- Stock Marketમાં પ્રત્યાઘાતી ઘટાડે તેજી તરફી અપેક્ષીત ઉછાળો…!!!
- આજનું પંચાંગ
- આજનું રાશિફળ
- Rajkotના વાવડી નજીક દુકાનમાંથી રૂ. ૨.૫૯ લાખના દારૂ સાથે કેમિકલનો ધંધાર્થી ઝડપાયો
- Rajkot: પ્રેમલગ્નનો ખાર રાખી બનેવીનુ ઢીમ ઢાળી દેનાર સાળો કમલેશ રબારી ઝડપાયો
- ઓક્ટોબર ૧૬ – World Food Day
- Amreliમાં સગીરા પર છરીની અણીએ દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ , રૂ. ૧૦ હજારનો દંડ
- પરંપરાગત કારીગરોના કૌશલ્યને આધુનિક સાધનો, ધિરાણ અને બજાર જોડાણનો સહારો આપતી પ્રધાનમંત્રી Vishwakarma Yojana
Author: Vikram Raval
New Delhi,તા.09 રમતગમતની દુનિયામાં ક્યારેક એવા દિવસો આવે છે જે ઈતિહાસનાં પાના પર હંમેશાં માટે અમર થઈ જાય છે. એક જ મંગળવારે, એકબીજાથી હજારો કિલોમીટર દૂર, બે અલગ-અલગ રમતોના મહાન ખેલાડીઓએ સાબિત કરી દીધું કે ઉંમર માત્ર એક આંકડો છે. ટેનિસના કોર્ટ પર 39 વર્ષીય નોવાક જોકોવિચ અને ફૂટબોલના મેદાન પર 39 વર્ષીય લિઓનલ મેસ્સીએ પોતપોતાની મેચમાં જે અદભુત પ્રદર્શન કર્યું, તેણે આખી દુનિયાને આશ્ચર્યમાં મૂકી દીધી છે. આ બંને ખેલાડીઓએ એવા સમયે પોતાની ટીમને અને પોતાને જીત અપાવી, જ્યારે બધાએ માની લીધું હતું કે હવે વાર્તા પૂરી થઈ ગઈ છે. લંડનના વિમ્બલ્ડન ટેનિસ ગ્રાઉન્ડ પર નોવાક જોકોવિચે પચ્ચીસ વર્ષના…
New Delhi, તા. 9 દેશમાં 2000 રૂપિયાની નોટો ચલણમાંથી બહાર થયાં બાદ પણ જો તમારી પાસે આવી કોઈ નોટ બચી ગઈ હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલી નવી વિગતો અનુસાર, 2000 રૂપિયાની નોટો હજુ પણ કાયદેસરનું નાણું છે . નાગરિકો તેને નિર્ધારિત પ્રક્રિયા હેઠળ સરળતાથી બદલાવી શકે છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે બજારમાં ફેલાયેલી મોટાભાગની નોટો સિસ્ટમમાં પરત આવી ચૂકી છે, પરંતુ બાકી રહેલી નોટો સ્વીકારવા માટે બેંક હજુ પણ કટિબદ્ધ છે. અહીં એ નોંધવું જરૂરી છે કે સામાન્ય ગ્રાહકો હવે આ નોટો બદલાવવા માટે પોતાની સ્થાનિક કે વ્યાપારી બેંકોમાં જઈ શકશે…
Washington,તા.09 અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે અમો પહેલાથી જ સૈન્ય તાકાતથી ઈરાન સામે જીતી ચુકયા છીએ. તુર્કીમાં નાટો દેશની બેઠકમાંથી પરત ફરતા એરફોર્સ-વનમાં પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું કે હવે ઈરાન પાસે બહું ઓછો સમય છે. તેઓએ થોડા સમય પુર્વે જ ફોન કર્યો હતો અને તેણે સમજુતી કરવા ખૂબજ ખરાબ રીતે વિનંતી કરે છે પણ તેઓ ડીલ કરવા લાયક છે કે કેમ તે મને સમજાતુ નથી. જો તમો સમજુતી કરવા માંગતા હોય તો શા માટે વ્યાપારી જહાજ પર હુમલા કર્યા છે. તેઓ થોડા પાગલ- થોડા કાબુ બહાર છે. ટ્રમ્પે દાવો કર્યો કે હમણા જ ઈરાન પર મોટો હુમલો…
