Author: Vikram Raval

સુપ્રીમ કોર્ટે પડતર અપરાધિક કેસોના નિકાલ માટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશો નિયુક્ત કરવાની જે અનુમતિ આપી હતી, તેને અનુરૂપ કોઈપણ હાઇકોર્ટે આગળ વધવાની જરૂરિયાત ન સમજી. એમ તો સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટોને અસ્થાયી ન્યાયાધીશ નિયક્ત કરવાની સુવિધા લગભગ ચાર વર્ષ પહેલાં પ્રદાન કરી હતી, પરંતુ કોઈ પ્રગતિ ન થતાં જોઈને તેણે લગભગ એકાદ મહિના પહેલાં અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ સંબંધી શરતોમાં છૂટ પણ પ્રદાન કરી દીધી હતી. એ આશ્ચર્યજનક છે કે તેમ છતાં પણ કોઈ હાઇકોર્ટે અસ્થાયી ન્યાયાધીશોની નિયુક્તિ કરવામાં કોઈ રુચિ જ ન લીધી! શું તેનો મતલબ એ છે કે હાઇકોર્ટોને લાખો પડતર કસોનો નિકાલ કરવાની ક્યાંય કોઈ ચિંતા જ નથી? સ્થિતિ…

Read More

Rajkot,તા.11 રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવવા આવ્યા હતા. જ્યા તેમને હોસ્પિટલમાં કડવા અનુભવો જણાવ્યા હતા. જે અંગેનો વીડિયો પણ તેમણે શેર કર્યો હતો, જેમા તેમણે જણાવ્યું કે, ‘મારા બહેન ગરીબ માણસ છે, આખો પરિવાર ગૌશાળામાં નોકરી કરે છે. તે લોકો ચાલતા ચાલતા રાજકોટથી હળવદ માતાજીના દર્શન કરવા જતા…

Read More

Surat,તા.11  દેશભરમાં AI અને ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નામે થતાં ગુનાઓ વધી રહ્યાં છે. સુરતમાં પણ આવી જ એક ઘટના બની છે જેમાં, શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષીય પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ તાંત્રિક વિધિના બહાને દોઢ મહિના અગાઉ દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે રત્નકલાકાર પતિને જાણ કરતા તેમણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો. જોકે, આવું કૃત્ય કર્યાનો ઈનકાર કરી સુરત બોલાવવા છતાં ભુવો આવ્યો નહોતો. ત્રણ દિવસ અગાઉ સુરત આવી ભુવાએ ભૂલ કબૂલતા આખરે પરિણીતાએ કાપોદ્રા પોલીસ મથકમાં આજરોજ તેના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી…

Read More

Surat,તા.11  સુરતના રીંગરોડ વિસ્તારમાં શિવ શક્તિ માર્કેટમાં આગ બાદ પાલિકા તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીમાં પડી ગયું હતું. દરમિયાન કતારગામ વિસ્તારના રહીશોની રહેણાંક વિસ્તારમાં પતરાના શેડ અને ડોમ જોખમી હોવાની ફરિયાદ બાદ પણ કામગીરી થઈ ન હતી. અચાનક જાગેલા ઝોને આજે સંખ્યાબંધ ઝોનમાંથી માત્ર આઠ ડોમ દુર કરી કામગીરી કર્યાની જાહેરાત કરી છે. જોકે, ફાયર સ્ટેશનથી બીઆરટીએસ રોડ જતા રસ્તા પરના પતરાના શેડ અને ડોમ ટ્રાફિક માટે પણ જોખમી બની રહ્યાં છ તેની સામે કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાની ફરિયાદ થઈ રહી છે. સુરત પાલિકાના કતારગામ ઝોન ગેરકાયદે પતરાના શેડ અને ગેરકાયદે ડોમ માટે કુખ્યાત બની ગયો છે. થોડા સમય…

Read More

Surat,તા.11  સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હાલ વાર્ષિક પરીક્ષા માટે ટાઈમ ટેબલ જાહેર થઈ ગયું છે અને આગામી દિવસમાં પરીક્ષા પણ શરૂ થઈ જશે. જોકે, ચાલુ વર્ષે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને તેમાં પણ 11 તારીખ થઈ ગઈ છે તેમ છતાં શિક્ષકોના ખાતામાં હજી પગાર જમા થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે. જોકે, હાલ થોડા સમય પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસ હતો જેમાં તંત્ર વ્યસ્ત હોવાથી ગ્રાન્ટ ન આવી હોવાથી પગાર ન થયો હોવાની ચર્ચા ચાલી રહી છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં…

