Author: Vikram Raval

આજીડેમ પોલીસે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા Rajkot તા.૨૯ઃ શહેરના  યુવરાજનગર મેઈન રોડ પર લાકડાના વેપારીના ફળિયામાં બે શખ્સો ઊભા હતા તેની વૃધ્ધએ પૂછપરછ કરતા ગાળો આપવા લાગેલ અને ઢીકા પાટુનો માર મારતા વૃધ્ધ રાડા રાડી કરતા તેમની દીકરી આવી જતા બંને શખ્સો નાસી ગયેલ અને ઇજાગ્રસ્ત વૃદ્ધને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયેલ અને બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે ચોરીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે શહેરના અમદાવાદ ગોંડલ હાઈવે યુવરાજ…

Read More

૨૪૦ બોટલ સાથે વિજય ડાભીની ધરપકડ, રૂ.૧૦.૭૮ લાખનો મુદ્દામાલ કબજે, સપ્લાય ચેઇન અંગે તપાસ Rajkot તા.૨૯ઃ શહેરમાં પીસીબી દ્વારા દારૂના ધંધાથી પર તૂટી પડી સપાટો બોલાવ્યો છે.જેમા ફોર્ચ્યુન હોટલની સામે આંબેડકર નગર જવાના રસ્તા પર વિદેશી દારૂ ભરેલી કાર સાથે વિજય ડાભીની ધરપકડ કરી છે. પોલીસે ૨૪૦ બોટલ દારૂ અને કાર મળી રૂપિયા ૧૦.૭૮ લાખનું મુદ્દામાલ કબજે કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપેલી સુચના ને પગલે પીસીબીના પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પેટ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે ૧૫૦ ફૂટ…

Read More

દરેક વકીલને એક જ બારમાં મતાધિકાર, ફોર્મ ભરવું ફરજિયાત, તા.૧૦ ઓક્ટોબર સુધીમાં પ્રમાણિત યાદી મોકલવા આદેશ Rajkot તા.૨૯ઃ Rajkot સહિત રાજ્યના તમામ બાર એસોસિયેશનની ડિસેમ્બરમાં એક સાથે યોજનારી ચૂંટણીઓ ’વન બાર વન વોટ’ હેઠળ યોજવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નોંધાયેલા તમામ વકીલ સભ્યોની યાદી મોકલવા રાજકોટ સહિત તમામ બાર એસોસિએશનમાં પરિપત્ર મોકલવામાં આવ્યો છે.બાર કાઉન્સિલે જણાવ્યું છે કે એડવોકેટ્‌સ એક્ટ, ૧૯૬૧ હેઠળ ઘડાયેલા ગુજરાત બાર એસોસિએશનના નિયમો, ૨૦૧૫ મુજબ પદ્ધતિસર અને શિસ્તબદ્ધ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. નિયમ મુજબ દરેક ધારાશાસ્ત્રી વન બાર વન વોટ હેઠળ કોઈપણ એક જ બાર એસોસિએશનમાં જ મતાધિકાર ધરાવી શકે છે અને તે માટે…

Read More

ચિત્તરંજન છાટબાર Babra તા.૨૯ઃ બાબરા શહેર અને તાલુકાની અતિ મહત્વની બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ યોજાયા બાદ આજે તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા પરિણામોમાં ખેડૂત અને વેપારીઓએ ભાજપ પ્રેરિત ઉમેદવારોની તરફેણમાં સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. ચૂંટણીમાં ખેડૂત વિભાગની ૮ અને વેપારી વિભાગની ૨ બેઠકો સહિત કુલ ૧૦ બેઠકો પર ભાજપ પ્રેરિત ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. જ્યારે એક અપક્ષ ઉમેદવારે પણ ભાજપ પ્રેરિત ઉમેદવારોને ટેકો જાહેર કરતાં કુલ ૧૧ બેઠકો સાથે યાર્ડમાં ભાજપ પ્રેરિત જૂથનો દબદબો જોવા મળ્યો હતો. પરિણામ જાહેર થતાં જ બાબરા માર્કેટિંગ યાર્ડ ખાતે વિજેતા ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા…

Read More

(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૯ઃ ગ્રાહક અદાલતમાં ચાલતા કેસોમાં વિલંબ મામલે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે  જે પત્રમાં જણાવ્યું છે કે ગ્રાહકને ઝડપી ન્યાય મળે તે જરૂરી છે ગ્રાહક અદાલતમાં ઝડપથી કેસ ચાલે તે જરૂરી છે પરંતુ અહી પાંચ-છ વર્ષ સુધી કેસ ચાલતા હોય છે જીલ્લા ગ્રાહક અદાલતમાં કેસ જીતી ગયા બાદ સામેની પાર્ટી સ્ટેટ કમીશનમાં જાય અને રાજ્ય તકરાર નિવારણ આયોગમાં ગ્રાહકની ઉમર થઇ જાય એટલે કે મૃત્ય પામે ત્યાં સુધી કેસ ચાલતા નથી પાંચ છ વર્ષ સુધી કેસનો કોઈ નિવેડો આવતો નથી જેથી ગ્રાહકોનો વિશ્વાસ…

