- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.1 લાઠી તાલુકાના મતીરાળા ગામ પાસે આવેલ ગાગડીયા નદીના પટ્ટવાળા રોડ પર લીલીયા ગામે રહેતા સાદીક હારૂનભાઇ મકવાણા નામના ઇસમે લીલા કંતાનની થેલીમાં દેશી હાથ બનાવટની જામગરી ચાલુ હાલતની બંદુક જે લોંખડના બેરલ તથા લાકડાના બટવાળી કિમત રૂા.5000 ની સક્ષમ અધિકારીના પરવાના કે લાયસન્સ વગર મળી આવતા કબ્જે કરી આર્મ્સ એકટ કલમ 25(1-બી) એ મુજબ અમરેલી જીલ્લાના લાઠી પોલીસ સ્ટેશન ખાતે સદરહું ઇસમ વિરૂધ્ધ ભાવનગર રેન્જ સ્ટ્રાઇકીંગ ફોર્સ દ્વારા ગુન્હો દાખલ કરવવામાં આવેલ છે.
(મિલાપ રૂપારેલ) Amreli, તા.1 વડીયાના બરવાળા ગામના યુવાનને ઝેરી મરી જવા મજબૂર કર્યાના બનાવમાં પોલીસે ગુનો દાખલ કરતાં ચકચાર જાગી છે. વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે રહેતા અને ખેતીકામ ચંદુભાઈ હરીભાઈ સોજીત્રા નામના ખેડૂતના દિકરા મનીષભાઇ ચંદુભાઇ સોજીત્રા (રહે.બરવાળા બાવળ)ને દીતીના ટાઢાણી નામની છોકરી સાથે પ્રેમ હોય અને સુરત ખાતે રહેતા દીતીનાના કાકાના દિકરા આરોપી દર્શીલ ટાઢાણી તથા મોબાઇલ નં.6352884129 વાળાને આ બન્નેના પ્રેમસંબંધ બાબતે જાણ થઇ જતા આરોપીએ મનીષભાઇનો મોબાઇલ હેક કરી તેમાંથી દીતીનાના અને મરણજનાર મનીષના ફોટા વીડીયો આરોપીએ લઇ લીધેલ હતા. ત્યારબાદ મરણજનાર મનીષભાઇને આરોપીએ અવાર નવાર બ્લેકમેઇલ કરી રોકડ રૂપિયા 3,65,000 કઢાવી લઇ અને આરોપીએ મરણજનારને…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli,તા.1 બાબરા પથકમાં મિત્રતાના નાતે રૂપિયા 66,80,000 હાથ ઉછીના આપેલ તે પરત નહિ કરતા પોલીસમાં ફરિયાદ કુલ રૂ।.6 આ બનાવમાં રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલ મોટા મૌવા, કદમ હાઇટસ, ફ્લેટ નંબર-201માં રહેતા અને બાબરાના અમરાપરાના વતની અલ્પેશભાઇ બાબુભાઇ ભટ્ટ નામના 46 વર્ષીય સ્કુલ સંચાલકને બાબરા તાલુકાના ઇંગોરાળા ગામે રહેતા આરોપી નિગમભાઇ મનોજભાઇ ગૌસ્વામી તથા મનોજભાઇ ગૌસ્વામી સાથે છેલ્લા વીસ વર્ષથી પારીવારીક સબંધ હોય. અગાઉ ભાગીદારીથી અનાજનો વેપાર કરતા પણ કરતા હતા. જરૂર પડ્યે ત્યારે સ્કુલ સંચાલક પાસેથી હાથ ઉછીના રૂપીયા લઇ જતા હતા. જેથી કુલ રૂપિયા 66,80,000 હાથ ઉછીના આપેલ હતા જે રૂપીયા આરોપીઓએ સ્કુલ…
Amreli,તા.01 જીલ્લા રોજગાર કચેરી અમરેલી તથા ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે દેશની પ્રતિષ્ઠિત કંપની EDF International Networks અને Credit Access Grameen Limited મા જરૂરી ટેકનિકલ તેમજ નોન ટેકનીકલ મેનપાવર માટેની ભરતી માટે તા. 29 જુલાઈ, 2026ના રોજ આઈ.ટી.આઈ.સાવરકુંડલા ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું.. આ ભરતીમેળામાં ધો. 10,12,આઈ.ટી.આઈ., તથા ડિપ્લોમા એન્જી. પાસ કરેલ એમ કુલ 98 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.તે પૈકી 77 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી છે તેવું આઈ.ટી.આઈ. સાવરકુંડલાના આચાર્યશ્રીએ યાદીમાં જણાવેલ છે.
