- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા નજીક રાજકોટ-જામનગર હાઇવે પર રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને પુરઝડપે અને બેદરકારીપૂર્વક દોડી આવેલી કારના ચાલકે હડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક વાહન સાથે જામનગર તરફ નાસી છૂટ્યો હતો.આ અંગે મોડપર ગામે રહેતા જગદીશભાઇ ચનાભાઇ મકવાણાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ પરિવાર સાથે મોડપર ગામે રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે. તેમના સસરાના મોટાભાઇ હરજીભાઇ વાલજીભાઇ ચૌહાણ ઉંમર આશરે ૬૯ વર્ષ, હાલ વડોદરા ખાતે રહેતા હતા અને મૂળ મોટા વાગુદળ ગામના વતની હતા. બનાવના દિવસે હરજીભાઇ ચૌહાણ મોડપર…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ લાલપુર પોલીસે ચાર થાંભલા નજીક મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં દરોડો પાડી બજાજ મેક્સીમા રિક્ષામાંથી વિદેશી દારૂના ૮૫ ચપટા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે દારૂ તથા રિક્ષા સહિત કુલ રૂ.૧.૬૭ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની ટીમ લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ચાર થાંભલાથી આગળ મુથુટ ફાઇનાન્સવાળી ગલીમાં એક રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન પીળા રંગની બજાજ મેક્સીમા રિક્ષા નં. જીજે-૧૦-ટીડબલ્યુ-૭૨૪૮માં ચાલક તરીકે હાજર હુસેન ફારુકભાઈ પટેલ…
પોસ્ટ ખાતાની અંદાજે ૬૦ લાખથી વધુની હેરાફેરીમાં સંડોવણી ખૂલતા સાયબર સેલની કાર્યવાહી (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં કેટલાક ખાતાઓમાંથી સાયબર ફ્રોડના કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં રૂ. ૬૪ લાખથી વધુની હેરાફેરી અંગે નોંધાયેલી ફરિયાદમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન પોસ્ટ ઓફિસના કર્મચારી આફતાબ યાકુબ માડકીયાની સંડોવણી ખૂલતાં ચકચાર મચી ગઈ છે. આ સંડોવણી સામે આવ્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે હેડ પોસ્ટ માસ્તરને વિધિવત નોટિસ પાઠવવામાં આવી છે. આ ઉપરાંત, એમ.પી. શાહ મેડિકલ…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ Jamnagar જિલ્લામાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં જામજોધપુર તથા પંચકોશી બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારના બે અલગ-અલગ દરોડા પાડી કુલ ૧૫ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને કુલ રૂા.૪૪,૫૫૦ની રોકડ રકમ કબજે કરવામાં આવી હતી.જામજોધપુર પોલીસે દોઢીયા વાડી વિસ્તારમાં શિલ્પાબેન ગોવિંદભાઈ વંશના મકાન બહાર સ્ટ્રીટલાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. દરમિયાન શિલ્પાબેન વંશ, દક્ષાબેન ઘેટીયા, મોતીબેન બેરા, ભાવનાબેન મારૂ, જસુબેન વસરા, વિજયાબેન સાપરિયા, પ્રવીણાબેન જાદવ, હિમાનીબેન મારૂ અને પન્નાબેન કાનાબાર મળી કુલ નવ મહિલાઓ જુગાર રમતાં ઝડપાઈ હતી. પોલીસે સ્થળ પરથી રૂા.૧૪,૨૫૦ રોકડા તથા ગંજીપત્તાનાં…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એસઓજી અને મેઘપર (પડાણા) પોલીસની સંયુક્ત ટીમે મેઘપર ગામમાંથી ૪ કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે રૂા.૨.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. એસઓજી તથા મેઘપર (પડાણા) પોલીસની ટીમ સંયુક્ત પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એસઓજીના વિરેન્દ્રસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા અને મયુરરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મેઘપર ગામમાં આરઓ પ્લાન્ટ પાસે આવેલા મકાનની ઓરડીમાં રહેતો સુનિલકુમાર રામબાબુ રાય ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે.બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઓરડીમાંથી સુનિલકુમાર રામબાબુ રાય (મૂળ…
