- દશેરા કેમ ઉજવવામાં આવે છે? બાળકો માટે ભગવાન શ્રીરામ અને રાવણની પ્રેરણાદાયક વાર્તા
- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૧૦ હજારનો દંડ
Author: Vikram Raval
New Delhi,તા.18 ગુજરાત એ દેશના વિકાસનું મોડેલ બન્યુ છે અને હજું પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે તે હાલમાં જ નીતિ આયોગના એક રિપોર્ટથી ફરી એક વખત સાબીત થયું છે. ખાસ કરીને ઉદ્યોગ સહિતના ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા નવા મૂડીરોકાણ માટે સાનુકુળતા સહિતના ક્ષેત્રે ગુજરાતે ફરી નંબર-વન સ્થાન મેળવ્યુ છે. નીતિ આયોગના ઈન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડસીનેસ ઈન્ડેકસમાં 56.6%ના સ્કોર સાથે ગુજરાત એ પ્રથમ ક્રમે છે. નીતિ આયોગના 100 પોઈન્ટ સુધીના આ સ્કોરમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર નંબર-2ના સ્થાને 53.7 સ્કોર સામે તામિલનાડુ 53.3, ગોવા 53.1 તથા ઓડીસા 52.4 સ્કોર સાથે ટોપ પાંચમાં સ્થાન ધરાવે છે. જયારે સૌથી બોટમમાં પુર્વાંતરના રાજયો સિકકીમ, મણીપુરની સાથે ત્રણ…
Britain તા.18 બ્રિટનમાં શુક્રવારે સતાધારી દળ લેબર પાર્ટીએ એન્ડી બર્નહમને પોતાના નવા નેતા પસંદ કરી લીધા છે. આ સાથે જ તેમનો વડાપ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે, તેઓ આગામી સપ્તાહે પીએમ પદના શપથ લેશે. મેક ફિલ્ડના સાંસદ એન્ડી બર્નહમની નિયુક્તિ શુક્રવારે લેબર પાર્ટીના વિશેષ સંમેલનમાં ઔપચારિક રીતે કરવામાં આવી. પાર્ટીમાં આ પદ માટે એન્ડી બર્નહમ એકમાત્ર ઉમેદવાર હતા. લેબર પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી સમીતીની પ્રમુખ અને ગૃહમંત્રી શબાના મહમૂદે તેમના નામની જાહેરાત કરી. બીજી બાજુ વર્તમાન વડાપ્રધાન કીટ સ્ટારમર કિંગ ચાર્લ્સ તૃતીયને સોમવારે રાજીનામુ સોંપશે અને કિંગ, બર્નહમને પદ માટે આમંત્રીત કરશે. જયારે બર્નહમે કહ્યું હતું- હું પાર્ટીનું નેતૃત્વ કરવા…
Washington,તા.18 ઈરાનમાં સાતમા દિવસે પણ અમેરિકાના હુમલા ચાલુ છે. અમેરિકી સેનાએ કાર્યવાહી દરમિયાન ઈરાનમાં પુલો અને પાણીના પ્લાન્ટ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકી સેનાની કાર્યવાહી હોર્મુઝમાં મડાગાંઠને લઈને ટ્રમ્પની ધમકી બાદ થઈ રહી છે. કુવૈતે બીજીવાર ઈરાની મિસાઈલ-ડ્રોનનો જવાબ આપ્યોઃ કુવૈતી સેનાએ કહ્યું છે કે તે ઈરાની મિસાઈલ અને હુમલાનો જવાબ આપી રહ્યું છે. સેનાએ નાગરિકોને અધિકારીઓ દ્વારા જાહેર સુરક્ષા નિર્દેશોનું સખ્તાઈથી પાલન કરવાની અપીલ કરી છે. છેલ્લા કેટલાક કલાકોમાં આ બીજી વાર છે, જયારે કુવૈતી સેનાએ પોતાના ક્ષેત્ર તરફ આવતા શત્રુતા પુર્ણ લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આદિવાસીઓએ જણાવ્યું છે. સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અમેરિકાએ જાસ્ક…
