Author: Vikram Raval

બોપલમાં રસ્તા પર પરવાનગી વગર વીજ કનેક્શન ખેંચી થાંભલા પર બોર્ડ મૂકવું ભારે પડ્યું Ahmedabad, તા.૨૨ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી ‘દિવ્ય દર્શન’ અમૂલ પાર્લર દુકાનના માલિકની ગંભીર નિષ્કાળજી અને બેદરકારીના કારણે ૧૮ વર્ષના નિર્દોષ યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નિર્મલસિંહ અર્જુનસિંહ ગઢવીની કોર્ટે આરોપી દર્શીલ જગદીશભાઈ મોદી (રહે. બોપલ)ને દોષિત ઠેરવી ૧ વર્ષની સાદી કેદ અને રૂ. ૫,૦૦૦ના દંડની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ જાહેર જગ્યા પર અવરજવર કરતા અન્ય લોકોની સલામતી કે તકેદારી રાખ્યા સિવાય તેમજ વીજ કંપનીની પરવાનગી લીધા વિના…

Read More

NCPએ અગાઉ સંકેત આપ્યો હતો કે જો સરકાર તમામ બેઠકોમાં ૫૦% વધારાની લેખિત ખાતરી આપશે તો તેઓ આ વિધેયકને સમર્થન આપવા અંગે વિચાર કરશે નવી દિલ્હી, તા.૨૨ બુધવારે જ્યારે વિરોધ પક્ષના સાંસદો સંસદની બહાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન અને નારેબાજી કરી રહ્યા હતા, ત્યારે વડાપ્રધાન કાર્યાલયમાં થયેલી એક બેઠકે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી દીધી છે. દ્ગઝ્રઁ (જીઁ)ના પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી તથા સાંસદ સુપ્રિયા સુલેએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં મુલાકાત કરી હતી. બેઠકની તસવીરોમાં અનુભવી મરાઠા નેતા અને વડાપ્રધાન એકબીજા સાથે વાતચીત કરતા અને ખુલ્લા મનથી હસતા જોવા મળ્યા હતા. અન્ય એક તસવીરમાં વડાપ્રધાન વરિષ્ઠ નેતાનું સ્વાગત…

Read More

ઉત્પાદન ખર્ચ પણ માથે પડ્યોઃ ખેડૂતોએ બેન્કોમાંથી ધિરાણ અને વ્યાજે નાણાં લાવીને વાવેતર કર્યું હતું Deesa, તા.૨૨ બનાસકાંઠામાં આ વર્ષે બટાકાના બજારભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ખાતર-દવા, બિયારણ, મજૂરી અને ધિરાણ લઈને પાક તૈયાર કરી કોલ્ડ સ્ટોરેજમાં મુકેલા બટાકાના યોગ્ય ભાવ ન મળતાં અને કોલ્ડ સ્ટોરેજના ભાડાં તેમજ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ ન નીકળતાં ખેડૂતો આર્થિક અને માનસિક તણાવમાં સરકી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈ ભારતીય કિસાન સંઘ દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારને તાકીદે વિશેષ સહાય પેકેજ જાહેર કરવા માંગ કરાઈ છે. ભારતીય કિસાન સંઘે જણાવ્યું છે કે, અગાઉ પણ રજૂઆતો કરવા છતાં…

Read More

FEMA નીએપેલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મોટા ભાગના નિષ્કર્ષો અને લગાવવામાં આવેલા દંડને રદ્દ કર્યાં New Delhi, તા.૨૨ ઈન્ડિયન પ્રીમિયર લીગ (ૈંઁન્) ના પ્રથમ ચેરમેન લલિત મોદીને ૨૦૦૯ આઈપીએલ-સાઉથ આફ્રિકા હ્લઈસ્છ મામલામાં મોટી કાયદાકીય રાહત મળી છે. જીછહ્લઈસ્છ (જીદ્બેખ્તખ્તઙ્મીજિ ટ્ઠહઙ્ઘ ર્હ્લિીૈખ્તહ ઈટષ્ઠરટ્ઠહખ્તી સ્ટ્ઠહૈેઙ્મટ્ઠર્ંજિ-ર્હ્લકિીૈેંિીર્ ક ઁર્િીિંઅ-છષ્ઠં) નીએપેલેટ ટ્રિબ્યુનલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મોટા ભાગના નિષ્કર્ષો અને લગાવવામાં આવેલા દંડને રદ્દ કર્યાં છે. નિર્ણય બાદ લલિત મોદીએ કહ્યુ કે ૧૬ વર્ષથી જે સત્યની વાત સતત તેઓ કરતા રહ્યાં, હવે તેના પર અદાલતની મહોર લાગી છે. નિર્ણય બાદ લલિત મોદીએ પોતાની પ્રતિક્રિયામાં કહ્યું- હું આ નિર્ણયથી ખુશ છું. કાલનો દિવસ મારા માટે શાનદાર રહ્યો. છેલ્લા ૧૬…

Read More

Junagadh,તા.૨૨ Junagadh જિલ્લાના જાંબુડી ગામમાં મધરાતે દીપડાએ એક વૃદ્ધા પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. હુમલામાં વૃદ્ધા ડાહીબેન વાળાને માથા, પીઠ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મધરાતના સમયે દીપડો રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગયો હતો અને અચાનક ડાહીબેન વાળા પર હુમલો કર્યો હતો. વૃદ્ધાના બૂમાબૂમ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા. પરિવારજનોનો હોબાળો થતાં દીપડો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત વૃદ્ધાને પ્રથમ સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે તેમને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાને પગલે જાંબુડી ગામમાં લોકોમાં…

