Author: Vikram Raval

“હું મારી જિંદગીથી કંટાળી ગયો છું…” પુત્રને ફોન કરી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું Paddhari,તા.18 પડધરી તાલુકાના મોવૈયા ગામે આધેડે જિંદગીથી નાસીપાસ થઈને ગામના તળાવના કાંઠે ઝેરી દવા ગટગટાવી લેતા તેમનું મોત નીપજ્યું છે. આપઘાતનું આ પગલું ભરતા પહેલાં આધેડે તેમના દીકરાને ફોન કરીને પોતાની વેદના ઠાલવી હતી. દીકરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ પિતાએ દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પડધરી તાલુકાના મોવૈયા ગામે રહેતા કાંતિલાલ લાઘાભાઈ સુદાણી (ઉં.વ. ૫૮)  મિત્રના ઘરે કારેજની વિધી  પતાવ્યા બાદ તળાવના કાંઠે પહોંચીને  ઝેરી દવા પી લીધી હતી, કાંતિલાલે પગલું ભર્યા પહેલા તેમના દીકરાને મોબાઈલ ફોન કર્યો હતો અને જણાવ્યું…

Read More

કામ કરતી વખતે પતરું તૂટી જતાં સર્જાઈ દુર્ઘટના, સારવારમાં દમ તોડ્યો Veraval,તા.18 વેરાવળ તાલુકાના ડારી ગામના ભાલકા ખાતે ગોડાઉનની છત પર કામ કરતી વખતે પતરું તૂટી જતાં નીચે પટકાયેલા આધેડને ગંભીર ઇજાઓ થતા તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દમ તોડ્યો છે, બનાવને લઈ પરિવારમાં શોક છવાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળ તાલુકાના ડારી ગામે રહેતા અને કડીયાકામ કરતા કાનજીભાઈ દાનાભાઈ ધારૈયા (ઉં.વ. ૪૧) ગત તા. ૧૩ જુલાઈ ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ ભાલકા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે આવેલા ગોડાઉનની છત પર કામ કરતી વખતે પતરું તૂટી જતાં કાનજીભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક રાજકોટની…

Read More

ગંભીર ગુનો અને તપાસમાં મળેલા પુરાવાને ધ્યાને લઈ કોર્ટનું કડક વલણ Morbi,તા.18 મોરબીના ચકચારી હત્યા કેસમાં મુસ્લિમ શખ્સને જમીનના સોદાના બહાને બોલાવી કારમાં અપહરણ કરી ફાર્મહાઉસે લઈ જઈ માર મારી હત્યા કર્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહ સળગાવી દાટી તેના ઉપર સિમેન્ટનું કોંક્રિટ ધાબું બનાવી દેવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા સહઆરોપી રમેશ અરજણભાઈ અઘારાની નિયમિત જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. કેસની હકીકત મુજબ, મોરબી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 26 ફેબ્રુઆરી, 2026ના રોજ રિયાઝભાઈ તાજમહમદભાઈ ભટ્ટી (મિયાણા)એ બાલુભાઈ થોભણભાઈ અઘારા સહિત કુલ સાત આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું રચી ફરિયાદીના પિતા…

Read More

ફિલ્મી ઢબે અપહરણ કરી શહેરમાં ફેરવી માર માર્યાનો યુવાનનો આક્ષેપ Rajkot,તા.18 શહેરના આલપ ગ્રીન સિટી પાસે ગાડી સીઝિંગના કામના બાકી નીકળતા માત્ર ૧૫,૦૦૦ રૂપિયાની ઉઘરાણી મામલે યુવાનનું ફિલ્મી ઢબે કારમાં અપહરણ કરી આરોપી તેને કારમાં ગોંધી રાખી, શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફેરવીને પાઇપ વડે બેરહેમ માર મારી, લોહીલુહાણ હાલતમાં રસ્તા પર ફેંકી નાસી છૂટ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ, સાધુ વાસવાણી રોડ પર આવેલા આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતો અને ગાડી સીઝિંગનું કામ કરતો મયુર વશરામભાઈ પરમાર (ઉં.વ. ૨૪) આજે સવારે આશરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ આલપ ગ્રીન સિટી પાસે બેઠો…

Read More

કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે શખ્સની અટકાયત કરી ભુજ જેલમાં ધકેલ્યો Rajkot,તા.18 શહેર પોલીસ કમિશનરે સપાટો બોલાવી માથાભારે શખસ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું છે.જેમાં કુવાડવા રોડ પોલીસ મથકના ચોપડે મારામારીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ માથાભારે અજય ઉર્ફે સંજય રોજાસરાની પાસા તળે અટકાયત કરી ભુજ જેલ હવાલે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે મારામારી સહિતના શરીર સંબંધી ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા. માથાભારે શખ્સો સામે કડક હાથે કામગીરી કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગુનેગારોનો ઈતિહાસ ચકાસતા જેમાં શહેરના નવાગામ આણંદ પર ખાતે રંગીલા સોસાયટીમાં રહેતો…

