- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
(રવિ મોટવાણી દ્વારા) Wankaner તા.૩૦ સરતાનપર ગામની સીમમાં આવેલ સિરામિકમાં રહીને મજુરી કરતા યુવાનને વતનમાં જવું હોય અને મનમાં લાગી આવતા પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મૂળ મધ્યપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં રવિ સ્ટોન માઈક્રોન સિરામિકની લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા સચિન રૂમાલભાઈ બારિયા (ઉ.વ.૨૨) નામના યુવાને તા. ૨૯ ના રોજ પોતાની રૂમ બંધ કરી પોતાની જાતે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાનને વતન યાદ આવતું હતું અહી બરાબર ગમતું ના હતું અને વતનમાં જવું હોય જેથી મનમાં લાગી આવતા અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર…
Congo, તા.૩૦ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (ડ્ઢઇઝ્ર)માં ઇબોલા વાયરસનો પ્રકોપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે, જેને પગલે સંયુક્ત રાષ્ટ્ર (ેંદ્ગ)ના બે વરિષ્ઠ અધિકારીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયને તાત્કાલિક ધોરણે રાહત પ્રયાસો વધારવા હાકલ કરી છે. કોંગોમાં આ રોગચાળો બચાવ કામગીરી કરતાં પણ વધુ ઝડપે ફેલાઈ રહ્યો છે. યુએનના વરિષ્ઠ ઇબોલા સંયોજક જ્યુલિયન હાર્નીસ અને વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (ઉહ્લઁ)ના કાર્યકારી નિયામક કાર્લ સ્કાઉએ કોંગોના ઇતુરી પ્રાંતની રાજધાની બૂનિયાથી એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ ગંભીર પરિસ્થિતિ અંગે વૈશ્વિક સમુદાયનું ધ્યાન દોર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બૂનિયા હાલમાં આ ઇબોલા પ્રકોપનું મુખ્ય કેન્દ્ર બનેલું છે. અધિકારીઓએ આપેલા આંકડા મુજબ, કોંગોમાં માત્ર ૨૪ કલાકમાં…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૩૦ Morbiના કબ્રસ્તાન નજીક દીવાલ પાસે યુવાન લઘુશંકા કરવા ગયો હતો ત્યારે બસ રોડ પર પાર્ક કરેલી હોયને દીવાલ તથા બસ વચ્ચેની જગ્યામાં લઘુશંકા કરતા યુવાન પર બસનો પાછળનો ટાયરનો જોટો ફેરવી દેતા યુવાનનું ગંભીર મોત થયું હતું મૂળ નેપાળના વતની હાલ મોરબીના બેલા ગામ નજીક વિનઆર્ટ પેકેજીંગ કારખાનામાં કામ કરતા ચંદન જગત બડુવાલ વાળાએ આઈસર બસ જીજે ૦૩ બીઝેડ ૫૪૩૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકાનો દીકરો ગોપીન્દ્ર ઉર્ફે ગોપાલ પદમ બડુવાલ પણ તેની સાથે મોરબીમાં રહીને મજુરી કામ કરે છે ગત તા. ૧૬ જુલાઈના રોજ કાકાનો દીકરો ગોપીન્દ્ર મોરબીના રેલ્વે સ્ટેશન…
ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને ઠગાઈ કરનાર અમદાવાદના શખ્સ સામે ગુનો દાખલ (મિલન જોશી દ્વારા) Junagadh તા.૩૦ જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ૨ સાથે રૂ. ૭૫.૩૬ લાખની ઠગાઈ થઈ હોવાનું પોલીસ દફતરે નોંધાયું છે, ઓસ્ટ્રેલિયાના સ્ટુડન્ટ વિઝાના બહાને ઠગાઈ કરનાર ગાંધીનગરના શખ્સ સામે ગુનો દાખલ થવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જુનાગઢ મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશભાઈ રસીકભાઈ ધુલેશીયા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ખાતેની ઓફિસ ધરાવતા અજયસિંહ વાઘેલા સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તેના પુત્ર સોહીલ અને તેના મિત્ર હરેશભાઈ સાકરીયાના પુત્ર વિશ્વજીતને ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે મોકલવા માટે જાન્યુઆરી ૨૦૨૩ માં વિઝા પ્રક્રિયા શરૂ કરી હતી.…
Rajkot તા.૩૦ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ધર્મેન્દ્રસિંહજી આટ્ર્સ કોલેજ, રાજકોટ ખાતે રમતગમત વિભાગ અને ઇતિહાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ચાર દિવસીય ચેસ વર્કશોપનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો. કાર્યક્રમની અધ્યક્ષતા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ રાવલે કરી હતી. મુખ્ય મહેમાન તરીકે ડૉ. દીપમાલા ચંદે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે કોલેજના સિનિયર ફેકલ્ટી પ્રો. અશ્વિન પુંજાણી ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર રમતગમત વિભાગના સંયોજક ડૉ. શ્વેતા દવે , ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. ધર્મેશ પરમાર, લાઇબ્રેરિયન હિનાબેન પરમાર તેમજ પ્રો. શશીકાંત ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની રૂપરેખા ડૉ. ધર્મેશ પરમારે રજૂ કરી હતી. પ્રાસંગિક પ્રવચનમાં પ્રો. અશ્વિન પુંજાણીએ જણાવ્યું હતું કે ચેસ માત્ર રમત…
