- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
London,તા.29 યુકેમાં એક દંપતીને પોતાનાં 100 વર્ષ જૂના ઘરમાંથી એક ગુપ્ત રૂમ મળી આવ્યો જેમાં ખજાનો છુપાયેલો હતો. 34 વર્ષની લીઝા અને તેના પતિ ડેન રજાઓમાં પોતાનાં પૈતૃક ઘરે ગયા હતા. આ ઘર લાંબા સમયથી બંધ હતું અને તેઓ બંને શહેરમાં રહેવા લાગ્યા હતા. સાફ-સફાઈ દરમિયાન તેમને ભોંયતળિયા (ફ્લોર) પર એક જગ્યાએ ઈંટ ઊંચી થયેલી દેખાઈ તો તેમણે તેને હટાવી. અંદર એક રૂમ જેવું દેખાયું. ત્યારબાદ બંનેએ તેને ખોલવાનો નિર્ણય કર્યો. એક દીવાલ તોડ્યાં પછી તેમને પોતાનાં જ ઘરમાં એક ગુપ્ત રૂમ મળ્યો. આ રૂમમાં ચારે બાજુ કોલસો જ કોલસો દેખાઈ રહ્યો હતો. બંનેએ વિચાર્યું કે જૂનો રૂમ છે તો…
New Delhi, તા.29 સંસદમાં ગઈકાલે પેપર લીકેજ વિરોધી સુધારા કાનુનની ચર્ચા સમયે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ નવા શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીના ગુજરાત રમખાણ કેસ અંગે કરેલા વિધાનો હવે હોટ ટોપીક બની ગયા છે. આ મુદે શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સમક્ષ ફરિયાદ કરી છે અને પ્રિયંકા ગાંધી સામે કોઈ પગલા લેવા પણ માંગણી કરી છે. જો કે પ્રિયંકાએ જે વિધાનો કર્યા હતા તે અધ્યક્ષે રેકોર્ડ પર લીધા નથી અને સંસદની અંદર સભ્યો જે વિધાનો કરે છે તેની સામે કોઈ કાનુની કાર્યવાહી થઈ શકતી નથી પરંતુ અધ્યક્ષને આ અંગે સતા છે. પ્રિયંકાએ તેમના ભાષણમાં ગુજરાત રમખાણના બિલ્કીશ બાનુ દુષ્કર્મ કેસનો…
New Delhi,તા.29 જંતર મંતર આંદોલનના સમેટા બાદ આ આંદોલનમાં જોડાયેલા વિદ્યાર્થીઓથી યુવાનો સામે કેસમાં ગઈકાલે સુપ્રીમકોર્ટ જેઓના ક્રિમીનલ રેકોર્ડ છે તથા ગંભીર અપરાધ છે તેની સામે એફઆઈઆર ચાલુ રાખવાના આપેલા આદેશનો સરકાર નિર્દોષ-વિદ્યાર્થી આંદોલનકારીઓને નિશાન બનાવશે. તો ફરી રોડ પર ઉતરશું તેવી ચેતવણી કોકરોચ જનતા પાર્ટીએ આપી છે. આ પક્ષના પ્રવકતા સૌરવ દાસે માઈક્રોમીડીયા પ્લેટફોર્મ એકમ પર એક સંદેશમાં સુપ્રીમકોર્ટના આદેશને નિર્દોષ આંદોલનકારીઓ સામે હથિયાર નહી બનાવવા જણાવતા ઉમેર્યુ કે, સરકાર સાથે થયેલી સમજુતી મુજબ જે તમામ એફઆઈઆર પરત ખેચવાની હતી તે ડેડલાઈન પુરી થઈ છે. જો હવે પોલીસના હાથે આંદોલનકારીઓની સતામણી ચાલુ રહેશે તો કોકરોચ જનતા પાર્ટી ફરી વિશાળ…