Read More

લોકસભામાંTMC સાંસદ કલ્યાણ બેનર્જીને અસંસદીય ટિપ્પણી કરવા બદલ બાકીના સમયગાળા માટે સસ્પેન્ડ કરાયા New Delhi, તા.૨૨ ટીએમસી નેતા કલ્યાણ બેનર્જી અને તેમના પૂર્વ પક્ષ સહયોગીઓ તથા એનસીપીઆઈ (TMC)ના કેટલાક સાંસદો વચ્ચે ગૃહમાં તીખી તકરાર થઈ છે. તૃણમૂલ કોંગ્રેસ TMCના સાંસદ કલ્યાણ બેનર્જીને ગૃહમાં મહિલા સભ્યો સાથે કથિત ગેરવર્તણૂક અને દુર્વ્યવહાર કરવા તથા તેમની સામે અસંસદીય ટિપ્પણીઓ કરવાના મામલે બુધવારે ચોમાસુ સત્રના બાકીના સમયગાળા માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેનર્જીએ કથિત રીતે ્‌TMCના એક બળવાખોર સાંસદને ચોર પણ કહ્યા હતા, જેનાથી વિપક્ષના વિરોધ વચ્ચે ગૃહની કાર્યવાહી સ્થગિત થયા બાદ, લોકસભા ચેમ્બરની અંદર મુકાબલાની સ્થિતિ સર્જાઈ હતી.લોકસભાની કાર્યવાહી બે વાર સ્થગિત…

Read More

Gandhinagar ,તા.૨૨ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આગામી બે-ત્રણ મહિનામાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. આ ચૂંટણી ગાંધીનગર મહાનગરપાલિકાના અસ્તિત્વ પછી ચોથી વખત યોજાશે. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતી મેળવીને પોતાની બોડી બનાવી હતી. ત્યારબાદની ચૂંટણીમાં ટાઈ પડતાં ભાજપે કોંગ્રેસના એક ઉમેદવારને તોડીને બોડી બનાવી હતી. હવે આગામી ચૂંટણી પહેલાં કોંગ્રેસે વહેલી તકે તૈયારીઓ શરૂ કરી છે. શહેર કોંગ્રેસે ચૂંટણી લડવા ઇચ્છુક કાર્યકરો પાસેથી ફોર્મ મંગાવ્યા હતા, જેમાં ૧૬૫ કાર્યકરોએ ઉમેદવારી કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. ગાંધીનગર શહેર કોંગ્રેસ દ્વારા બે દિવસ સુધી ઉમેદવારી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષ નેતા અને વર્તમાન કોંગ્રેસ બોડીના હોદ્દેદારો સહિત…

Read More

Surendranagar,તા.૨૨ Surendranagar જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનું સૌથી મોટું નેટવર્ક રાજકોટ રેન્જ આઈજી નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની ટીમે સફળતાપૂર્વક ઝડપી પાડ્યું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર કરી શકે તેવા તત્વો દ્વારા ગેરકાયદેસર હથિયારો રાખવાના પ્રયાસને રોકવા માટે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. થાનગઢ, જોરાવરનગર, ચુડા, સાયલા, ધાંગધ્રા વિસ્તારોમાંથી આ નેટવર્કને તોડી પાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ૧૦ આરોપીઓને ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સતત ડ્રાઇવ અને ઓપરેશન ચલાવીને પિસ્તોલ, બારબોર અને ગેરકાયદેસર હાથબનાવટી હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી ૨૮ જીવતા કારતૂસ પણ…

Read More

New Delhi, તા.૨૨ દેશમાં એક તરફ શિક્ષણ વ્યવસ્થા અને પરીક્ષાઓને લઈને રાજકીય અને વિદ્યાર્થી આંદોલન ગરમાયું છે. તો બીજી તરફ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના પુત્રી નૈમિષા પ્રધાન સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. ઉગ્ર વિરોધ અને ટ્રોલિંગના કારણે નૈમિષા પ્રધાને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવું પડ્યું છે. નૈમિષા પ્રધાને અમેરિકાના મેસાચ્યુસેટ્‌સ સ્થિત ટફ્ટ્‌સ યુનિવર્સિટીની ફ્લેચર સ્કૂલ ઓફ લો એન્ડ ડિપ્લોમસીમાંથી ૨૦૨૩માં માસ્ટર ઓફ લોઝનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. હાલ તે યુએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટરનરશિપ ફોરમ’માં સીનિયર એસોસિએટ તરીકે કાર્યરત છે. હાલમાં દિલ્હીના જંતર-મંતર પર શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા…

Read More

વાંગચુકે પોતાના પત્રમાં કહ્યુ કે સરકાર તે ભરોસો અપાવશે કે છાત્રો પર કાર્યવાહી થશે નહીં : આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતરની માગ પણ કરી New Delhi, તા.૨૨ હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે સરકારને પત્ર લખ્યો છે. સોનમ વાંગચુકે અનશન ખતમ કરવા માટે પોતાની માગ રાખી છે. તેમણે કહ્યું કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર મળે. સંસદમાં ચર્ચા થાય અને શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં આવે. પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર સિંહે ગત રાત્રે હોસ્પિટલમાં મુલાકાત કરી. તે માટે તેમણે બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. સોનમ વાંગચુકે લખ્યું ’ચર્ચા દરમિયાન તમે મને આશ્વાસન આપ્યું હતું કે સરકાર…

Read More