Author: Vikram Raval

બાળકીનું બિમારી સબબ મૃત્યુના મામલે આલ્ફા હોસ્ટેલના સંચાલકોની બેદરકારી દાખવતા ગુનો નોંધાયો તો Rajkot તા.૨૪ઃ જસદણ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ચકચાર મચાવનાર આલ્ફા કોચિંગ ક્લાસની હોસ્ટેલમાં રહી ધો. પાંચમાં અભ્યાસ કરતી માસુમ છાત્રનું બિમારી સબબ મૃત્યુના મામલે સંચાલકોની જામીન અરજી નામંજુર કરી છે. આ અંગેની હકીકત મુજબ, જસદણ નજીક આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટર (હોસ્ટેલ)માં રહેતી અને મુળ મહુવા તાલુકાના મોટા જાદરા ગામની વતની અને ધોરણ-૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની બાળકી આયુષી રમેશભાઈ બલદાણીયાનું તાવ અને અછબડાની બીમારી બાદ સારવાર દરમ્યાન મૃત્યુ થયુ હતું. જેથી બાળકીના પરીવારજનોએ સંચાલકો સામે આક્ષેપો કરતા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી બાળકીના પિતાની ફરીયાદ…

Read More

ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ ધરાવતા કેશ સેગમેન્ટ સ્ટોક્સ પર ક્લોઝિંગ ઓક્શન સેશન લાગુ થશે New Delhi, તા.૨૪ નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ લાગુ થવામાં લગભગ ૯ દિવસ બાકી છે. એક્સચેન્જો આ ફેરફાર માટે તૈયારી કરી રહ્યા છે. આ માટે, તેઓએ ગયા સપ્તાહના અંતે મોક ટ્રેડિંગ (વર્ચ્યુઅલ મની સાથે વર્ચ્યુઅલ ટ્રેડિંગ) હાથ ાૃધર્યું હતું. આગામી અઠવાડિયામાં આવા વધુ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રોકર્સ પરીક્ષણ માટે ભાગ લેશે.ક્લોઝિંગ ભાવને વાૃધુ પારદર્શક બનાવવા માટે, નવી સિસ્ટમ ૩ ઓગસ્ટથી લાગુ કરવામાં આવી રહી છે. ક્લોઝિંગ ઓક્શન સેશન ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ ાૃધરાવતા કેશ સેગમેન્ટ સ્ટોક્સ પર લાગુ થશે. આવા સ્ટોક્સની ક્લોઝિંગ કિંમત ક્લોઝિંગ ઓક્શન સેશનના આાૃધારે નક્કી…

Read More

ગાંધીનગર LCB અને SITદ્વારા ૨૫૯ કરોડના શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન અને ૯૨થી વધુ ડમી બેંક ખાતાનો પર્દાફાશ Gandhinagar, તા.૨૪ શેરબજારમાં રોકાણના નામે કરોડોની છેતરપિંડીમાં માહિર ટોળકી ‘સેધાજી ગેંગ’ વિરુદ્ધ ગુજરાતમાં પ્રથમવાર GCTOC (ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ) હેઠળ ગાંધીનગરમાં ઐતિહાસિક કાર્યવાહી કરવામાં આવી છે LCBઅને SIT દ્વારા ૨૫૯ કરોડના શંકાસ્પદ બેંક ટ્રાન્ઝેક્શન અને ૯૨થી વધુ ડમી બેંક ખાતાનો પર્દાફાશ કરાયો છે અને ૭ મુખ્ય સૂત્રધારો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ. ડી.બી. વાળા અને તેમની ટીમ દ્વારા સાયબર અને આર્થિક ગુનાઓ આચરતી સંગઠિત ગુનાહિત ‘સેધાજી ગેંગ’ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી…

