- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
પોલીસ માર્ગદર્શિકા અન્વયે અપવાદરૂપ કેસમાં પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે New Delhi, તા.૧ નીટ વિરોધી આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગ બાબતે ચાલી રહેલા વિવાદમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે ઠરાવ્યું હતું કે, અપવાદરૂપ કિસ્સામાં ભીડ પર નિયંત્રણ રાખવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરવાની છૂટ પોલીસને અપાયેલી છે. પોલીસ દ્વારા કોઈ કિસ્સામાં દુરુપયોગ થયો હોય તો આવા ચોક્કસ કિસ્સાની ચકાસણી કરી શકાય છે. દિલ્હી જંતર-મંતર ખાતે એકઠા થયેલા આંદોલનકારીઓ પર મેટાલિક પેલેટ ગનના ઉપયોગને અયોગ્ય ગણાવી તેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી થયેલી છે. તેની સુનાવણી દરમિયાન કોર્ટે રેપિડ એક્શન ફોર્સને હથિયારોના વપરાશનો…
પેપર સેટ કરનારા શિક્ષકોને ભાષાંતરનું પણ કામ સોંપાયું હોવાથી પ્રશ્નોને યાદ કરવા માટે વધુ સમય મળી ગયો હતો New Delhi, તા.૧ નીટ-યુજી પેપર લીક મુદ્દે તપાસ કરી રહેલી એજન્સી સીબીઆઇને મોટો પુરાવો હાથ લાગ્યો છે. એજન્સીનો દાવો છે કે પેપર લીકનું સૌથી મોટું કારણ એનટીએની પરીક્ષા પ્રક્રિયામાં રહેલી એક ગંભીર ખામી જવાબદાર છે. જે શિક્ષકોને મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું પેપર તૈયાર કરવાનું કામ સોંપાયું હતું તેમને જ બાદમાં એ જ પ્રશ્નપત્રનું મરાઠીમાં ભાષાંતર કરવાનું કામ પણ સોંપાયું હતું. ધરપકડ કરાયેલા ત્રણ શિક્ષકો એનટીએના પેપર સેટિંગ પેનલનો હિસ્સો હતા.જે શિક્ષકોની પેપર લીક કેસમાં ધરપકડ કરવામાં આવી છે તેમાં પી. વી. કુલકર્ણી,…
સરહદે પેટ્રોલિંગ, પર્યાવરણ સંરક્ષણ, જમીનના મેપિંગ અને અંતરિયાળ વિસ્તારોમાં સામાન પહોંચાડવા ડ્રોન વપરાશે China, તા.૧ દુનિયામાં ભૂ-રાજકીય તંગદીલી વધી રહી છે તેવા સમયે ભારત અને ચીન નજીક આવી રહ્યા હોય તેવા અહેવાલો છે. જિનપિંગ દાયકાઓ પછી ભારતનો પ્રવાસ કરે તેવી અટકળો છે. જોકે, આ અહેવાલો વચ્ચે ચીને તિબેટમાં માઉન્ટ એવરેસ્ટ પાસે નવું અત્યાધુનિક હાઈ-એલ્ટીટયુડ ડ્રોન રિસર્ચ અને ડેવપલપમેન્ટ સેન્ટર બનાવ્યું હોવાના અહેવાલે ભારતની ચિંતા વધારી દીધી છે. આ સેન્ટરનો ઉદ્દેશ્ય ઉંચાઈવાળા દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન ટેન્કોલોજી વિકસિત કરવાનો છે. જોકે, ચીને તિબેટના લ્હાસામાં ભારતીય સરહદ નજીક ૧૨ એડવાન્સ જે-૨૦ સ્ટીલ્થ ફાઈટર તૈનાત કરતાં ડ્રેગનની કુટીલ ચાલ ભારતીય રણનીતિજ્ઞાોને ચિંતા ઉપજાવી રહી…
અવાજથી સાત ગણી ઝડપે રોકેટની ટક્કરથી ચંદ્ર પર ૨૭ મીટર પહોળો અને પાંચ મીટર ઊંડો ખાડો પડશે Cape Canaveral, તા.૧ એક વર્ષથી વધુ સમય સુધી અંતરીક્ષમાં ફર્યા પછી સ્પેસએક્સનું એક ત્યજી દેવાયેલું રોકેટ બુધવારે ચંદ્ર સાથે ટકરાશે. લગભગ ૮,૭૦૦ કિ.મી.પ્રતિ કલાક (અવાજથી સાત ગણી) ની ઝડપે આ રોકેટ ચંદ્રના સૂર્યના પ્રકાશવાળા પશ્ચિમી હિસ્સામાં આઈન્સ્ટીન ક્રેટર પાસે ટકરાય તેવી સંભાવના છે. જોકે આ અથડામણથી કોઈ તાત્કાલિક જોખમ નથી, પણ વિજ્ઞાનીઓ આ ઘટનાને ટક્કરની અસર અને ભવિષ્યના ચંદ્ર મિશનો માટે અંતરીક્ષ કાટમાળથી થનારા જોખમનો અભ્યાસ કરવાની તક માને છે. ચંદ્ર પર આ આવા પ્રકારની બીજી અથડામણ છે. અગાઉ ૨૦૧માં એક ચીની રોકેટનો…
ઘણા લોકોનું હીમોગ્લોબિન લેવલ ઓછું હોય છે. લોહીની ઊણપ કે આયરનની ખામીની સમસ્યા મહિલાઓમાં અને બાળકોમાં વધારે જોવા મળે છે. શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો શરીરના અંગો સુધી પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન પહોંચતું નથી. લોહી ઓછું હોય તો દાદી-નાની ગોળ અને દાળિયા ખાવાની સલાહ આપે છે. કહેવામાં આવે છે કે તેનાથી લોહી વધે છે. પરંતુ ઘણા લોકોને એ જાણવું હોય છે કે ગોળ અને દાળિયા શરીરમાં કેવી રીતે લોહી વધારે છે ? તો ચાલો તમને જણાવીએ આ કામ કેવી રીતે થાય છે. હેલ્થલાઈન રિપોર્ટ અનુસાર 100 ગ્રામ ગોળમાં 8 થી 11 મિલીગ્રામ આયરન હોય છે સાથે જ ગોળમાં આયરન, મેગ્નેશિયમ અને…
