- Wankaner નજીક સિરામિક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વખતે ક્લીનરનું કચડાઈ જતા મોત
- Morbiના ગુંગણ ગામે ટ્રેક્ટર અને રોટાવેટર વચ્ચે આવી જતા યુવાનનું મોત
- જો સપા સત્તામાં હોત, તો રામલીલા દરમિયાન રમખાણો ફાટી નીકળ્યા હોત, Yogi Adityanath
- તમિલનાડુમાં ૧૨૮ સ્થળોએ આરએસએસ પથ સંચલનની પરવાનગી, Madras High Courtનો નિર્ણય
- રોક મ્યુઝિક સ્ટાર Mahesh Tinaikarનું ૬૩ વર્ષની વયે અવસાન; ફરહાન અખ્તર અને વિશાલ દદલાનીએ શ્રદ્ધાંજલિ આપી
- ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તેની રમતમાં સુધારો કરવાનો છે, Shafali Verma
- Yashasvi Jaiswal માત્ર એક મેચ રમ્યા બાદ ટીમમાંથી બહાર; મુંબઈએ રણજી ટ્રોફી મેચ માટે ટીમની જાહેરાત કરી
- રાજ્ય સરકારનો મોટો નિર્ણયઃ બાંધકામ સાઇટ પર શ્રમિકો માટે Food Delivery કરશે
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન તથા ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના વળતર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરતા પહેલાં અસરગ્રસ્ત જમીનોના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને ખેડૂતોના નામોમાં રહેલી ભૂલો સુધારવાની માંગ કરવામાં આવી છે. ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરનાર કંપની દ્વારા બજારભાવ નક્કી કરવા અંગે અગાઉ કોઈ પૂર્વનોટીસ કે લેખિત જાણ કરવામાં આવી નથી. ઉપરાંત, કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટીસમાં પણ કાયદાકીય રીતે જરૂરી ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો…
ગંજીપાનાથી તીનપત્તી રમતા ૭ શખ્સ ઝડપાયા, રોકડ સહિત રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબજે (નયના દવે દ્વારા) Jamnagar તા.૩૦ઃ લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં વાડીના શેઢા પાસે જાહેરમાં ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને જામનગર એલસીબીએ દરોડો પાડી ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૬૦ હજાર રોકડા, સાત મોબાઇલ ફોન, એક કાર અને બે મોટરસાઇકલ મળી કુલ રૂ.૫.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અરજણભાઈ કોડીયાતર, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ભરતભાઈ ડાંગરને મળેલી ખાનગી બાતમીના આધારે વીરડા વાડી સીમમાં રમેશભાઈ ગાગીયાની વાડીના શેઢા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં સાત શખ્સો તીનપત્તીનો જુગાર રમતા મળી આવતા પોલીસે તમામને ઝડપી લીધા…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ Morbiમાં રહેતા યુવાને પોતાના મિત્રને દેશી કટ્ટો કારતુસ સાથે સાચવવા આપ્યો હતો તેમજ દેશી કટ્ટો લઈને યુવાન વિસીપરામાં બેસવા ગયો હતો જ્યાં પેન્ટના નેફામાં દેશી કટ્ટો (બંદુક) મુકવા જતા મિસ ફાયર થતા યુવાનને જાંધના ભાગે ગોળી લાગતા ઈજાગ્રસ્ત યુવાનને મોરબી બાદ રાજકોટ સારવાર માટે ખસેડાયો છે પોલીસે બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા મુકેશભાઈ પ્રેમજીભાઈ ચાવડાએ આરોપીઓ આશિષ હેમંત આદ્રોજા રહે રવાપર રોડ મોરબી અને રાજેશ ખીમજી પરમાર રહે વિસીપરા મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રાત્રીના દસેક વાગ્યે પોતાની પાસે રહેલ…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ નીચી માંડલ ગામે બે મિત્રો દુકાને નાસ્તો લેવા ગયા હતા ત્યારે બે ઇસમોએ ગાળો આપી હાથ ઉગામી મારવાનો પ્રયાસ કર્યો હતો અને હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે મૂળ ચોટીલા તાલુકાના સુરઈ ગામના વતની હાલ મોરબીના નીચી માંડલ નજીક સેનીસ્ટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા હિતેશ ગોવિંદભાઈ છાસીયા (ઉ.વ.૨૮) આરોપીઓ જીતુભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ રહે બંને નીચી માંડલ ગામની સીમ તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮ ના રાત્રીના સાડા આઠેક વાગ્યે ફરિયાદી અને મિત્ર…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ મકનસર ગામમાં રહેતા ૪૪ વર્ષીય આધેડે પોતાની જાતે વહેલી સવારના સુમારે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા અરજણભાઈ મેરૂભાઈ સનુરા (ઉ.