતરપિંડી રોકવા માટે બેંકો વચ્ચેનો રસ્તો કાઢવાની કોશિશ કરી રહી છે. બેંકો સુરક્ષા પણ વધારવા માંગે છે અને ડિજિટલ પેમેન્ટમાં ગ્રાહકોને કોઈ મોટી અસુવિધા પણ ન થાય તે પણ ધ્યાન રાખવા માંગે છે. શું છે સૂચન? ઘણી બેંકોએ સૂચન આપ્યું છે કે પેમેન્ટના સોફ્ટવેરમાં એક નાનો ફેરફાર કરવામાં આવે.…
New Delhi તા.4 બિહારમાં બાંકીપુર વિધાનસભા બેઠક પર ભાજપના પરાજય અને જનસુરાજ પાર્ટીના પ્રશાંત કીશોરના વિજયે બિહારમાં આગામી સમયમાં રાજનીતિની દિશા પણ બદલી શકે છે. હજુ આઠ માસ પુર્વે જ બિહાર બહાર ભાગ્યે જ જાણીતા નીતીન નબીને 52000 મતોએ આ બેઠક જીતી અને હવે 19000 મતોએ ભાજપ હાર્યુ તે પ્રશાંત કીશોર ફેકટર મહત્વનું બની ગયું પણ જે રીતે ચુંટણીમાં નીતીશકુમારના નામે એનડીએ ગઠબંધને વિજય મેળવ્યો. ભાજપે મોટાભાઈની દાદીગીરી કરી ચાર માસમાંજ નીતીશકુમારને મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવા ફરજ પાડી અને તેના બદલે રાજદ સહિતના કુળમાંથી આવેલા સમ્રાટ ચૌધરીને મુખ્યમંત્રી બનાવી દીધા. આમ તે નિર્ણય પરનો લોક ચુકાદો ગણવામાં આવે છે તથા બિહાર…