Read More

આંતરિક રસ્તાઓમાં ટ્રાફિક જામથી લોકો પોતાના કિંમતી સામાન સાથે વાહનો છોડી પાણી ડહોળતા ઘરે જવા મજબૂર બન્યા Ahmedabad, તા.૨૪ લાંબા વિરામ અને અસહ્ય ગરમી, ઉકળાટ બાદ દક્ષિણ ગુજરાત સિવાયના રાજ્યના ભાગોમાં ગુરુવારે વહેલી સવારથી જ મેઘરાજાની અસાધારણ બેટિંગથી હેરિટેજ અને મેગા સિટીનો સૌથી વધારે વિકાસ ધરાવતો પશ્ચિમ અને નવા પશ્ચિમ અમદાવાદનો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. આને કારણે ગરીબ અને તવંગર, નોકરિયાત અને ઉદ્યોગકારો, સૌને પાણીની વચ્ચેથી જ પસાર થવા મજબૂર થવું પડ્યું હતું. કરોડો રૂપિયાના બંગ્લોઝ અને ફ્લેટ્‌સના માલિકોને પાણીમાં ફસાયેલી મોંઘીદાટ ગાડીઓને છોડીને ઘુંટણ સમાન પાણીમાં ચાલતા જવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં નાની મોટી તમામ ગલીઓ અને…

Read More

વધારે તાપમાનથી અગાઉથી બિમાર લોકોની બિમારી વધુ ગંભીર બની જતાં મોતની સંખ્યા વધી France, તા.૨૪ ફ્રાન્સમાં ૨૦૨૬ની ગરમીથી લોકોની ચિંતામાં વધારો થયો છે. જૂનનાં અંતિમ દિવસો અને જુલાઇની શરૂઆત વચ્ચે ફ્રાન્સમાં ૨૦,૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ફ્રાન્સની પબ્લિક હેલ્થ એજન્સીનાં આંકડા અનુસાર ૧૭ જુનથી ૨ જુલાઇની વચ્ચે ૨૧૬૭૪ લોકોનાં મોત થયા છે.સામાન્ય રીતે આ સમયગાળામાં ૧૫૯૧૦ મોત થાય છે. એટલે કે આ વખતે સામાન્ય કરતા ૫૭૬૪ વધારે મોત થયા છે. આ આંકડાઓ પરથી જાણવા મળે છે કે ગરમી હવે ફક્ત હવામાનની મુશ્કેલી રહી નથી પણ તે લોકોનાં સ્વાસ્થ્ય માટે ખતરો બની ગઇ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તમામ મોત…

Read More

૨૦૨૬માં એઆઈને કારણે ટેક સેક્ટરમાં રેકોર્ડ નોકરીઓ ઘટી : ઉબરે કસ્ટમર સપોર્ટ ટીમની સંખ્યા ૧૦ ટકા ઘટાડી California, તા.૨૪ આટફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં કર્મચારીઓની છટણી વધવાની શક્યતા છે. હવે, એમેઝોન અને ઉબર જેવી કંપનીઓએ વધુ કર્મચારીઓ ઘટાડવાના સંકેત આપ્યા છે.એમેઝોને તેની આટફિશિયલ જનરલ ઈન્ટેલિજન્સ ટીમમાં ફરી એકવાર છટણી શરૂ કરી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ નિર્ણય એઆઈ સંબંધિત પ્રોજેક્ટસને વધુ અસરકારક બનાવવા અને કસ્ટમર્સને અસર કરનારા પ્રોજેક્ટસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે લેવામાં આવ્યો છે. જોકે કેટલા કર્મચારીઓને તેની અસર થશે તેની જાહેરાત નથી કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં એમેઝોને લગભગ ૧૬,૦૦૦…

