- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
ઘરની સુંદરતા માત્ર મોંઘા ઈન્ટિરીયર કે સજાવટના સામાનથી જ નથી વધતી, પરંતુ હરિયાળી અને પ્રાકૃતિક સુગંધ પણ ઘરના વાતાવરણને ખાસ બનાવી દે છે. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરનો દરેક ખૂણો તાજગી અને ભીની-ભીની સુગંધથી મહેકતો રહે, તો તમે કેટલાક એવા સુગંધિત છોડ વાવી શકો છો જે જોવામાં સુંદર લાગવાની સાથે સમગ્ર વાતાવરણને પણ સુગંધિત કરી દે છે. ખાસ વાત એ છે કે આમાંથી મોટાભાગના છોડ નાના કૂંડામાં પણ સરળતાથી ઉગાડી શકાય છે, તેથી ફ્લેટ, બાલકની કે ટેરેસ ગાર્ડન ધરાવતા લોકો પણ તેને સરળતાથી લગાવી શકે છે.ચોમાસાની ઋતુ છોડ વાવવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે આ…
રસોડામાં દરરોજ ઉપયોગમાં લેવાતા લોખંડના તવા અને કડાઈ ચોમાસાની ઋતુમાં ઘણીવાર કાળા પડી જાય છે અથવા તેના પર કાટ જામી જાય છે. વાસણ ધોઈને રાખ્યા પછી પણ જો તેના પર કાટ લાગે, તો તેને ફરીથી ધોવા પડે છે, જેનાથી સમય અને મહેનત બંને બગડે છે. સાથે જ વાસણનું આયુષ્ય પણ ઘટે છે. જોકે, કેટલાક સરળ કિચન હેક્સ અપનાવીને લોખંડના વાસણોને કાટ લાગવાથી બચાવી શકાય છે. શા માટે લાગે છે લોખંડના વાસણોમાં કાટ? જ્યારે લોખંડના વાસણો હવામાં રહેલા ભેજ અને ઓક્સિજનના સંપર્કમાં આવે છે, ત્યારે તેની સપાટી પર આયર્ન ઓક્સાઈડ બને છે, જેને આપણે સામાન્ય ભાષામાં કાટ કહીએ છીએ. ચોમાસા દરમિયાન…
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ વાતાવરણમાં ભેજ વધી જાય છે, જેના કારણે ઘરોમાં અને ખાસ કરીને રસોડામાં એક અજીબ પ્રકારની ભેજવાળી દુર્ગંધ આવવા લાગે છે. સોશિયલ મીડિયાના આ સમયમાં આવી જ મુશ્કેલીઓ નિવારવા માટે અવારનવાર અવનવા ઘરેલું નુસ્ખાઓ અને હેક્સ વાઇરલ થતા રહે છે. છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર એક એવો જ જબરદસ્ત ઉપાય ખૂબ પ્રચલિત બન્યો છે, જેમાં દાવો કરાયો છે કે લીંબુની છાલ અને તજને પાણીમાં ઉકાળવાથી ઘરની હવા સુગંધિત અને ફ્રેશ થઈ જાય છે. લોકો આ રીતને ચોમાસાની અને રસોડાની દુર્ગંધ દૂર કરવાનો તેમજ ઘરના વાતાવરણમાં કુદરતી રીતે તાજગી લાવવાનો એક આસાન રસ્તો માની રહ્યા છે. આ…
Surendranagar તા.29 સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગણપતિ ફાટસર રોડ ઉપર બેફામ ચાલતી સ્કોર્પિયો કાર ચાલક દ્વારા ત્રણ ભેંસને ઉડાડવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે બે જેટલી ભેંસોના મોત નીપજવા પામ્યા હતા અને અન્ય એક ભેંસને ઈજા પહોંચવા પામી હતી ત્યારે માલધારી સમાજમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે વહેલી સવારે માલ2 ભેંસોના ઘટના સ્થળે મોત થયા માલધારી સમાજમાં રોષ ધારીઓ પોતાની માલ ઢોર અને ભેંસો લઈ અને ચારવા જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી સ્કોર્પિયો કાર ચાલક દ્વારા આ ભેંસોને ઉડાડવામાં આવી હતી અને હડફેટે લેવામાં આવી હતી. ત્યારે ઘટના સ્થળે બે ભેંસોના મોત થયા હતા સદનસીબે ચાલકના નાની…
Surendranagar , તા.29 સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલા ભૃગપુર ગામનો ચેક ડેમ સતત વરસાદને કારણે ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ચેક ડેમ છલકાઈ ગયો છે. ચેક ડેમ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ દૃશ્ય જોવા પહોંચી રહ્યા છે. યુવાનો અને પ્રવાસીઓ ચેક ડેમ પાસે સેલ્ફી અને વીડિયો બનાવવા માટે ઉમટી રહ્યા છે. ઓવરફ્લોના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહી છે. જોકે, પાણીના તેજ પ્રવાહ અને ભીના કિનારાઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને ચેક ડેમના ઓવરફ્લો વિસ્તારની નજીક ન જવા અને પાણીના પ્રવાહથી સુરક્ષિત અંતર…
