- Ahmedabad લાયસન્સ રદ હતું તો કોની રહેમ હેઠળ ધમધમતી રહી મોતની ફેક્ટરી ?
- Ahmedabad: PM મોદી અને CMએ દુઃખ વ્યક્ત કરી આર્થિક સહાયની કરી જાહેરાત
- Ahmedabad: ફટાકડા ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં ૯ જિંદગીઓ હોમાઈ
- Rajkot: જમીનની અદાવતમાં સાળા પર હુમલો
- Rajkot: રેલવે વેગન ખાતાની ઓફિસમાં ખલાસીનો આપઘાત
- Upleta બાઈકની કીક મારવા જતાં સંતુલન ગુમાવતા આધેડ નીચે પટકાતા મોત
- Paddhariના મોવૈયા ગામે આધેડનો આપઘાત
- Veraval ના ડારી ગામે ગોડાઉનની છત પરથી પટકાતા પ્રોઢનું મોત
Author: Vikram Raval
Porbandar,તા.11 અરબી સમુદ્રમાં દીવના વણાંકબારાથી 70 કિ.મી. એક અજાણી મોટી શીપે ફિશિંગ બોટને ઠોકર મારી નાસી છૂટતા બોટ પાણીમાં ડૂબી ગઇ હતી અને બોટમાં રબેલા 8 ખલાસીઓ પૈકી એક ખલાસીનું ડૂબી જતા મોત થયું છે, અન્ય ચાર ખલાસી સમુદ્રમાં લાપતા થયા શોધખોળ હાથ ધરાઇ છે. જ્યારે ૩ ખલાસીને અન્ય બોટે આવી બચાવી લીધા હતા. મૂળ મહારાષ્ટ્રના જલારામ ગોવિંદ વળવી નામના ફિશરમેને પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશને ફરિયાદમાં જણાવ્યું છે કે તે ચુનીલાલ દેવા બારૈયાની ‘નિશાલી’ નામની ફિશીંગ બોટમાં સાઇડ ટંડેલ તરીકે ફિશીંગ કરવા જાય છે. તા. 18-2 ના વળાંકબારા દીવના બોટના ટંડેલ મિલન નરસિંહ જેઠવા તથા ફરીયાદી જલારામ વળવી ઉપરાંત અન્ય…
Jasdan,તા.11 જસદણના શક્તિ મોલની પાછળ ગીતાનગરમાં રહેતા સેવાભાવી અગ્રણીની તેના જ 80 વર્ષિય પિતા દ્વારા હત્યા નિપજાવવાના બનાવમાં મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે તેમના સસરાને બીજા લગ્ન કરવા હતા પણ પરિવારના સભ્યો ના પાડતા હતા. તેનો ખાર રાખી તેમણે ફાયરીંગ કરી તેમના પતિની હત્યા નિપજાવી છે. જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા જયાબેન પ્રતાપભાઈ બોરીચા (ઉ.વ. 50)એ ફરિયાદ નોંધાવી છે કે તે તથા તેમના પતિ પ્રતાપભાઈ રામકુભાઈ બોરીચા તેમની બાજુના જ મકાનમાં રહેતા તેમના સસરા રામભાઈ ઉર્ફે રામકુભાઈ આલેકભાઈ બોરીચા(ઉ.વ. 80)ને ગઇકાલે સવારે 10 વાગ્યાના અરસામાં ચા આપવા ગયા હતા. તેઓ ચા આપી તેમના ધરે પરત ફર્યા હતા. ત્યારે ફાયરીંગનો અવાજ…
Rajkot,તા.11 દેશના રાષ્ટ્રીય મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે રાત્રે જાહેર કર્યા મૂજબ આજે સમગ્ર દેશમાં ભૂજ ખાતે સૌથી વધારે ૪૨ સે. તાપમાન નોંધાયું છે જ્યારે ગઈકાલે રવિવારે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧ સે. નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે રાજકોટ,ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજકોટ આજુબાજુ કોઈ રણપ્રદેશ નથી છતાં દેશમાં હોટેસ્ટ સિટી બન્યુ ંછે. ઉપરોક્ત તાપમાન નિશ્ચિત ધારાધોરણો મૂજબ હવામાન ખાતાની કચેરીમાં નોંધાયું તે મૂજબ આજે ૪૧.૭ સે. નોંધાયું છે. પરંતુ, આ ગરમીનું પ્રમાણ શહેરમાં જ્યાં જળસ્ત્રોત કે હરિયાળી ન હોય તેવા સીમેન્ટ કોંક્રિટના બાંધકામો વચ્ચે વધુ અનુભવાય છે અને મનપાના સેન્સર મૂજબ…
