- Global Instability વચ્ચે સ્થાનિક સંસ્થાઓ દ્વારા ખરીદીનો માહોલ…!!!
- આજનું રાશિફળ
- Rajkot: જામજોધપુર ઘુનડા ગામ પરિણીતાનો અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત
- Rajkot: રોડ ક્રોસ કરતા રાહદારીનુ વાહનની ઠોકરે મોત
- Rajkot: માધાપરમાં આધેડનો ગળેફાંસો ખાઈ આપઘાત
- Rajkot રેલવે ડિવિઝનમાં સ્વચ્છતા પખવાડિયું ૨૦૨૬નું સમાપન
- Mangrol નજીકના શેરીયાજ બારાના દરીયામાંથી બે માછીમારોના મૃતદેહ મળી આવતા ચકચાર
- Jamnagar મનપાના કર્મચારીના મોતના પ્રકરણમાં વ્યાજના વિષચક્રની આશંકા, તપાસનો ધમધમાટ
Author: Vikram Raval
નાણાં કે વિઝા આપવા બાબતે વારંવાર બહાના બતાવ્યા બાદ આરોપી ડિસેમ્બર ૨૦૨૫માં રશિયાના મોસ્કો ખાતે ભાગી છૂટ્યો હતો Ahmedabad, તા.૨૯ કેનેડાના વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદના કાંકરિયાના એક વેપારી પાસેથી ૨૦.૪૯ લાખની માતબર રકમ અને ઓરિજનલ પાસપોર્ટ પડાવીને આરોપી રશિયા ભાગી ગયો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ મુલાકાત બાદ મિત્રતા કેળવીને આચરવામાં આવેલા આ કૌભાંડ અંગે ભોગ બનનાર વેપારીએ આખરે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગતો મુજબ, કાંકરિયા વિસ્તારમાં રહેતા અને હાર્ડવેરનો વેપાર કરતા ૩૦ વર્ષીય અમિત માજીરાણા અને દર્શન પીઠવા વચ્ચે વર્ષ ૨૦૨૦માં પરિચય થયો હતો. ત્યારબાદ…
અત્યાર સુધી આ કચરાનો વિવિધ સ્થળે ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો Ahmedabad, તા.૨૯ અમદાવાદમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કર્યા બાદ હવે જૈવિક કચરામાંથી બાયો-સીએનજી બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. પીરાણા, ગ્યાસપુર અથવા અન્ય યોગ્ય સ્થળે અંદાજે ૬૦ હજાર ચોરસ મીટર એટલે કે ૧૭ એકર જમીનમાં રૂ. ૧૨૫ કરોડના ખર્ચે બાયો-સીએનજી ઉત્પાદન કેન્દ્ર સ્થાપવાનું આયોજન છે. આ માટે જાહેર-ખાનગી ભાગીદારી પદ્ધતિથી ખાનગી કંપનીઓ પાસેથી દરખાસ્તો મંગાવવામાં આવી છે. અમદાવાદમાં દરરોજ શાકભાજી અને ફળોની છાલ, બગડેલો ખોરાક, પાંદડાં, ડાળખીઓ સહિતનો આશરે ૨ હજાર ટન જૈવિક કચરો નીકળે છે. અત્યાર સુધી આ કચરાનો વિવિધ સ્થળે ખાતર બનાવવા માટે ઉપયોગ કરવામાં આવતો…
ગુજરાત દેશમાં Lemonના મોટા ઉત્પાદક રાજ્યોમાંનું એક, રાજ્યમાં લગભગ ૪૦,૦૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુની ખેતી New Delhi, તા.૨૯ રોજિંદા ખાદ્યપદાર્થો અને અન્ય ચીજવસ્તુઓ બાદ હવે Lemonએ પણ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવી નાખ્યું છે. અમદાવાદના છૂટક બજારમાં લીંબુનો ભાવ હાલ રૂ. ૩૦૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. માત્ર ૧૫ દિવસમાં જ લીંબુના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લીંબુના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ચોમાસામાં પણ ભાવવધારો યથાવત રહ્યો છે. લીંબુની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં માંગ સામે પુરવઠો ઘટ્યો છે, જેના કારણે ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું માનવું છે. આગામી દિવાળી સુધી પરિસ્થિતિ આવી જ…
