Author: Vikram Raval

New Delhi,તા.31 સંસદમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે સંસદભવનની તેમની ઓફિસમાં એક બાદ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ખાસ કરીને એક તરફ ફરી જંતરમંતર પર ઈ-20 પેટ્રોલ મુદે આંદોલન શરુ થઈ રહ્યું છે અને સંસદ કૂચનુ એલાન છે. ઈ-20 જનતા પાર્ટીની રચના થઈ છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ આ આંદોલનમાં ઝુકાવ્યુ છે તેથી જંતર મંતર ફરી હોટ બની શકે છે. તો બીજી બાજુ પાક કબ્જાના કાશ્મીરમાં જે રીતે આંતરિક બળવાખોર છે તેમાં ભારતના કાશ્મીરમાં અસર પડી શકે છે. શ્રી શાહે ગૃહ સચીવ ગોવિંદ મોહન તથા ડિરેકટર ઓફ આઈબી…

Read More

New Delhi, તા. 31 સુપ્રીમ કોર્ટે ગુરુવારે મોટર અકસ્માત વળતરના મામલાઓમાં એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવતાં કહ્યું કે જો અકસ્માત સમયે વાહન ચાલક પાસે ડ્રાઇવિંગ લાયસન્સ માન્ય ન હોય અથવા તેને સમયસર રિન્યુ કરવામાં ન આવ્યું હોય તો વીમા કંપનીને અંતિમ સ્વરૂપે વળતર ચૂકવવા માટે જવાબદાર ઠેરવી શકાતી નથી. અદાલતે કહ્યું કે અમાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચલાવવું એ વીમા કરારની શરતોનું ઉલ્લંઘન છે અને આવી સ્થિતિમાં વાહન ચાલક અથવા માલિકે વળતરની રકમ સ્વયં ચૂકવવી પડી શકે છે. પીઠે એ પણ કહ્યું કે, દેશમાં મોટી સંખ્યામાં લોકો અમાન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે વાહન ચલાવી રહ્યાં છે, જેના કારણે અકસ્માત થવા પર ચાલક…

Read More

New Delhi, તા. 31 રેલગાડીમાં મુસાફરી દરમિયાન ભારે સામાન લઈ જનારાઓએ હવે તેના માટે વધારાનું શુલ્ક ચૂકવવું પડશે. રેલવે બોર્ડ આજથી આ નિયમને કડકાઈથી લાગું કરવા જઈ રહ્યું છે. રેલ મંત્રાલયે તમામ ઝોનના વાણિજ્યિક વિભાગને તેનાં માટે તૈયારી કરવાનાં નિર્દેશ આપ્યાં છે.ઉત્તર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી હિમાંશુ શેખર ઉપાધ્યાયે જણાવ્યું કે નિયમ લાગું કરવાની તૈયારી ચાલી રહી છે અને તે સુનિશ્ચિત કરવામાં આવશે કે મુસાફરોને બિનજરૂરી હેરાનગતી ન થાય. રેલવે અનુસાર, ખાસ કરીને પૂર્વ દિશાની ટ્રેનોમાં ઘણાં મુસાફરો મોટી માત્રામાં સામાન લઈને મુસાફરી કરે છે, જેનાં કારણે અન્ય મુસાફરોને બેસવામાં અને આવવા-જવામાં તકલીફ પડે છે. ટિકિટ બુક કરતી વખતે…

Read More

New Delhi,તા.31 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર વધુ એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશના યુવાનો અને વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સંસદે દેશની પરીક્ષા પદ્ધતિને વધુ મજબૂત અને પારદર્શી બનાવતું મહત્વનું બિલ પસાર કરી દીધું છે. વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા કેટલાક દાયકાઓથી દેશનું દરેક રાજ્ય અને કેન્દ્ર સરકાર પેપર લીકની ગંભીર સમસ્યાનો સામનો કરી રહી છે. આ ગેરરીતિઓને કારણે લાખો નિર્દોષ બાળકોના ભવિષ્ય સામે મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સમગ્ર દેશની શિક્ષણ વ્યવસ્થામાં મોટા પાયે સુધારા કરવા અનિવાર્ય બની ગયા છે. શિક્ષણ ક્ષેત્રે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ…

Read More

New Delhi,તા.31 જંતર મંતર આંદોલન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા સેલ્ફી સંબોધનનો વિડીયો ફેસબુક પરથી થોડા સમય દુર કરવાના મામલે કેન્દ્ર સરકારે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ `મેટા’ સામે આકરુ વલણ અપનાવનાર જ આ અમેરિકી કંપનીએ હવે આ પ્રકારના વીઆઈપી એકાઉન્ટની ઓફર રીવ્યુ કરવાના મામલે નવા પ્રોટોકોલ અપનાવવા અને વધુ સાવચેતીથી કામ લેવાની ખાતરી આપી છે. બીજી તરફ તેલંગાણા પોલીસે મેટાના વડા અરુણ શ્રીવાસ્તવ સામે એફઆઈઆર દાખલ કરતા કંપનીની મુશ્કેલી વધી છે. પીએમના ડીપફેક મુદે આ કાર્યવાહી થઈ છે. મેટાએ કેન્દ્ર સરકારને આ વિડીયો ટેકનીકલ કારણોથી દુર થયો હતો અને તે તુર્તજ પુનઃસ્થાપીત કરી દેવામાં આવ્યો હતો તેવી માહિતી સાથે સમગ્ર ઘટના…

