- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
New Delhi,તા.18 ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ રોહિત શર્માના નિવૃત્તિની અફવાઓને ફગાવી દીધી છે, અને સ્પષ્ટતા કરી છે કે લોર્ડ્સમાં રમાનારી વનડે મેચ રોહિતની છેલ્લી મેચ નહીં હોય અને તે ભારત માટે રમવાનું ચાલુ રાખશે. સૈકિયાએ રોહિત વિશેના મીડિયા અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા, દાવો કરવામાં આવ્યો છે કે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે રોહિતની છેલ્લી મેચ હશે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રોહિત ભારતીય વનડે ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે ટીમની યોજનાઓનો ભાગ છે ત્યાં સુધી તે દેશનું પ્રતિનિધિત કરતો રહેશે. જૂન 2026 ની શરૂઆતમાં, જ્યારે રોહિત અને વિરાટ કોહલીને 2027 ના વનડે વર્લ્ડ…
Bridgetown , તા. 18 બેટિંગમાં અદ્ભુત કળા, બોલિંગમાં ફાસ્ટ અને સ્પિન બંને પર સમાન નિયંત્રણ અને મેદાનના કોઈપણ ખૂણામાં લાજવાબ ફિલ્ડિંગ. ક્રિકેટ ઇતિહાસમાં કદાચ જ કોઈ એવો ખેલાડી હોય જે આ ત્રણેય માપદંડો પર સર ગારફિલ્ડ (ગેરી) સોબર્સની બરાબરી કરી શક્યો હોય. આ જ કારણે તેમને રમતનાં સૌથી સંપૂર્ણ ઓલરાઉન્્ડર માનવામાં આવે છે. વેસ્ટ ઈન્ડિઝના આ મહાન ક્રિકેટરનું શુક્રવારે 89 વર્ષની વયે નિધન થઈ ગયું છે. ગેરી સોબર્સનો જન્મ બંને હાથમાં એક-એક વધારાની આંગળી (કુલ 12 આંગળીઓ) સાથે થયો હતો. બાળપણમાં તેમણે પોતે જ કેટગટ (પશુના આંતરડામાંથી બનેલી દોરી) અને એક તીક્ષ્ણ છરીની મદદથી આ વધારાની આંગળીઓને કાપીને અલગ કરી…
New Delhi, તા. 18 ફિફા વર્લ્ડ કપ 2026 તેના અંતિમ અને સૌથી રોમાંચક પડાવ પર પહોંચી ગયો છે. આ રવિવારે ન્યૂ યોર્ક-ન્યૂ જર્સીના પ્રખ્યાત મેટલાઇફ સ્ટેડિયમ ખાતે વિશ્વ વિજેતાનો નિર્ણય કરવા માટે ગત ચેમ્પિયન આર્જેન્ટિના અને યુરોપિયન દબદબો ધરાવતી સ્પેનની ટીમ આમને-સામને ટકરાશે. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પ્રથમ વખત બની રહ્યું છે જ્યારે યુરોપ અને લેટિન અમેરિકાનાં વર્તમાન ચેમ્પિયન દેશો ફૂટબોલના સર્વોચ્ચ બહુમાન માટે એકબીજા સામે મેદાનમાં ઉતરશે. સેમી-ફાઇનલમાં સ્પેને ફ્રાન્સને 2-0 થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે, જ્યારે આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને 2-1 થી માત આપીને સતત બીજી વખત ફાઇનલની ટિકિટ મેળવી છે. આજે નંબર 3 માટે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ…
New Delhi,તા.18 મેદાન પર શાંત દેખાતા રોહિત શર્મા વાસ્તવમાં કડક નિર્ણયો લેવા માટે જાણીતા છે. જોકે, તાજેતરમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર સાથેના તેમના સંબંધોમાં ભારે ખટાશ આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. પસંદગી સમિતિ ભવિષ્યમાં વનડે ટીમમાં યશસ્વી જયસ્વાલને વધુ તકો આપવા માંગે છે, જેને ગંભીરનું પણ મૌન સમર્થન છે. ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ જે રીતે ટીમને જોડી રાખતા હતા, તેનાથી વિપરિત ગંભીર અને રોહિત વચ્ચેનો આ ટકરાવ ભૂતકાળના ગાંગુલી અને ગ્રેગ ચેપલ વિવાદની યાદ અપાવે છે. આ વિવાદની શરૂઆત IPL 2024 દરમિયાન થઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં પ્રેકિ્ટસ સેશન બાદ રોહિતે ગંભીરને ભારતીય ટીમના કોચ…
“મારી સાથે કામે કેમ નથી આવતો” કહી આરીફને પથ્થર વડે માર માર્યો, એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો Morbi,તા.17 મોરબી તાલુકાના બેલા (આમરણ) ગામે જૂની પૈસાની લેતીદેતી અને સેન્ટિંગ કામ સાથે ન કરવા બાબતે યુવક પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. ગામના જ એક શખ્સે યુવકના વાળ પકડી રસ્તા પર પાડી દઈ દીવાલ સાથે માથું ભટકાવતા યુવક બેભાન થઈ ગયો હતો. ફરિયાદ મુજબ, બેલા (આમરણ) ગામે રહેતા આરીફભાઈ હાજીભાઈ જામ (ઉં.વ. ૨૫) ગત તારીખ ૧૫ જુલાઈના રોજ રાત્રે ૧૦ વાગ્યાની આજુબાજુ તેમના મિત્રો મુસ્તાકભાઈ મલ્લા અને ફારુકભાઈ જામ સાથે ગામની શેરીમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાં બેઠા હતા. તે દરમિયાન…
