- આજનું રાશિફળ
- Rajkot: સાયલાના ચિત્રાલાખા ગામે ખરાબામાંથી કોલસાની ચોરી ઝડપાઈ
- Junagadh: કાં મને ઘરમાં બેસાડ ,કાં તો તું મને પૈસા આપઃ જી.આર.ડી.મહિલાના ત્રાસથી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી
- Rajkot: ફૂડમાં ભેળસેળ કરનારાના લાયસન્સ રદ્દ, પેઢી સીલ, ધંધાને તાળા, ફોજદારી કેસ
- Amreli: બીમાર હાલતમાં રેસ્ક્યુ કરાયેલા બે વર્ષનું સિંહબાળ સતત સારવાર બાદ થયું સ્વસ્થ
- દેવીભાગવત પુરાણ અનુસાર Mahishasura કોણ હતો? તેની ઉત્પત્તિ અને વધ કેવી રીતે થયો?
- ગુજરાતમાં સંસ્કૃત શિક્ષણનું માળખું – Parimal Nathwani
- Jamnagar: ખૂનની કોશિશના ગુનામાં પોલીસને સફળતાઃ કાલાવડમાં યુવક પર છરીથી હુમલાના પ્રકરણમાં પાંચ આરોપી ઝડપાયા
Author: Vikram Raval
મોરબી બાર એસો. દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત (રવિ મોટવાણી દ્વારા) મોરબી તા.૨૯ ગુજરાત હાઈકોર્ટની સૌરાષ્ટ્ર કચ્છની બેંચ રાજકોટને આપવાની માંગ સાથે મોરબી વકીલ મંડળ દ્વારા આજે જીલ્લા કલેકટર, ડેપ્યુટી કલેકટર અને મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું હતું મોરબી બાર એસો પ્રમુખના માર્ગદર્શન હેઠળ આજે વકીલ મંડળે જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છને રાજકોટ ખાતે હાઈકોર્ટ બેંચ આપવા માંગણી છે ગુજરાત હાઈકોર્ટમાં ચાલતી તકરારોમાંથી ૪૦ ટકા જેટલી લીટીગેશન સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી આવેલ છે આ મેટર જો રાજકોટ હાઈકોર્ટ બેંચને આપવામાં આવે તો ૪૦ ટકા તકરારો, લીટીગેશન રાજકોટ બેંચને મળે અને નામ ગુજરાત હાઇકોર્ટનું ભારણ અને…
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૯ મોરબીમાં ઘરેથી નીકળી ગયેલા વૃદ્ધાની વ્હારે ૧૮૧ અભયમ ટીમ આવી હતી ૧૮૧ ટીમે વૃધ્ધાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિક દ્વારા ફોન આવેલ કે એક અજાણી વયોવૃદ્ધ માજી ગભરાયેલી હાલતમાં છે ચિંતામાં છે તેમની મદદ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનની મદદની જરૂર છે જેથી ૧૮૧ ટીમના કાઉન્સેલર પટેલ સેજલબેન મહિલા કોન્સ્ટેબલ શીતલબેન તથા પાયલોટ નિતેશભાઇ તાત્કાલિક ઘટના સ્થળે વયોવૃદ્ધ માજીની મદદ માટે પહોંચેલ વૃદ્ધ માજી ને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલા હતા સૌપ્રથમ માજી ને સાંત્વના આપી ૧૮૧ ટીમ દ્વારા માજી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન…
(રવિ મોટવાણી દ્વારા) મોરબી તા.૨૯ મોરબીના તલાવીયા શનાળા રોડ પર આવેલ કંપનીમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ૪૬ વર્ષના આધેડનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.મોરબીના ઉંચી માંડલ ગામે રહેતા જીતેન્દ્રસિંહ પર્વતસિંહ (ઉ..૪૬) નામના આધેડ ગત તા. ૨૮ ના રોજ રોજ તળાવીયા શનાળા રોડ પર મારવિલેનો સર્ફેશ કંપનીમાં હોય ત્યારે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા આધેડનું મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
(રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૯ ભાવપર ગામે તળાવની પાળ પર જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૧,૩૨૦ જપ્ત કરી છે તેમજ વવાણીયા ગામના રેલ્વે સ્ટેશન પાછળ જુગાર રમતા છ ઇસમોને પોલીસે રૂ ૧૪,૮૫૦ સાથે ઝડપી લીધા છે માળિયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભાવપર ગામના તળાવની પાળ પર જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો રોન પોલીસ જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા મુસ્તાક હાસમ સુમરા, મશરૂ સિંધાભાઈ વેસરા, ચંદુભા જીલુભા જાદવ, યુનુસ અબ્દુલ રાઉંમાં અને ઉપેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૨૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી…
અનેક વખત અરજી અને પુરાવા આપ્યા છતાં કતલખાના બંધ કરાવવા મુદે કાર્યવાહી કેમ નહિ ? (રવિ મોટવાણી દ્વારા) Morbi તા.૨૯ મોરબીમાં ગેરકાયદે ચાલતા કતલખાના અને જીવ હત્યા મામલે રાષ્ટ્રીય સનાતન સેના મોરબી જીલ્લા અધ્યક્ષે મોરચો માંડ્યો છે અનેક રજૂઆત છતાં મેયર અને કમિશ્નર કેમ કોઈ નક્કર કાર્યવાહી કરતા નથી તેવો સવાલ ઉઠાવ્યો છે રાષ્ટ્રીય સનાતન સેના મોરબીના જીલ્લા અધ્યક્ષ ચેતન પાટડીયાએ ગેરકાયદે ચાલતા કતલખાના મામલે મોરચો માંડ્યો છે અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને જીવ હત્યાના કારસ્તાનો સામે સ્થાનિક રહીશો દ્વારા અનેક લેખિત રજૂઆત કરવામાં આવી છે મેયર અને કમિશ્નરને વારંવાર અરજી અને પુરાવા આપ્યા…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! બુધવારના રોજ ભારતીય શેરબજારમાં છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોની નબળાઈ બાદ નોંધપાત્ર ટેક્નિકલ અને ફન્ડામેન્ટલ રિકવરી જોવા મળી હતી. શરૂઆતથી જ મુખ્ય સૂચકાંકોમાં અંદાજે ૧૦૦૦ પોઈન્ટ સુધીની મજબૂત તેજી નોંધાઈ હતી. આ તેજી પાછળ માત્ર વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો જ નહીં પરંતુ પ્રથમ ત્રિમાસિકના અપેક્ષા કરતાં મજબૂત કોર્પોરેટ પરિણામો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોમાં વ્યાપક ખરીદી, છેલ્લા કેટલાક દિવસોના ઘટાડા બાદ વેલ્યૂ બાયિંગ, શોર્ટ કવરિંગ અને સંસ્થાકીય ખરીદીનો સંયુક્ત પ્રભાવ જવાબદાર રહ્યો હતો. માર્કેટ બ્રેથ પણ સકારાત્મક રહી હતી, જે દર્શાવે છે કે તેજી માત્ર થોડા હેવીવેઇટ શેરોમાં નહીં પરંતુ વિવિધ સેક્ટરમાં વ્યાપક રીતે જોવા મળી હતી.…
લે. Deepa Rawal ગુરુ અને શિષ્યની વાત આવે કે, તરત આપણા મનમાં અર્જુન અને દ્રોણાચાર્ય, ચંદ્રગુપ્ત અને ચાણક્ય, શિવાજી અને જીજાબાઇના નામ આવે. ગુરુ અને શિષ્ય વચ્ચેના શાશ્વત બંધનની ઉજવણી એટલે ગુરુ પૂર્ણિમા. હિન્દુ મહિનાના અષાઢ પૂર્ણિમાના દિવસે આ તહેવાર ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક, આધ્યાત્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક મહત્વ છે. તેં આપણને યાદ અપાવે છે કે જ્ઞાન એ સૌથી મોટી સંપત્તિ છે અને શિક્ષકનું માર્ગદર્શન અમૂલ્ય છે. ગુરુ તેમના શિષ્યોને જુદા જુદા વિષયો જેવાકે, ફિલસૂફી, સાહિત્ય, ગણિત, ખગોળશાસ્ત્ર, દવા, યુદ્ધ, સંગીત અને કલાથી લઈને નીતિશાસ્ત્ર અને આધ્યાત્મિકતાના પાઠ જ શીખવે છે એવું નથી, પરંતુ શિસ્ત, કરુણા, નમ્રતા,…