New Delhi, તા.18 સોમવારે શરૂ થઇ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલ એજન્ડામાં હજુ સુધી બંધારણ સુધારા વિધેયક કે જે નવા સીમાંકન સાથે જોડાયેલું છે તે રજુ કરવા અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ સરકારે જ બંને ગૃહોમાં બંધારણ સુધારા વિધેયક પસાર કરાવવા માટે તૈયાર હોવાના સંકેત છે અને તેના પગલે સંસદના શિયાળુ સત્ર એક દેશ, એક ચૂંટણીના ખરડો પણ રજૂ કરી દેવાશે. તો વધુ એક વિધેયક જે જેમાં વડાપ્રધાન તથા મુખ્યમંત્રીઓ અને રાજયના અને કેન્દ્રના મંત્રીઓ જો કોઇ ફોજદારી અપરાધમાં 30 દિવસ સુધી પોલીસ કે ન્યાય કસ્ટડીમાં રહે તો આપોઆપ તેમના હોદ્દા પરથી દુર થઇ…
New Delhi,તા.18 નીટ’ પરીક્ષા પેપર લીક તથા તેના પગલે હતાશ થયેલા 20થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યાની નૈતિક જવાબદારી લઈ શિક્ષણમંત્રી ધરમેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતર મંતર પર કોકરોચ જનતા પાર્ટીના મંચ પર ઉપવાસ કરી રહેલા લદાખના એકટીવિસ્ટ સોમન વાંગચૂકનું સ્વાસ્થ્ય લથડતા જ આજે વહેલી સવારે દિલ્હી પોલીસે સોનમ વાંગચૂકને ઉઠાવી સફદરજંગ હોસ્પીટલમાં દાખલ કરી દેવાયા છે અને ત્યાં તેઓને તાકીદની સારવાર અપાશે તો બીજી તરફ હવે સોમવારની સંસદ કૂચના કાર્યક્રમ સામે પણ પ્રશ્ન ઉઠયા છે. દિલ્હી પોલીસે કોઈ ગડબડ સર્જાય નહી તે માટે વહેલી સવારે બહું સરળતાથી આ કામગીરી કરી હતી. વાંગચૂકના ઉપવાસનો આજે 20મો દિવસ…
Mumbai,તા.18 બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન બાદ હવે અભિનેતા આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર આવ્યા છે. શનિવારે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી એક ધમકીભર્યો પત્ર અને ઓડિયો મેસેજ જાહેર કરવામાં આવ્યો છે. આ પત્રમાં ગેંગના સભ્યો આરઝૂ બિશ્નોઈ અને ટાયસન બિશ્નોઈના નામ લખેલા છે. પત્રમાં આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્નને ‘લવ જેહાદ’ ગણાવીને અભિનેતાને ગંભીર પરિણામો ભોગવવાની અને પાઠ ભણાવવાની ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા પત્રમાં સંસ્કૃતિ અને દેશનો ઉલ્લેખગેંગ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, “આમિર ખાન જેવા લોકો સ્ટારડમના નામે આપણા દેશમાં લવ જેહાદને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે અમારી સંસ્કૃતિ અને દેશ…
Mumbai,તા.18 સની દેઓલ ૧૯૮૫માં આવેલી તેની એકશન ફિલ્મ અર્જુનની સિક્વલ ‘અર્જુન ટુ’ બનાવવાની ફિરાકમાં છે. આ ફિલ્મમાં સની તેના નાના પુત્ર રાજવીર દેઓલને એક્શન હીરો તરીકે રજૂ કરવા માંગે છે.હાલ સની દેઓલ ‘ગદર ટુ’ અને ‘જાટ’ ફિલ્મોની સફળતાને પગલે એક્શન હીરો તરીકે ડિમાન્ડમાં છે. સનીની આગામી ફિલ્મ રાજકુમાર સંતોષી નિર્દેશિત ‘બટવારા ૧૯૪૭’ છે જેને ૧૪ ઓગસ્ટે રજૂ કરવામાં આવશે.બીજી તરફ રાજવીર દેઓલને ૨૦૨૩માં અવિનાશ બડજાત્યા નિર્દેશિત ફિલ્મ ‘દોનોમાં રોમેન્ટિક હીરો તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. જોકે, આ ફિલ્મ સદંતર ફલોપ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે રાહુલ રવૈલ નિર્દેશિત ‘અર્જુન’ ફિલ્મથી સનીની કેરિયર ઉંચકાઈ હતી. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા તેની હિરોઈન હતી.