કુલ ૩.૦૪ લાખ દર્દીઓમાંથી ૧.૭૨ લાખ પુરુષ, ૧.૩૧ લાખ મહિલા, ૯૦ ટ્રાન્સજેન્ડરને Heart attackની સમસ્યાને કારણે ૧૦૮ની મદદ લેવી પડી New Delhi, તા.૨૯ ગુજરાતમાં Heart attackની સમસ્યા ધરાવતા દર્દીઓનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે. વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન હૃદયની સમસ્યાના કુલ ૩.૦૪ લાખ દર્દીઓ નોંધાયા છે, તેમાં ૫૯.૫૧ ટકા પુરુષ-૪૩.૨૨ ટકા મહિલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચાર વર્ષના આ સમયમાં હૃદયની સમસ્યાના ૬૪૪૯૫ એટલે કે ૨૧.૧૭ ટકા દર્દીઓ ૫૧થી ૬૦ની વયજૂથના હોવાનું સામે આવ્યું છે.દર વર્ષે ૨૯મી સપ્ટેમ્બરના રોજ ‘વિશ્વ હૃદય દિવસ’ તરીકે કરવામાં આવે છે. ઈમરજન્સી સેવા ૧૦૮ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર,૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન વયજૂથ પ્રમાણે જોવામાં…
એક ટેરાબિટ પ્રતિ સેકન્ડની બેન્ડવિથના ૨૬ સ્ટારલિંક સેટેલાઈટ્સ ૧૦ ગણી ફાસ્ટ ઈન્ટરનેટ સ્પીડ આપશે Texas, તા.૨૯ SpaceX જાયન્ટ ‘સ્ટારશિપ’ રોકેટને પહેલી વખત પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કરીને અંતરિક્ષ વિજ્ઞાાનના ઇતિહાસમાં નવો અધ્યાય લખ્યો છે. દુનિયાના સૌથી શક્તિશાળી લોન્ચ વ્હીકલનું આ ફ્લાઇટ-૧૪ મિશન પ્રાયોગિક પરીક્ષણમાં સફળ સાબિત થયું છે. ટેક્સાસના બોકા ચિકા સ્થિત સ્પેસબેઝ લોન્ચ ફેસિલિટી પરથી ૧૨૪ મીટર ઊંચા આ મહાકાય રોકેટે ઉડાન ભરી હતી. આ રોકેટ સિસ્ટમમાં ‘સુપર હેવી બૂસ્ટર ૨૧’ અને ‘શિપ ૪૧’ નો સમાવેશ થાય છે.ઓર્બિટલ એન્જિન બર્ન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ સ્ટારશિપે પોતાના પેલોડ બેના દરવાજા ખોલીને ૨૬ નેક્સ્ટ-જેન સ્ટારલિંક વી૩ સેટેલાઇટ્સ ને સફળતાપૂર્વક ઓર્બિટમાં તરતા…
ઓપરેશન હાર્ડબોલ હેઠળ, યુનાઇટેડ સ્ટેટ્સ ભારત સાથે જોડાયેલા ત્રણ આંતરરાષ્ટ્રીય ગેંગ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે New Delhi, તા.૨૯ યુએસ તપાસ એજન્સી FBIએ ભારતીય મૂળના ગેંગસ્ટર Goldy Brarને ‘ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓ’ની યાદીમાં સામેલ કર્યો છે અને તેની ધરપકડ માટે ૧ મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.અમેરિકાની મોસ્ટ વોન્ટેડ યાદીમાં ગોલ્ડી બ્રારનું નામ, ૧૦ કરોડ રૂપિયાનું ઇનામ. યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ ભારતીય મૂળના ગેંગસ્ટર સતિન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર પર પોતાની પકડ મજબૂત બનાવી છે અને તેને તેની સત્તાવાર ‘ટોપ ૧૦ મોસ્ટ વોન્ટેડ ભાગેડુ’ યાદીમાં સામેલ કર્યો છે. ઇં૧ મિલિયન સુધીના ઇનામની જાહેરાત…
