- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Stock Market મૂવમેન્ટ: સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
- Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
- માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
- Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
- Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
- Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
Author: Vikram Raval
Gandhinagar ,તા.૨૨ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી બે-ત્રણ મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આ ચૂંટણી ગાંધીનગર મહાનગરપાલિકાના અસ્તિત્વ પછી ચોથી વખત યોજાશે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવીને પોતાની બોડી બનાવી હતી. ત્યારબાદની ચૂંટણીમાં ટાઈ પડતાં ભાજપે કોંગ્રેસના એક ઉમેદવારને તોડીને બોડી બનાવી હતી. હવે આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે. શહેર કોંગ્રેસે ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો પાસેથી ફોર્મ મંગાવ્યા હતા, જેમાં ૧૬૫ કાર્યકરોએ ઉમેદવારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા બે દિવસ સુધી ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને વર્તમાન કોંગ્રેસ બોડીના હોદ્દેદારો સહિત…
Surendranagar,તા.૨૨ Surendranagar જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું સૌથી મોટું નેટવર્ક રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરી શકે તેવા તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખવાના પ્રયાસને રોકવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થાનગઢ, જોરાવરનગર, ચુડા, સાયલા, ધાંગધ્રા વિસ્તારોમાંથી આ નેટવર્કને તોડી પાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ૧૦ આરોપીઓને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સતત ડ્રાઇવ અને ઓપરેશન ચલાવીને પિસ્તોલ, બારબોર અને ગેરકાયદેસર હાથબનાવટી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી ૨૮ જીવતા કારતૂસ પણ…
New Delhi, તા.૨૨ દેશમાં એક તરફ શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ગરમાયું છે. તો બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. ઉગ્ર વિરોધ અને ટ્રોલિંગના કારણે નૈમિષા પ્રધાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું છે. નૈમિષા પ્રધાને અમેરિકાના મેસાચ્યુસેટ્સ સ્થિત ટફ્ટ્સ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસીમાંથી ૨૦૨૩માં માસ્ટર ઓફ લોઝનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટરનરશિપ ફોરમ’માં સીનિયર એસોસિએટ તરીકે કાર્યરત છે. હાલમાં દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા…
વાંગચુકે પોતાના પત્રમાં કહ્યુ કે સરકાર તે ભરોસો અપાવશે કે છાત્રો પર કાર્યવાહી થશે નહીં : આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતરની માગ પણ કરી New Delhi, તા.૨૨ હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે સરકારને પત્ર લખ્યો છે. સોનમ વાંગચુકે અનશન ખતમ કરવા માટે પોતાની માગ રાખી છે. તેમણે કહ્યું કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર મળે. સંસદમાં ચર્ચા થાય અને શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં આવે. પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગત રાત્રે હોસ્પિટલમાં મુલાકાત કરી. તે માટે તેમણે બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. સોનમ વાંગચુકે લખ્યું ’ચર્ચા દરમિયાન તમે મને આશ્વાસન આપ્યું હતું કે સરકાર…
Rajkot,તા.૨૨ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે આંતરરાજ્ય સ્તરે સક્રિય શસ્ત્રોની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસની સઘન ડ્રાઇવ દરમિયાન માત્ર ૯ દિવસના ટૂંકા ગાળામાં કુલ ૨૦ જેટલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી કુલ ૩૮ જેટલા અત્યંત ખતરનાક ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આખી ઘાતક સિન્ડિકેટ મધ્યપ્રદેશના એક શખ્સ દ્વારા મુખ્યરૂપે ચલાવવામાં આવતી હતી. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સકીલ મન્સૂરી હોવાનું સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશમાંથી અતિ સસ્તા…
તા.23-07-2026 ગુરુવાર તિથિ નવમી (નોમ) – ૦૭ઃ૦૫ઃ૧૫ સુધી નક્ષત્ર વિશાખા – ૨૫ઃ૪૩ઃ૧૮ સુધી કરણ કૌલવ – ૦૭ઃ૦૫ઃ૧૫ સુધી, તૈતુલ – ૨૦ઃ૦૭ઃ૪૯ સુધી પક્ષ શુક્લ યોગ શુભ – ૧૯ઃ૧૯ઃ૩૪ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૬ઃ૦૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૫ઃ૩૭ ચંદ્ર રાશિ તુલા – ૧૯ઃ૦૧ઃ૩૯ સુધી ચંદ્રોદય ૧૪ઃ૩૦ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૫ઃ૨૨ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૭ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૧૯ઃ૩૩ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૩૨ઃ૩૪ થી ૧૧ઃ૨૫ઃ૫૩ ના, ૧૫ઃ૫૨ઃ૨૪ થી ૧૬ઃ૪૫ઃ૪૨ ના કુલિક ૧૦ઃ૩૨ઃ૩૪ થી ૧૧ઃ૨૫ઃ૫૩ ના દુરી / મરણ ૧૫ઃ૫૨ઃ૨૪ થી ૧૬ઃ૪૫ઃ૪૨…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagar તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. ૧૫ હજારનો દંડ અને પીડિતાને રૂ. ૪ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.કેસની હકીકત મુજબ, ફરિયાદીની ૧૬ વર્ષ ૪ માસની સગીર પુત્રીને તેના જ કુટુંબી કાકા જગદીશ કાળુભાઈ સીતાપરા (ઉંમર ૩૫ વર્ષ), રહે. ધુડસિયા, તા. જામનગરએ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મોબાઇલ ફોન આપી તેની સાથે સતત વાતચીત શરૂ કરી હતી અને બાદમાં રાત્રિના સમયે નજીકના વંડામાં તેની સાથે શારીરિક સંબંધ…
તા.23-07-2026 ગુરુવાર મેષ આજે અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો. સફર માં કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવું તમને વધુ સારું લાગે છે. વૃષભ આજે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે…
કોર્ટે આકરા શબ્દોમાં ત્રણેય અધિકારીને ખખડાવ્યા ‘‘ડીન સીધા જ સંડોવાયેલા હોવા છતાં શા માટે છાવરવામાં આવી રહ્યા છે?‘‘ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagarની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવીને આ કેસના ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓ ને ’શો કોઝ’ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે. ખુલ્લી અદાલતમાં ત્રણેય પોલીસ અધિકારીઓનો ઉધડો લેતા વેધક સવાલ કર્યો હતો કે, જ્યારે આ કેસમાં કોલેજના ડીન સીધી રીતે એક્સ્ક્યુઝ (આરોપી/જવાબદાર) હોવા છતાં શા માટે તેમને આરોપી બનાવવાને…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagar શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં જમવાનું માંગવાની બાબતે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતાં એક મજૂરને ઇંટના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ નાથાભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૪), રહે. લાલવા ડી શેરી નં. ૧, અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે, જામનગરની ફરિયાદના આધારે પોલીસે સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ સોરઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, મનસુખભાઈ અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે પોતાની રેકડી પર બેઠા હતા અને પોતાના ભાઈ રમેશભાઈની જમવા માટે રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે એક વાગ્યે વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ…