Tehran તા.9 ઈરાન સાથેની સમજુતીનો અંત લાવ્યા બાદ ફરી એક વખત અમેરિકાએ શરુ કરેલા હુમલામાં એક જ રાતમાં અડધાથી વધુ ઈરાનને ધમરોળી નાંખ્યુ હતું અને પ્રથમ વખત ભારતે વિકસાવેલા ઈરાનના ચાબહાર બંદર પર પણ અમેરિકી દળોએ મિસાઈલ દાગ્યા હતા. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે જાહેર કર્યુ હતું કે, ઈરાનની ડિફેન્સ સીસ્ટમ સમુદ્રી ક્ષેત્ર પર નજર રાખતી રડાર વ્યવસ્થા, મિસાઈલ તથા ડ્રોન સ્ટોરેજ મથકો તથા નૌકાદળ અને અન્ય લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રકચર પર એક જ રાતમાં 90 ટાર્ગેટ પર હુમલા કરાયા છે અને તેમાં ત્રણથી વધુ લોકો માર્યા ગયા છે. પરંતુ ઈરાનના સૈન્ય મથકોને ભારે નુકશાન પહોંચાડાયું છે. બીજી તરફ ઈરાને વળતા જવાબમાં બહેરીન અને…
Gandhinagar, તા.9 છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતના અનેક ભાગોને ધમરોળનારા મેઘરાજાએ હવે વિરામ લીધો હોય તેમ રાજ્યમાં છુટોછવાયો-હળવો વરસાદ જ રહ્યો હતો. છેલ્લા ચોવીસ કલાકમાં માત્ર 14 જિલ્લાના 60 તાલુકામાં વરસાદ હતો. સૌથી વધુ 38 મીમી (દોઢ ઇંચ) વરસાદ વલસાડના નાનાપોંસામાં નોંધાયો હતો. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 24.63 ટકા થયો છે. ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણના ભાગો તથા સૌરાષ્ટ્રના ભાગો તથા સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓને છેલ્લા એક સપ્તાહ દરમિયાન મેઘરાજાએ ધમરોળ્યા હતા. હવે વરસાદી વિરામનો દોર શરૂ થવાના સંકેત હોય તેમ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસાદની માત્રા તથા વિસ્તાર ઘટી ગયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમામે રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો…
Ahmedabad નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિસ્તારમાં વન વિભાગની જમીન સંબંધિત વર્ષો જૂના કેસમાં રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી(AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ તેમની પત્ની સહિત કુલ 9 આરોપીઓને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ વસાવા સહિતના આરોપીઓ દ્વારા આ સજાને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. આજે આ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ વિમલ કે. વ્યાસ સમક્ષ થઇ હતી. જેમાં વસાવા સહિતના આરોપીઓના વકીલે દલીલો કરી હતી. જેમા વસાવા સહિતના આરોપીઓના વકીલે કેસની વિગતો હાઇકોર્ટ સમક્ષ રજૂ કરીને વિવિધ કાયકાકીય પાસાઓ ઉપર દલીલ કરીને સજા સસ્પેન્ડ કરવા માટે રજૂઆત કરી હતી. ત્યારબાદ…
New Delhi,તા. 9 સમગ્ર દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ જતાં હાહાકાર જેવો માહોલ છે. દિલ્હી-એનસીઆરથી લઈને મુંબઈ સુધીનાં મેગા સિટીઝ અને પહાડી રાજ્યોમાં આકાશી આફતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશનાં પ્રમુખ 17 રાજ્યોમાં આગામી દિવસો માટે ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ગંભીર ચેતવણી (એલર્ટ) જાહેર કરવામાં આવી છે. આ કુદરતી આપત્તિ દરમિયાન પ્રભાવિત વિસ્તારોમાં 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની પણ આશંકા સેવાઈ રહી છે, જેના કારણે વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. રાજધાની દિલ્હી અને તેની આસપાસનાં એનસીઆર વિસ્તારોમાં છેલ્લાં 24 કલાકથી અવિરત વરસાદનો દોર ચાલી રહ્યો…