Read More

અમેરિકા ઇરાનની સાથે હુથીઓનો પણ કસ કાઢવાની તૈયારીમાં : મધ્યપૂર્વમાં લશ્કર-સરંજામનો જંગી ખડકલો Washington, તા.૨૪ યમનના ઇરાન સમર્થિત બળવાખોરો હુથીઓએ સાઉદીના બે જહાજ પર હુમલો કરતાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ બરોબરના બગડયા છે. તેમણે જણાવ્યું હતું કે જો હુથીઓએ હજી વધુ એક આવો હુમલો કર્યો છે તો તેમને ખેદાનમેદાન કરી નાખીશું. ફક્ત નિવેદન જ નહીં ઇરાનની સાથે-સાથે હુથીઓને ખતમ કરવાની તૈયારી કરતાં હોય તેમ અમેરિકાએ મધ્યપૂર્વમાં વધુને વધુ સૈન્ય ખડકવા માંડયું છે.ટ્રમ્પ મધ્યપૂર્વમાં કાયમ માટે શાંતિ સ્થાપવા માટે ઇરાન અને હુથી બંનેને ખતમ કરી નાખવા માંગતા હોય તે રીતે સ્પેશ્યલ ઓપરેશન ફોર્સીસ, એડવાન્સ્ડ બોમ્બર્સ, યુદ્ધજહાજો અને લડાકુ મેડિકલ ટીમો મધ્યપૂર્વમા મોકલી…

Read More

અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો Mehsana, તા.૨૪ મહેસાણા ગંજબજારમાં આવેલી અનાજની પેઢીમાં બોગસ પેઢીઓના નામે ખાતાં ખોલાવી રૂ.૯.૬૩ લાખનું અનાજ ખરીદી નાણાં ન ચૂકવનાર રિક્ષાચાલક સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઠગાઈનો ગુનો નોંધાયો છે. માલગોડાઉન રોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા અને ગંજ બજારમાં એમ.કે. ટ્રેડર્સ નામે અનાજનો વેપાર કરતા મુકેશકુમાર કાંતિલાલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, મહેસાણાના ઋતુરાજ એપાર્ટમેન્ટ પાસે રશ્મી ફ્લેટમાં રહેતા અને રિક્ષા ધરાવતા જગદીશભાઈ શંકરભાઈ પ્રજાપતિ (હાલ રહે. કરશનપુરા, તા.મહેસાણા) તેમની પેઢીએ અનાજ ખરીદવા આવતા હતા. જગદીશભાઈએ વેપારીનો વિશ્વાસ જીતી બહુચર ફ્લોર, ખોડિયાર ફ્લોર મીલ, બ્રહ્માણી ફ્લોર મીલ…

Read More

ઉચ્ચ શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલા ગંગવાર પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા New Delhi, તા.૨૪ કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા કેન્દ્રીય વહીવટીતંત્રમાં ઉચ્ચ સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૯૯૪ની બેચના રાજસ્થાન કેડરના IAS  અધિકારી નરેશપાલ ગંગવારની શિક્ષણ મંત્રાલય હેઠળના ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ વિનીત જોશીનું સ્થાન લેશે, જેમની બદલી પંચાયતી રાજ વિભાગના સચિવ તરીકે કરવામાં આવી છે.ઉચ્ચ શિક્ષણ વિભાગમાં આવ્યા પહેલા ગંગવાર પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. આ ઉપરાંત, તેઓ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં એડિશનલ સેક્રેટરી તરીકે પણ કામ કરી ચૂક્યા છે, જ્યાં…

Read More

છેલ્લા ૨૬ દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ પોતાના પારણાં કરી લીધા New Delhi, તા.૨૪ પેપર લીક અને દેશની શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપક સુધારાની માંગ સાથે છેલ્લા ૨૬ દિવસથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા જાણીતા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારના આશ્વાસન બાદ પોતાના પારણાં કરી લીધા છે. જોકે, સોનમ વાંગચુકના અનશન વિરામ બાદ તરત જ અભિજિત દીપકેએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમનું આંદોલન પૂરું થયું નથી અને શિક્ષણ મંત્રીના રાજીનામા સુધી આ લડાઈ ચાલુ જ રહેશે.સોનમ વાંગચુકે અનશન સમાપ્ત કર્યા બાદ અભિજિત દીપકેએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે સોનમ વાંગચુકના…

Read More