Rajkot,તા.11 ગુજરાતમાં આ વર્ષે ઘંઉ,મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં ખિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં 1250 વાહનોની લાંબી કતારો લાગી હતી અને યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા. આજે એક જ દિવસમાં યાર્ડમાં 80,000 મણ ચણાની આવક થઈ હતી જેના ભાવ ગત વર્ષો કરતા સારા મળી રહ્યા છે, પ્રતિ મણ પીળા ચણાના રૂ।. 1000 થી 1054 અને સફેદ ચણાના રૂ।.1310-2005 ના ભાવે સોદા પડયા હતા. જ્યારે આ વર્ષે રાજ્યમાં ઘંઉનો 44 લાખ ટનથી વધુ પાક થયો છે જે ગત વર્ષ…
Bhavnagar,તા.11 હાલનો જમાનો ડિજિટલ બન્યો છે. શહેરી વિસ્તારમાં નાણાંકીય વ્યવહાર મોટો વર્ગ ઓનલાઇનના માધ્યમથી કરી રહ્યો છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં તેનું પરિવર્તન કેટલું થયું છે જે અંગે મ.કૃ.ભાવનગર યુનિવર્સિટીના કોમર્સ વિભાગના એક વિદ્યાર્થીએ વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું છે જેમાં ૭૮.૬ ટકા પુરૂષો અને ૨૧.૪ ટકા સ્ત્રીઓ ડિજિટલ બેંકિંગ સેવાનો ઉપયોગ કરતા હોવાનું જણાયું છે.મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવસટી, કોમર્સ વિભાગના એમ.કોમના વિદ્યાર્થી અરવિૅંદ વાઘમશીએ ડિઝીટલ બેંકિંગ અને નાણાકીય સાક્ષરતા થકી વર્ષ-૨૦૪૭માં ગ્રામિણ ભારતના પરિવર્તન વિષય પર એક વિશ્લેષણાત્મક સંશોધન રજૂ કર્યું હતું. આ સંશોધનનો મુખ્ય હેતુ ગ્રામિણ વિસ્તારોમાં ડિજિટલ બેંકિંગની સ્વીકાર્યતા, નાણાકીય જાગૃતિ અને પડકારોની સમજૂતી મેળવવાનો હતો.સંશોધન મુજબ ૩૧-૪૦ વર્ષના…
Bhavnagar,તા.11 પાલિતાણા પંથકની ૧૫ વર્ષિય સગીરાના પ્રેમીએ તેમનો પ્રેમસંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી સગીરા સાથે આજથી ચાર માસ પૂર્વે દુષ્કર્મ આચર્યાંની પોલીસ ફરિયાદ સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પાલિતાણા પંથકની એક ૧૫ વર્ષિય સગીરા નિકુંજ મંગાભાઈ વાળા (રહે.ગાધકડા, તા. સાવરકુંડલા, જી.અમરેલી) નામના શખ્સ સાથે પ્રેમમાં હતી. આ શખ્સે બન્નેનો પ્રેમ સંબંધ જાહેર કરી દેવાની ધમકી આપી આજથી ચાર માસ પૂર્વે સગીરા સાથે મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે સગીરાની માતાએ પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં નિકુંજ મંગાભાઈ વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
New Delhi,તા.11 ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટકીપર ઋષભ પંતના ઘરે ટૂંક સમયમાં લગ્નની શરણાઈ વાગશે. પંતની બહેન સાક્ષી પંતના લગ્ન થવા જઈ રહ્યા છે. આ ખાસ પ્રસંગે ટીમ ઈન્ડિયાના તમામ દિગ્ગજો હાજરી આપે તેવી અપેક્ષા છે. લગ્નની વિધિ મંગળવાર અને બુધવારે મસૂરીના એક સીક્રેટ લોકેશન પર થશે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લગ્નમાં સામેલ થઈ શકે છે. સાક્ષી પંતના લગ્ન બિઝનેસમેન અંકિત ચૌધરી સાથે થઈ રહ્યા છે. લગભગ નવ વર્ષ ડેટિંગ કર્યા બાદ બંનેએ ગત વર્ષે સગાઈ કરી હતી. બંનેએ ગત વર્ષે 5 જાન્યુઆરીએ સગાઈ કરી હતી. જાન્યુઆરી 2024માં થયેલા સગાઈ…