New Delhi તા.1 તાજેતરમાં ભારતે દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન ચલાવીને ઈતિહાસ રચ્યો હતો. હવે દુનિયાથી તેલ ખરીદનાર ભારત આગામી દિવસોમાં ગ્રીન એનર્જીના નિકાસકાર બની શકે છે. ભારત હાલમાં સૌથી વધુ ઉર્જા આયાત કરનાર ટોપ ત્રણ દેશોમાં સામેલ છે તે આવનારા વર્ષોમાં ખુદ ઉર્જા નિકાસકાર દેશ બની શકે છે. હકીકતમાં આશાને ભારતમાં જર્મનીના રાજદૂત ફિલિપ એકરમેનના એ નિવેદનથી બળ મળ્યું છે, જેમણે ઈન્ડો-જર્મન ડાયલોગમાં આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે તેને લાગે છે કે આવનારા કેટલાક વર્ષોમાં ભારત ઉર્જા નિકાસકાર બની શકે છે અને જર્મની એ દેશોમાં સામેલ થઈ શકે છે, જે ભારતથી ગ્રીન એનર્જી ખરીદશે. એકરમેને ગુજરાતના કચ્છના અક્ષય ઉર્જા…
New Delhi તા.1 ગંગાને સ્વચ્છ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) હવે એક નવા પર્યાવરણીય સંકટનું કારણ બની રહ્યો છે. શહેરોની સીવેજ સાફ કરી ગંગામાં છોડવાની પ્રક્રિયા દરમિયાન મોટી માત્રામાં નીકળનાર સ્લજ (કીચડ) ઉચિત મેનેજમેન્ટના અભાવે ખેતરોમાં પહોંચી રહ્યો છે જેથી જન આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. કેગે તેના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે અને સ્થળો પર કાદવમાં ઝિંક, કેડમિયમ તેમજ અન્ય ભારે ધાતુઓ નિર્ધારિત સીમાથી વધુ મળી આવી હતી, આમ છતાં તેનો ઉપયોગ કૃષિ ભૂમિમાં કરવામાં આવ્યો હતો. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે. કે જો આના પર તાત્કાલીક નિયંત્રણ ન કરવામાં આવ્યું તો તેની અસર…
Ukraine , તા.1 શુક્રવાર રાતથી શનિવારની વહેલી સવાર સુધી રશિયાએ યુક્રેનની રાજધાની કિવ પર બેલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનનો ઉપયોગ કરીને મોટો હુમલો કર્યો. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા. કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ અહેવાલ આપ્યો હતો કે સોલોમિઆન્સ્કી જિલ્લામાં એક પાંચ માળની રહેણાંક ઇમારત કાટમાળ પડવાથી નુકસાન પામી છે. કેટલાક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે. ઇમારતના આંગણામાં પણ આગ લાગી હતી. ક્લિટ્સ્કોએ કહ્યું કે શેવચેન્કિવસ્કી જિલ્લામાં બીજી રહેણાંક ઇમારતનો પહેલો અને બીજો માળ તૂટી પડ્યો હતો, અને લોકો ત્યાં ફસાયા હોવાના અહેવાલ છે. તેમણે ઉમેર્યું હતું કે…
Rajkot તા.1 રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલ તા.2ને રવિવારના બપોરે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોય મુખ્યમંત્રીને આવકારવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટમાં આવતીકાલે બપોરના 4 વાગ્યે હવાઈ માર્ગે આવી પહોંચ્યા બાદ તેઓ સાડા પાંચ કલાકનું રોકાણ કરનાર છે. આ દરમ્યાન તેઓ કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આ રાજકોટની મુલાકાત દરમ્યાન ભરચકક કાર્યક્રમો આયોજીત કરવામાં આવેલ છે. જેમાં પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા 4-30 વાગ્યે પેડક રોડ પર આવેલા સેટેલાઈટ ચોક સ્થિત અટલબિહારી બાજપેયી ઓડીટોરીયમ ખાતે આયોજીત કરાયેલા વિશેષ દીક્ષા ગ્રહણ…
New Delhi, તા. 1 આજથી એક તરફ કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ રૂા.209 સુધી ઘટી ગયા છે, તો બીજી તરફ પેટ્રોલ-ડીઝલના નવા દર પણ જાહેર થઈ ગયા છે. જાણો આ ફેરફારોની તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર શું અસર પડશે… તત્કાલ ટિકિટ બુકિંગની નવી ટોકન સિસ્ટમ લાગું આજથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પર તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે નવી ટોકન સિસ્ટમ લાગું થઈ ગઈ છે. હવે મુસાફરોને પહેલાં ટોકન મળશે અને તે જ ક્રમમાં ટિકિટ બુક કરવામાં આવશે. આનાથી લાંબી લાઈનો અને અવ્યવસ્થા ઘટવાની આશા છે. ITR મોડેથી ભરવા પર લાગશે દંડ 31 જુલાઈની સમયમર્યાદા પૂરી થયા પછી હવે ITR-1 અને ITR-2…