Read More

શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન શ્રાદ્ધમાં વિકલ્પરૂપે ગૌસેવા, ગરીબોને ભોજન પુણ્યકાર્ય કરાય છે.ભગવાન રામના વરદાન મુજબ કાગડાને અર્પિત કરાયેલું ભોજન પિતૃઓને મળે હાલ ચાલી રહેલા શ્રાદ્ધના દિવસો દરમિયાન લોકો તેમના પિતૃઓને તૃપ્ત કરવા પિંડદાન, બ્રાહ્મણ ભોજન, દાન-પુણ્ય કરે છે. પરંતુ તેની સાથે સાથે શ્રાદ્ધમાં કાગડાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. આપણા પૂર્વજોને અર્પણ કરાયેલ પિંડ કે અન્ન કાગડા સ્વરૂપે સ્વીકારતા હોય છે એવી માન્યતા છે. એટલે જ શ્રાદ્ધ વિધિ દરમિયાન કાગડાને બોલાવીને તેને અન્ન અર્પણ કરવામાં આવે છે. આજના સમયમાં કાગડાની સંખ્યા ઘટી રહી છે. શહેરમાં ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે. ઘણી સોસાયટીઓમાં કે શહેરોમાં શ્રાદ્ધ સમયે કાગડા દેખાતા…

Read More

અલગ-અલગ યુપીઆઈ મારફતે એચડીએફસીમાંથી રૂ.૨.૫૬ લાખ અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્‌સ બેંકમાંથી રૂ.૪૯,૯૭૦ની ઉચાપત (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ઃ ધ્રોલ તાલુકાના હરીપર ગામના રહેવાસી અને ઉપલેટા ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરીમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા હાર્દિકકુમાર ચનાભાઈ ભંડેરી (પટેલ) સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ બન્યો હતો. અજાણ્યા શખ્સે તેમના મોબાઈલનો કોઈ બનાવટી એપ્લિકેશન મારફતે અથવા અન્ય રીતે પ્રવેશ મેળવી બેંક ખાતા તથા પાસવર્ડની માહિતી મેળવી બે અલગ-અલગ બેંક ખાતામાંથી કુલ રૂ.૩,૦૬,૯૬૯ ઉપાડી લીધા હતા. ફરિયાદી હાર્દિકકુમાર ભંડેરી પોતાની પત્ની સાથે તા.૨૩ ઓગસ્ટે હરીપર ગામથી ટ્રેન મારફતે મહારાષ્ટ્રના માથેરાન ખાતે ફરવા ગયા હતા. તા.૨૪ ઓગસ્ટે માથેરાન પહોંચ્યા બાદ ત્યાં મોબાઈલ નેટવર્કની સમસ્યા…

Read More

(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ઃ જામનગર જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે વિવિધ પોલીસ મથકો હેઠળ અલગ અલગ સ્થળે નવ દરોડા પાડી કુલ ૧૨ શખ્સોને ઝડપી લીધા છે. પોલીસની કાર્યવાહીમાં એકી-બેકી તથા વરલી મટકાના જુગારના કુલ રૂ.૩,૦૨૦ની રોકડ રકમ ઉપરાંત જુગારનું સાહિત્ય અને બોલપેન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.સીટી-એ ડિવિઝન પોલીસે સાત રસ્તા સર્કલ પાસે બે અલગ દરોડા પાડી એકી-બેકીનો જુગાર રમતા મહેન્દ્રસિંહ જાડેજા તથા હુશેન નોતિયારને રૂ.૪૬૦ સાથે અને હબીબ સમા તથા મકબૂલ ઉર્ફે નટો દેખાનને રૂ.૮૬૦ સાથે ઝડપી લીધા હતા. કાલાવડ ગ્રામ્ય પોલીસે નીકાવા ગામના જુદા જુદા બે સ્થળે કાર્યવાહી કરી ભરત દાફડાને વરલી મટકાના આંકડા લખતા રૂ.૪૦૦ના…

Read More

જોડિયા તાલુકાના જશાપર ગામના ખેડૂત પ્રૌઢને રૂ.૨૯ લાખની લોન સામે લાખોનું રાક્ષસી વ્યાજ વસૂલ્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ઃ Jamnagar જોડિયા તાલુકાના જશાપર ગામના ૫૬ વર્ષીય ખેડૂતે લતીપર ગામના બે શખ્સો સામે લાયસન્સ વિના નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે રકમ વસૂલવા તેમજ ધાકધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૨), ૩૫૧(૧), ૫૪ તથા ગુજરાત મનીલેન્ડર્સ અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.ફરિયાદી નરભેરામ ડાયાભાઈ પનારા ખેતીકામ કરે છે. ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૩માં પુત્રના લગ્ન તથા રાજકોટમાં મકાન ખરીદવા માટે નાણાંની જરૂર પડતાં લતીપરના જનકભાઈ જીલુભાઈ ડાંગર પાસેથી પ્રથમ રૂ.૫ લાખ ૩ ટકા માસિક વ્યાજે…

Read More

રહેવાસીઓનું કલેક્ટર, કમિશનર અને એસપીને આવેદન, પરવાનગી ન આપવા માંગ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૯ઃ Jamnagar શહેરના ગીતા મંદિર નજીકના રહેણાંક વિસ્તારમાં જેન-ઝી ગરબા મહોત્સવના નામે નવરાત્રીના મેગા આયોજનની જાહેરાત થતાં સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. પારસ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, પંચવટી ગૌશાળા વિસ્તાર, મહાવીર સોસાયટી અને અંબાવિજય કો-ઓપરેટિવ સોસાયટીના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી આ પ્રકારના આયોજનને મંજૂરી ન આપવા માંગ કરી છે.રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ગીતા મંદિર નજીકના એક કોમન પ્લોટમાં ૪૦૦૦ જેટલા ખેલૈયાઓ એ.સી. ડોમમાં ગરબા રમી શકે તેવી વ્યવસ્થા સાથે રાત્રિના ૧૦થી ૨ વાગ્યા સુધી જેન-ઝી ગરબા મહોત્સવ યોજવાની…

Read More