Author: Vikram Raval

Ayodhya તા.9 અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતાં દાનની ગણતરી દરમિયાન અંદાજે 2 થી 3 કરોડ રૂપિયાની ચોરી થઈ હોવાનો ખુલાસો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની તપાસમાં થયો છે. આ કૌભાંડની શરૂઆત ટ્રેનિંગ મેળવતાં કર્મચારીઓ દ્વારા કપડામાં રૂ।.500ની એક-બે નોટો છુપાવીને બહાર લઈ જવાથી થઈ હતી.  શરૂઆતમાં કોઈ પકડાયું ન હોવાથી આરોપીઓનો ઉત્સાહ વધ્યો અને ધીમે-ધીમે તેઓ નોટોની આખેઆખી થપ્પીઓ અને બંડલો ગાયબ કરવા લાગ્યાં હતાં. SIT ની તપાસમાં સામે આવ્યું છે કે દાન ગણવાના રૂમમાં લગાવેલાં સીસીટીવી કેમેરાના મોનિટરિંગમાં મોટી બેદરકારી રાખવામાં આવી હતી. ઘણી વખત કંટ્રોલ રૂમમાં કોઈ હાજર જ રહેતું ન હતું, જેનાં કારણે કર્મચારીઓ…

Read More

New Delhi તા.9 ડીએમયુ અને ઈએમયુની જેમ બનાવવામાં આવેલી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન (એચએમયુ) સોનીપતથી જીંદ વચ્ચે પોતાની પહેલી કોમર્શિયલ રન શરૂ કરવા તૈયાર છે. વડાપ્રધાન મોદી આ ટ્રેનને 13 કે 17 જુલાઈએ લીલીઝંડી દેખાડી શકે છે. 17 જુલાઈએ કોમર્શિયલ લોન્ચીંગની વધુ આશા છે. સૂત્રોએ જણાવ્યું છે કે આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચલાવવામાં આવશે. દરરોજ બે ફેરા થશે. સપ્તાહમાં એક દિવસ રેસ્ટ ડે હશે. ત્યારે તેનું મેન્ટેનન્સ થશે. દિવસમાં માત્ર બે ફેરા લગાવવાનું કારણ તેની ફયુલ કેપીસીટી છે. ટ્રેનમાં એકવાર ફયુલ ભરવા પર તે 350 થી 360 કિલોમીટર સુધી જ ચાલી શકશે. આ સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેવી જ હશે.…

Read More

New Delhi,તા.09 ભારતમાં ડિજીટલ બેન્કીંગ સહિતના વધતા જતા બેન્કીંગ વ્યવહારોમાં ગ્રાહકને દરેક લેવડદેવડ કે બેન્ક સાથે જોડાયેલા એલર્ટ એસએમએસથી મોકલવામાં આવે છે. જેના પર બેન્કો દર ત્રણ માસે ગ્રાહક પાસેથી એસએમએસ ચાર્જ વસુલે છે પણ રિઝર્વ બેન્કે તા.24 જૂનના એક આદેશમાં હવે બેન્કો આ પ્રકારના કોઈ એસ.એમ.એસ. ચાર્જ વસુલી શકશે નહી તેવો આદેશ આપતા બેન્કો પર વર્ષે રૂા.300 કરોડ જેટલું ભારણ વધી જશે. બેન્કો ગ્રાહક પાસેથી આ પ્રકારે દર ત્રણ મહિને રૂા.15-18 કે તેથી વધુ જે એસએમએસ ચાર્જ વસુલે છે તેના પર રોક આવી ગઈ છે. જો કે તેની સાથે રિઝર્વ બેન્કે રૂા.500 સુધીના વ્યવહારમાં એસએમએસ મોકલવા કે નહી તે…

Read More

Ravi Bhatt રોકાણકાર મિત્રો, આનંદ ને…!! બુધવારના રોજ ભારતીય શેરબજારમાં દિવસની શરૂઆતથી જ ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને દિવસના અંતે પણ આ નબળાઈ યથાવત્ રહેતાં મુખ્ય સૂચકાંકો ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાંથી મળેલા નકારાત્મક સંકેતો, વધતા ક્રૂડ ઓઇલના ભાવ, ભૂરાજકીય અનિશ્ચિતતા, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી અને છેલ્લા કેટલાક અઠવાડિયામાં થયેલી તેજી બાદ વ્યાપક નફાવસૂલીને કારણે બજારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. ખાસ કરીને બેન્કિંગ, નાણાકીય સેવાઓ, માહિતી પ્રૌદ્યોગિકી, વાહન અને ધાતુ ક્ષેત્રના ભારે વજન ધરાવતા શેરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા સમગ્ર બજાર ઉપર દબાણ વધ્યું હતું. દિવસ દરમિયાન ખરીદદારોનો અભાવ અને સતત વેચવાલીને કારણે રોકાણકારો સાવચેતીભર્યો અભિગમ…

