- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
શનિવારે વકીલોની પ્રતીક હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ રહેશે Rajkot તા.૧ઃ સૂચિત રેન્ટ એક્ટના કાયદામાં સરકારે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સત્તાની જોગવાઇ સંદર્ભે રાજકોટ બાર એસોસિયેશન દ્વારા તા. ૩ ઓક્ટોબરને શનિવારે એક દિવસની પ્રતીક હડતાલ પાડીને વકીલોને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો ઠરાવ પસાર કર્યો છે. સૂચિત રેન્ટ એકટ બિલ ૨૦૨૬ના વિરોધમાં સમગ્ર રાજ્યભરમાં વકીલોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે. સરકાર દ્વારા જો આ બિલ પાછું ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો કરી વકીલો દ્વારા ભારે વિરોધ પ્રગટ કરવામાં આવશે. રાજકોટ બાર એસોસિએશને આ અંગે ઠરાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા રેન્ટ એકટ ૨૦૨૬માં કોર્ટની સતા મ્યુનિસિપલ કમિશનર તથા…
ઉમેદવારી ફોર્મમાં કેસ પેન્ડિંગ નથી તેવું બતાવ્યાનો દાવો અને એફિડેવિટમાં ફોજદારી કેસની વિગતો છુપાવી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ સમન્સ મળ્યા બાદ પણ માહિતી છુપાવી, ક્વોશિંગ પિટીશનમાં સ્ટે ન મળ્યાનો પિટીશનરનો આરોપ, ચૂંટણી રદ કરવાની માંગ સાથે સિનિયર વકીલ શક્તિસિંહ ગોહિલએ કરી દલીલો Rajkot તા.૧ઃ રાજ્યસભાના ભાજપના સાંસદ રાજેશ શુક્લને ગુજરાત હાઇકોર્ટેમાં નોટિસ ફટકારી છેે. રાજેશ શુક્લે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરવામાં આવેલી એફિડેવિટ અને તેમાં ફોજદારી કેસ અંગે કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટીશન પર સુનાવણી કરતા હાઈકોર્ટના જસ્ટિસ એસ. વી. પિન્ટોએ નોટિસ ઈસ્યુ કરી છે.રાજ્યસભાના સભ્ય રાજેશ શુક્લ સામે કોંગ્રેસના વિધાનપક્ષના નેતા તુષાર ચૌધરીએ હાઈકોર્ટમાં દાખલ કરેલી…
આલેખનઃ વિનોદ માછી નિરંકારી ઇતિહાસમાં એવા બહુ ઓછા નેતાઓ થયા છે જેમણે માત્ર રાજકીય કે સામાજિક ક્રાંતિ જ ન સર્જી હોય પરંતુ કરોડો લોકોના અંતરાત્માને ઢંઢોળીને તેમને આધ્યાત્મિક માર્ગૅ વાળ્યા હોય. મોહનદાસ કરમચંદ ગાંધી માત્ર એક રાજકીય રણનીતિકાર નહોતા,તેઓ એક સાધક હતા,જેમનું સમગ્ર જીવન ઈશ્વરની ખોજ અને સત્યની સાધનામાં વીત્યું હતું. મોહનદાસથી ’Mahatma Gandhi’ સુધીની તેમની સફર કોઈ પદવી કે સન્માનની મોહતાજ નહોતી પણ તે તેમની ઊંડી આધ્યાત્મિકતા,આત્મશુદ્ધિ અને સર્વવ્યાપી પ્રેમનું પરિણામ હતી.ગાંધીજીના જીવનના દરેક પાસામાં-મૌનથી લઈને પ્રાર્થના સુધી,ઉપવાસથી લઈને સેવા સુધી-ધર્મ અને આધ્યાત્મિકતાનો અદભુત સમન્વય જોવા મળે છે. સામાન્ય રીતે ’મહાત્મા’ શબ્દનો અર્થ થાય છે-જેનો આત્મા મહાન છે,જે ઊંચી…