વ.૪૪) નામના આધેડે પોતાના ઘરે સવારના બે થી ચાર વાગ્યા આસપાસ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ મોરબી જીલ્લામાં તસ્કરો બેફામ બની ગયા છે છાશવારે કેબલ વાયર ચોરી, ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો બનતા રહે છે પોલીસની નિષ્ક્રિયતાને પગલે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે માળિયાના ચીખલી ગામની સીમમાંથી તસ્કરો પીજીવીસીએલના ૧૫૬૦ મીટર વાયર ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના લુંટાવદર ગામના રહેવાસી હાર્દિકભાઈ રમેશભાઈ વિજયકર (ઉ.વ.૩૪) વાળાએ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૬ ના બપોરના અઢી પોણા ત્રણ વાગ્યાથી રાત્રીના સાડા નવ વાગ્યા દરમીયાન અજાણ્યા ચોર ઇસમોએ માળિયા તાલુકાના ચીખલી ગામની સીમમાં પીજીવીસીએલ પીપળીયા સબ ડીવીઝન તાબા હેઠળ આવેલ સુલ્તાનપુર ગામથી ચીખમી જતા આશરે ૨૦૦…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૩૦ઃ માળિયા નવાગામ વાંઢ વિસ્તારમાં રેડ કરી પોલીસે દેશી દારૂ અને દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત રૂ ૧.૨૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે માળિયા નવાગામ વાંઢ વિસ્તાર વોકળા કાંઠે રેડ કરી હતી સ્થળ પરથી પોલીસ ટીમે ૧૪૦૦ લીટર આથો કીમત રૂ ૩૫,૦૦૦ તેમજ ૮ બાચકા જેમાં દેશી દારૂ ભરેલો હતો તેમાંથી કુલ દેશી દારૂ ૪૩૦ લીટર કીમત રૂ ૮૬,૦૦૦ અને દારૂ બનાવવાનો ઠંડો આથો સહીત કુલ રૂ ૧,૨૧,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી સમીર જાક્મ જેડા રહે નવાગામ…
ગુજરાતની ધરતીને જો કોઈ એક દૃશ્યમાં ઓળખવી હોય તો કદાચ એ દૃશ્ય હશેરાતનું આકાશ, વચ્ચે ઝળહળતો દીવો, તેની આસપાસ વર્તુળમાં ફરતા અસંખ્ય પગલાં, હાથની તાળીઓનો લયબદ્ધ નાદ, ઢોલના ધબકારા અને હવામાં તરતો એક જ સ્વર‘‘જય અંબે!’’ Navratri આવે ત્યારે ગુજરાત માત્ર એક ઉત્સવ ઉજવતું નથી; ગુજરાત પોતાની ઓળખને ફરી એકવાર જીવે છે. વર્ષના અન્ય દિવસોમાં વ્યસ્ત, દોડતું અને આધુનિકતાની ગતિ સાથે આગળ વધતું ગુજરાત નવરાત્રિની નવ રાતો દરમિયાન પોતાની મૂળ સંસ્કૃતિના આંગણે પાછું ફરે છે. રંગો, રાસ, ગરબા, શ્રદ્ધા, સંગીત, લોકકળા, વસ્ત્રો અને માનવીય મિલનઆ બધું એકસાથે ભેગું થઈને એવી ગાથા રચે છે, જેને શબ્દોમાં સંપૂર્ણ રીતે વ્યક્ત કરવી મુશ્કેલ…
શાહી ઇમામે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ ટિપ્પણી અસ્વીકાર્ય: Dhirendra Krishna Shastri પાસેથી માફીની માંગ કરી Punjab, તા.૩૦ પંજાબના લુધિયાણામાં ધાર્મિક પ્રવચન દરમિયાન પંડિત Dhirendra Krishna Shastri દ્વારા આવેલા નિવેદનને કારણે વાતાવરણ ગરમાયુંછે. પંજાબના શાહી ઇમામ મૌલાના મોહમ્મદ ઉસ્માન રહેમાની લુધિયાનવીએ ધીરેન્દ્ર શાસ્ત્રીની ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવ્યો છે. શાહી ઇમામે જણાવ્યું હતું કે ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી કોઈપણ ટિપ્પણી અસ્વીકાર્ય છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસેથી માફીની માંગ કરી હતી.શાહી ઇમામે ચેતવણી આપી હતી કે જો માફી નહીં માંગવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ધર્મ વિશે નિવેદનો આપતી વખતે બધા ધર્મોની ભાવનાઓ…
પોલીસે એકઠા કરેલા પુરાવા પ્રમાણે તેણે કૌશલપુરી કોલોનીમાં પોતાના પિતા રવીન્દ્ર મિશ્રાના નામે એક મકાન ખરીદ્યું હતું લખનૌ, તા.૩૦ Ayodhya Ram Mandirમાં દાન ચોરી મામલે મોટો ખુલાસો થયો છે. આરોપી અનુકલ્પ મિશ્રાએ એકલા હાથે જ એક કરોડ રૂપિયાથી વધુની દાન ચોરી કરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસની ચાર્જશીટમાં આ વિગતો નોંધવામાં આવી છે. તે અગાઉ ૨૦૨૪માં રામ મંદિર ટ્રસ્ટના કાર્યકર્તા તરીકે ગણતરીના કામમાં જોડાયેલો હતો. પછી ૨૦૨૫માં રામ મંદિર ટ્રસ્ટ અને જીમ્ૈં વચ્ચે ગણતરી ખંડની વ્યવસ્થા સાથે ગણતરીની રકમને બેન્કમાં જમા કરાવવા માટે થયેલા કરાર બાદ, બેન્ક દ્વારા નિમાયેલી એજન્સી સેનિક સિક્યોરિટી સર્વિસના એજન્ટ તરીકે પણ કાર્યરત રહ્યો હતો. આ…