Read More

તા.09-07-2026 ગુરુવાર તિથિ નવમી (નોમ) – ૧૦ઃ૪૦ઃ૨૧ સુધી નક્ષત્ર અશ્વિની – ૧૪ઃ૫૬ઃ૫૮ સુધી કરણ ગરજ – ૧૦ઃ૪૦ઃ૨૧ સુધી, વાણિજ – ૨૧ઃ૩૪ઃ૦૦ સુધી પક્ષ કૃષ્ણ યોગ સુકર્મા – ૧૦ઃ૧૧ઃ૨૧ સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય ૦૫ઃ૨૯ઃ૫૦ સૂર્યાસ્ત ૧૯ઃ૨૨ઃ૨૩ ચંદ્ર રાશિ મેશ ચંદ્રોદય ૨૫ઃ૦૦ઃ૫૯ ચંદ્રાસ્ત ૧૪ઃ૦૫ઃ૦૦ ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત ૧૯૪૮   પરાભવ વિક્રમ સંવત ૨૦૮૩ કાળી સંવત ૫૧૨૭ પ્રવિષ્ટા / ગત્તે ૨૫ મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ ૧૩ઃ૫૨ઃ૩૨ અશુભ સમય દુર મુહુર્ત ૧૦ઃ૦૭ઃ૨૧ થી ૧૧ઃ૦૨ઃ૫૧ ના, ૧૫ઃ૪૦ઃ૨૨ થી ૧૬ઃ૩૫ઃ૫૨ ના કુલિક ૧૦ઃ૦૭ઃ૨૧ થી ૧૧ઃ૦૨ઃ૫૧ ના દુરી / મરણ ૧૫ઃ૪૦ઃ૨૨ થી ૧૬ઃ૩૫ઃ૫૨ ના રાહુ…

Read More

તા.09-07-2026 ગુરુવાર મેષ આજે તમારા મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે. રૉમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો. શક્ય છે કે આધ્યાત્મિકતા પ્રત્યે પ્રબળ લાગણી હોય. ઉપરાંત, યોગ શિબિર માં જવું, ધાર્મિક ગુરુ ના ઉપદેશો સાંભળવા અથવા આધ્યાત્મિક પુસ્તક વાંચવા માટે સક્ષમ છે. વૃષભ આજે કોઈ…

Read More

Kuwait,તા.૮ ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધ્યો. કુવૈત અને બહેરીને કહ્યું કે તેમને તેમની તરફ જતી મિસાઈલો મળી આવી, જેના કારણે બંને દેશોએ તેમની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓને સક્રિય કરી. જો કે, તે સ્પષ્ટ નથી કે કોઈ મિસાઈલ કોઈ લક્ષ્ય પર પડી છે કે નહીં. કુવૈતી સૈન્યએ જણાવ્યું હતું કે ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ આવનારા હુમલાઓને રોકવા માટે દેશની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરવામાં આવી હતી. એ નોંધવું જોઈએ કે બહેરીને બુધવારે સવારે પણ મિસાઇલો તેના તરફ આગળ વધવાની જાણ કરી હતી, અને દેશભરમાં મિસાઇલ ચેતવણીના સાયરન વાગ્યા હતા. દરમિયાન, અમેરિકન સૈન્યએ બુધવારે વહેલી…

Read More

Junagadh તા. ૮ જૂનાગઢવાસીઓ હવે યોગમય જીવનશૈલી તરફ વળ્યા છે. શહેરમાં આશરે ૧૫૦ જેટલા યોગ ક્લાસ કાર્યરત છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને યોગને રોજિંદા જીવનનો ભાગ બનાવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે જોડાયેલા અને ઝોન કો-ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરાએ જણાવ્યું હતું કે, આજના ભાગદોડ અને તણાવભર્યા જીવનના કારણે લોકોનો યોગ તરફ ઝુકાવ વધ્યો છે. ઉપરાંત ડાયાબિટીસ, સ્થૂળતા, પેટના દર્દો સહિતના અન્ય રોગોથી લોકો પરેશાન જોવા મળે છે. આ સ્થિતિમાં લોકો યોગને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યા છે. આ સાથે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તો ફાયદારૂપ છે જ, સાથે જ મેદસ્વિતા ઘટાડવામાં પણ કારગર છે. જૂનાગઢ શહેરમાં આજે ૧૫૦ જેટલા યોગ ક્લાસ…

Read More

શાહી સ્નાન સાથે સિંહનો રોડ ક્રોસિંગનો વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ Amreli તા.                અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક રાજુલા-ઉના નેશનલ હાઈવે પર અચાનક સિંહ રોડ ક્રોસ કરતો જોવા મળ્યો હતો. સિંહના શાહી સ્નાન સાથે લટાર મારતો વીડિયો વાહનચાલકના મોબાઈલ કેમેરામાં કેદ થયો હતો. અને  સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાએ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે કુતૂહલ સાથે સાવચેતીનો માહોલ સર્જ્યો છે.            અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સંખ્યામાં સતત વધારો થતાં જંગલ વિસ્તાર સીમિત પડી રહ્યો છે. તેના પરિણામે હવે સિંહો જંગલની બહાર…

Read More

Washington,તા.૮ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડનો મુદ્દો ઉઠાવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ડેનમાર્ક નહીં, અમેરિકાનો ગ્રીનલેન્ડ પર નિયંત્રણ હોવો જોઈએ. ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર પોતાના અગાઉના વલણને પુનરાવર્તિત કર્યું, જેના કારણે નાટો દેશોમાં તણાવ પેદા થયો છે. ટ્રમ્પનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે નાટો નેતાઓ તુર્કીમાં સમિટમાં ભાગ લઈ રહ્યા છે. એ નોંધવું જોઈએ કે ગ્રીનલેન્ડ ડેનમાર્કનો અર્ધ-સ્વાયત્ત પ્રદેશ છે, અને ટ્રમ્પ લાંબા સમયથી તેના પર અમેરિકાના નિયંત્રણની માંગ કરી રહ્યા છે. આનાથી યુરોપ અને અમેરિકા વચ્ચેના સંબંધો પર નકારાત્મક અસર પડી છે. હવે, આ મુદ્દો રાજદ્વારી ચર્ચાનો વિષય બની ગયો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગન સાથેની…

Read More