- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
વેકેશનમાં કામગીરી કરાવ્યા બાદ વળતર રજાની પણ સર્વિસબુકમાં એન્ટ્રી નહીં થતાં કર્મચારીઓમાં રોષ (મિલાપ રૂપારેલ દ્વારા) Amreli તા.૨૮ઃ અમરેલી જિલ્લામાં ઉનાળાના વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરીમાં ફરજ બજાવનારા કર્મચારીઓને કામગીરી પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ પણ વેતન કે વળતર મળ્યું નથી. એટલું જ નહીં, વેકેશનના સમયગાળામાં કામગીરી કરનારા કર્મચારીઓને મળવાપાત્ર વળતર રજા મંજૂર કરી તેની સર્વિસબુકમાં એન્ટ્રી પણ કરવામાં ન આવતા આ અંગે અમરેલી જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર અમરેલીએ એક પરિપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી છે. ત્યારે વહીવટી તંત્રની નબળી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. અમરેલી જિલ્લામાં ઉનાળાના વેકેશન દરમિયાન વસ્તી ગણતરીની કામગીરી…
સાવકા પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા સગીર પુત્રીને મજબૂર કરવાના કેસમાં માતાની સક્રિય ભૂમિકા હોવાનું જણાવી સરકારી વકીલે વિરોધ કર્યો (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ Jamnagar જિલ્લામાં સગીર પુત્રીને તેના સાવકા પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરવાના ચકચારી કેસમાં ધરપકડ બાદ જેલમાં રહેલી સગીરાની માતાએ કરેલી જામીન અરજી પોક્સો કેસોની ખાસ અદાલતે રદ કરી છે.આ કેસની વિગતો મુજબ, સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પોતાની માતા અને સાવકા પિતા સાથે રહેતી હતી. દરમિયાન તેની માતાએ તેને સાવકા પિતા સાથે શારીરિક સંબંધ બાંધવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ એક રાત્રે માતાએ ગરમી થતી હોવાનું જણાવીને સગીરાને ઘરની અગાશી પર…
(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત શખ્સોને સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂા.૧૫,૮૦૦ તથા ગંજીપત્તાના ૫૨ પાનાં કબજે કર્યા હતા. પોલીસની વિગતો મુજબ, તા.૨૭ સપ્ટેમ્બરના રોજ ગુલાબનગરમાં રામમંદિરથી આગળ સાંકડી શેરીમાં જાહેરમાં ગોળ કુંડાળું વળી કેટલાક શખ્સો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સુનિલ કિશોરભાઈ રોલીયા (ઉ.વ.૩૦), ડાયાભાઈ ઘેલાભાઈ ધ્રાંગીયા (ઉ.વ.૪૨), મહેશભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૪૭), વીમલ જીવાભાઈ મકવાણા (ઉ.વ.૩૨), નરશીભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૪૫), દિનેશભાઈ ભરતભાઈ પરમાર (ઉ.વ.૩૯) અને અજયભાઈ નારણભાઈ મકવાણા (ઉ.વ.૩૦) ઝડપાઈ ગયા હતા.પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ-૧૨ મુજબ…
૩૩૯૧ જેટલી આડેધડ નોટિસો અને રૂ. ૨૧૫૦ કરોડના આકરા દંડથી ત્રસ્ત ૪૫૦૦ ઉદ્યોગકારો મેદાને, બોનાફાઇડ ખરીદદારોના રક્ષણ માટે ઉગ્ર માંગ (નયના દવે દ્વારા) Jamnagar તા.૨૮ઃ ભારતના સૌથી મોટા બ્રાસ મેન્યુફેક્ચરિંગ હબ ગણાતા જામનગરમાં ૭૦૦૦ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જે અંદાજિત ૩.૫ લાખથી વધુ લોકોને સીધી કે આડકતરી રોજગારી પૂરી પાડે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી આ જીવાદોરી સમાન બ્રાસ ઉદ્યોગ જીએસટી વિભાગ દ્વારા અપાતી આડેધડ નોટિસો અને કાયદાકીય જટિલતાઓના ચક્રવ્યૂહમાં ફસાયો છે. આ ગંભીર મુશ્કેલીઓના નિવારણ માટે જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ફેસ ૨/૩ સહિતની તમામ સંલગ્ન…
(કિરીટ જોટવા દ્વારા) Vadiya તા.૨૮ઃ સમગ્ર રાજ્યમાં વિજતંત્ર દ્વારા લગાવતા સ્માર્ટ મીટરની પરોજણ અને લોકોના વિરોધ વંટોળનો સામનો કર્મચારીઓ કરતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા PGVCL નીચે આવતા બાટવા દેવળી ગામના લોકોની વિચારસરણી અનોખી હોય તેવી ઘટના સામે આવતી જોવા મળી રહી છે. પ્રાપ્ત થયેલી વિગતો મુજબ વડિયા PGVCL ના ડેપ્યુટી ઈજનેર ડી ડી મારું ના માર્ગદર્શન અને બાટવા દેવળી ગામના સરપંચ યતીન નાગાણી અને ગ્રામજનોણી જાગૃતતા અને સહકારથી વડિયા કુંકાવાવ તાલુકાનું પ્રથમ બાટવા દેવળી ગામ સ્માર્ટ મીટર ધરાવતું ગામ બન્યું છે. આ ગામમાં કુલ ૫૧૨ લાઈટ કનેકશન માં ડીઝીટલ સ્માર્ટ મીટર સ્વેચ્છા એ ગ્રાહકોની મરજીથી…
