Author: Vikram Raval

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧ઃ વાંકાનેર સહીત મોરબી જીલ્લામાં બેફામ દોડતા ડમ્પર ચાલકો વિરુદ્ધ અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી અને બેફામ દોડતા ડમ્પર ચાલકો નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યા છે વાંકાનેર હાઈવે પર ભલગામ નજીક બેફામ દોડતા ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતા રાહદારીને ઠોકરે ચડાવતા મોત થયું હતું ચોટીલા તાલુકાના ડોશલીધુના ગામના રહેવાસી ભીખાભાઈ બીજલભાઈ બથવાર (ઉ.વ.૫૫) વાળાએ ડમ્પર જીજે ૧૦ ટીવાય ૮૪૮૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ સપ્ટેંબરના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે ફરિયાદીના ભાઈ દિનેશભાઈ બીજલભાઈ બથવાર રાજકોટ ચોટીલા હાઈવે પર ભલગામ પાટિયા નજીક પેટ્રોલ પંપ સામે…

Read More

(રવિ નિમાવત દ્વારા) Wankaner તા.૧ઃ Wankaner ચોટીલા નેશનલ હાઈવે પર કેરાળા ગામના પાટિયા પાસેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે અજાણ્યો પુરુષ આશરે ૨૫ થી ૩૫ વર્ષ વાળો નેશનલ હાઈવે પર રાજા પેટ્રોલ પંપ પાસે કોઈ કારણોસર ગટરમાં પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને પીએમ બાદ મૃતદેહ વાંકાનેર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા અને વાલીવારસની શોધખોળ હાથ ધરી છે

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧ઃ સુલ્તાનપુર ગામમાં જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ જતા હતા ત્યારે ચાર ઇસમોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ધોકા અને ઢીકા પાટું વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે માળિયા તાલુકાના સુલ્તાનપુર ગામના રહેવાસી સુનીલભાઈ લાભુભાઈ દેગામાં (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ અક્ષય અમરશીભાઈ સીતાપરા, મહિપત અમરશીભાઈ સીતાપરા, રાહુલ અમરશીભાઈ સીતાપરા અને અજય અમરશીભાઈ સીતાપરા રહે બધા સુલ્તાનપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સુનીલભાઈને આરોપી અક્ષય સાથે અગાઉ ઝઘડો થયો હતો અને ગત તા. ૩૦-૦૯ ના રોજ સુલ્તાનપુર ગામમાં આંગણવાડી…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧ઃ ઘૂટું ગામની સીમમાં આવેલ રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે બાળકો ફટાકડા ફોડતા હોય જે બાબતે માથાકૂટ થયા બાદ બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે મૂળ ધ્રાંગધ્રા હાલ મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉ.વ.૩૪) નામની મહિલાએ આરોપીઓ ભક્તિબેન હઠીસિંહ, ગીતાબેન, હઠીસિંહ, શિવરાજ ભાટી, દિલુભા અને શક્તિ દિલુભા રહે બધા રામકો વિલેજ સોસાયટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભક્તિબેનનો દીકરો ઘર પાસે ફટાકડા ફોડતો હતો જેથી ફરિયાદી લક્ષ્મીબેને આ બાબતે કહેતા તેનો ખાર રાખી આરોપીઓ હાથમાં લાકડાના ધોકા લઈને આવી લક્ષ્મીબેનના ઘરના દરવાજામાં લાકડાના ધોકાના ઘા…

Read More

મંદિરની જમીનના વિવાદમાં સુમિત સિંહ નામના વ્યક્તિએ તેમને બાંધીને આગ લગાડી હોવાની આશંકા Lucknow, તા.૧ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાંથી ચોંકાવનારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. ગામમાં આવેલા હનુમાન મંદિરમાં રહીને પૂજા અને મંદિરની સેવા કરતાં બે વૃદ્ધોના મોત થયા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે બંને વૃદ્ધોને અલગ-અલગ બાંધીને આગ લગાવી દેવામાં આવી હતી. આ ઘટના બુધવારે મોડી રાત્રે લગભગ ૧ વાગ્યે બની હોવાની આશંકા છે. મૃતકોની ઓળખ ગોપાલ દાસ અને મોટા દાસ તરીકે થઈ છે. મોટા દાસ દિવ્યાંગ હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે હનુમાન મંદિર જે જમીન પર આવેલું છે, તેને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. મંદિર…