Read More

Narmada, તા.31 ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હોય તેમ અનેક જિલ્લાઓ પાણી-પાણી થયા હતા. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વહીવટીતંત્ર એલર્ટ મોડ પર રહ્યું છે. અમદાવાદ-વડોદરા-નવસારી સહિતના જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવ્યા હતા. રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી વચ્ચે આજે અને કાલે અમુક ભાગોમાં મેઘતાંડવ સર્જાવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી હતી. રાજ્યના અનેક ભાગોમાં મોડીરાતથી ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ સવારથી જોર વધવા લાગ્યું હતું. નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં જળબંબાકારની હાલત  સર્જાઇ હતી. રાજ્યમાં આજે સવારે પુરા થયેલા 24 કલાક દરમિયાન 84 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયા બાદ સવારથી અનરાધાર વરસાદ શરૂ થયો હતો. આજે…

Read More

સુરતના ધોરણો મુજબ વલસાડ- નવસારી જિલ્લાઓમાં વેપારીઓ, લારી-ગલ્લાધારકો અને અન્ય અસરગ્રસ્તોને આર્થિક સહાય આપવામાં આવશેખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારના ધોરણો મુજબ સહાય આપવામાં આવશે અતિ ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને અન્ય અસરગ્રસ્તોને સુરત અને અમદાવાદની તરાહ પર જ આર્થિક સહાય ચૂકવવામાં આવશે, તેમ પ્રવક્તામંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વલસાડ અને નવસારી જિલ્લામાં નોધાયેલા અસાધારણ વરસાદને ધ્યાનમાં રાખી બંને જિલ્લાઓને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી છે. વલસાડ ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેતી અને બાગાયતી પાકોના નુકસાનનો તાત્કાલિક સર્વે…

Read More

હત્યાના એક મહિના પહેલાંથી રચાઈ હતી સાજિશ; કારખાનામાં ૧૨થી ૧૫ ફૂટ ઊંડો ખાડો તૈયાર કરી મૃતદેહ દાટી દેવાયો સાયનાઇડ ભેળવેલા દારૂથી હત્યા બાદ સિમેન્ટનું પ્લાસ્ટર કરી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ; ત્રણેય આરોપીઓ ઝડપાયા, ડીએનએ ટેસ્ટ સહિતની તપાસ શરૂ (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ જામનગર જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ચકચારી મર્ડર મિસ્ટ્રી પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આરોપીઓએ હત્યાની ઘટનાના અંદાજે એક મહિના પહેલાંથી જ સમગ્ર કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પૈકીના મુખ્ય સૂત્રધાર નિલેશ કછેટીયાએ ઉદ્યોગનગર વિસ્તારમાં કારખાનું ભાડે રાખ્યું હતું.…

Read More

ત્રણ આરોપીઓની ધરપકડ અન્ય ૧૦ ફરાર,પંજાબથી ટ્રક મારફતે દારૂ આયાત થયાનું ખુલ્યું (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ ગુજરાત રાજ્યની મોનિટરિંગ સેલ, ગાંધીનગર ની ટિમ અને લાલપુર પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં લાલપુર તાલુકાના સણોસરી ગામની સીમમાં આવેલી એક વાડી પર દરોડો પાડી ઈંગ્લીશ દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે કુલ અંદાજે રૂ. ૧,૦૦,૮૫,૫૩૦નો મુદ્દામાલ કબજે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સુત્રધાર સહિત અન્ય દસ આરોપીઓ ફરાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. ૨૮ જુલાઈની રાત્રિથી તા. ૨૯ જુલાઈના પરોઢિયા દરમિયાન સણોસરી ગામની સીમમાં નગાભાઈ ભીમશીભાઈ ડાંગરની વાડીમાં ટેન્કર મારફતે દારૂનો વિશાળ જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની…

Read More

કિશન સન્મુખદાસ ભવનાની, ગોંડિયા  વૈશ્વિક સ્તરે ભારતમાં નીટ 2026 પેપર લીક વિવાદ ફક્ત એક જ પરીક્ષાની વિશ્વસનીયતાનો પ્રશ્ન નથી, પરંતુ તે યુવા વિશ્વાસ, લોકશાહી અધિકારો, ન્યાયતંત્રની ભૂમિકા, સરકારી જવાબદારી અને વૈશ્વિક ડિજિટલ પ્લેટફોર્મની શક્તિ સાથે સંકળાયેલો બહુપક્ષીય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે. જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓનો વિશાળ વિરોધ, ત્યારબાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રીનું રાજીનામું, ન્યાયતંત્રની સક્રિયતા અને ભારતીય વડા પ્રધાન ફેસબુક પોસ્ટ દૂર કરવા અંગે મેટા અને ભારત સરકાર વચ્ચે ઉભા થયેલા વિવાદ અંગે, હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે આ બધી ઘટનાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે એકવીસમી સદીમાં લોકશાહી હવે સંસદ, અદાલતો અને ચૂંટણીઓ…

Read More