New Delhi,તા.29 નીટ પેપરલીક મામલે દિલ્હીમાં યોજાયેલા છાત્રોના દેખાવો દરમિયાન 20 જુલાઈએ પેલેટ ગનના થયેલા ઉપયોગ મામલે સીઆરપીએફ ખુલાસો કર્યો છે કે નીટ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના ઉપયોગની મંજુરી મળી હતી, અને બધી એસઓપીનું પાલન કરવામાં આવ્યું હતું. સીઆરપીએફે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે અમારી એન્ટી રાયોટ યુનિટ, રેપીડ એકશન ફોર્સની કાર્યવાહીની ઝીણવટપૂર્વક તપાસથી કરવાથી એ સ્પષ્ટ છે કે બળપ્રયોગના નિશ્ચિત નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. ભીડને વેરવિખેર કરવા માટે પબ્લીક એનાઉસમેન્ટ ટીયર ગેસ અને લાઠીચાર્જ જેવા ઓછી તીવ્રતા વાળા ઉપાયો નિષ્ફળ રહ્યા બાદ જ પંપ એકશન ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેલેટ ગનના ઉપયોગથી ત્રણ-પાંચ દેખાવકારો…
Shimla તા.29 હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ પહાડી ક્ષેત્રોમાં સદીઓ જુની બહુપતિ પ્રથા અંતર્ગત સંપત્તિના ઉત્તરાધિકાર અને ભાગલા પર મહત્વનો નિર્ણય આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે બહુપતિ પ્રથામાં એક ભાઈનું મૃત્યુ થવા પર તેની સંપત્તિ બાળકોને હસ્તાંતરિત નથી નથી, સંપત્તિ પર તેના નાના કે મોટા ભાઈનો અધિકાર હોય છે. જયારે સંયુકત વિવાહમાં સામેલ બધા ભાઈઓના મૃત્યુ થઈ જાય છે ત્યારે જ તેની પછીની પેઢી (બાળકો)ને સંપત્તિનો માલિકી હક કે ભાગ માંગવાનો કાનૂની અધિકાર મળે છે. અદાલતે આ ફેસલો લગભગ બે દાયકા જૂના દિવાની કેસમાં આપ્યો. અદાલતે માન્યુ કે એક ભાઈના મોત સમયે બીજો ભાઈ જીવિત હતો એટલે મૃત્યુ પછી પ્રોપર્ટી…
New Delhi, તા.29 સેલેરી કલાસ માટે આવકવેરા રિટર્ન ભરવાની આખર તારીખ 31 જુલાઈ નજીક આવી રહી છે અને તે સમયે સીસ્ટમમાં પણ રિટર્ન તથા માહિતી અપલોડ કરવામાં મુશ્કેલીઓ નડે છે. હાલમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરમાં જે ભારે વરસાદ પડયો તેને કારણે ઓફિસો અને કચેરીઓમાં પણ લોકો માટે પહોંચવું મુશ્કેલ બની ગયું છે તે સંદર્ભમાં તા.31 જુલાઈની જે ડેડલાઈન છે તે વધારવા માંગ કરવામાં આવી છે. હજુ આ વિકએન્ડમાં પણ ભારે વરસાદના સંકેત છે અને તેથી આખરી ઘડીએ વરસાદ સહિતની મુશ્કેલીઓને કારણે ડીઝીટલ કનેકશન મેળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે જે સંદર્ભમાં જેઓ માટે 31 જુલાઈની આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની…
New Delhi, તા. 29 સ્કોટલેન્ડના ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026ના છઠ્ઠા દિવસે ભારત માટે ડબલ ખુશી આવી. ભારતનાં લોંગ-ડિસ્ટન્સ સ્ટાર ગુલવીર સિંહે પુરુષોની 10000 મીટર દોડમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. આ સ્પર્ધામાં મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય બન્યાં. થોડા જ કલાકો બાદ મહિલા વેઈટલિફ્ટર હરજિંદર કૌરે પણ 69 કિગ્રા વર્ગમાં સિલ્વર જીતીને દેશનું ગૌરવ વધાર્યું. ગુલવીર સિંહે ભારે વરસાદ અને ભીના ટ્રેક વચ્ચે પણ હિંમત ન હારી. સ્કોટસ્ટાઉન સ્ટેડિયમમાં છેલ્લા લેપમાં શાનદાર દોડ લગાવીને તેમણે 27ઃ49.78 નો સમય નોંધાવ્યો અને ઓસ્ટ્રેલિયાનાં કાઈ રોબિન્સન પછી બીજા સ્થાને રહ્યાં. ઉત્તર પ્રદેશના સિરસા ગામનાં રહેવાસી અને સેનાના નાયબ સુબેદાર ગુલવીરના નામે…