Mumbai,તા.18 હુમાર કુરેશીના બોય ફ્રેન્ડ રચિત સિંહે તે અને હુમા ઓક્ટોબરમાં લગ્ન કરી લેવાનાં હોવાની ચર્ચાઓ નકારી હતી.આલિયા ભટ્ટ અને રણવીર સિંહ જેવા સફળ ફિલ્મ સ્ટાર્સના એક્ટિંગ કોચ રહી ચૂકેલાં રચિત સિંહની હુમા કુરેશી સાથેની બીજી ફિલ્મ ‘બેબી ડુ ડાઇ ડ’ રજૂ થયા બાદ બંને ઓક્ટોબર મહિનામાં લગ્ન કરી રહ્યા હોવાની કાનાફૂસી ચાલી હતી.પણ રચિતસિંહે આખરે ફોડ પાડી જણાવી દીધું છે કે તે અને હુમા કુરેશી લગ્ન કરવાના નથી. રચિતસિંહે જણાવ્યું હતું કે પતા નહીં કૌન કહા મેરી મેરેજ કરા રહા હૈ મેં સોચ રહા હું અપની મમ્મી કા નંબર દે દું. સબ લોગ મુઝ સે ફોન કર કે પૂછ…
Mumbai,તા.18 સલમાન ખાનનો નાના ભાઈ અને એક્ટર સોહેલ ખાને તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે બાળપણમાં હું જાતીય સતામણીનો શિકાર બન્યો હતો. પરંતુ તેણે ઘણા વર્ષો સુધી આ અંગે કોઈની સાથે વાત નહોતી કરી. તેણે રિયાલિટી શો ‘અલાયન્સ’માં આ વાતનો ખુલાસો કર્યો.શોમાં આ અઠવાડિયે સોહેલ ખાનની ટીમ લીડરબોર્ડમાં ટોપ પર રહી હતી. જીતના જશ્ન અને હળવા માહોલ વચ્ચે તેણે બીજા કન્ટેસ્ટન્ટ અર્સલાન ગોની, રૂહી દોસાની અને અલી ગોની સાથેની વાતચીતમાં પોતાના બાળપણનો આ અનુભવ શેર કર્યો હતો. રેગિંગ વિરુદ્ધ વાત કરતા સોહેલે કહ્યું કે, ‘જ્યારે હું નાનો હતો ત્યારે મારું જાતીય શોષણ થયું હતું અને મેં વર્ષો…
Mumbai,તા.18 જ્યારથી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ છે, ત્યારથી ત્યાંથી અનેક આંચકાજનક સમાચારો સામે આવી રહ્યા છે. ટી20 મેચમાં ભારતની હાર થઈ હતી, તો વન-ડેમાં પણ ટીમ કપરી સ્થિતિનો સામે કરી રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ક્રિકેટ ચાહકો માટે સૌથી આંચકાજનક અહેવાલ રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિને લઈને સામે આવ્યા છે. અટકળો મુજબ, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે લૉડ્સ મેદાનમાં રમાનારી ત્રીજી વન-ડે રોહિત શર્માની છેલ્લી મેચ હોઈ શકે છે. હવે આ મામલે બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલે રોહિત અને કોહલીના સમર્થનમાં મહત્ત્વની વાત કરી છે. રોહિત શર્મા 2027નો વનડે વર્લ્ડ કપ નહીં રમે તેવી અટકળો અને વિરાટ-ગંભીર વચ્ચે અણબનાવના અહેવાલો વચ્ચે…
