- જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath
- તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય
- રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી
- ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma
- Yashasvi Jaiswal માત્ર એક મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર; મુંબઈએ રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી
- રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે
- Ahmedabadમાં યુવતી સાથે ૧૦ દિવસ દુષ્કર્મનો આરોપઃ ઈન્સ્ટાગ્રામથી ઓળખાણ થઈ હતી
- Gandhinagar: કલોલના છત્રાલ જીઆઇડીસીની ફેક્ટરીમાં બોયલર વેસલ ફાટતા ૪ લોકોના મોત
Author: Vikram Raval
અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી Mumbai,તા.20 અભિનેત્રી અર્ચના પૂરન સિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના રિયાલિટી શોના કારણે અને યુટ્યુબના કારણે ઘરઘરમાં જાણીતી છે, હવે તે ફરી એક્ટિંગમાં કમબૅક કરે છે, જે સિરીઝમાં એક સ્કૂલની સ્ટોરી છે, ત્યારે તેમણે પોતાનાં શાળાજીવનની યાદો તાજી કરતાં જણાવ્યું કે તેમનાં શિક્ષકોને વિશ્વાસ હતો કે તે ભવિષ્યમાં આઈએએસ અથવા આઈએફએસ અધિકારી બનશે. જોકે, જ્યારે તેમણે અભિનય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો ત્યારે તેમનાં શિક્ષકો નિઃરાશ થયાં હતાં.પ્રાઇમ વિડિયોની નવી ઓરિજિનલ વેબ સિરીઝ ‘આદર્શ બાલ વિદ્યાલય’ના પ્રીમિયર પહેલાં અર્ચનાએ જણાવ્યું કે તેઓ અભ્યાસમાં હંમેશાં પ્રથમ…
Mumbai,તા.20 નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આગામી મેગાબજેટ ફિલ્મ ‘રામાયણ’ અત્યારથી જ ભારે ચર્ચામાં છે. રણબીર કપૂર સ્ટારર આ ફિલ્મના એક ખાસ દિલ્હી ઇવેન્ટ દરમિયાનનો એક અત્યંત ભાવુક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં ફિલ્મમાં ભગવાન લક્ષ્મણનું પાત્ર ભજવી રહેલા જાણીતા અભિનેતા રવિ દુબેની પત્ની અને અભિનેત્રી સરગુન મહેતા પોતાના આંસુ રોકી શકી નહોતી અને કેમેરામાં રડતી કેદ થઈ હતી.દિલ્હીમાં આયોજિત આ ભવ્ય ઇવેન્ટમાં ફિલ્મના ફર્સ્ટ લુક અને પાત્રોની ઝલક કલાકારો અને તેમના પરિવારો સમક્ષ રજૂ કરવામાં આવી હોવાના અહેવાલ છે. જ્યારે સ્ક્રીન પર રવિ દુબેનો લક્ષ્મણ અવતાર સામે આવ્યો, ત્યારે પત્ની સરગુન મહેતા ગર્વ…
Mumbai,તા.20 બોલીવુડ એક્ટર આમિર ખાનના ત્રીજા લગ્ન બાદ ‘લવે જેહાદ’ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત ધમકી આપવામાં આવી હતી.આ બાબતની વોઈસ ક્લિપ બહાર આવ્યા બાદ મુંબઈ પોલીસે બાંદ્રા વેસ્ટમાં આવેલા પાલી હિલ સ્થિત તેના નિવાસસ્થાન બહાર સુરક્ષા વધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જોકે હાલ આમિર ખાન ખુદ વિદેશ પ્રવાસે છે.આ બાબતે પોલીસ સૂત્રોનુસાર હજી સુધી વોઈસ ક્લિપ કે સોશિયલ મીડિયા પોસ્ટની સવિતા બાબતે કોઈ પુષ્ટિ થઈ નથી. મુંબઈના પોલીસ કમિશનર દેવેને ભારતીએ કહ્યું હતું કે અમે સોશિયલ મીડિયા પોસ્ટ અને વોઈસ ક્લિપની સત્યતાની ચકાસણી કરી રહ્યા છીએ.શનિવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે આમિર ખાનને…
