Author: Vikram Raval

Glasgow, તા. 01 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરાએ બે અન્ય સાથી એથ્લીટ રોહિત યાદવ અને યશ વીર સિંહ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં ટોપ-12માં જગ્યા બનાવીને મેન્સ જેવેલિન થ્રોની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં તેજ અને લગાતાર દિશા બદલી રહેલી હવાનાં કારણે કોઈ પણ ખેલાડી ઓટોમેટિક ક્વોલિફિકેશન માર્ક હાંસલ ન કરી શક્યો. નીરજે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં ડેબ્યૂ કરતા જ ગોલ્ડ જીત્યો હતો. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો નીરજ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 79.61 મીટરના થ્રો સાથે પાંચમાં સ્થાને રહ્યાં જ્યારે રોહિત (78.37 મીટર) અને યશ વીર (78.36 મીટર) અનુક્રમે નવમા અને 10મા સ્થાને રહ્યાં. આનાથી ભારતીય દળ મેડલ રાઉન્ડમાં પહોંચ્યું. દરેક રાઉન્ડમાં છેલ્લો…

Read More

New Delhi, તા. 31 આગામી ઓગસ્ટ મહિનામાં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારા હોકી વર્લ્ડ કપમાં ભારતીય પુરુષ અને મહિલા ટીમ એક મોટા ફેરફાર સાથે મેદાનમાં ઉતરશે. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે ભારતીય ટીમ પોતાની પરંપરાગત વાદળી (બ્લૂ) જર્સીને બદલે કેસરી રંગની જર્સી પહેરીને રમશે. આ વર્લ્ડ કપમાં પુરુષ ટીમનું નેતૃત્વ હરમનપ્રીત સિંહ અને મહિલા ટીમની કમાન સલીમા ટેટે સંભાળશે. હોકી ઈન્ડિયાનું કહેવું છે કે વાદળી રંગના ટર્ફ (મેદાન) પર વાદળી જર્સી ભળી જતી હોવાથી રમતમાં ટેકનિકલ મુશ્કેલી પડતી હતી, જેના કારણે આ ફેરફાર કરવામાં આવ્યો છે. હોકી ઈન્ડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે આ નિર્ણય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ…

Read More

Mumbai,તા.01 ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વાઇસ કેપ્ટન અને વરિષ્ઠ બેટ્સમેન અજિંક્ય રહાણે લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર ચાલી રહ્યો છે. તાજેતરમાં જ જ્યારે શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી, ત્યારે ફરી એકવાર રહાણેની ઉપેક્ષા કરવામાં આવી છે. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર રહાણેના રીટાયરમેન્ટને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ટીમમાં સ્થાન ન મળવા છતાં રહાણેની લોકપ્રિયતા, બિઝનેસ નેટવર્ક અને તેમની ઊંચી કમાણી પર કોઈ ખાસ અસર પડી નથી. આજે એ વિશે જાણીએ કે આ દિગ્ગજ ભારતીય ક્રિકેટરની કુલ સંપત્તિ કેટલી છે અને કયા-કયાથી કરોડોની કમાણી આવે છે એ જોવું રહ્યું.વિવિધ મીડિયા અહેવાલો…

Read More

Mumbai,તા.01 લંડનમાં શાહરુખ પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે હળવા મિજાજમાં ફરતો દેખાયો હતો એ જ દિવસે આર્યન ખાન પણ અન્યત્ર સિક્યુરિટી સાથે દેખાયો હતો. હવે આર્યન ખાનના રહસ્યમય રમણી સાથેના ફોટા વાઇરલ થતાં તેના પરિવારથી અલગ ફરવાનું રહસ્ય ખૂલી રહ્યું છે. નેટીઝન્સના જણાવ્યા અનુસાર આર્ટિસ્ટ વિન્ની ટાકાઇર અને આર્યન ખાન લંડન કેસિનો નામના સ્થળે આર્યન અને વિની એકસાથે જોવા મળ્યા હતા. લંડન કેસિનોની બહાર આર્યન બ્લેક ટીશર્ટ ટ્રાઉઝર્સ અને સ્નિકર્સ પહેરેલો એક બ્લેક વસ્ત્રોમાં સજજ યુવતીની પડખે ઉભેલો હોય તેવી તેની તસવીરો વાઇરલ થઇ છે. વિન્ની ટાકાઇરે લંડનની તેની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી હતી.નેટિઝન્સનીજાણકારી અનુસાર વિન્ની અને આર્યન…

Read More

Mumbai,તા.01 આયુષમાન અને શર્વરીની ફિલ્મ ‘યેહ પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મના સેટ પરથી વાયરલ થયેલી એક તસવીરમાં આયુષમાન ઓફ વ્હાઈટ કૂર્તા તથા શર્વરી રેડ સાડીમાં સજ્જ જોવા મળ્યાં હતાં. હવે ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલુ થશે. ફિલ્મ આગામી નવેમ્બરમાં રીલિઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ દ્વારા પહેલીવાર હિમેશ રેશમિયા સૂરજ બડજાત્યા સાથે કોલબરેટ કરી રહ્યો છે. એેક્ટર અનુપમ ખેરે નિર્દેશક સૂરજ બડજાત્યા સાથે તેની આગામી ફિલ્મ ‘યહ પ્રેમ મોલ લિયા’નું શૂટિંગ પુરી કરી લીધું હોવાની જાહેરાત કરતાં સેટ પરની તસવીરો અને વિડિયો સોશ્યલ મિડિયા પર મુકી હતી.અનુપમ ખેરે સૂરજ બડજાત્યાની ભરપૂર પ્રશંસા કરવા સાથે તેનો…

