Author: Vikram Raval

Mumbai તા.૧૧ શાહિદ કપૂર અને કરીના કપૂરને બે દાયકા અગાઉ પરફેક્ટ સેલિબ્રિટી કપલ માનવામાં આવતા હતા. શાહિદ-કરીનાની કલ્ટ ફિલ્મ ‘જબ વી મેટ’ને દરેક પેઢીએ એન્જોય કરેલી છે. શાહિદ-કરીનાએ લાંબા સમયથી સાથે ફિલ્મ કરી નથી અને જાહેરમાં ભેગા જોવા મળતા પણ નથી. જયપુર ખાતે એવોર્ડ ફંક્શન દરમિયાન કરીના-શાહિદ સ્ટેજ પર ભેગા થયા હતાં. આ પ્રસંગે તેમના વીડિયોએ ઉત્સુકતા જગાવી હતી અને ‘જબ વી મેટ’ અગેઈનની વાતો શરૂ થઈ હતી. કરીના સાથે રીયુનિયન અંગે ખુલાસો કરતા શાહિદે કહ્યું હતું કે, અમે અવાર-નવાર મળતા રહીએ છીએ. અમારા માટે મુલાકાતોમાં નવાઈ નથી. જયપુર ખાતે ૈૈંંહ્લછ ૨૦૨૫ની પ્રેસ કોન્ફરન્સમાં કરીના-શાહિદ સાથે જોવા મળ્યા હતા. ‘જબ…

Read More

આલિયાએ કહ્યું, હું એક પેશનેટ એક્ટર છું અને પ્રોફેશનલ પ્રોડ્યુસર છું, મારા કામને લઇને મારા સપનાં છે Mumbai, તા.૧૧ આલિયા ભટ્ટે અંતે તેની વેદાંગ રૈના સાથેની ફિલ્મ ‘જિગરા’ની નિષ્ફળતા અંગે મૌન તોડ્યું છે. વાસન બાલા દ્વારા ડિરેક્ટ થયેલી આ ફિલ્મમાં આલિયાના અભિનયના તો વખાણ થયા હતા પણ ફિલ્મ ચાલી નહીં. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ આ અંગે કબૂલાત કરી છે. આલિયાએ કહ્યું, “હું એક પેશનેટ એક્ટર છું અને પ્રોફેશનલ પ્રોડ્યુસર છું. મારા કામને લઇને મારા સપનાં છે, જે મને નથી લાગતું ક્યારેય અટકશે. મને નથી લાગતું હું ક્યારેય જપીને બેસી જઇશ અને મારા મગજની એ વાત મને બહુ ગમે છે.”આગળ…

Read More

નવા ભરતી થાય છે તેની સામે કર્મચારીઓ નિવૃત થતા હોવાથી અનેક એસ.ટી.રૂટ બંધ કરવા પડે તેવી Âસ્થતિ Amreli,તા.૧૧ અમરેલી એસ.ટી. ડિવિઝનના તાબા હેઠળ આવેલા તમામ ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરની ઘટ છે જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓએ સહિતના મુસાફરોને હેરાન થવું પડે છે. આ બાબતે રાજય સરકારને જાણ હોવા છતાં કોઈ ભરતી કરવામાં આવતી નથી.અમરેલી એસ.ટી.ડિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર તથા કન્ડક્ટરોની મોટા પ્રમાણમાં ઘટ છે. જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓના રૂટો અનિયમિત ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને અનિયમિત બસના લીધે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ સમયસર તેઓ…

Read More

Jamnagar,તા.11 હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ  6 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા,  ટોયલેટની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન થયું…

Read More

Jamnagar તા ૧૧ જામનગર નજીક વિજરખી ગામમાં રહેતા આલાભાઇ દાનાભાઈ વાઘેલા નામના ૪૧ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર લોખંડના એંગલ માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના પિતા ધનાભાઈ અમરાભાઇ વાઘેલાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.એચ. લાંબરીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનના લગ્ન થયા ન હતા, તેમજ તેના માતા વીરૂબેન કે જે ખૂબ જ બીમાર રહેતા હતાં, અને પગે ચાલી શકતા ન હોય તેથી માતાની બીમારી જોઈ નહીં શકતાં આખરે તેણે આપઘાતનું પગલું…

Read More

Jamnagarતા ૧૧ જામનગર નજીક દરેડમાં રહેતા એક શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળકીને માટે મોબાઈલ ફોન જીવલેણ સાબિત થયો છે. મોબાઈલ ફોન વાપરવા લેવા માટે પોતાની બહેન સાથે ઝઘડો થયા બાદ મનમાં લાગી આવતાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામનગર નજીક દરેડ વિસ્તારમાં મધુવન મેટલ નામના કારખાનામાં રહીને મજૂરી કામ કરતા માતાપ્રસાદ જાટવના ૧૧ વર્ષીય પુત્રી માયાવતીબેન કે જેણે ગઈકાલે પોતાના રહેણાક મકાનમાં લોખંડની આડશમાં સાડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા નો પ્રયાસ કર્યો હતો. તેથી તુરતજ ૧૦૮ ની ટુકડીને બોલાવી લેતાં તે ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, પરંતુ તે પહેલા…