અચાનક પેટમાં દુખાવો થયા બાદ બેભાન થઈ જતા દમ તોડ્યો, પરિવારમાં શોક Gondal,તા.17 ગોંડલ તાલુકાના પીપળીયા ગામમાં યુવકને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ ગોંડલ તાલુકાના પીપળીયા ગામમાં રહેતા બુદ્ધિરામ સોરન (ઉં ૨૨) પેટમાં દુખાવો થતા તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. જેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક બુદ્ધિરામ સોરન અહીંની કંપનીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. યુવાન…
રૂ 30,000 નો મુદ્દામાલ કબજે કર્યો, પ્ર.નગર પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલ્યો Rajkot,તા.17 શહેરના ઢેબર રોડ રોકડિયા હનુમાન મંદિરની સામે થી એલસીબી ઝોન 1ની ટીમે ચોરાઉ મોટરસાયકલ સાથે રીઢો તસ્કર નરેશ ઉર્ફે ટીનો છગન જોગીયાનીને ઝડપી લઇ રૂપિયા 20,000 નો મુદ્દામાલ કબજે કરી પ્રે.નગર પોલીસ મથકના ટુ-વ્હીલર ચોરીનો ભેદ ઉકેલાયો છે. વધુ વિગત મુજબ શહેરમાં વધતા જતા આર્થિક ગુનાઓને અટકાવવા અને ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે એલસીબી ઝોન વન ની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રેસકોસ રીંગરોડ પર માધવ સિંધિયાના ગેટ પાસે બગીચા ની ફુટપાળી પર રહેતો નરેશ ટીનો…
કિશન સન્મુખદાસ ભવનાની, ગોંદિયા વૈશ્વિક સ્તરે, ભારત વિકસિત ભારત-૨૦૪૭ ના અમૃતમાં પ્રવેશ્યું છે, જ્યાં આર્થિક પ્રગતિની સાથે, એક મજબૂત, આધુનિક, વૈજ્ઞાનિક અને લોકો-કેન્દ્રિત આરોગ્યસંભાળ પ્રણાલીનું નિર્માણ રાષ્ટ્રીય પ્રાથમિકતા બની ગયું છે. આજે, ભારત ફક્ત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો લોકશાહી રાષ્ટ્ર નથી, પરંતુ ઝડપથી ઉભરતો આરોગ્ય મહાસત્તા બનવા તરફ પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. કોઈપણ રાષ્ટ્રની સાચી સમૃદ્ધિ તેની ક્ષમતામાં રહેલી છે. કોઈ પણ દેશનું સ્વાસ્થ્ય ફક્ત તેના કુલ સ્થાનિક ઉત્પાદન દ્વારા જ નહીં, પરંતુ તેના નાગરિકોના સ્વાસ્થ્ય, સંશોધન ક્ષમતા, તબીબી નવીનતા અને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓ દ્વારા પણ માપવામાં આવે છે. આ જ કારણ છે કે ભારત સરકારનું આરોગ્ય…
Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ગત સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં એકંદરે સકારાત્મક પરંતુ વોલેટાઇલ વલણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક અનિશ્ચિતતા, ઉપરના સ્તરે નફાવસૂલી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પસંદગીયુક્ત વેચવાલીને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. જોકે સપ્તાહના મધ્યભાગથી સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી, પ્રથમ ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો અંગેનો આશાવાદ, બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને પાવર સેક્ટરમાં મજબૂતી તેમજ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે બજારમાં પુનઃ તેજી જોવા મળી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન મુખ્ય સૂચકાંકો મહત્વના આધાર સ્તરો ઉપર ટકી રહ્યા હતા, જે રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. તેમ છતાં દરેક તેજી દરમિયાન નફાવસૂલી જોવા મળતાં બજારમાં અસ્થિરતા યથાવત્…
તા.18-07-2026 શનિવાર તિથિ પંચમી (પાંચમ) – ૨૭ઃ૪૪ઃ૫૧ સુધી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની – ૧૮ઃ૦૧ઃ૦૫ સુધી કરણ ભાવ – ૧૬ઃ૦૯ઃ૦૧ સુધી, બાલવ – ૨૭ઃ૪૪ઃ૫૧ સુધી પક્ષ શુક્લ યોગ વરિયાન – ૨૦ઃ૪૫ઃ૨૫ સુધી વાર શનિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૬ઃ૦૩ઃ૫૩ સૂર્યાસ્ત ૧૯ઃ૨૭ઃ૧૪ ચંદ્ર રાશિ સિંહ – ૨૩ઃ૫૯ઃ૩૮ સુધી ચંદ્રોદય ૦૯ઃ૫૬ઃ૫૯ ચંદ્રાસ્ત ૨૨ઃ૨૬ઃ૫૯ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮ પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ ૧૩ઃ૨૩ઃ૨૦ અશુભ સમય દુર મુહુર્ત ૦૬ઃ૦૩ઃ૫૩ થી ૦૬ઃ૫૭ઃ૨૭ ના, ૦૬ઃ૫૭ઃ૨૭ થી ૦૭ઃ૫૧ઃ૦૦ ના કુલિક ૦૬ઃ૫૭ઃ૨૭ થી ૦૭ઃ૫૧ઃ૦૦ ના દુરી / મરણ ૧૨ઃ૧૮ઃ૪૭ થી…