Read More

Mumbai,તા.01 બોલીવૂડમાં એક ઓર નેપોકિડની ફિલ્મ ફલોપ નીવડી છે. જાણીતાં નિર્દેશક ઇન્દ્ર કુમારના પુત્ર અમન ઇન્દ્ર કુમાર અને આકાંક્ષા શર્માની જોડીને ચમકાવતી તેમની પહેલી ફિલ્મ ‘તેરા યાર હું મેં’ બોક્સ ઓફિસ પર પહેલાં સાત દિવસમાં કુલ ૪૯ લાખ રૂપિયા જ રળી શકી હતી.ફિલ્મને પહેલાં દિવસે ૧૫ લાખ, બીજા દિવસે ૧૦ લાખ,ત્રીજા દિવસે ૧૨ લાખ અને તે પછી ચોથાથી સાતમા દિવસ દરમ્યાન કુલ ૧૨ લાખની કમાણી થઇ હતી. આમ પ્રથમ સાત દિવસમાં ફિલ્મને કુલ ૪૯ લાખ રૂપિયાની કમાણી થઇ હતી.ઈન્દ્ર કુમાર ઈરાનીની ગણના બોલિવુડના જાણીતા ફિલ્મ સર્જકોમાં થાય છે.તેમની અનેકાનેક ફિલ્મો સુપરહિટ નીવડી ચૂકી છે.ફિલ્મના પ્રમોશન દરમ્યાન નિર્દેશક મિલાપ ઝવેરીએ જણાવ્યું…

Read More

Mumbai,તા.01 આમિર ખાન તથા રાણી મુખર્જીની ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘ગુલામ’ના લોકપ્રિય ગીત ‘આંખો સે તુને’નું નવું રિમિક્સ વર્ઝન ‘ભાઇ તેરા સ્ટાર હૈ’ ફિલ્મમાં ઉઠાંતરી કરીને રિમિક્સ તરીકે રજૂ કરાતાં મૂળ ગીતના સંગીતકાર જતીન પંડિતે નારાજગી દર્શાવી છે. જતિન પંડિતે રિમિક્સ વર્ઝનની ટીકા કરતાં કહ્યું હતું કે આ કોઈ ડાન્સ સોંગ નથી. મૂળ સોંગના હાર્દને તોડીમરોડીને રિમિક્સ બનાવાયું છે.રિમિક્સને યુ ટયુબ પર ૨૩ મિલિયન વ્યુ મળ્યા હોવાનો ઉલ્લેખ કરી પંડિતે જણાવ્યું હતું કે તેમાં એજ જુનો દારૂ નવી બોટલમાં રજૂ કરવામાં આવ્યો છે.બોટલ નવી છે એટલે નવી પેઢી તેની સાથે કનેક્ટ થઇ છે, પણ તેની તાકાત તો મૂળ તરજમાં સમાયેલી છે.…

Read More

Mumbai,તા.01 બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂર સ્ટારર અને ડિરેક્ટર નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું સત્તાવાર ટ્રેલર આખરે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ હતી, ત્યારથી સિનેમાપ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં કેટલાક લોકો તેના ભવ્ય સેટ્સ અને ટ્રેલરના વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ જનતા અને સિનેમા એનાલિસ્ટ્સે આ ટ્રેલરમાં 5 મોટી અને ગંભીર ખામીઓ શોધી કાઢી છે, જેને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર આકરી ટીકાઓ શરૂ થઈ ગઈ છે.ટ્રેલર જોયા બાદ દર્શકોએ જે સૌથી પહેલી…

Read More

Mumbai,તા.01 વૈશ્વિક સિનેમાના ઇતિહાસમાં બોક્સ ઓફિસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. માર્વેલ સિનેમેટિક યુનિવર્સની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’એ રિલીઝ થતાંની સાથે જ વિશ્વભરમાં કમાણીનું નવું તોફાન સરજ્યું છે. હોલિવૂડ સુપરસ્ટાર ટોમ હોલેન્ડ સ્ટારર આ ફિલ્મે તેના ઓપનિંગ ડે પર જ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર 1,000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરીને ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ આ ફિલ્મ વૈશ્વિક સ્તરે પહેલા જ દિવસે આટલી જંગી કમાણી કરનારી દુનિયાની સૌથી સફળ ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, ફિલ્મની એડવાન્સ બુકિંગથી જ અંદાજો આવી ગયો હતો કે ઓપનિંગ ઐતિહાસિક રહેશે. નોર્થ અમેરિકાની સાથે સાથે…

Read More

Mumbai,તા.01 ‘રામાયણ ભાગ એક’નું ટ્રેલર આખરે મોડે મોડે આજે વહેલી સવારે રજૂ થતાં જ તેના ઓનલાઇન રિવ્યુ શરૂ થઇ ગયા છે. આ રીવ્યુઝ અનુસાર રણબીર કપૂર રામને બદલે રણબીર કપૂર જ વધારે લાગે છે. જ્યારે સીતાના પાત્રમાં સાઇ પલ્લવી ફિક્કી પડી છે. નેટ યૂઝર્સએ તો સાઈ પલ્લવી સાથે બેકગ્રાઉન્ડમાં દેખાતી એક આર્ટિસ્ટ યુવતી વધારે બ્યુટીફૂલ છે અને તેને સીતા બનાવવા જેવી હતી તેવો ચુકાદો પણ આપી દીધો હતો. જ્યારે લંકેશ તરીકે રાવણના પાત્રમાં યશ છવાઇ જાય છે પણ તેનો અવાજ તેની ભૂમિકાની સરખામણીમાં નબળો લાગે છે. સૌથી મોટું અચરજ આ ટ્રેલરનું એ છે કે તેમાંથી હનુમાન યાને સની દેઓલ ગાયબ…

Read More