New Delhi તા.28 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સનું શાનદાર પ્રદર્શન ચાલું રહ્યું છે. મહિલાઓની પેરા શોટ પુટ F57 ઇવેન્ટમાં ભારતની શર્મિલા ધનખડે દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તેણે 9.81 મીટરના સીઝન બેસ્ટ થ્રો સાથે આ સિદ્ધિ મેળવી છે. આ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે અને ભારત મેડલ ટેલીમાં આઠમાં સ્થાને છે. શર્મિલા ધનખડનો સુવર્ણ થ્રો અને સંઘર્ષની કહાની :- હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાનાં ચિત્રોલી ગામની 34 વર્ષીય શર્મિલા ધનખડે આર્થિક અને શારીરિક પડકારોને માત આપીને આ ગોલ્ડ મેડલ જીત્યો છે. 2 વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બન્યાં બાદ અને નાની ઉંમરે લગ્ન થયાં પછી પણ તેમણે હિંમત હારી…
New Delhi, તા. 29 ગ્લાસ્ગો ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતીય બોક્સરોએ પોતાનું શાનદાર પ્રદર્શન ચાલું રાખ્યું છે. રવિવારે રમાયેલા હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતનાં બોક્સર જાંદુમણિ સિંહે પુરુષોનાં મુકાબલામાં પાકિસ્તાનનાં સુમામા રહમાનને 5-0થી એકતરફી માત આપીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતીય સેનાના જવાન એવા જાંદુમણિએ પોતાનાં આક્રમક પંચ અને ઉત્કૃષ્ટ ફુટવર્કથી પાકિસ્તાની બોક્સરને રિંગમાં પુન:રાગમન કરવાની કોઈ તક આપી નહોતી. આ વિજય ખાસ એટલા માટે પણ યાદગાર રહ્યો કારણ કે તે ‘કારગિલ વિજય દિવસ’ (26 જુલાઈ) ના દિવસે મળ્યો હતો. મેચ જીત્યા બાદ જાંદુમણિ સિંહે પોતાની આ શાનદાર જીત દેશના કારગિલ વીરો અને શહીદ જવાનોને સમર્પિત કરી હતી.…
New Delhi, તા. 29 ઝિમ્બાબ્વે સામેની તાજેતરની ટી-20 શ્રેણીમાં ભારતનાં 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાનાં વિસ્ફોટક પ્રદર્શનથી સૌ કોઈને ચોંકાવી દીધાં છે. વૈભવ શ્રેણીનાં બે મેચમાં માત્ર 18 બોલમાં અને 31 બોલમાં તાબડતોબ અડધી સદી ફટકારીને આક્રમક બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેને ’પ્લેયર ઓફ ધ સીરીઝ’ નો એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તે આ એવોર્ડ જીતનારો સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો છે. વૈભવની આ શાનદાર ઈનિંગ્સ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ખાસ પોસ્ટ શેર કરી હતી. ઈરફાને લખ્યું કે, ‘આ બાળક ટીમમાં જે ખેલાડીની જગ્યા લેશે,…
