Author: Vikram Raval

Mumbai,તા.18 સલમાન ખાનનો નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાને તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે બાળપણમાં હું જાતીય સતામણીનો શિકાર બન્યો હતો. પરંતુ તેણે ઘણા વર્ષો સુધી આ અંગે કોઈની સાથે વાત નહોતી કરી. તેણે રિયાલિટી શો ‘અલાયન્સ’માં આ વાતનો ખુલાસો કર્યો.શોમાં આ અઠવાડિયે સોહેલ ખાનની ટીમ લીડરબોર્ડમાં ટોપ પર રહી હતી. જીતના જશ્ન અને હળવા માહોલ વચ્ચે તેણે બીજા કન્ટેસ્ટન્ટ અર્સલાન ગોની, રૂહી દોસાની અને અલી ગોની સાથેની વાતચીતમાં પોતાના બાળપણનો આ અનુભવ શેર કર્યો હતો. રેગિંગ વિરુદ્ધ વાત કરતા સોહેલે કહ્યું કે, ‘જ્યારે હું નાનો હતો ત્યારે મારું જાતીય શોષણ થયું હતું અને મેં વર્ષો…

Read More

Mumbai,તા.18 જ્યારથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે, ત્યારથી ત્યાંથી અનેક આંચકાજનક સમાચારો સામે આવી રહ્યા છે. ટી20 મેચમાં ભારતની હાર થઈ હતી, તો વન-ડેમાં પણ ટીમ કપરી સ્થિતિનો સામે કરી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ક્રિકેટ ચાહકો માટે સૌથી આંચકાજનક અહેવાલ રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને સામે આવ્યા છે. અટકળો મુજબ, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લૉડ્સ મેદાનમાં રમાનારી ત્રીજી વન-ડે રોહિત શર્માની છેલ્લી મેચ હોઈ શકે છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે રોહિત અને કોહલીના સમર્થનમાં મહત્ત્વની વાત કરી છે. રોહિત શર્મા 2027નો વનડે વર્લ્ડ કપ નહીં રમે તેવી અટકળો અને વિરાટ-ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલો વચ્ચે…

Read More

New Delhi,તા.18 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ રોહિત શર્માના નિવૃત્તિની અફવાઓને ફગાવી દીધી છે, અને સ્પષ્ટતા કરી છે કે લોર્ડ્સમાં રમાનારી વનડે મેચ રોહિતની છેલ્લી મેચ નહીં હોય અને તે ભારત માટે રમવાનું ચાલુ રાખશે. સૈકિયાએ રોહિત વિશેના મીડિયા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા, દાવો કરવામાં આવ્યો છે કે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે રોહિતની છેલ્લી મેચ હશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રોહિત ભારતીય વનડે ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે ટીમની યોજનાઓનો ભાગ છે ત્યાં સુધી તે દેશનું પ્રતિનિધિત કરતો રહેશે. જૂન 2026 ની શરૂઆતમાં, જ્યારે રોહિત અને વિરાટ કોહલીને 2027 ના વનડે વર્લ્ડ…

Read More

Bridgetown , તા. 18 બેટિંગમાં અદ્ભુત કળા, બોલિંગમાં ફાસ્ટ અને સ્પિન બંને પર સમાન નિયંત્રણ અને મેદાનના કોઈપણ ખૂણામાં લાજવાબ ફિલ્ડિંગ. ક્રિકેટ ઇતિહાસમાં કદાચ જ કોઈ એવો ખેલાડી હોય જે આ ત્રણેય માપદંડો પર સર ગારફિલ્ડ (ગેરી) સોબર્સની બરાબરી કરી શક્યો હોય. આ જ કારણે તેમને રમતનાં સૌથી સંપૂર્ણ ઓલરાઉન્્ડર માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝના આ મહાન ક્રિકેટરનું શુક્રવારે 89 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ગેરી સોબર્સનો જન્મ બંને હાથમાં એક-એક વધારાની આંગળી (કુલ 12 આંગળીઓ) સાથે થયો હતો. બાળપણમાં તેમણે પોતે જ કેટગટ (પશુના આંતરડામાંથી બનેલી દોરી) અને એક તીક્ષ્ણ છરીની મદદથી આ વધારાની આંગળીઓને કાપીને અલગ કરી…

Read More

New Delhi, તા. 18 ફિફા વર્લ્ડ કપ 2026 તેના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ પર પહોંચી ગયો છે. આ રવિવારે ન્યૂ યોર્ક-ન્યૂ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમ ખાતે વિશ્વ વિજેતાનો નિર્ણય કરવા માટે ગત ચેમ્પિયન આર્જેન્ટિના અને યુરોપિયન દબદબો ધરાવતી સ્પેનની ટીમ આમને-સામને ટકરાશે. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે યુરોપ અને લેટિન અમેરિકાનાં વર્તમાન ચેમ્પિયન દેશો ફૂટબોલના સર્વોચ્ચ બહુમાન માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. સેમી-ફાઇનલમાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી માત આપીને સતત બીજી વખત ફાઇનલની ટિકિટ મેળવી છે. આજે નંબર 3 માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ…

