Author: Vikram Raval

New Delhi તા.18 નીટ લીકેજ મુદે 20 દિવસના ઉપવાસ બાદ લદાખના એકટીવીસ્ટ સોનમ વાંગચૂકને બળજબરીથી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હવે આ આંદોલનના પ્રણેતા અભિજીત દીપકે જંતર મંતર ખાતે ઉપવાસ શરુ કરી દીધા છે. પોલીસે આ વિસ્તાર ખાલી કરાવ્યા બાદ ફરી એક વખત ત્યાં આંદોલનના ટેકેદારો ઉમટવા લાગતા નવો તનાવ શરુ થયો છે. અભિજીત દીપકે જણાવ્યું કે જંતર મંતર ખાતે તેઓ વાંગચૂકના ઉપવાસ શરુ કરતા અને સોમવારે સંસદભવન ખાતે કૂચનો કાર્યક્રમ પણ યથાવત છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી અમે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા હતા. હવે આ ધૃણીત કૃત્ય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણી કરશું. બીજી તરફ…

Read More

Gandhinagar, તા.18 ખેડૂતો તથા કૃષિ જમીન ધરાવતા હજારો લોકોના હિતમાં રાજ્ય સરકારે મહત્વનો મહેસુલી નિર્ણય લઇને વટહુકમ જારી કર્યો છે જે અંતર્ગત હવે 10 ગુંઠા કરવા વધુ જમીનના ટુકડા નિયમિત થશે. 10 ગુંઠા જમીન ટુકડા પ્રતિબંધક કાયદામાંથી મુક્ત રહેશે. 31-3-2026 સુધીના ટુકડા પ્રતિબંધક કાયદા હેઠળના કેસો રદ કરવામાં આવશે. આ કેસોની સંખ્યા હજારોમાં થવા જાય છે. આ નિર્ણયથી વારસાગત-ભાગલાના પારિવારિક વિખવાદ અટકવા સહિત મોટી રાહત થવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ટુકડા પડતા અટકાવવા તથા જોત એકત્રીકરણ બાબત (સુધારા) વટહુકમ તરીકે ઓળખાવવાનું જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા વટહુકમના આધારે બોમ્બે 62ની કલમ 5માં સુધારા હેઠળ પેટાકલમ-3…

Read More

Ahmedabad,તા.18 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ખાતેના કાર્યક્રમ બાદ ગાંધીનગર પરત જઈ રહ્યા હતા. તે સમયે મુખ્યમંત્રીની જ્યારે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાલી ગામ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે એક હૃદયસ્પર્શી દ્રશ્ય સર્જાયું હતું. શાળા છૂટ્યા બાદ યુનિફોર્મ પહેરીને ઊભેલા માસૂમ બાળકો અને સ્થાનિક ગ્રામજનો મુખ્યમંત્રીની એક ઝલક મેળવવા આતુરતાથી માર્ગની બાજુમાં ઊભા હતા. તે સમયે મુખ્યમંત્રીની નજર આ બાળકો અને ગ્રામજનો પર પડી, તેમણે ક્ષણનોય વિલંબ કર્યા વિના તેમની ગાડી તાત્કાલિક ઉભી રખાવી હતી. મુખ્યમંત્રી પ્રોટોકોલની તમામ મર્યાદાઓ બાજુ પર મૂકીને પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા અને સીધા જ બાળકો તરફ આગળ વધ્યા. ગામડાના ધૂળિયા માર્ગ પર ગુજરાતના શાસકને પોતાની…

Read More

New Delhi તા.18 લાંબા સમય પછી ફરી એક વખત ભારત અને પાકિસ્તાનની સીમા પર સરહદી સુરક્ષા દળોએ શંકાસ્પદ ઘુસણખોરીને અટકાવવા માટે ગોળીબાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના રાજોરીમાં અંકુશ રેખા નજીક કેટલાક લોકોની હિલચાલ જોવા મળી હતી. તેઓ સરહદ પાર કરવાની તૈયારીમાં હોય તેવું જણાતું હતું. પહેલા તેઓને ચેતવણી આપવામાં આવી હતી અને શરણે થવા જણાવ્યું પરંતુ સંભવિત ઘુસણખોરોએ બોર્ડર ફોર્સનો હુકમ માનવાનો ઈન્કાર કરતા રાત્રે 10 વાગ્યે તારકુંડી ચોંકી પાસે તૈનાત જવાનોએ ગોળીબાર કર્યો હતો. લગભગ દોઢ કલાક સુધી બંને તરફથી સામસામા ગોળીબાર ચાલુ રહ્યા હતા બાદમાં ઘુસણખોરો પરત પાકિસ્તાન કબ્જાના કાશ્મીરની સીમામાં ચાલ્યા ગયા હોય તેવું મનાય છે. બાદમાં સુરક્ષાદળોએ…

Read More

New Delhi તા.18 દેશમાં નવી મેડીકલ કોલેજ ખોલવા માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અને હવે કોઈપણ ખાનગી કંપનીઓ પણ મેડીકલ કોલેજ ખોલી શકશે. અત્યાર સુધી નોનપ્રોફીટ કંપનીઓ માટે જ મેડીકલ કોલેજ ખોલવાની છુટ્ટ હતી. પરંતુ હવે સરકારે દેશમાં આરોગ્ય સેવા માટે જે રીતે તબીબોની જરૂર છે. તેથી ખાનગી કંપનીઓને પણ મેડીકલ કોલેજ ખોલવા અને નફો કરવાની મંજુરી આપી છે. તેના કારણે હવે ટોચની અનેક હોસ્પિટલો પણ મેડીકલ કોલેજ ખોલી શકશે. આમ મેડીકલ શિક્ષણમાં એક વ્યાપક ફેરફાર થશે. સરકારે અત્યાર સુધી ટ્રસ્ટ અને સોસાયટી જેનો ઉદેશ નફો કરવાનો ન હોય તેને જ આ પ્રકારે મેડીકલ કોલેજ ખોલવા મંજુરી આપી…