Washington,તા.11 થોડા દિવસે પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કી વચ્ચે અમેરિકામાં મુલાકાત થઈ હતી, જેમાં બંને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલ થવાની ઘટના વિશ્વભરમાં ચર્ચાઈ હતી. ટ્રમ્પ-ઝેલેન્સ્કીની રકઝકે વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું હતું અને આ વિવાદ મુદ્દે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકૉફે દાવો કર્યો છે કે, ‘ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સમક્ષ આજીજી કરી છે અને તેમણે પત્ર લખીને માફી માંગી છે.’વિટકૉફે કહ્યું કે, ‘ઝેલેન્સ્કીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને એક પત્ર મોકલ્યો છે. તેમણે પત્રમાં ઓવલ ઓફિસમાં બનેલી ઘટના અંગે માફી માંગી છે. આ મુદ્દે અમારી ટીમ, યુક્રેનીઓ અને યુરોપીય લોકો વચ્ચે ઘણી ચર્ચા થઈ છે.’ વિટકૉફે ઝેલેન્સ્કીના…
Uttar Pradesh,તા.11 ઉત્તર પ્રદેશ સરકારના રાજ્યમંત્રી રઘુરાજ સિંહે અલીગઢમાં વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ધૂળેટીના રંગોને કારણે જે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે પુરુષોએ હિજાબ પહેરવું જોઈએ. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જેમ મુસ્લિમ મહિલાઓ હિજાબ પહેરે છે તેવી જ રીતે પુરુષોએ પણ હિજાબ પહેરવો જોઈએ. હિજાબ પહેરો જેથી તમારી ટોપી અને શરીર સુરક્ષિત રહે. હવે મંત્રીના આ નિવેદનને લઈને હોબાળો થયો છે, તેની ટીકા થઈ રહી છે. હાલમાં ઉત્તર પ્રદેશના સંભલમાં તણાવની સ્થિતિ છે. ધૂળેટી અને જુમ્માની નમાજ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં સીએમ યોગી આદિત્યનાથે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે…
New Delhi,તા.11 ચોથી વાર ICC ટાઇટલ જીતનાર વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાના મિત્ર કેન વિલિયમસનને યાદ કરવાનું ભૂલ્યો નહોતો. ફાઇનલમાં 11 રને આઉટ થયા બાદ સ્નાયુઓ ખેંચાવાને કારણે વિલિયમસન ભારતની બેટિંગ સમયે ફીલ્ડિંગ કરવા મેદાનમાં આવી શક્યો નહોતો. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ’મારા એક ખૂબ જ સારા મિત્રને હારતો જોઈને દુ:ખ થાય છે, પરંતુ હું ઘણી વખત હારતી ટીમમાં રહ્યો છું ત્યારે તે વિજેતા ટીમમાં હતો. અમારી વચ્ચે ફક્ત પ્રેમ છે. આશ્ચર્યજનક વાત એ છે કે, તેઓ (ન્યુઝીલેન્ડ) મર્યાદિત સંખ્યાના પ્લેયર્સની પ્રતિભાનો કેટલો મહત્તમ ઉપયોગ કરે છે. તેઓ ચોક્કસપણે વિશ્વની શ્રેષ્ઠ ફીલ્ડિંગ ટીમ છે.’