Mumbai,તા.20 સેલિના જેટલીએ આગામી ફિલ્મ ‘સિસ્ટર નિવેદિતા’ સાથે પોતાની બોલીવૂડ વાપસીની જાહેરાત કરી છે જે તેના જીવનમાં અનેક અંગત સંઘર્ષો પછી એક નવો અધ્યાય બનશે. સેલિનાએ જણાવ્યું કે સિનેમા તેની શક્તિ છે અને તેણે પ્રોજેક્ટને કમબેક નહિ પણ ઘરવાપસી તરીકે ગણાવ્યો તેમજ શુભેચ્છકો પાસેથી સમર્થનની વિનંતી કરી હતી.એક હૃદયસ્પર્શી સંદેશમાં સેલિનાએ પોતાના મુશ્કેલ સમયમાં ટેકો આપનારા પ્રત્યે કૃતજ્ઞાતા વ્યક્ત કરી.તેણે જણાવ્યું કે રામ કમલ મુખરજી દ્વારા દિગ્દર્શિત ‘સિસ્ટર નિવેદિતા’ ભારતમાં શિક્ષણ અને આધ્યાત્મિક સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર આઈરિશ શિક્ષણશાસ્ત્રી માર્ગારેટ એલિઝાબેથ નોબલની અસાધારણ સફરનું ચિત્રણ કરશે.૨૦૧૧માં ઓસ્ટ્રિયન ઉદ્યોગસાહસિક પીટર હાગ સાથે લગ્ન કરનાર સેલિનાને ચાર બાળકો છે અને…
Mumbai,તા.20 મુંબઈમાં સલમાન ખાનના તાજેતરના જાહેર દેખાવે તેના ચાહકોને ચિંતામાં મુક્યા છે. કાર્યક્રમના વાયરલ થયેલા વીડિયોમાં સુપરસ્ટાર પાતળો અને થાકેલો દેખાય છે.સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના નવા ડાટા કલેક્શન એન્ડ વેરિફિકેશન સપોર્ટ કેન્દ્રના ઉદ્ધાટન તેમજ લાભાર્થીઓને ઘરોની ચાવીના વિતરણ વખતે તેનો શારીરિક દેખાવ ઝડપથી ઓનલાઈન ચર્ચાનો વિષય બની ગયો.સોશિયલ મીડિયા ચિંતાતુર ચાહકોના સંદેશાથી છવાઈ ગયો જેમણે કલાકારના પાતળા અને થાકેલા દેખાવ બાબતે સવાલ પૂછવાનું શરૂ કર્યું.જો કે અનેક ચાહકો સલમાનનો બચાવ કરતા કહ્યું કે કુદરતી દેખાવા માટે સલમાનની પ્રશંસા કરવી જોઈએ જ્યારે અનેક સેલિબ્રિટીઓ વય વધવા સાથે વૃદ્ધત્વની નિશાનીઓ છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. અનેક ચાહકોએ દેખાવ બાબતે સલમાનની ગરિમા તેમજ સ્વભાવની…
Mumbai,તા.20 વિક્રમ ભટ્ટ લાંબા સમયથી ચાલી રહેલી ૧૯૨૦ હોરર ફ્રેન્ચાઈસીની નવી આવૃત્તિ ‘૧૯૨૦ વિન્ટર ઈઝ કમિંગ’નું દિગ્દર્શન કરશે અને અહાન શેટ્ટી મુખ્ય ભૂમિકા નિભાવશે.આ ફિલ્મનું અંદાજિત બજેટ રૂા. ૧૪ કરોડ છે અને તે અહાનની હોરર શૈલીમાં પ્રથમ ફિલ્મ બનશે. ઓક્ટોબર-નવેમ્બરમાં શિમલામાં શૂટિંગ માટે નિર્ધારીત ફિલ્મ માટે સર્જકો હાલ ફીમેલ લીડ માટે અભિનેત્રીની શોધ કરી રહ્યા છે.’તડપ’માં ડેબ્યુ અને ‘બોર્ડર ટુ’માં કામ કર્યા પછી અહાન હવે ગંભીર ભૂમિકા નિભાવી રહ્યો છે. હિન્દી હોરરમાં નિપુણતા માટે પ્રસિદ્ધ વિક્રમ ભટ્ટ કમર્શિયલ સફળતા બાબતે ઉતારચઢાવ છતાં ‘૧૯૨૦’ ફ્રેન્ચાઈસી પર ભરોસો રાખી રહ્યા છે.૨૦૦૮માં લોન્ચ થયેલી ‘૧૯૨૦ સીરીઝ’ ની કોઈપણ ફિલ્મે સ્થાનિક કલેક્શનમાં રૂા. ૩૧…