Read More

Vapi, તા.૧ Vapiના છરવાડામાં એક યુવતીની હત્યામાં ચોકાવનારો ખુલાસો થયો છે. આ મામલે વાપીની ડુંગરા પોલીસે ગણતરીના સમયમાં જ આ યુવતીની હત્યારા કરનાર આરોપીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે યુવતીની હત્યા કરનાર જે આરોપી સામે આવ્યો છે તે જાણી ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. વાપીના છેવાડે આવેલા છરવાડા વિસ્તારમાં આવેલા સંસ્કાર સોસાયટીમાં થોડા દિવસ અગાઉ સાંજના સમયે એક યુવતીની સોસાયટીમાં જ કરપીણ હત્યા નીપજાવવામાં આવી હતી. સીમા નામની આ યુવતી બ્યુટી પાર્લર ચલાવતી હતી. તે પોતાના ઘરેથી બ્યુટી પાર્લર જવા નીકળી હતી. આ દરમિયાન પોતાની સોસાયટીના બિલ્ડીંગની નીચે પહોંચતા જ એક યુવકે ચપ્પુ જેવા શિક્ષણ હથિયાર…

Read More

અહેમદ બાવાએ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો: ખંડપીઠે કાવતરાના આધારે દોષિત ઠેરવવાની દલીલ સાંભળી નોટિસ જાહેર કરી હતી Ahmedabad, તા.૧ સુપ્રીમ કોર્ટે ૨૦૦૮ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ફાંસીની સજા પામેલા દોષિત અહેમદ બાવા અબુ અબુબકર બરેલવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં નોટિસ ઈસ્યું કરી છે. આ અરજીમાં ગુજરાત હાઈકોર્ટના તે નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં તેને દોષિત ઠેરવવાતી સજા અને ફાંસીની સજાને યથાવત રાખવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી બેન્ચ સમક્ષ હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે, દોષિત ઠેરવવાનો નિર્ણય સંપૂર્ણપણે કાવતરાના આરોપ પર આધારિત હતો. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાના અનુવાદની માંગ કરતી અરજી પણ રજૂ કરવામાં…

Read More

Surat,તા.૧ સુરત પોલીસે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન પુણા વિસ્તારમાંથી એક યુવકને ૩.૨૬ ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નાસ્તાની લારી ચલાવે છે અને તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત ડિજિટલ વજનકાંટો, મોબાઇલ અને રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બાતમીના આધારે પુણા પોલીસની ટીમે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે મોપેડ પર પસાર થતા યુવકને રોકીને તપાસ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા યુવકની ઓળખ મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર ૨૮ વર્ષ, તરીકે થઈ છે. તે ભાઠેના વિસ્તારમાં રહે છે અને નાસ્તાની લારી ચલાવે છે.અંગઝડતી દરમિયાન…

Read More

Ahmedabad,તા.૧ Ahmedabadની નિરમા યુનિવર્સિટીમાં ગર્લ્સ હોસ્ટેલ સામે બનેલી કથિત અશોભનીય ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, ગર્લ્સ હોસ્ટેલની સામે બની રહેલા નવા બિલ્ડિંગમાં કામ કરતા એક શ્રમિક દ્વારા વિદ્યાર્થિનીઓ સામે અશોભનીય વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ કરતાં વિદ્યાર્થીઓએ આજે ૧ ઓક્ટોબરે ‘બ્લેક ડે’ તરીકે વિરોધ નોંધાવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કાળા કપડાં પહેરીને કેમ્પસમાં પહોંચ્યા હતા અને હાથમાં પ્લેકાર્ડ લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થીઓનો દાવો છે કે યુનિવર્સિટી કેમ્પસમાં સીધો વિરોધ કરવો મુશ્કેલ લાગતાં સોશિયલ મીડિયા મારફતે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઈન્સ્ટાગ્રામ…

Read More

Mumbai,તા.૧ ’Kaun Banega Crorepati ૧૮’ ફરી એકવાર દર્શકો સમક્ષ પાછો ફર્યો છે. બિગ બી ઘણીવાર શો પર તેમના વ્યાવસાયિક અને અંગત જીવનની સમજ શેર કરે છે. તાજેતરમાં, રાજકુમાર રાવ, વામિકા ગબ્બી અને ઉજ્જવ નિકમ ફિલ્મ “પ્રહારઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઉજ્જવ નિકમ” ના પ્રમોશન માટે શોમાં આવ્યા હતા, જ્યાં ઉજ્જવ નિકમે ૨૬/૧૧ ના મુંબઈ હુમલામાં સંડોવાયેલા આતંકવાદી અજમલ કસાબ સાથે સંબંધિત વાર્તાઓ શેર કરી હતી. હવે, તાજેતરના એપિસોડમાં, અમિતાભ બચ્ચને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે ખુલાસો કર્યો છે કે શૂટિંગ દરમિયાન પડી જવાથી તેમના ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેમના માટે ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યું હતું. અમિતાભ…

Read More