દેશભરમાં ૧,૦૦,૮૪૩થી વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે New Delhi, તા.૩૦ દેશમાં શિક્ષણના સુધારા અને ’સબ પઢેં, સબ બઢેં’ના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં રજૂ કરેલા અધિકૃત આંકડા મુજબ, દેશભરમાં ૧,૦૦,૮૪૩થી પણ વધુ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓ માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલી રહી છે. રાજ્યસભામાં શિક્ષણ રાજ્ય મંત્રી જયંત ચૌધરીએ આપેલા આ જવાબથી સ્પષ્ટ થાય છે કે, કાગળ પર વિદ્યાર્થી-શિક્ષકનો ગુણોત્તર ભલે યોગ્ય દેખાતો હોય, પણ વાસ્તવમાં શિક્ષકોની ભારે અછત અને અસમાન ગોઠવણી છે. યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (ેંડ્ઢૈંજીઈ+) ૨૦૨૫-૨૬ના આંકડા અનુસાર, આ…
પ્રેમિકાના દીકરાએ ધારિયું ઝીંકી હત્યા કરી Ahmedabad,તા.૩૦ ધોળકાના ત્રાંસદ ગામમાં રહેતા ચાર સંતાનોના પિતાને એક પરિણીત મહિલા સાથે ૧૦ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. મહિલાના પરિવારને જાણ થતાં સમાજની રાહે પ્રેમ સંબંધનો અંત લાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી હતી અને પૂર્વ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. મહિલાના પુત્રને આ મામલે જાણ થતાં તેની માતા અને યુવક વચ્ચે હજુ પણ પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને તેના સાગરિતો સાથે મળીને ધારિયા-લાકડી જેવા હથિયારથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર,…
Vadodara,તા.૩૦ Vadodara શહેરમાં ચોરીની એક ઘટના સામે આવી છે, જેમાં પોલીસ ભવન નજીક આવેલા નર્મદા ભવનમાં તસ્કરોએ સરકારી કચેરીને નિશાન બનાવી છે. તસ્કરો કચેરીનું દરવાજાનું પ્લાય તોડી અંદર ઘૂસ્યા હતા અને સરકારી મિલકતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, વડોદરાના જેલ રોડ પર આવેલા નર્મદા ભવનમાં અધિક નોંધણી સર નિરીક્ષકની જૂની કચેરી આવેલી હતી. આ કચેરી જુલાઈ ૨૦૨૫માં દિવાળીપુરા સ્થિત નવી કલેક્ટર કચેરી ખાતે ખસેડવામાં આવી હતી. હાલ જૂની કચેરીમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું, જેનો લાભ તસ્કરોએ…
Navsari,તા.૩૦ Navsari જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ અને ગડત ગામોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. આ દરમિયાન નરેશભાઈ પટેલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં મુલાકાત દરમિયાન કૃષિ મંત્રીએ અસરગ્રસ્ત ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કરીને મકાનો, પાક, બગીચા અને પશુધનને થયેલા નુકસાન અંગે માહિતી મેળવી હતી. સાથે જ સરકાર દ્વારા ચાલી રહેલી રાહત અને સહાય કામગીરી અંગે સ્થાનિકોનો પ્રતિસાદ પણ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ ભારે વરસાદ બાદ હાથ ધરાયેલી રાહત, બચાવ, પુનઃસ્થાપન અને નુકસાનના સર્વેની કામગીરી અંગે મંત્રીશ્રીને વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ અધિકારીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા આદેશ છૂટ્યા Gandhinagar,તા.૩૦ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગઈ છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા તમામ સંબંધિત અધિકારીઓની રજાઓ રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ તમામ અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર છોડ્યા વિના તરત જ હાજર રહેવા સખત આદેશ આપવામાં આવ્યા છે, જેથી કોઈપણ કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય. મુખ્યમંત્રીના આદેશ બાદ રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)…