Read More

એલસીબી ઝોન ટુની ટીમે ત્રણ શખ્સોને ઝડપી લઇ 55,500નો મુદ્દામાલ કબજે કર્યો Rajkot,તા.18 શહેરના જામનગર રોડ પર આવેલા પરસાણા નગર શેરીનગર સાતમા મકાનમાં જુગાર રમતા ત્રણ શખ્સોને એલસીબી ઝોન ટુ ની ટીમે ઝડપી લઇ રૂપિયા 55.500નો મુદ્દામાલ કબજે કર્યો અને બીજા દરોડામાં યુનિવર્સિટી રોડ ભગતસિંહ ગાર્ડન પાસે ચામુંડા ડેરી નેશનલ પંજાબી હોટલની પાછળ રહેણાંકના મકાનમાં જુગાર રમતા સાત શકુનીને ઝડપી પાડ્યા અને રૂ 56500 નો મુદામાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં તહેવારો પૂર્વે ઠેર ઠેર જુગારના પટ મંડાયા છે જેને કડક હાથે ડામી દેવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ…

Read More

તા.19-07-2026 રવિવાર મેષ આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે વિશેષ કાળજી લેવાની જરૂર છે. બદલાતા હવામાનને કારણે આરોગ્ય બગડી શકે છે. ભોજનમાં જરા પણ બેદરકાર ના રહેશો. ધંધાની દ્રષ્ટિએ દિવસ સુખદ રહેશે. વૃષભ આજે તમારી રાશિમાં શુભ યોગની રચના થઈ રહી છે. મોડી સાંજ સુધીમાં લાંબા સમયથી બાકી રહેલી ડીલને અંતિમ સ્વરૂપ આપી શકાય છે. કાર્યક્ષેત્રમાં તમને વિશેષ માન મળી શકે છે. મિથુન જે લોકો કોઈ પ્રકારનાં સર્જનાત્મક કાર્ય સાથે સંકળાયેલા છે તેમના માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે. આવા લોકોના પ્રોજેક્ટ્‌સ આજે સફળ થશે અને આજનો દિવસ ખૂબ રચનાત્મક રહેશે. કર્ક આજનો દિવસ તમને લાભ આપવા જઈ રહ્યો છે અને…

Read More

તા.19-07-2026 રવિવાર તિથિ (છઠ ) – ૨૭ઃ૪૪ઃ૫૧ સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – ૧૮ઃ૦૧ઃ૦૫ સુધી કરણ ભાવ – ૧૬ઃ૦૯ઃ૦૧ સુધી, બાલવ – ૨૭ઃ૪૪ઃ૫૧ સુધી પક્ષ શુક્લ યોગ વરિયાન – ૨૦ઃ૪૫ઃ૨૫ સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૩ઃ૫૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૭ઃ૧૪ ચંદ્ર રાશિ સિંહ – ૨૩ઃ૫૯ઃ૩૮ સુધી ચંદ્રોદય ૦૯ઃ૫૬ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૨ઃ૨૬ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૩ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૦૩ઃ૫૩ થી ૦૬ઃ૫૭ઃ૨૭ ના, ૦૬ઃ૫૭ઃ૨૭ થી ૦૭ઃ૫૧ઃ૦૦ ના કુલિક ૦૬ઃ૫૭ઃ૨૭ થી ૦૭ઃ૫૧ઃ૦૦ ના દુરી / મરણ ૧૨ઃ૧૮ઃ૪૭ થી…

Read More

ફાલ્ગુની વસાવડા હે ઈશ્વર.            ‌ આપનાં શ્રીચરણોમાં મારાં સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. ગિર સોમનાથ બાદ હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર અને એની આસપાસમાં વરસાદ પડયો! સૂરતમાં અતિભારે વરસાદ પડયો અને કમર સુધીના પાણી ભરાઈ ગયાં, અને જનજીવન ખોરવાઈ ગયું, શાળાઓમાં રજા જાહેર કરાઇ! મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થયો. આપણે ત્યાં આવાં વરસાદને બારે મેઘ ખાંગા થયા! એવું કહેવાય છે. કુદરતી હોય કે કુત્રિમ! માનવીને સંકટનાં સમયે સૌથી પહેલાં ઈશ્વર યાદ આવે છે, અને આ આજકાલનું નથી યગોયુગોથી સંકટ સમયની સાંકળ તરીકે જ ઈશ્વરને યાદ કરવામાં આવે છે. વાદળોનો…

Read More

કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા વૈશ્વિક સ્તરે, ભારત 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલ્વે પોર્ટલના લોન્ચ દ્વારા પુરાવા મળ્યા મુજબ, કેન્દ્રીય રેલ્વે મંત્રાલયે 14 જુલાઈ, 2026 ના રોજ રેલ્વે પોર્ટલ શરૂ કર્યું. આ દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા માટે આંતરિક ભ્રષ્ટાચાર-મુક્ત પારદર્શિતા, જવાબદારી અને ઉન્નત ફરજો દ્વારા ઉન્નત શાસનની જરૂર છે. દરમિયાન, ૧૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ શરૂ થયેલા યુકે-યુકે એફટીએ સહિત ૫૬ થી વધુ દેશો સાથેના એફટીએ, ૯૯% માલને ડ્યુટી-ફ્રી બનાવશે. મુંબઈ અને કોલકાતા બંદરોથી નિકાસ તે દિવસે શરૂ થઈ હતી. હું, એડવોકેટ કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા, મહારાષ્ટ્ર, માનું છું કે ભારત-યુકે મુક્ત વેપાર કરાર અને…

Read More