Read More

New Delhi,તા.18 મેદાન પર શાંત દેખાતા રોહિત શર્મા વાસ્તવમાં કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે. જોકે, તાજેતરમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથેના તેમના સંબંધોમાં ભારે ખટાશ આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. પસંદગી સમિતિ ભવિષ્યમાં વનડે ટીમમાં યશસ્વી જયસ્વાલને વધુ તકો આપવા માંગે છે, જેને ગંભીરનું પણ મૌન સમર્થન છે. ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ જે રીતે ટીમને જોડી રાખતા હતા, તેનાથી વિપરિત ગંભીર અને રોહિત વચ્ચેનો આ ટકરાવ ભૂતકાળના ગાંગુલી અને ગ્રેગ ચેપલ વિવાદની યાદ અપાવે છે. આ વિવાદની શરૂઆત IPL 2024 દરમિયાન થઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં પ્રેકિ્ટસ સેશન બાદ રોહિતે ગંભીરને ભારતીય ટીમના કોચ…

Read More

“મારી સાથે કામે કેમ નથી આવતો” કહી આરીફને પથ્થર વડે માર માર્યો, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો Morbi,તા.17 મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે જૂની પૈસાની લેતીદેતી અને સેન્ટિંગ કામ સાથે ન કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામના જ એક શખ્સે યુવકના વાળ પકડી રસ્તા પર પાડી દઈ દીવાલ સાથે માથું ભટકાવતા યુવક બેભાન થઈ ગયો હતો. ફરિયાદ મુજબ, બેલા (આમરણ) ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ જામ (ઉં.વ. ૨૫) ગત તારીખ ૧૫ જુલાઈના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આજુબાજુ તેમના મિત્રો મુસ્તાકભાઈ મલ્લા અને ફારુકભાઈ જામ સાથે ગામની શેરીમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં બેઠા હતા. તે દરમિયાન…

Read More

અચાનક પેટમાં દુખાવો થયા બાદ બેભાન થઈ જતા દમ તોડ્યો, પરિવારમાં શોક Gondal,તા.17 ગોંડલ તાલુકાના પીપળીયા ગામમાં યુવકને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ ગોંડલ તાલુકાના પીપળીયા ગામમાં રહેતા બુદ્ધિરામ સોરન (ઉં ૨૨) પેટમાં દુખાવો થતા તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક બુદ્ધિરામ સોરન અહીંની કંપનીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવાન…

Read More

 રૂ 30,000 નો મુદ્દામાલ કબજે કર્યો, પ્ર.નગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલ્યો Rajkot,તા.17 શહેરના ઢેબર રોડ રોકડિયા હનુમાન મંદિરની સામે થી એલસીબી ઝોન 1ની ટીમે ચોરાઉ મોટરસાયકલ સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો છગન જોગીયાનીને ઝડપી લઇ રૂપિયા 20,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રે.નગર પોલીસ મથકના ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો છે. વધુ વિગત મુજબ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન વન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રેસકોસ રીંગરોડ પર માધવ સિંધિયાના ગેટ પાસે બગીચા ની ફુટપાળી પર રહેતો નરેશ ટીનો…

Read More

કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા  વૈશ્વિક સ્તરે, ભારત વિકસિત ભારત-૨૦૪૭ ના અમૃતમાં પ્રવેશ્યું છે, જ્યાં આર્થિક પ્રગતિની સાથે, એક મજબૂત, આધુનિક, વૈજ્ઞાનિક અને લોકો-કેન્દ્રિત આરોગ્યસંભાળ પ્રણાલીનું નિર્માણ રાષ્ટ્રીય પ્રાથમિકતા બની ગયું છે. આજે, ભારત ફક્ત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી રાષ્ટ્ર નથી, પરંતુ ઝડપથી ઉભરતો આરોગ્ય મહાસત્તા બનવા તરફ પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્રની સાચી સમૃદ્ધિ તેની ક્ષમતામાં રહેલી છે. કોઈ પણ દેશનું સ્વાસ્થ્ય ફક્ત તેના કુલ સ્થાનિક ઉત્પાદન દ્વારા જ નહીં, પરંતુ તેના નાગરિકોના સ્વાસ્થ્ય, સંશોધન ક્ષમતા, તબીબી નવીનતા અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ દ્વારા પણ માપવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત સરકારનું આરોગ્ય…

Read More