પ્રોજેક્ટમાં ૭ મિલિયન ટન પ્રતિ વર્ષ સુધીના ડાયરેક્ટ-રિડક્શન ગ્રેડ આયર્ન ઓર પેલેટ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા New Delhi, તા.૨૯ ભારતથી અમેરિકા પહોંચ્યો ‘સ્ટીલ પાવર’! Essar Group કરશે $૧૫ બિલિયનનું જંગી રોકાણ. ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. Essar Groupની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે ઇં૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ સ્થાપવાની યોજના ધરાવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના વ્હાઇટ હાઉસ કાર્યક્રમમાં આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.ભારતીય ઉદ્યોગ જગત માટે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. Essar Groupની અમેરિકામાં કાર્યરત કંપની મેસાબી મેટાલિક્સ આયોવા રાજ્યમાં આશરે ઇં૧૫ બિલિયનના ખર્ચે વિશાળ સ્ટીલ મિલ…
કોઈ કંપની H-1B Visa માટે અરજી કરે તો તેણે છટણી કરી છે કે નહીં તે ચકાસવા માટે તંત્રની સૂચના: વિઝાધારકો પરની પ્રવેશબંધી ૨૧ સપ્ટે. ૨૦૨૭ સુધી લંબાવાઈ Washington, તા.૨૯ અમેરિકામાં નોકરીનું સપનું જોતા ભારતીય આઇટી પ્રોફેશનલ્સ માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટ્રમ્પ સરકારે H-1B Visaને હંમેશા માટે ખતમ કરી દેવાની તૈયારી કરી છે. સરકાર તેમ ના કરી શકે તો તેના નિયમો વધુ આકરા બનાવે તેવી સંભાવના છે. ફક્ત એટલું જ નહીં પ્રમુખ ટ્રમ્પે ગેરકાયદે વસાહતીઓને હાથકડી બાંધી સ્વદેશ પરત મોકલ્યા હતા, તેમ હવે તેઓ એચ-૧બી વિઝામાં પણ કરવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ સરકારના આ પગલાંથી ભારતીયોને…
અભિનેત્રી સ્વરાએ ફહાદ અહમદ સાથે ૨૦૨૩માં લગ્ન કર્યા બાદ ૨૦૨૩માં સુંદર દીકરીને જન્મ આપ્યો હતો Mumbai, તા.૨૯ બોલિવૂડ એક્ટ્રેસ Swara Bhasker હંમેશા પોતાના બેબાક અંદાજ અને અંગત જીવન વિશે ખુલીને વાત કરવા માટે જાણીતી છે. હાલમાં જ સ્વરાએ પોતાના અંગત જીવનને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. સ્વરાએ જણાવ્યું કે, ફહાદ અહમદ સાથે લગ્ન કરતા પહેલા તેણે એ વાત સ્વીકારી લીધી હતી કે કદાચ તે ક્યારેય લગ્ન નહીં કરે. જોકે, એક વાત માટે તે મક્કમ હતી કે તેને માતા તો બનવું જ છે. ‘રાઇઝ એન્ડ ફોલ સિઝન ૨’ નામના શોમાં અન્ય સ્પર્ધકો સાથે વાતચીત દરમિયાન સ્વરાએ કબૂલાત કરી હતી કે…
Richa Chadha અને અલી ફઝલની પહેલી મુલાકાત ૨૦૧૨માં આવેલી ફિલ્મ ફુકરેના સેટ પર થઈ હતી Mumbai, તા.૨૯ બોલિવૂડ અભિનેતા અલી ફઝલ માટે ૨૦૨૬નું વર્ષ શાનદાર સાબિત થઈ રહ્યું છે. તેણે હિટ ફિલ્મ મિર્ઝાપુરઃ ધ મૂવીમાં કામ કર્યું છે અને પ્રાઇમ વીડિયો ઇન્ડિયાની ક્રાઇમ સિરીઝ રાખ તેમજ શાકુન બત્રાના લસ્ટ સ્ટોરીઝ ૩ના સેગમેન્ટમાં પણ જોવા મળ્યો છે. તાજેતરની એક મુલાકાતમાં Richa Chadhaએ અલી ફઝલની સફળતા વિશે વાત કરતાં તેના સંઘર્ષના દિવસોથી લઈને આજની સફળતા સુધીની સફર યાદ કરી હતી.સ્કીરન સાથેની વાતચીતમાં રિચાએ જણાવ્યું કે અલીની આજની સફળતા વર્ષોની મહેનતનું પરિણામ છે અને તેને જોઈને તેને માત્ર ખુશી થાય છે. તેણે કહ્યું,…
