Author: Vikram Raval

Rajkot,તા.૨૨ ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકમાંથી ગુપ્ત માહિતીના આધારે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે હથિયાર સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીની ટીમે આંતરરાજ્ય સ્તરે સક્રિય શસ્ત્રોની હેરાફેરી કરતા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસની સઘન ડ્રાઇવ દરમિયાન માત્ર ૯ દિવસના ટૂંકા ગાળામાં કુલ ૨૦ જેટલા કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી કુલ ૩૮ જેટલા અત્યંત ખતરનાક ગેરકાયદે હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ આખી ઘાતક સિન્ડિકેટ મધ્યપ્રદેશના એક શખ્સ દ્વારા મુખ્યરૂપે ચલાવવામાં આવતી હતી. આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર સકીલ મન્સૂરી હોવાનું સામે આવ્યું છે, જે મધ્યપ્રદેશમાંથી અતિ સસ્તા…

Read More

તા.23-07-2026 ગુરુવાર તિથિ નવમી (નોમ) – ૦૭ઃ૦૫ઃ૧૫ સુધી નક્ષત્ર વિશાખા – ૨૫ઃ૪૩ઃ૧૮ સુધી કરણ કૌલવ – ૦૭ઃ૦૫ઃ૧૫ સુધી, તૈતુલ – ૨૦ઃ૦૭ઃ૪૯ સુધી પક્ષ શુક્લ યોગ શુભ – ૧૯ઃ૧૯ઃ૩૪ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૬ઃ૦૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૫ઃ૩૭ ચંદ્ર રાશિ તુલા – ૧૯ઃ૦૧ઃ૩૯ સુધી ચંદ્રોદય ૧૪ઃ૩૦ઃ૦૦ ચંદ્રાસ્ત ૨૫ઃ૨૨ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૭ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૧૯ઃ૩૩ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૩૨ઃ૩૪ થી ૧૧ઃ૨૫ઃ૫૩ ના, ૧૫ઃ૫૨ઃ૨૪ થી ૧૬ઃ૪૫ઃ૪૨ ના કુલિક ૧૦ઃ૩૨ઃ૩૪ થી ૧૧ઃ૨૫ઃ૫૩ ના દુરી / મરણ ૧૫ઃ૫૨ઃ૨૪ થી ૧૬ઃ૪૫ઃ૪૨…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagar તાલુકાના ધૂડસિયા ગામના એક નરાધમ શખ્સએ પોતાની સગીર ભત્રીજીને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ રૂ. ૧૫ હજારનો દંડ અને પીડિતાને રૂ. ૪ લાખ વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.કેસની હકીકત મુજબ, ફરિયાદીની ૧૬ વર્ષ ૪ માસની સગીર પુત્રીને તેના જ કુટુંબી કાકા જગદીશ કાળુભાઈ સીતાપરા (ઉંમર ૩૫ વર્ષ), રહે. ધુડસિયા, તા. જામનગરએ પ્રેમજાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને મોબાઇલ ફોન આપી તેની સાથે સતત વાતચીત શરૂ કરી હતી અને બાદમાં રાત્રિના સમયે નજીકના વંડામાં તેની સાથે શારીરિક સંબંધ…

Read More

તા.23-07-2026 ગુરુવાર મેષ આજે અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આ રાશિ ના લોકોએ આજે મફત સમય માં આધ્યાત્મિક પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ. આમ કરવા થી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો. સફર માં કોઈ સુંદર અજાણી વ્યક્તિ ને મળવું તમને વધુ સારું લાગે છે. વૃષભ આજે શક્ય હોય તો લાંબી મુસાફરી ટાળવી કેમ કે…