Read More

Sriharikota તા.18 આજે સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા ભારતના પ્રથમ ખાનગી ઓર્બીટર વિક્રમ-1 ના લોન્ચીંગ સાથે જ એક ઐતિહાસિક સફળતા મળી છે અને આ ઓર્બીટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલું એક પોસ્ટકાર્ડ પણ સાથે પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે. કંપનીએ જાહેર કર્યુ હતું કે, પે લોડમાં એક ખાસ ચીજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એક પોસ્ટકાર્ડ પર વંદેમાતરમ લખાયુ છે અને તે પોસ્ટકાર્ડ હવે અવકાશમાં રોકેટ સાથે પહોંચ્યુ છે અને તે પણ એક મહત્વની સિદ્ધિ બની રહેશે.

Read More

Sriharikota, તા.18 દેશમાં અવકાશી અભિયાનમાં એક મોટી છલાંગ સમાન સિદ્ધિમાં ભારતનું પહેલું ખાનગી ઓર્બીટર વિક્રમ-1 નું આજે શ્રીહરિકોટાના લોન્ચીંગ સેન્ટર પરથી સફળતાપુર્વક રવાના કરાયુ છે. આમ ભારતમાં હવે આ ખાનગી રોકેટ લોન્ચીંગમાં એક નવી સફળતા સાથે ઈતિહાસ રચાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ બદલ સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપ્યા હતા. આંધ્રપ્રદેશના હરિકોટાથી વિક્રમ-1 નું લોન્ચીંગ કેન્દ્રીય મંત્રી ડો.જીતેન્દ્રસિંહ તથા ઈસરોના ટોચના વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા અને વિક્રમ-1 પૃથ્વીથી 450 કી.મી. દુરની ભ્રમણકક્ષામાં જશે. આ લોન્ચીંગને મિશન આગમન નામ અપાયુ હતું. બપોરે 12.05 કલાકે આ લોન્ચીંગ થયું છે અને તે દેશભરમાં એક યાદગાર પળ બની રહી છે. દેશના મહાન અવકાશ વૈજ્ઞાનિક…

Read More

સૌરાષ્ટ્રમાં અન્ય સ્થળોએ તડકા-છાંયડા વચ્ચે હળવા ઝાપટા Bhavnagar ,તા.18 ભાવનગર શહેર  જિલ્લામાં ગઇકાલે 05 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ તડકા-છાંયડા વચ્ચે છુટાછવાયા હળવા ઝાપટા વરસ્યા હતા. ભાવનગરથી મળતા અહેવાલો મુજબ ભાવનગરમાં અઠવાડિયાના વિરામ બાદ ગઈકાલથી ફરી વરસાદી માહોલ બંધાયો છે.  શુક્રવારે બપોર બાદ ભાવનગર શહેરમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઘોઘા અને જેસર પંથકમાં પણ વરસાદ પડ્યો હતો. ગોહિલવાડ પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. બપોરે શહેરમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. જ્યારે ઘોઘા અને જેસર પંથકમાં પણ બપોરે વરસાદ પડ્યો હતો. આજે…

Read More

Rajkot, તા.18 ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સર્જાવા લાગ્યો હોય તેમ કેટલાંક ભાગોમાં ઝાપટા-હળવો વરસાદ થઇ રહ્યો છે. હવે દક્ષિણ ગુજરાતમાં જમાવટ થવા લાગી હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં ચાર ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે રાજ્યના 25 જિલ્લાના 95 તાલુકામાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં સૌથી વધુ 94 મીમી વરસાદ થયો હતો. નાનપોંઢામાં 37 મીમી તથા ધરમપુરમાં 27 મીમી હતો. નવસારીના ખેરગામમાં 55 મીમી પાણી વરસ્યું હતું. સુરતના કામરેજમાં 54 મીમી,  પાલસાણામાં 36 મીમી તથા બારડોલીમાં 25 મીમી વરસાદ થયો હતો. ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જેવા અન્ય જિલ્લાઓમાં ઝાપટાથી એક ઇંચ સુધીનો વરસાદ હતો. કચ્છમાં…

Read More

New Delhi તા.18 દેશભરની જિલ્લા અદાલતોમાં મહિલા વકીલો માટે પાયાની સુવિધાઓના અભાવ અંગે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની પીઠે કર્ણાટકની તાલુકા અદાલતોમાં મહિલાઓ માટે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ન હોવા પર ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. CJIએ આ સ્થિતિને દયનીય ગણાવી હતી અને કહ્યું હતું કે, આપણી દીકરીઓ માટે આવી સ્થિતિ હોવી એ ખૂબ ચિંતાજનક છે. તેમણે તમામ રાજ્યોના એડવોકેટ જનરલને આ બાબતે કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. સુનાવણી દરમિયાન CJIએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ફંડ નથી તેવું બહાનું હવે ચલાવી લેવામાં આવશે નહીં, કારણ કે આ મૂળભૂત માનવ અધિકારો…

Read More