Author: Vikram Raval

આંતરરાષ્ટ્રીય ટી૨૦ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાના તમામ રેકોર્ડ્‌સ ધ્વસ્ત કરી નાખ્યા Harare, તા.૨૩ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ટી૨૦ૈ સીરિઝની પહેલી મેચ રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા આવેલી ઝિમ્બાબ્વેની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૧૨૫ રન બનાવ્યા હતા. તેના જવાબમાં વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ભારતીય ઇનિંગની તોફાની અંદાજમાં શરૂઆત કરી હતી. જો કે અભિષેક શર્મા ૧ રન બનાવીને ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગયો હતો. પરંતુ વૈભવ સૂર્યવંશીએ પહેલા જ બોલથી બોલર્સની ધોલાઈ શરૂ કરી દીધી હતી. વૈભવે ઝિમ્બાબ્વેના બોલિંગ અટેક સામે જોરદાર…

Read More

Bhavnagar તા.૨૩ પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળ દ્વારા એશિયાટિક સિંહો તેમજ અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળ પ્રશાસનના માર્ગદર્શન હેઠળ લોકો પાયલટો નિર્ધારિત ગતિમર્યાદાનું પાલન કરતાં અત્યંત સતર્કતાપૂર્વક ટ્રેનોનું સંચાલન કરી રહ્યા છે. લોકો પાયલટોની સજાગતા તેમજ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરો સાથેના સુમેળભર્યા સંકલનના પરિણામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કુલ ૧૫૯, નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧૨૯ તથા વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં ૩૨ સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં સફળતા મળી છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ લોકો…

Read More

ઝિમ્બાબ્વે ૨૦ ઓવરમાં ૧૨૫ રન બનાવી શક્યું: મયંક યાદવ અને પ્રિન્સ યાદવે ૨-૨ વિકેટ ઝડપી હતી Harare, તા.૨૩ ઈંગ્લેન્ડ સામેના પ્રદર્શન બાદ વૈભવ સૂર્યવંશી પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, પરંતુ ઝિમ્બાબ્વે સામેની પ્રથમ મેચમાં જ તેમણે તોફાની ઈનિંગ રમીને ભારતને આક્રમક બેટિંગ કરી જીત અપાવી છે. ૧૨૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માએ ઓપનિંગ કરી હતી, જેમાં વૈભવે પ્રથમ ઓવરથી જ વિરોધી બોલરો પર આક્રમણ શરૂ કરી દીધું હતું અને ટીમને વિજય અપાવ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ માત્ર ૧૮ બોલમાં પોતાની તોફાની અડધી સદી પૂરી કરી હતી. ૫૦ રન બનાવ્યા બાદ તેઓ આઉટ…

Read More

અકસ્માતમાં ઘવાયેલા પ્રોઢએ સારવારમાં દમ તોડ્યો, પરિવારમાં શોક Rajkot તા.૨૩ જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં આધેડ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા, તે વેળાએ કનસુમરા પાટીયા પાસે અચાનક મોટરસાયકલ સ્લિપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચવાના કારણે આધેડનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા રફિકભાઈ દોષમોહમ્મદ હુમલા (ઉં.વ. ૪૦) ગત તારીખ ૧૭ જુલાઈના રોજ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સુમારે પોતાનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન કનસુમરા પાટીયા પાસેથી પસાર થતી વખતે કોઈ કારણોસર તેમનું મોટરસાયકલ સ્લિપ થઈ ગયું હતું. અકસ્માતમાં રફિકભાઈને…

Read More

કામ પતાવી ઘરે પરત ફરતી વેળાએ સર્જાયો અકસ્માત Rajkot તા.૨૩ મેટોડા અને ચીભડા ગામ વચ્ચે મજૂરી કામ પતાવીને બાઇક પર ઘરે પરત ફરી રહેલા યુવકનું બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા પહોંચવાના કારણે મોત નીપજ્યું છે. બનાવને પગલે શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મેટોડામાં રહેતા અને મજૂરી કામ કરતા દિનેશભાઈ સુરેશભાઈ (ઉં.વ. ૩૦) રાત્રિના આશરે ૧૦૩૦ વાગ્યાના સુમારે પોતાનું કામ પતાવીને બાઇક પર ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન મેટોડા અને ચીભડા વચ્ચેના રસ્તા પર અચાનક બાઇક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા. જેને લઈ તેમને ગંભીર ઇજાઓ પહોંચતા…