Read More

કોર્ટે આકરા શબ્દોમાં ત્રણેય અધિકારીને ખખડાવ્યા ‘‘ડીન સીધા જ સંડોવાયેલા હોવા છતાં શા માટે છાવરવામાં આવી રહ્યા છે?‘‘ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagarની સરકારી ડેન્ટલ કોલેજમાં રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી થયેલા રૂ. ૧.૩૬ કરોડના ચેક કૌભાંડમાં જામનગર સેશન્સ કોર્ટે સૌથી મોટો અને કડક આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની દિશા પર ગંભીર સવાલો ઉઠાવીને આ કેસના ત્રણ ઇન્વેસ્ટિગેટિંગ પોલીસ અધિકારીઓ ને ’શો કોઝ’ (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે. ખુલ્લી અદાલતમાં ત્રણેય પોલીસ અધિકારીઓનો ઉધડો લેતા વેધક સવાલ કર્યો હતો કે, જ્યારે આ કેસમાં કોલેજના ડીન સીધી રીતે એક્સ્‌ક્યુઝ (આરોપી/જવાબદાર) હોવા છતાં શા માટે તેમને આરોપી બનાવવાને…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagar શહેરના અન્નપૂર્ણા ચોકડી વિસ્તારમાં જમવાનું માંગવાની બાબતે થયેલી બોલાચાલીએ હિંસક રૂપ ધારણ કરતાં એક મજૂરને ઇંટના ઘા મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. આ અંગે મનસુખભાઈ ઉર્ફે મનુભાઈ નાથાભાઈ ચૌહાણ (ઉ.વ. ૫૪), રહે. લાલવા ડી શેરી નં. ૧, અન્નપૂર્ણા માતાજીના મંદિર પાસે, જામનગરની ફરિયાદના આધારે પોલીસે સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ સોરઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, મનસુખભાઈ અન્નપૂર્ણા મંદિરના ગેટ સામે પોતાની રેકડી પર બેઠા હતા અને પોતાના ભાઈ રમેશભાઈની જમવા માટે રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે એક વાગ્યે વિસ્તારમાં રહેતો સંજય ઉર્ફે કાલીયો ધરમશીભાઈ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagarમાં વિધવા સહાય યોજના હેઠળ મોટી રકમ મળવાની હોવાનું કહી એક મહિલાએ ડીશ ટીવી કંપનીના ટેકનિશિયનને વિશ્વાસમાં લઈ અલગ-અલગ યુપીઆઈ આઈડી અને ક્યૂઆર કોડ પર તબક્કાવાર કુલ રૂપિયા ૧૭,૧૩,૯૭૯ ટ્રાન્સફર કરાવ્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૧૬(૨) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી ઓમપ્રકાશ રાજારામભાઈ ચૌધરી (રહે. ગુલાબનગર, રાજપાર્ક-૧, જામનગર) ખાનગી કંપનીમાં ડીશ ટીવી ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. તેમની ફરિયાદ મુજબ લગભગ દસ વર્ષ પહેલાં ડીશ ટીવી ઇન્સ્ટોલેશન દરમિયાન ખોડિયાર કોલોનીમાં રહેતી નીતાબેન રસિકલાલ ખારેચા સાથે પરિચય થયો હતો. ત્યારબાદ ડીશ ટીવીના રિચાર્જ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ તાલુકાના ચેલા ગામ નજીક આવેલી વિઝન ઇન્ડસ્ટ્રીઝના પ્લોટ નં. ૩૩૩ ખાતે આવેલા એલાઇટ મેટલ રિસાયકલ કારખાનામાં પીતળ ઓગાળવાની કામગીરી દરમિયાન ભઠ્ઠીમાં થયેલા બ્લાસ્ટમાં ગંભીર રીતે દાઝેલા નેપાળી શ્રમિકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બે શ્રમિકો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, તા. ૨૦ જુલાઈના રોજ સવારે અંદાજે ૧૧૪૫ વાગ્યાના સમયે કારખાનામાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં પીતળ ઓગાળવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ભઠ્ઠીમાં ગેસ બન્યા બાદ ઉપર પડ જામી ગયો હતો. આ પડને દૂર કરવા માટે નેપાળી શ્રમિક દિલબહાદુર આઈટે સુનાર આઈટે (ઉ.વ. ૪૩)એ સળિયાથી ધક્કો મારતા અચાનક જોરદાર બ્લાસ્ટ…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર (મેવાસા) ગામમાં જૂની અદાવતના કારણે એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ફરિયાદ મુજબ, હરીપર (મેવાસા) ગામના રહેવાસી અને ખેડૂત ઓસમાણભાઈ સાજનભાઈ મલેક (ઉંમર ૫૫ વર્ષ) તા. ૨૧ જુલાઈના રોજ બપોરે આશરે સાડા ત્રણ વાગ્યે પોતાના મોટરસાયકલ પર વાડી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ગામની મસ્જિદ પાસે આરોપી દોસમામદભાઈ હાસમભાઈ હાલાણીએ તેમને રસ્તામાં અટકાવી જૂની અદાવત બાબતે બોલાચાલી શરૂ કરી હતી. ફરિયાદ અનુસાર, આરોપીએ ફરિયાદીને…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૨ Jamnagar લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)એ પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત મહત્વની કાર્યવાહી કરતાં જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીકથી એક કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. ૧૧.૧૧,૩૧૯ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ હાથ ધરી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નિર્દેશનમાં પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા સ્ટાફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એલસીબીના જવાનોને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર-રાજકોટ હાઇવે પર ખીજડિયા બાયપાસ નજીક આવેલી જય માતાજી હોટલના પાર્કિંગમાં…

Read More