Amreli,તા.01 70મી એસ.જી.એફ.આઈ. રમતોત્સવ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં જે. વી. મોદી હાઇસ્કૂલ, સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતગમતનું પ્રદર્શન કરીને શાળા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. અંડર-17 કબડ્ડી સ્પર્ધામાં શાળાની ટીમે ફાઇનલ સુધીનો સફળ પ્રવાસ કરીને રનર-અપ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમજ અંડર-17 ખો-ખો સ્પર્ધામાં પણ ફાઇનલમાં પહોંચીને રનર-અપ બની શાનદાર દેખાવ કર્યો હતો. વ્યક્તિગત સ્પર્ધામાં વિદ્યાર્થી ચૌહાણ આયુષ્માને 100 મીટર દોડમાં તાલુકા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વધુમાં વિદ્યાર્થી મેર ધ્રુવની કબડ્ડી માટે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પસંદગી થઈ છે, જ્યારે વિદ્યાર્થી ચૌહાણ આયુષ્માનની ખો-ખો માટે જિલ્લા કક્ષાએ પસંદગી થતાં સમગ્ર શાળા પરિવારમાં હર્ષની લાગણી વ્યાપી છે.
Amreli,તા.01 બગસરા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું . આ આયોજનમાં બગસરાના પી.આઈ. વી. કે. ગોલવેલકર તથા પીએસઆઇ મારુ તેમજ એ.એસ.પી. જયવીર ગઢવી સાહેબની હાજરીમાં શહેરના અગ્રણીઓ સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં થતી ટ્રાફિક સમસ્યા, આડેધડ થતા વાહનો પાર્કિંગની સમસ્યા વિશે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ લોકોને સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધા રૂપે કોઈ પણ પ્રકારના પ્રશ્ર્ન ો હોય અથવા કોઈ ઘટના બની હોય તો પોલીસ સ્ટેશનને આપવામાં આવેલી સુવિધા 112 ડાયલ કરવા જણાવ્યું હતું.
હવે રોબોટ તમને કપડાં પહેરાવે તે માત્ર એક કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા બની રહી છે. સાઉથ કોરિયાની ’કાઈસ્ટ’ (KAIST- કોરિયા એડવાન્સ્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી) અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીનાં સંશોધકોએ એક એવી અનોખી ટેકનોલોજી વિકસાવી છે, જેની મદદથી વ્યક્તિ હાથનો ઉપયોગ કર્યા વગર પણ કપડાં પહેરી શકે છે. આ ટેકનોલોજીમાં કપડાંની અંદર હવાનાં દબાણથી ચાલતી નરમ અને સ્થિતિસ્થાપક ’વાઈન્સ’ (વેલ/દોરી જેવી રચના) ફીટ કરવામાં આવી છે. જેવી રીતે વેલ અથવા આઈવીનો છોડ કોઈ પણ દીવાલ કે માળખા પર ઘસડાઈને ઉપર ચડે છે, બિલકુલ તેવી જ રીતે આ રોબોટિક વાઈન્સ માત્ર 10 સેકન્ડમાં કપડાંને શરીર પર સરળતાથી સરકાવીને પહેરાવી દે છે.…
આપણા ભારતીય રસોડામાં વપરાતા દેશી મસાલા માત્ર વાનગીનો સ્વાદ જ નથી વધારતા, પરંતુ તે ઔષધીય ગુણોનો ખજાનો પણ છે. ખાસ કરીને જ્યારે તજ, મેથી અને હળદરને એકસાથે ભેળવીને વાપરવામાં આવે, ત્યારે તે શરીર માટે એક શક્તિશાળી ઔષધ તરીકે કામ કરે છે. આ ત્રણેય મસાલાઓમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-ઈન્ફ્લેમેટરી (બળતરા વિરોધી) અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો રહેલા છે. આ કુદરતી મિશ્રણને નિયમિત આહારમાં સામેલ કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. મિશ્રણના ૫ મુખ્ય સ્વાસ્થ્ય લાભો ૧. બ્લડ સુગર નિયંત્રણમાં મદદરૂપ: ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ મિશ્રણ વરદાનરૂપ છે. તજ શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર સુધારે છે, જ્યારે મેથીનું ફાઇબર સુગરના શોષણને ધીમું કરે છે. હળદરમાં રહેલું ‘કર્ક્યુમિન’ લોહીમાં…
New Delhi,તા.01 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું…
New Delhi,તા.૩૧ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમની પત્ની સાથેના તેમના વૈવાહિક વિવાદનો ઉકેલ લાવ્યો છે. સુપ્રીમ કોર્ટે હવે તેમને છૂટાછેડા મંજૂર કર્યા છે. છૂટાછેડા પામેલા દંપતીએ વાટાઘાટો અને સૌહાર્દપૂર્ણ રીતે તમામ વિવાદોનો ઉકેલ લાવ્યો હોવાની માહિતી મળ્યા બાદ કોર્ટે અપીલ ફગાવી દીધી હતી. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને તેમની અલગ રહેતી પત્ની પાયલ અબ્દુલ્લાએ “આઝાદી” (અલગ થવાનો નિર્ણય) મેળવી લીધો છે. કપિલ સિબ્બલે કોર્ટને કહ્યું, “બધું ઉકેલાઈ ગયું છે, કલમ ૧૪૨ હેઠળ અરજી દાખલ કરવામાં આવી છે, મારા સ્વામી છૂટાછેડા આપી શકે છે.” સુપ્રીમ કોર્ટે સકારાત્મક…