ઘણાં લોકો રોજ સવારે નિયમિત રીતે જીમમાં જતાં હોય છે, ઝડપથી ચાલવા જતાં હોય છે અથવા યોગ કરતાં હોય છે. પરંતુ જો તમારી નોકરી કે કામ એવું હોય જેમાં તમારે સતત 8 થી 10 કલાક સુધી ખુરશી પર જ બેસી રહેવું પડતું હોય, તો માત્ર સવારની એ કસરત તમારા શરીરને રોગોથી બચાવવા માટે પૂરતી નથી. ‘પીએલઓએસ મેડિસિન’ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં નવા અભ્યાસ અનુસાર, જે લોકો દરરોજ પૂરતી કસરત કરે છે તેઓ પણ જો દિવસ દરમિયાન લાંબો સમય બેસી રહેતાં હોય, તો તેમનામાં કેન્સર થવાનું અને તેનાથી મૃત્યુ થવાનું જોખમ ઘણું વધી જાય છે. આ સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોએ 12 વર્ષ…
રેગ્યુલર કોફી પીવાથી આંતરડાના માઇક્રોબાયોમ, શરીરની કાર્યપ્રણાલી અને માનસિક ક્ષમતાઓમાં ફેરફાર થઈ શકે છે. આ ખુલાસો મેડિકલ જર્નલ ‘નેચર કોમ્યુનિકેશન્સ’ માં પ્રકાશિત નવા અભ્યાસમાં થયો છે. સંશોધકોએ તેમના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, કોફીની અસર માત્ર કેફીન સુધી સીમિત નથી, પરંતુ તે આંતરડા અને મગજ વચ્ચેનાં ‘માઇક્રોબાયોટા-ગટ-બ્રેન એક્સિસ’ ને પણ પ્રભાવિત કરે છે. આ પ્રણાલી શરીર અને મગજ વચ્ચે કમ્યુનિકેશનનું કામ કરે છે. અભ્યાસ મુજબ, નિયમિત કોફી પીનારાઓના આંતરડામાં ‘ક્રિપ્ટોબેક્ટેરિયમ’ અને ‘એગરથેલા’ જેવા કેટલાક ખાસ બેક્ટેરિયાનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ સાથે કેટલાક મહત્વપૂર્ણ મેટાબોલાઇટ્સ અને ન્યુરોટ્રાન્સમીટર, ખાસ કરીને ગામા-એમિનોબ્યુટીરિક એસિડના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. એટલું જ નહીં,…
આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહેલા ઇબોલા વાઈરસને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પબ્લિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે. ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) એ દેશભરની પોતાની રાજ્ય અને સ્થાનિક શાખાઓને સતર્ક રહેવાના નિર્દેશ જાહેર કર્યા છે. IMA હેડક્વાર્ટર તરફથી જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 336થી વધુ શંકાસ્પદ કેસ અને 87 મોતો સામે આવી ચૂકી છે. આ સંક્રમણ હાલમાં કોંગો અને પાડોશી દેશ યુગાન્ડા સુધી મર્યાદિત હોવાનું જણાવાયું છે. કોવિડ-19 જેટલો ભયંકર નથી પણ.. IMAના જણાવ્યા મુજબ ઇબોલા સંક્રમિત થયેલા માણસના બ્લડ (લોહી), શરીરમાંથી નીકળતા પ્રવાહી પદાર્થો, ઉલટી અથવા સંક્રમિત સામાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અસુરક્ષિત…