વ્યાજના કારણે દસ્તાવેજ કરી મકાન ત્રીજી વ્યક્તિને વેચ્યું હતું, એસ પી પ્રેમસુખ ડેલુએ ત્યાંથી દસ્તાવેજ મહિલાને પરત કરાવડાવ્યો Surendranagar સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોની ચુંગાલમાં અનેક લોકો ફસાઈ ગયેલા છે ત્યારે એસ.પી. પાસે જતા લોકોની વિગતો એકત્ર કરી નાણા,ચેક જમીન પરત અપાવે છે એવામાં ધ્રાંગધ્રા શહેરની મહિલા પાસેથી દસ્તાવેજ કરી લીધેલ મકાન પરતનો દસ્તાવેજ કરાવી આપ્યો,જૈ ન અગ્રણીના ૧૯ લાખના ૧૨ ચેક પરત અપાવ્યા અને કંકાવટીની મહિલાના ૨૦ વર્ષથી ફસાયેલા ૩ લાખ પરત અપાવતા એસ.પી.કચેરીમાં ભાવુક દ્રસ્યો સર્જાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક લોકો વ્યાજે લીધેલા નાણા,વ્યાજ ચુકવી દેવા છતાય એની સામે આપેલા ચેક,જમીનના દસ્તાવેજ,દાગીના વ્યાજખોરો પરત નહી આપી પઢાણી ઉઘરાણી કરતા હોય…
દેશની શાંતિ, સલામતિ, પ્રગતિ અને વિકાસના પાયામાં સૈનિકોની શહાદત અને શૌર્ય રહેલું છેઃ કલેક્ટર ’ઓપરેશન સિંદૂર’ના, કારગિલ યુદ્ધના વીરો, ૧૯૭૧ યુદ્ધના સૈનિકો અને મા ભોમની રક્ષા કાજે શહીદ સૈનિકોના પરિવારોને સન્માનિત કરાયા (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્રારા) Prabhas Patan તા.૧ઃ ’સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રથમ જ્યોતિર્લિંગના આંગણે સશસ્ત્ર દળના જવાનો અને નિવૃત્ત સૈનિકોના સન્માન માટે વિશેષ ’સશસ્ત્ર દળ સન્માન સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાગરદર્શન હૉલ ખાતે સૈનિકોના સન્માન માટે યોજાયેલા આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડ સહિતના મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. કલેક્ટર શ્રી જીતેન્દ્રસિંહ વાઘેલાએ સૈનિકો પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશની શાંતિ,…
એમ.જે. એન્ટરપ્રાઇઝના ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટરમાં એ.સી.બી.નું છટકું, રૂ. ૩,૫૦૦ સ્વીકાર્યા, જેમાં રૂ.૨,૧૨૦ લાંચની રકમ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટ્રકનું ફિટનેસ (પાસિંગ) સર્ટિફિકેટ કાઢી આપવા માટે સરકારી ફી ઉપરાંત લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા આજે છટકું ગોઠવી બે શખ્સોને રૂ.૨૧૨૦ની લાંચની રકમ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, એક જાગૃત નાગરિકે પોતાના ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે એમ.જે. એન્ટરપ્રાઇઝ ઓટોમેટેડ વ્હીકલ ટેસ્ટિંગ સેન્ટર, જામ ખંભાળિયાનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન આરોપી ખીમાભાઈ રાયસુરભાઈ ધારાણીએ ફિટનેસ સર્ટિફિકેટ માટેની રૂ.૧૫૦૦ની સરકારી ફી ઉપરાંત રૂ.૨૦૦૦ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ…