Mumbai,તા.20 ” સંગીતકાર તનિષ્ક બાગચીએ યશરાજ ફિલ્મ્સ પર જાહેરમાં બ્લોક-બસ્ટર ‘સૈયારા’ના ટાઈટલ ટ્રેક માટે અપૂરતી રોયલ્ટી ચૂકવણીનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે તે હજી પણ ગીતની ભારે સફળતા છતાં રૂા. આઠ લાખની રોયલ્ટીની રાહ જોઈ રહ્યો છે. બીજી તરફ વાયઆરએફએ કંઈપણ ખોટું થયાનું સ્પષ્ટપણે નકારી દીધું છે અને જણાવ્યું છે કે તમામ પક્ષોને કરાર મુજબ જ ચૂકવણી કરવામાં આવી છે.રદ કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ પર તનિષ્કે ફહીમ અબ્દુલ્લાહ અને અર્સ્લાન નિઝામી સાથે ગીતની રચના અને નિર્માણમાં કરાયેલા પ્રયાસ વિશે વિગતવાર માહિતી આપી હતી. તેણે જણાવ્યું કે પ્રારંભિક વળતરથી નિર્માણનો ખર્ચ જ માંડ આવરી લેવાયો હતો. અને તેણે…
Mumbai,તા.20 બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડે છેલ્લા 20 વર્ષથી પણ વધુ સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે. તેમને લોકોનો ઘણો પ્રેમ પણ મળ્યો છે. હાલમાં જ તેઓ ‘વેલકમ ટુ ધ જંગલ’ ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. શ્રેયસનું કામ પણ ફિલ્મમાં બધાને ખૂબ ગમ્યું.આ ફિલ્મની શૂટિંગ દરમિયાન શ્રેયસ તલપડે સાથે એક મોટી દુર્ઘટના પણ ઘટી ગઈ હતી. ડિસેમ્બર 2023માં તેમને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે શૂટિંગ દરમિયાન તેમની તબિયત થોડી બગડવા લાગી હતી. તેમની પત્ની તેમને હોસ્પિટલ લઈ જઈ રહી હતી, ત્યારે જ એક્ટર બેહોશ…
Mumbai,તા.20 બોલિવૂડના દિગ્ગજ ડાયરેક્ટર નિતેશ તિવારીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ગણાતી ‘રામાયણ’નું આજે ભવ્ય ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ફિલ્મમાં સીતા માતાનો આઇકોનિક રોલ કરી રહેલી સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ સાઇ પલ્લવીએ પોતાના પાત્રને લઈને અનુભવ વિશે ખુલીને વાત કરી હતી. સાઇ પલ્લવીએ જણાવ્યું કે, ભગવાન રામની પત્ની અને આસ્થાનું પ્રતીક એવા સીતાજીનું પાત્ર ભજવવા માટે તેણે પોતાના વિચારો અને જીવનને શક્ય એટલું શુદ્ધ રાખવાનો પ્રયત્ન કર્યો છે.ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સાઇ પલ્લવી ખૂબ જ ભાવુક દેખાઈ હતી. તેણે પોતાના પાત્ર વિશે વાત કરતા કહ્યું કે, “એક…
Mumbai,તા.20 ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓડિસ્સીએ ભારતમાં પહેલાં દિવસે કુલ ૨૦.૭૬ કરોડ રૂપિયાની કમાણી કરી ભારતમાં પહેલાં દિવસે સૌથી વધારે કમાણી કરનારી હોલિવુડની ટોચની ચાર ફિલ્મોમાં સ્થાન મેળવ્યું છે. પ્રથમ દિવસે ફિલ્મના ૮૪૧૩ શો યોજાયા હતા. ભારતમાં ઓડિસ્સીને ઇંગ્લીશ, હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રજૂ કરવામાં આવી છે.સૌથી વધારે ઇંગ્લીશના ૨૧૧૩ શોમાંથી ૧૩.૭૫ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. તેની સામે હિન્દીમાં ૧૪૬૮ શોમાંથી માત્ર ૧.૯૦ કરોડ રૂપિયાની કમાણી થઇ હતી. જ્યારે તમિલ અને તેલુગુ વર્ઝનમાંથી અનુક્રમે ૧.૧૦ કરોડ અને ૬૫ લાખ રૂપિયાની કમાણી થઇ હતી. સૌથી વધારે દર્શકો આઇમેક્સ ટુડી માં દર્શાવાતા ઇંગ્લીશ વર્ઝનને મળ્યા હતા.ઓડિસ્સીના એડવાન્સ બુકિંગમાં ૩,૯૬,૦૦૦ ટિકિટો બુક…