ત્રણ શખ્સોએ એકસંપ થઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કર્યાનો આક્ષેપ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગર તાલુકાના સિક્કા વિસ્તારમાં દોઢેક વર્ષ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ એકસંપ થઈ યુવક પર છરીથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદી સબીર ઈબ્રાહીમ ધોડીવારા (ઉ.વ.૪૧), રહે. સિક્કા, તાલાબ કોલોની પાસે, ચિશ્તિયા ચોક, દાઉદ જેડાની દુકાનની બાજુમાં, ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ સબીરભાઈ રોજની જેમ વહેલી સવારે નમાજ માટે જતા હતા. દરમિયાન સવા પાંચેક વાગ્યાના અરસામાં જૂની મચ્છીપીઠથી યાસીન મેપાણીના ઘર પાસેથી પસાર થતાં યાસીન મેપાણી, સલીયો તથા ઈમુડો સુંભણિયા ત્યાં બેઠેલા…
તમે વકીલ છો થાય તે કરી લેજો કહી, પડકાર્યાનો આક્ષેપ: પુત્રને ફરી ગરબીમાં મોકલશો તો જાનથી મારી નાખવાની ધમકી (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગરના રણજીતસાગર રોડ વિસ્તારમાં ગરબીની ફી ભરવા બાબતે વકીલના ૧૨ વર્ષના પુત્રને થપ્પડ મારવાના બનાવ અંગે ગરબી સંચાલકની પુત્રી સહિત બે મહિલાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદી માતા પોતે જામનગર કોર્ટમાં વકીલાતની પ્રેક્ટિસ કરતી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. ફરિયાદ મુજબ, તા.૨૩ સપ્ટેમ્બરની રાત્રે વૃંદાવન પાર્ક વિસ્તારમાં યોજાતી જય અંબે ગરબીની પ્રેક્ટિસમાં ફરિયાદી એડવોકેટ નો ૧૨ વર્ષનો પુત્ર ગયો હતો. તેની ગરબીની ફી ભરવાની બાકી હોવાથી સંચાલક રીયાબેન બજાજે ફરિયાદીને ફોન કર્યો હતો. ત્યારબાદ રીયાબેનની પુત્રી…
ગીર ફોરેસ્ટની ૧૦ ટીમોએ દિવસ-રાત એક કરી સિંહને પાંજરે પૂર્યો, ૪૨ કલાકના મેગા ઓપરેશન બાદ વનતંત્રને મળી સફળતા (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૮ઃ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બારપટોળી ગામે બે વનકર્મીઓ પર સિંહના હુમલાની ઘટના બાદ છેલ્લા ૪૨ કલાકથી ચાલી રહેલા વનવિભાગના મેગા ઓપરેશનને આખરે સફળતા મળી છે. બારપટોળી ગામે હુમલો કર્યા બાદ રાજુલા તાલુકાના કાતર ગામ તરફ પહોંચેલા હુમલાખોર સિંહને ગીર ફોરેસ્ટની ટીમોએ સતત મોનિટરિંગ અને ઘેરાબંધી બાદ કર્યા બાદ આખરે પાંજરે પૂરી દેતા વનવિભાગે રાહતનો શ્વાસ લીધો છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, રાજુલા તાલુકાના બારપટોળી ગામે સિંહ દ્વારા બે વનકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યા બાદ વનવિભાગે તાત્કાલિક સિંહની…
૧૪ બેઠકો માટે ૨૯ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ, વેપારી વિભાગમાં ૧૦૦ ટકા અને ખેડૂત વિભાગમાં ૯૭.૬૫ ટકા મતદાન ચિત્તરંજન છાટબાર Babra તા.૨૮ઃ બાબરા શહેર અને તાલુકા માટે અતિ મહત્વની ગણાતી બાબરા માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીનું આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. સવારે ૯થી સાંજના ૫ વાગ્યા સુધી યોજાયેલા મતદાનમાં ખેડૂતો અને વેપારીઓએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બાબરા માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની ૧૦ અને વેપારી વિભાગની ૪ મળી કુલ ૧૪ ડિરેકટર ની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૨૯ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠકો સામે ૨૧ ઉમેદવારો અને વેપારી વિભાગની ૪ બેઠકો સામે ૮…
(મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૮ઃ જાફરાબાદ તાલુકાના કાગવદર ગામમાં આવેલી વિંના એનર્જી કંપનીની પવનચક્કીની લાઈનમાં ફરી એક વખત રાષ્ટ્રીય પક્ષી મોર મોતનો ભોગ બન્યો હોવાની ઘટના સામે આવી છે. જેને લઈ આ વિસ્તારમાં ચકચાર મચી છે. પવનચક્કીની લાઈનના વિસ્તારમાં મોર આવી જતા કરંટ લાગવાથી તેનું મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃત મોરને પોસ્ટમોર્ટમ માટે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે લાવવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોરના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ખાસ કરીને માત્ર ૧૩ દિવસના ટૂંકા ગાળામાં આ…
