- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
આખરે, પેપર લીક વિરોધી સુધારા બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું. રાજ્યસભા પણ તેને પસાર કરે તેવી શક્યતા છે. આ બિલને સંસદ દ્વારા મંજૂરી મળતાં, પેપર લીક વિરોધી કાયદો વધુ કડક બનશે, પરંતુ પરીક્ષામાં છેતરપિંડી કરનારાઓને નિરુત્સાહિત કરવામાં તે સફળ થશે કે નહીં તે સમય જ કહેશે. નિઃશંકપણે, પરીક્ષામાં છેતરપિંડીની સમસ્યાને ધ્યાનમાં રાખીને, પેપર લીક વિરોધી કાયદાઓ કડક બનાવવા જોઈએ. જોકે, એ નોંધવું જોઈએ કે કડક કાયદાઓ અમુક હદ સુધી જ અસરકારક છે. પેપર લીક થતું અટકાવવા માટે પણ પગલાં લેવાની જરૂર છે. એવી આશા છે કે નંદન નીલેકણીની આગેવાની હેઠળની સમિતિ દ્વારા સૂચવવામાં આવેલા પગલાંનો તાત્કાલિક અમલ કરવામાં આવશે.…
શિલ્પા શેટ્ટી તાજેતરમાં કન્નડ ફિલ્મ ‘કેડીઃ ધ ડેવિલ”માં જોવા મળી હતી Mumbai, તા.૩૦ બોલીવુડની જાણીતી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના નામે જાતિ આધારિત આરક્ષણ હટાવવાને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અભિનેત્રીએ તેનો સખત શબ્દોમાં વિરોધ કર્યો છે. શિલ્પા શેટ્ટીએ સ્પષ્ટતા કરી છે કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા સંપૂર્ણપણે ખોટા, કાલ્પનિક અને દુર્ભાગ્યપૂર્ણ છે. તેણે સોશિયલ મીડિયા યુઝર્સને તેમના નામે ફેલાવવામાં આવેલી ફેક પોસ્ટ્સ પર વિશ્વાસ નહીં કરવાની અપીલ કરી છે.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે શિલ્પા શેટ્ટીએ જાતિ આધારિત આરક્ષણનો વિરોધ કર્યો છે અને આરક્ષણ વ્યવસ્થા નાબૂદ કરવાની તરફેણ કરી છે.…
એક સમયે રાજા ચૌધરી સાથે શ્વેતાનું નામ ચર્ચામાં હતું, વર્ષ ૨૦૦૭માં તેઓ એકબીજાથી અલગ થયા હતા Mumbai, તા.૩૦ હંમેશાં પોતાની પર્સનલ લાઈફને લઈને અથવા તો ફિટનેસ-ફીગરને લઈ ચર્ચામાં રહેતી ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીનું નામ ફરી ચર્ચામાં છે. પૂર્વ પતિ રાજા ચૌધરીએ બેવફાઈ કરી હોવાનો શ્વેતા પર આરોપ મૂક્યો છે. રાજાનો દાવો છે કે, તે કો-સ્ટાર સેઝાન ખાન સહિત અનેક એવા લોકો સાથે અફેરમાં હતી. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પર એના પૂર્વ પતિ રાજા ચૌધરીએ આરોપ મૂક્યો છે. એક સમયે રાજા ચૌધરી સાથે શ્વેતાનું નામ ચર્ચામાં હતું. વર્ષ ૨૦૦૭માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા હતા. વર્ષ ૨૦૧૨માં એમના સત્તાવાર છૂટાછેડા થઈ…
કરિશ્મા કપૂર અને અભિષેક બચ્ચનના અલગ થવાના કારણોને લઈને વર્ષોથી જુદી જુદી અટકળો લગાવવામાં આવી રહી છે Mumbai, તા.૩૦ બિગ બીના પુત્ર અભિષેક બચ્ચન ફિલ્મક્ષેત્રે પણ ચર્ચામાં રહ્યા છે, પરંતુ ફિલ્મ સાથે તેઓ અંગત જીવનમાં પણ ખૂબ ચર્ચામા રહે છે. અભિષેક બચ્ચન સાથે સગાઈ તૂટ્યા બાદ કરિશ્મા કપૂરે શું કર્યું હતું તે અંગે ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને મોટો ખુલાસો કર્યો છે. ફિલ્મમેકર સુનિલ દર્શને એક ઇન્ટરવ્યૂ દરમિયાન બોલિવૂડના ચર્ચિત બ્રેકઅપમાંથી એક વિશે વાત કરતા જણાવ્યું હતું કે જયારે અભિષેક બચ્ચન સાથે કરિશ્મા કપૂરની સગાઈ તૂટી ત્યારે તે કરિશ્માના ઘરે જ હાજર હતા. તેમણે એ વાત પણ સ્વીકારી હતી કે મને…
એક તસવીરમાં, બંને સાથે ડ્રિંક્સનો આનંદ માણતા જોવા મળે છે, જ્યારે બીજામાં સિકંદર નિયાનો હાથ પકડીને કેમેરા માટે પોઝ આપી રહ્યો છે Mumbai, તા.૩૦ ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસમાંથી એક નિયા શર્મા હંમેશા તેની ફેશન સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તે હાલમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એવા ફોટા શૅર કર્યા છે જેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે, દરેક શોટમાં તેની બોલ્ડ સ્ટાઇલ સ્પષ્ટ દેખાય છે. આ વખતે તેના કથિત બોયફ્રેન્ડ, સિકંદર સિંહની હાજરીએ સૌને ચોંકાવી દીધા છે. જોકે બંનેમાંથી કોઈએ પણ સંબંધની પુષ્ટિ કરી નથી, અફવાઓ સૂચવે છે કે સિકંદર સિંહ નિયાનો…
