Author: Vikram Raval

બંને નેતાઓ વડિયા સીવીલ હોસ્પિટલમાં દાખલ, રાજકીય માહોલ ગરમાયો Amreli તા.૨૨ અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણી માં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે વરણી થતા તોરી ગામના સરપંચ પદનો ચાર્જ ઉપ સરપંચ પરેશભાઈ કોટડીયા ને સોપાવામાં આવતા હાલ તોરી ગ્રામપંચાયત નુ સુકાન તેઓ સંભાળી રહ્યા છે. બપોર બાદ ના સમયે તોરી ગામમાં વિકાસ કર્યો ચાલતા હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરીયા અને સરપંચ પરેશભાઈ કોટડીયા તોરી ગામે હાજર હતા ત્યારે બંને વચ્ચે ગ્રામપંચાયત ખાતે ધીંગાણાની ઘટના ઘટી હતી અને ગ્રામપંચાયત કચેરીમાં બંને નેતાઓ વચ્ચે ખુરશીઓ ઉડી…

Read More

જગતગુરુ શંકરાચાર્ય પૂ. સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે આશીર્વાદ આપ્યા (મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી મંદિરે નવનિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં મંદિરના નૂતન નિર્માણ માટે આશીર્વાદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અવસરે મંદિર પરિસરમાં ભગવાન શ્રીરામ અને ભગવાન મહાદેવના ભવ્ય મંદિરોના નિર્માણની પણ જાહેરાત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ આજે પધારતા સમગ્ર વિસ્તારમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. તેમના આગમનને લઈને ગ્રામજનો અને ભક્તોમાં…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૨ અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળા છલકાઈ રહ્યા છે. આવા જ એક બનાવમાં અમરેલીના લાઠી ખાતે આવેલ ગાગડિયા નદીના પાણીમાં ફસાઈ ગયેલા એક વૃદ્ધને સ્થાનિક પાલિકાના કર્મચારીઓએ સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદના કારણે નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. લાઠી ગામે આવેલી ગાગડિયા નદીમાં પણ પાણીનો પ્રવાહ તેજ બન્યો હતો. આ દરમિયાન સેતાપાટી નજીક આવેલા નદીના પુલ પાસેથી એક વૃદ્ધ નદીના પાણીમાં ફસાયેલા હોવાનું સ્થાનિક યુવાનોના ધ્યાન પર આવતા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં લાઠી…

Read More

Rajkot.તા.૨૨ રેલવે પ્રશાસને પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખાબનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી સમય-સારણી મુજબ ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખાબનારસ એક્સપ્રેસ ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬થી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય ૧૪૨૫ કલાકના સ્થાને સુધારેલા સમય ૧૪૦૫ કલાકે ઉપડશે. આ રીતે આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં ૨૦ મિનિટ વહેલી રવાના થશે.નોંધનીય છે કે ઓખા રેલવે સ્ટેશન પછી ટ્રેનના રૂટમાં આવતા અન્ય તમામ સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨ અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બરની સતત રજુઆત તેમજ મંત્રી કૌશીક વેકરીયાના સતત પ્રયાસોથી અમરેલીને એકસો પાંચ વિઘા જમીન સરકારશ્રી દ્વારા જી.આઈ.ડી.સી. માટે શેડુભાર પાસે મંજુર કરવામાં આવી છે. જેથી કરીને અમરેલીમાં નવા ઉદ્યોગો આવશે, અને રોજગારી પણ વધશે. અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા શેડુભાર પાસે જી.આઈ.ડી.સી. માટે જમીન બતાવવામાં આવેલ છે. કૌશીકભાઈના પ્રયાસોથી મંજુર કરવામાં આવી અને ઔદ્યોગીક વિકાસને નવો વેગ મળશે. હાઈવે-રોડ તેમજ રેલ્વે તેમજ એરપોર્ટ નજીક હોવાથી ઉદ્યોગપતિઓને વધુ સુવિધા મળી રહેશે. આ તકે કૌશીક વેકરીયા તેમજ જીલ્લા વહીવટી તંત્ર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજય સરકારના મંત્રી જયરામભાઈ ગામીતનો આ તકે…

Read More

(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૨ આગામી તા.૨૯ ને બુધવારના રોજ ગુરૂપુર્ણિમા હોય જેને લઈ ન્યારા આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીની તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ જવા પામેલ છે. આગામી તા. ૨૯ ના રોજ શ્રી ગુરૂપુર્ણીમાના દિવસે સવારે ૬/૧૫ કલાકે મંગળા આરતી, સવારે ૯ કલાકે પાદુકા પુજન, બપોરે ૧૧/૩૦ કલાકે ઉત્સવ આરતી, બપોરે ૧૨ થી ૨/૩૦ વાગ્યા સુધી મહાપ્રસા તથા સંઘ્યા આરતી સાંજે ૭ કલાકે તથા ગુરૂદેવની પાદુકા સ્પર્શ (દર્શન) સવારથી શયન સુધી રહેશે. તે જ દિવસે સવારના ગાયોને ઘાસચારો તથા સ્વાનને લાડુ આપવામાં આવશે, ન્યારા ગામના બાળકોને બટુક ભોજન કરાવવામાં આવશે. બહેનો માટે મોળા ફરાળની વ્યવસ્થા જુદી…