Read More

Jamnagar તા ૧૧ મૂળ ભાણવડ પંથક ના વતની અને હાલ રાજકોટમાં રહેતા એક ખેડૂત બુઝુર્ગને જામનગરમાં જમીનના નકશા અંગેના કાગળો તૈયાર કરવા માટે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક મહિલાના ઘેર બોલાવ્યા પછી હનીટ્રેપ માં ફસાવ્યા હતા, અને એક મહિલા, નકલી પોલીસ વગેરે સહિત ૭ શખ્સોએ ખેડૂત પાસેથી ૬.૩૧ લાખની રોકડ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.  આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ભાણવડ તાલુકાના સઇ દેવળીયા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતા અને ખેતી કામ કરતા વસંતભાઈ ગોરધનભાઈ શીરા નામના ૬૨ વર્ષના પટેલ જ્ઞાતિના ખેડૂત બુઝુર્ગ કે જેઓએ કાલાવડ પંથકમાં ૧૮ વીઘા જમીન…

Read More

Jamnagar તા ૧૧ મૂળ બિહાર રાજ્યના વતની અને હાલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડીમાં કરમશીભાઈ મોરીની ભાડા ની ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા મનીષકુમાર અભિમન્યુ પાંડે નામના ૨૧ વર્ષના પરપ્રાંતીય વિપ્ર યુવાને ગઈકાલે પોતાની ઓરડીમાં કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે આ બનાવ અંગે તેની સાથે જ રહેતા ધનંજય કુમાર ઉમેશ કુમાર પાંડેએ પોલીસને જાણ કરતાં મેઘપર ના એ.એસ.આઇ. એલ.જી. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Read More

Jamnagar તા ૧૧ જામનગરમાં મયુર સાગર એપાર્ટમેન્ટમાં રહેતા આર.ટી.આઈ એક્ટિવિસ્ટ કલ્પેશ વિનોદરાય આસાણીએ જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાને મોબાઈલ ફોનમાં અને રૂબરૂ પતાવી દેવાની ધમકી આપવા અંગે પીજીવીસીએલ ના કોન્ટ્રાક્ટર બેડીમાં રહેતા અનવર ઇસ્માઈલભાઈ કુંગડા સામે ફરિયાદ નોંધાવી છે.  પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીને પીજીવીસીએલ માં થી ૧૧ કેવી વાલસૂરા ફીડરમાં કેબલ નું કામ અપાયું છે. જે ઓર્ડર ની જોગવાઈ મુજબ કામ થતું ન હોવાથી કલ્પેશ આસાણી દ્વારા જુદા જુદા સરકારી વિભાગમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીનો ખાર રાખીને ધાકધમકી અપાઈ હોવાનું પોલીસને જણાવાયું છે પોલીસે આરોપી કોન્ટ્રાક્ટર ની શોધ ખોળ હાથ ધરી છે.

Read More

પ્રત્યેક દેશના પોતાના સામાજીક ધાર્મિક અને રાષ્ટ્રિય ૫ર્વ હોય છે. કોઇ૫ણ દેશના ૫ર્વ તે દેશની સંસ્કૃતિ એકતા ભાઇચારો ૫રં૫રા અને આપસી ભેદભાવ દૂર કરી એકસૂત્રમાં ૫રોવવાનું પ્રતિક હોય છે.સામાજીક અથવા ધાર્મિક તહેવારોનું પોતાનું અલગ મહત્વ તથા સ્થાન હોય છે.આ તહેવાર માનવીની ધાર્મિક વિચારધારાઓને પૃષ્ટ કરે છે સાથે સાથે સમાજના તમામ વર્ગોમાં પારસ્પરીક પ્રેમ એકતા સ્થાપિત કરે છે. પ્રત્યેક પર્વનો સબંધ ભૂતકાળની કોઇ મહત્વપૂર્ણ ઘટના અથવા ઘટનાઓ સાથે જોડાયેલ હોય છે. આ તહેવાર ભૂતકાળની ઘટનાઓ પ્રત્યે નવચેતના જગાવીને ઉલ્લાસ ઉમંગ ભરીને ગૌરવશાળી ભૂતકાળને પુનઃજીવિત કરે છે અને અમોને અમારી મહાન ગૌરવશાળી સંસ્કૃતિથી જોડી રાખે છે. હોળીએ યૌવન મસ્તી ઉમંગ અને અંદરોઅંદરના…

Read More