ઘરમાં ઘૂસી મહિલા-સગીરાનો હાથ પકડી અશોભનીય વર્તન અને શારીરિક સંબંધની માંગણીનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૧ઃ Jamnagar શહેરમાં કાયદાના વ્યવસાય સાથે સંકળાયેલા એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરા સાથે છેડતી તથા અશોભનીય વર્તન કર્યાની ગંભીર ફરિયાદ નોંધાતાં ચકચાર મચી છે. ફરિયાદ મુજબ, ઘરના સભ્યની ગેરહાજરીનો લાભ લઈ આરોપી ઘરે પહોંચ્યો હતો અને મહિલાનો હાથ પકડી અશોભનીય સ્પર્શ કરી શારીરિક સંબંધની માંગણી કરી હતી. આ દરમિયાન ત્યાં આવેલી ૧૩ વર્ષની સગીરા સાથે પણ અડપલાં કરી શારીરિક સંબંધની માંગણી કર્યાનો આક્ષેપ થયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં જામનગરના વતની અને…
નાણાકીય ભીંસનો લાભ લઈ જમીનના દસ્તાવેજો કરાવ્યાની ફરિયાદ; બે ગુના સંયુક્ત રીતે નોંધાયા (નયના દવે દ્વારા) Jamnagar તા.૧ઃ Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકામાં નાણાં ધીરધાર અને જમીનના વ્યવહારને લગતા બે અલગ બનાવમાં પોલીસ દ્વારા ગુના નોંધવામાં આવ્યા છે. બંને બનાવમાં આરોપીઓ દ્વારા નાણાકીય ભીંસ અને લાચારીનો લાભ લઈ ઊંચા વ્યાજે નાણાં આપી જમીનના દસ્તાવેજો કરાવી લીધા બાદ મોટી રકમની ઉઘરાણી કરાઈ હોવાના આક્ષેપ થયા છે.કાલાવડ ટાઉન પોલીસમાં હરીપર (ખંઢેરા) ગામના ૬૬ વર્ષીય જમનભાઈ વસોયાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ અલ્પેશભાઈ ગોવિંદભાઈ દોંગા, ધર્મેન્દ્રભાઈ મીઠાભાઈ ઠેસિયા અને નાગજીભાઈ માઘાભાઈ નસિત, રહે. રાજકોટ, સામે ગુનો નોંધાયો છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ફરિયાદીની…
લાકડાના ધોકાથી માથામાં ઘા મારી શટર સાથે માથું અથડાવતાં નાકમાં ફ્રેક્ચર; જાનથી મારી નાખવાની ધમકી (નયના દવે દ્વારા) Jamnagar તા.૧ઃ જામનગરમાં કાલાવડ નાકા બહાર શાહ પેટ્રોલ પંપ પાસે પાન લેવા ગયેલા ૧૯ વર્ષીય યુવાનને ચાર શખ્સોએ ગાળો આપી લાકડાના ધોકા વડે તેમજ ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં યુવાનને માથા તથા શરીરે મૂઢ ઇજાઓ ઉપરાંત નાકના ભાગે હાડકાનું ફ્રેક્ચર થયું હોવાનું તબીબે જણાવ્યું હતું. મોરકંડા રોડ પર સનસિટી-૧માં રહેતા અને ડી.કે.વી. કોલેજમાં બી.એ.ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ગુલામહેદર ફિરોજભાઈ ખફી તા.૩૦ સપ્ટેમ્બરની રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં ગનીભાઈ પાનવાળાની દુકાને પાન લેવા ગયા હતા. ત્યાં અકીલ નામનો શખ્સ બેઠો…
સામૂહિક શ્રમદાન દ્વારા સ્વચ્છતા, જનભાગીદારી અને સામૂહિક જવાબદારીનો આપ્યો સંદેશ Rajkot તા.૧ઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી તેમજ સ્વચ્છતા પખવાડા૨૦૨૬ ૧ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન યોજાઈ રહ્યું છે. આ અંતર્ગત, ૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ થીમ હેઠળ દેશવ્યાપી સામૂહિક શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ પ્રસંગે સવારે ૦૭૩૦ થી ૦૮૩૦ વાગ્યા દરમિયાન રાજકોટ ડિવિઝનલ કચેરીના મિકેનિકલ સેક્શન પાછળ આવેલા ગ્રાઉન્ડ તેમજ કેન્ટીન ગ્રાઉન્ડ નજીક વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ…