Surendranagar,તા.29 થાનગઢ-ચોટીલા રોડ પર આવેલા અવેલિયા ઠાકર મંદિર નજીક આજે એક ક્નટેનર પલટી ગયું હતું. આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક માહિતી મુજબ, પૂરઝડપે જઈ રહેલું ક્નટેનર ગોળાઈ પરથી પસાર થતી વખતે ચાલકના કાબૂ બહાર થઈ ગયું હતું. જેના કારણે તે રોડ પર પલટી મારી ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે ક્નટેનર રોડની સાઈડમાં પટકાયું હતું. જોકે, આ ગંભીર અકસ્માતમાં ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ મોટી ઈજા પહોંચી ન હતી. આસપાસના વિસ્તારમાં કોઈ રાહદારી કે અન્ય વાહન ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
Surendranagar, તા.29 ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને સુરેન્દ્રનગર જિલ્લા પેરોલ ફ્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે. પેરોલ ફ્લો સ્કવોડ ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ચોટીલા પોલીસ સ્ટેશનમાં અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ વોન્ટેડ આરોપી ફીરોજ સૈયદ ને તેના વતન નાના સમઢિયાળામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને વધુ તપાસ માટે ચોટીલા પોલીસને સોંપવામાં આવ્યો છે
New Delhi તા.29 કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સોશ્યલ મીડીયાએ મોટી ભૂમિકા ભજવી છે અને આંદોલનના દિવસો દરમ્યાન દેશભરમાંથી નીટ લીકેજ, સરકારની બેદરકારી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિધાનો તેમજ સંબોધન સંબંધી વાંધાજનક પોસ્ટનો દરિયો સર્જાયો હતો. જેમાંથી હવે કેન્દ્ર સરકારે બોધપાઠ લઈને તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને કવીક રિસ્પોન્સ ટીમ રચવા અને સોશ્યલ મીડીયા પર રિયલ ટાઈમ ફેક કન્ટેન્ટ શોધીને તે દુર થાય તે જોવા આદેશ આપ્યો છે. દિલ્હી પોલીસે આપેલી માહિતી મુજબ સોશ્યલ મીડીયામાં આ પ્રકારે જે પોસ્ટ વાઈરલ થઈ રહી છે તે સંદર્ભમાં અનેક માહિતીઓ જૂઠી તથા અર્ધસત્ય હોવાનું બહાર આવ્યું છે જે બાદ કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો…
Iran, તા.29 અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતાં તણાવ વચ્ચે ફરી મોટી લશ્કરી હલચલ જોવા મળી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિ માટે લશ્કરી કાર્યવાહી થોડા દિવસ માટે રોક્યા બાદ ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સે જોર્ડનમાં આવેલાં એક અમેરિકી લશ્કરી બેઝ પર અનેક બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. આ હુમલો મંગળવારે સાંજે 5ઃ45 વાગ્યે ઈસ્ટર્ન ટાઈમ પર કરવામાં આવ્યો હતો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આને “અચાનક કરવામાં આવેલો હુમલો” ગણાવ્યો છે. સેન્ટકોમના જણાવ્યાં મુજબ તમામ મિસાઈલોને સફળતાપૂર્વક રોકી દેવામાં આવી. હાલ કોઈનાં મોત કે નુકસાનના સમાચાર નથી. કમાન્ડે કહ્યું કે અમેરિકી સૈનિકો એલર્ટ પર છે અને સંપૂર્ણ રીતે તૈયાર છે. આ હુમલો જોર્ડનને નિશાન બનાવીને…
Tokyo,તા.29 જાપાનમાં ગઈકાલે 7.1ની તિવ્રતાના ભૂકંપના કારણે આ દેશના દક્ષિણ પશ્ચિમ કુમામાટો ક્ષેત્રમાં ભારે તબાહીના દ્રશ્યો છે અને 13 લોકોના મોત થયા છે તથા અનેક મોલ-ઈમારતો-રસ્તા તૂટી ગયા છે. વિજપુરવઠો ખોરવાઈ ગયા છે તથા કાટમાળમાં દબાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ થઈ છે તથા તેઓ જીવીત બચે તે માટે બચાવ ઓપરેશન પુરી ક્ષમતાથી શરૂ થયુ છે. જાપાનના ટાપુ કુયુશુમાં આ ભૂકંપનું ભૂમિ બિન્દુ જમીનથી 20 કીમી ઉંડુ હતુ. જેથી સુનામની પણ ચેતવણી આપવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં રહેતા હજારો લોકોનું સ્થળાંતર કરાયું હતું. આ ભૂકંપમાં એક વિશાળ મોલ જમીનદોસ્ત થઈ ગયા છે. ગેસની પાઈપ લાઈન પણ લીક થતા આગ લાગી…