Read More

યુવકે પ્રેમલગ્ન કર્યા હોવાથી પિતા નારાજ હતા; મહિલાએ ધમકી આપતા યુવાને હોસ્પિટલમાં કર્યો આપઘાતનો પ્રયાસ Rajkot તા.૨૩ શાપર નજીક શીતળા માતાજીના મંદિર પાસે રહેતી નવપરિણીતા અને તેના પતિએ યુવતીના પિતાના ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. પિતાની ધમકીઓથી કંટાળીને પ્રથમ પત્નીએ ઘરે ઉંદર મારવાની દવા પીધી હતી, ત્યારબાદ હોસ્પિટલમાં સસરાએ ફોન પર ત્રાસ આપતા પતિએ પણ હોસ્પિટલ પરિસરમાં જ એસિડ ગટગટાવી લીધું હતું. હાલ બંને દંપતીને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ શાપરમાં રહેતી અંજલિબેન સોલંકી (ઉં.વ. ૧૯) એ એક માસ પૂર્વે જ ગોંડલના ભગવતીપરા વિસ્તારમાં…

Read More

ધંધામાં ખોટ જતાં પૈસા ન ચૂકવી શકતા કંટાળી યુવકે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક (મિલન જોશી દ્વારા) Manavadar તા.૨૩ Manavadar તાલુકાના સરદારગઢ ગામે આર્થિક સંકટ અને વધતા દેણાથી કંટાળીને યુવાને સ્મશાનમાં ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જતા ચકચાર મચી ગઈ છે. ગંભીર હાલતમાં યુવાનને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સરદારગઢના અને હાલ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કેડી પ્લોટ વિસ્તારમાં રહેતા હરેશભાઈ મનસુખભાઈ સોલંકી (ઉં.વ. ૨૮) ગઈકાલે સાંજે આશરે ૪૦૦ વાગ્યાના સુમારે પોતાના વતન સરદારગઢ આવ્યા હતા. જ્યાં ગામના સ્મશાનમાં જઈને…

Read More

Kundheli તા.૨૩ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદના કારણે બહુ મોટું નુક્સાન થયું છે. પ્રાપ્ત અખબારી વિગતો અનુસાર અત્યાર સુધીમાં ૨૩ લોકોનાં કરુણ મોત નિપજયા છે અને અનેક લોકોનાં જાનમાલની ભારે ખુવારી થઈ છે. પૂજ્ય Moraribapuએ પ્રત્યેક મરુતકના પરિવારને સાંત્વના પાઠવી છે અને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૪૫,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. એ ઉપરાંત આસામમાં પૂરના કારણે ૧૦ લોકોનાં જીવ ગયા છે ત્યારે તેમને પણ રુપિયા પંદર હજાર લેખે ૧,૫૦,૦૦૦ ની સહાય રાશિ અર્પણ કરી છે. બીજી તરફ સિક્કિમમાં એક ટનલ ખોદવામાં આવી રહી હતી તે દરમિયાન જમીન ધસી પડતાં ૨૩ લોકોનાં દુઃખદ મોત…

Read More

Patna,તા.૨૩ નીટ પેપર લીક વિવાદ અને વિદ્યાર્થીઓના વિરોધ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક મોટી જાહેરાત કરી. પીએમ મોદીએ તમામ પેપર લીક કેસોના ઝડપી નિરાકરણ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ રચવાની જાહેરાત કરી. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પીએમ મોદીના નિર્ણયનું સ્વાગત કર્યું. પોતાને પીએમ મોદીના “હનુમાન” કહેનારા ચિરાગ પાસવાને કહ્યું કે યુવાનો અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કોઈપણ કિંમતે સ્વીકારી શકાય નહીં. પીએમ મોદીના ટ્‌વીટનો જવાબ આપતા, ચિરાગ પાસવાને ઇન્સ્ટાગ્રામ પર લખ્યુંઃ “હું અને મારી પાર્ટી પેપર લીકના તમામ કેસોમાં દોષિતોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા અને કેસોનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા…

Read More

Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગુરુવારના ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ નબળાઈ જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલી, ઉપરના સ્તરે નફાવસૂલી તથા બેન્કિંગ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં દબાણને કારણે મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે ખુલ્યા હતા. જોકે દિવસ દરમિયાન સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી, પસંદગીના લાર્જકેપ શેરોમાં રિકવરી અને શોર્ટ કવરિંગને કારણે બજારમાં સુધારો જોવા મળ્યો હતો. તેમ છતાં સમગ્ર દિવસ દરમિયાન વધઘટ યથાવત્ રહી અને બજાર “નેગેટિવ ટુ વોલેટાઇલ” વલણ સાથે બંધ થયું. સેન્સેક્સમાં શરૂઆતમાં બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને માહિતી પ્રૌદ્યોગિકી શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. ત્યારબાદ દવા, વીજળી અને સંરક્ષણ ક્ષેત્રના શેરોમાં…

Read More