Melbourne,તા.9 ઓસ્ટ્રેલિયાના બે દિવસના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ સીઈએ ફોરમને સંબોધન કર્યું હતું. તેમણે બન્ને દેશોના મુખ્ય વેપારીઓને સંબોધિત કર્યા હતા. આ તકે ઓસ્ટ્રેલિયાએ ગુજરાતમાં મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થની અલ્બનિજના અનુસાર ઓસ્ટ્રેલિયાનું એક પ્રતિનિધિ મંડળ ડિસેમ્બરમાં ભારતના પ્રવાસે આવશે. ભારતમાં ગુજરાતમાં ઓસ્ટ્રેલિયન યુનિ.નું કેમ્પ ખુલશે. એજયુકેશનને લઈને ઓસ્ટ્રેલિયા ભારતમાં મોટું રોકાણ કરશે. બન્ને દેશો વચ્ચે આ સમીટ દરમિયાન અનેક મોટા એલાનો થયા હતા. આ તકે પીએમ મોદીએ જણાવ્યું હતું કે દુનિયા હાલ અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઈ રહી છે. સપ્લાય ચેનમાં રૂકાવટ અને ઉર્જા સંકટની સ્થિતિ બની છે. પરંતુ આવા સમયે ભારત અને ઓસ્ટ્રેલિયાનું ભરોસાલાયક ભાગીદાર…
Ayodhya, તા. 9 રામ મંદિર ટ્રસ્ટનાં ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી ચંપત રાયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ટ્રસ્ટનાં પૂર્વ સભ્ય અનિલ મિશ્રા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચંપત રાયનો દાવો છે કે, ફેબ્રુઆરી 2025માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના અધિકારીઓ સાથે મળીને અનિલ મિશ્રાએ તેમની જાણ કે મંજૂરી વગર જ પૈસાની ગણતરી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરી હતી. તેમણે દાનનાં સંચાલનમાં થયેલી ગેરરીતિઓ માટે અનિલ મિશ્રાને જવાબદાર ઠેરવ્યાં છે. પત્રમાં ચંપત રાયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અનિલ મિશ્રા પાસે બેંક સાથે વહીવટ કરવાની નાણાકીય અને વહીવટી સત્તાઓ હતી. મહાકુંભ દરમિયાન રામ…
Mumbai, તા.9 જે બાળકોના પાલન-પોષણમાં માતા-પિતા કોઈ કસર નથી છોડતા એ બાળકો જયારે મોટા થાય છે ત્યારે વૃધ્દ માતા-પિતાની સંભાળ રાખવાની જવાબદારીથી છટકતા હોય છે. આવા જ એક મહત્વના કેસમાં બોમ્બે હાઈકોર્ટે મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે જો માતા-પિતા પોતાની સંપત્તિ એ શરતે સંતાનોને આપે છે કે તેઓ વૃધ્ધાવસ્થામાં તેમની સાર સંભાળ રાખશે, તો આ શરત પૂરી ન થવા પર તેઓ સંપત્તિ પરત પણ મેળવી શકે છે. અદાલતે વધુમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ અધિકાર માતા-પિતાના આર્થિક રીતે આત્મનિર્ભર થવા પર પણ લાગુ થાય છે. મામલા મુજબ 68 વર્ષીય પિતા એક ઝવેરી છે. તેમણે માર્ચ 2005માં ફલેટ ખરીદયો…