આલેખનઃવિનોદ માછી નિરંકારી ભારતીય સનાતન સંસ્કૃતિ અને વૈદિક પરંપરામાં પિતૃઓની આત્મશાંતિ,તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને આદર વ્યક્ત કરવા માટે શ્રાદ્ધ અને પિંડદાનનું વિશેષ અને અવિસ્મરણીય મહત્વ છે.ભાદરવ મહિનાના વદ પક્ષને આપણે ’શ્રાદ્ધ પક્ષ’ તરીકે ઉજવીએ છીએ જેમાં પૂર્વજોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે પરંતુ જો આ પરંપરાના સૌથી ઉચ્ચતમ,દિવ્ય,આધ્યાત્મિક અને મુક્તિદાયક સ્વરૂપને સમજવું હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણમાં વર્ણવાયેલી ભગવાન કપિલ મુનિ અને માતા દેવહૂતિની કથા સમસ્ત માનવજાતિ માટે સર્વોત્તમ ઉદાહરણ પૂરૂં પાડે છે. આ કથા આપણને એક અત્યંત ગહન સત્ય શીખવે છે કે સંતાનનું કર્તવ્ય માત્ર શારીરિક ઉત્તરક્રિયા, લૌકિક ક્રિયાકાંડો કે ભૌતિક પિંડદાન પૂરતું સીમિત નથી.પોતાના માતા-પિતા કે વડીલોને અજ્ઞાનતાના…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૮ઃ દેરાળા ગામમાં રહેતી ૨૪ વર્ષીય પરિણીતાને સિઝેરીયન ડીલીવરી બાદ દુખાવો રહેતો હોય અને દુખાવાથી કંટાળી ઝેરી દવા પી લેતા પરિણીતાનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે પ્રાપ્ત વિગતો મુજબ સાયલા તાલુકાના ચોરવીરા ગામના રહેવાસી વર્ષાબેન ભરતભાઈ સાબરીયા (ઉ.વ.૨૪) નામની પરિણીતા વાંકાનેર તાલુકાના દેરાળા ગામની સીમમાં વાડીએ ઝેરી દવા પી લેતા મોરબી હોસ્પીટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક વર્ષાબેનને સિઝેરીયન ડીલીવરી થઇ હતી જેનો દુખાવો છ માસથી થતો હતો અને દુખાવાથી કંટાળી પોતાના પિતાની વાડીએ ઝેરી દવા પી લેતા મોત થયું છે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની…
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૮ઃ પીપળી નજીક આવેલ સિરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ૧૯ વર્ષીય યુવતીનું કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ ડેકોર ગોલ્ડ આર્ટ ફેક્ટરીની લેબર કોલોનીમાં રહીને કામ કરતા સુનીતાબેન ચેનસિંગ મેઘવાલ (ઉ.વ.૧૯) નામની યુવતી ગત તા. ૨૭ ના સાંજે સાતેક વાગ્યે લેબર કોલોનીમાં હોય ત્યારે કોઈ કારણોસર મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મોતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૮ઃ વાવડી રોડ પર શ્રદ્ધાપાર્ક સોસાયટીમાં રહેતા ૨૫ વર્ષીય યુવાન માનસિક બીમારીથી પીડાતો હતો અને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર શ્રદ્ધા પાર્ક શેરી નં ૨ ના રહેવાસી વિષ્ણુભાઈ વાસુદેવભાઈ પરમાર (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની રૂમમાં પોતાની જાતે છતમાં લગાવેલ હુક સાથે સાડી વડે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક યુવાન છ માસથી માનસિક બીમારીથી પીડાતો હતો અને અલગ અલગ હોસ્પીટલમાં દવા ચાલુ હત…
Kedarnath, તા.૨૮ ઉત્તરાખંડમાં ભારે વરસાદ, ભૂસ્ખલન અને હિમવર્ષાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ કુદરતી આફતના કારણે Kedarnath યાત્રા માર્ગ પર અંદાજે ૧૫૦૦ જેટલા શ્રદ્ધાળુઓ ફસાયા હતા, જેમનું સરકાર દ્વારા સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દુર્ગમ કાલિંદી ટ્રેક પર ફસાયેલા ૧૦૦થી વધુ ટ્રેકર્સને બચાવવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જીડ્ઢઇહ્લના જણાવ્યા અનુસાર, રવિવારની મોડી રાત્રે સોનપ્રયાગ પોલીસને સૂચના મળી હતી કે ગૌરીકુંડથી લગભગ ૩ કિલોમીટર આગળ ચીડબાસા વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તાની પેલે પાર ફસાયા છે. ચીડબાસા હેલિપેડ પાસે રસ્તા પર ભારે કાટમાળના થર જામી ગયા હતા અને સતત પથ્થરો પડી…