નાગરિકોને સાવચેતી રાખવા કલેક્ટર ડૉ. મનીષ બંસલની અપીલ Bhavnagar,તા.30 બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના કારણે રાજ્યમાં આગામી તા. 31 જુલાઈ, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને ઓરેન્જ એલર્ટ હેઠળ મૂકવામાં આવ્યો હોવાનું જણાવી જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે જિલ્લાવાસીઓને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા તેમજ તાલુકા મથકોએ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની મદદ કે માહિતી માટે નાગરિકો કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકે છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોના…
New Delhi,તા.30 સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામે વાયરલ થયેલા કથિત રાજીનામા પત્રને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક ગણાવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક ટીમે ગુરુવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આવો કોઈ રાજીનામાનો પત્ર જારી કરવામાં આવ્યો નથી અને વાયરલ પત્ર પર દર્શાવવામાં આવેલી સહી પણ અસલી નથી. PIBફેક્ટ ચેકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “આ પત્ર સંપૂર્ણપણે નકલી છે. પ્રધાનમંત્રી દ્વારા આવો કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી અને તેના પર તેમની કોઈ સહી પણ નથી.” સાથે જ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર…
Gandhinagar,તા.30 મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના માર્ગોના મજબૂતીકરણ માટે એક દીર્ઘકાલીન નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના આંતરિક રસ્તાઓને ડામરને બદલે સિમેન્ટ કોંક્રીટથી બનાવવામાં આવશે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદ અને પાણીના ભરાવાને કારણે ડામરના રસ્તાઓ વારંવાર તૂટી જવાની સમસ્યા સર્જાય છે, જેનાથી નાગરિકોને મુશ્કેલી પડે છે. આ મુશ્કેલીના કાયમી નિવારણ અને નાગરિકોની સુવિધા માટે રાજ્ય સરકારે આ નિર્ણાયક પગલું ભર્યું છે. માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામતળના વિસ્તારો જ્યાં પાણીનો ભરાવો વધુ થતો હોય, તેવા ડામરના રસ્તાઓને પણ ક્રમશઃ…
Ahmedabad,તા.30 રાજ્યમાં બિસ્માર રસ્તાઓ, વધતી ટ્રાફિક સમસ્યા અને બેકાબૂ ધ્વનિ પ્રદૂષણ અંગે દાખલ કરવામાં આવેલી ક્નટેમ્પટ પિટિશન પર ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ. વાય. કોગ્જે અને જસ્ટિસ નિશા ઠાકોરની ખંડપીઠ સમક્ષ મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે રોડ અને ટ્રાફિકની કથળતી સ્થિતિ સામે ગંભીર વલણ અપનાવતા રાજ્ય સરકારને આગામી 3 અઠવાડિયામાં પાર્કિંગ અને ટ્રાફિક અંગેની રિવાઇઝ્ડ પોલિસી રજૂ કરવા માટે આદેશ કર્યો છે, જ્યારે ધ્વનિ પ્રદૂષણ મામલે આગામી 18મી ઓગસ્ટ સુધીમાં અહેવાલ રજૂ કરવા તાકીદ કરી છે. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે સર્વોચ્ચ અદાલતના સ્પષ્ટ નિર્દેશો હોવા છતાં શહેરીજનોને ચાલવા માટે ફૂટપાથનો અધિકાર મળતો નથી…
Mumbai,તા.30 સામાન્ય રીતે ફિલ્મની જાહેરાત કરવામાં આવે ત્યારે ફિલ્મનું પોસ્ટર કે ટીઝર રીલિઝ કરવામાં આવે છે. પરંતુ સંજય લીલા ભણશાળી તેમની આગામી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘લવ એન્ડ વોર’ના પ્રમોશન માટે ઇમર્સિવ એક્સપરિયન્સની તૈયારી કરી રહ્યા છે. ભણશાળી તેમની ફિલ્મના માહોલનો પરિચય દર્શકોને કરાવી તેમને થિયેટર્સમાં આકર્ષવાનો નવતર પ્રયાસ કરશે.’લવ એન્ડ વોર’માં રણબીરકપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. આ પિરિયડ ડ્રામાનેે નિર્દેશક સંજય લીલા ભણશાળી એક ખાસ રીતે દર્શકો સમક્ષ રજૂ કરવા માંગે છે. તેઓ ફિલ્મનું ટીઝર કે પ્રમોશનલ વિડિયો રજૂ કરવાને બદલે અલગ જ માહોલ રચી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.રણબીર કપૂરની આ બીજી મોટી ફિલ્મ છે.…