Read More

૦ થી ૧ કિમી વિસ્તારમાં શરતભંગ સાબિત થતાં ૨૬ કેસોમાં વાણિજ્ય પ્રવૃત્તિઓ તાત્કાલિક અસરથી બંધ કરવા અને વધારાનું બાંધકામ દૂર કરવા આદેશ Junagadh,તા. ૨૨ ગુજરાત હાઇકોર્ટના  ઓરલ  આદેશ અન્વયે ગીર અભયારણ્ય વિસ્તારની આસપાસ ચાલતા હોસ્પિટાલીટી યુનિટ્‌સ (હોટેલ/રિસોર્ટ) નું નિરીક્ષણ કરવા અને જરૂરી દસ્તાવેજો, મંજૂરી તથા લાયસન્સની ચકાસણી કરવા માટે જૂનાગઢ જિલ્લા  કલેકટર શ્રી યોગેશ ચૈાધરીના માર્ગદર્શન હેઠળ  વિશેષ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત  કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં કુલ ૬૭ કેસોમાં શરતભંગની નોટીસ આપી કાયદેસરની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુનાવણી બાદ કડક નિર્ણયો અને હુકમો કરવામાં આવ્યા છે.જે મુજબ વન વિસ્તારની બાહ્ય હદથી…

Read More

Rajkot તા.૨૨ રાજકોટ બેયર આજે રજૂ કરે છે, ટ્રાન્સ, એક નવીનતમ જંતુનાશક જે ખાસ કપાસમાં થતી મોલો-મસી, લીલી પોપટી અને સફેદ માખીના બચ્ચા સહિત ચૂસીયા જીવાતો સામે અસરકારક રીતે રક્ષણ કરવામાં ખેડૂતોને મદદ કરવા માટે તૈયાર કરવામાં આવેલું એક નવું જંતુનાશક છે. એક જ સોલ્યુશન્સમાં બે પુરક ક્રિયા પદ્ધતિઓ વિકલ્પોના સંયોજન સાથે, ટ્રાન્સ એ એક વ્યાપક-વ્યવસ્થાપન નિયંત્રણ પૂરું પાડે છે, જે સ્વસ્થ પાક, સુધારેલી ઉત્પાદકતા અને ખેડૂતોની નફાકારકતામાં વધારો કરે છે. આ પ્રોડક્ટ જુલાઈ ૨૦૨૬થી મહારાષ્ટ્ર,  ગુજરાત,  મધ્યપ્રદેશ,  તમિલનાડુ,  કેરળ,  રાજસ્થાન,  કર્ણાટક,  આંધ્રપ્રદેશ,  તેલંગાણા,  પંજાબ,  હરિયાણા અને પશ્ચિમ બંગાળ સહિતના મુખ્ય કપાસ ઉગાડતા રાજ્યોમાં મળશે. ભારતમાં કપાસની ખેતી એક સાથે…

Read More

Bhavnagar તા.૨૨ ભાવનગરમાં ચોમાસાની ઋતુની શરૂ થતાની સાથે જ ડેન્ગ્યુ,મેલેરિયા,તાવ અને અન્ય ચેપી રોગોના કેસો સામાન્ય રીતે વધવા લાગે છે.આ વર્ષે રાજ્યમાં ચાંદીપુરા વાયરસ અંગે પણ ચિંતા સતત વધી રહી છે.આ પ્રકારની સમયમાં ભારતની અગ્રણી સ્ટેન્ડઅલોન હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકીની એક સ્ટાર હેલ્થ એન્ડ અલાઈડ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ સમગ્ર રાજ્યમાં તેની ચોમાસા દરમિયાનની હેલ્થકેર અને જનજાગૃતિ અભિયાન (આઉટરીચ)ને વધુ વેગ આપી રહી છે.સ્ટાર હેલ્થના નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના ગુજરાતના આંકડા દર્શાવે છે કે તાવ અને અન્ય ચેપી રોગો માટે હોમ હેલ્થકેરના વપરાશમાં ત્રણ ગણો વધારો થયો છે.આ વૃદ્ધિની સાથે જ કંપનીએ દેશભરમાં તેની તાજેતરમાં શરૂ કરાયેલી વર્ચ્યુઅલ  સર્વિસ માટે પણ અસાધારણ…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૨ મોરબી શહેરમાં લાંબા સમયથી મેઘાડંબર વચ્ચે આખરે આજે મેઘરાજા મન મુકીને વરસ્યા હતા મોરબી શહેરમાં વહેલી સવારથી વરસાદ શરુ થયો હતો અને બે કલાકના સમયગાળામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસતા મોરબી શહેરના રોડ રસ્તા પાણી પાણી થઇ ગયા હતા અને મહાપાલિકા તંત્રએ પ્રી મોન્સૂન કામગીરીના જે ગાણા ગયા હતા તેની પોલી ખુલી ગઈ હતી વહેલી સવારે વરસાદને પગલે શહેરના રોડ રસ્તા પાણી પાણી થયા હતા શહેરના તખ્તસિંહજી રોડ, રવાપર રોડ, એલ ઈ કોલેજ રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તેમજ હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને છુટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા…

Read More