Read More

Surat,તા.11 સુરત સહિત ગુજરાતમાં આકરી ગરમીના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના કારણે સરકારે લોકોને બિનજરૂરી ઘર બહાર નીકળવા ના પાડી દીધી છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિએ 8 માર્ચના રોજ મહિલા દિવસ પુરો થઈ ઘયો હોવા છતાં આજે મહિલા દિવસની ઉજવણીનું આયોજન કર્યું હતું. શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટની બુમ છે ક્લાસ રૂમમાં શિક્ષકો ઓછા છે તેની વચ્ચે તમામ શાળાના એક એક શિક્ષકોને હાજર રાખવા માટે સુચના આપવામા આવી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પણ હાજર રખાયા હતા. કાર્યક્રમ સવારે હતો પરંતુ પૂરો થયો ત્યારે બહાર કાળઝાળ ગરમી હતી અને એસીમાંથી બહાર નિકળેલા શિક્ષકો-વિદ્યાર્થીઓની…

Read More

Vadodara,તા.11 આજવા સરોવર ખાતે 50 એમએલડી ક્ષમતાના પોન્ટુંન સિસ્ટમ બેસાડી કાર્યરત કરવાના ડિઝાઇન સહિત પાંચ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સના કામ કરવા માટે અંદાજિત ભાવ રૂ.25.34 કરોડ કરતાં 6.83% વધુ રૂ.27.07 કરોડના કામને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ રજૂ કરાયું છે. પૂર્વ તથા દક્ષિણ વિસ્તારને પાણી પુરવઠો પૂરો પાડી શકાય તે માટે આજવા સરોવર ખાતેથી નિમેટા સુધી અંદાજે 8 કિ.મી. લંબાઈની 750 મી.મી. ડાયાની અંદાજે 930 વર્ષ જૂની સીઆઈ લાઈનને બદલી નવીન 1524 મી.મી. ડાયાની પાઈપ લાઈન નાંખવાની તેમજ નિમેટા ખાતે 50 MLD ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. નિમેટા ખાતે વર્ષ 1953માં બનાવવામાં આવેલ…

Read More

Vadodara,તા.11  વડોદરા શહેર જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ખાલી પડેલી 87 જગ્યાઓ પર શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવી છે. મળતી વિગતો પ્રમાણે જે શિક્ષકો પાંચ વર્ષ કરતા વધારે સમયથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફરજ બજાવે છે તેમને અન્ય જિલ્લાની સ્કૂલોમાં મેરિટના આધારે બદલીનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેર અને જિલ્લામાં મેરિટના આધારે 87 શિક્ષકોની ખાલી જગ્યાઓ પર નિમણૂક કરાઈ છે. જેમાં માધ્યમિક સ્કૂલોમાં 46 અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 41 શિક્ષકોનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે, એક પ્રકારે શિક્ષકોની એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બદલીઓ કરાઈ છે. જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં પણ શિક્ષકોની અન્ય જિલ્લામાંથી…

Read More

Vadodara,તા.11  વડોદરા તાલુકાના વરણામા ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા પાડોશીઓ વચ્ચે જૂની અદાવતે નવમી તારીખે બાખડયા હતા. ગતરોજ એક પક્ષે ફરિયાદ નોંધાવી હતી. બાદ ત્રણ મહિલા સહિત ચારને ઇજા પહોંચી હોવાથી વળતી ફરિયાદ ચાર સામે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકાના વરણામા ગામે પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા પ્રિન્સ કમલેશ જાદવ અભ્યાસ કરતા હોવાથી તરસાલી મહાબલ રેસીડેન્સીમાં રહે છે. ગત રવિવારે તેઓ પોતાના ઘરે ગયા હતા. તેમને અગાઉ પાડોશમાં રહેતા કલ્પેશ ચૌહાણના દીકરા ધ્રુવ સાથે ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી ઝઘડો થયો હતો. જેમાં એમણે ફરિયાદ નોંધાવી હતી બાદ સામે ફરિયાદ રેખાબેન પ્રકાશભાઈ ચૌહાણે પ્રિન્સ ઉપરાંત તેના પિતા…

Read More

Vadodara,તા.11 વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અંતરિયાળ ગામની સગીર કન્યાને ખત્રીપુરાનો યુવકે લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યું હતું. અને અવારનવાર દેહ સબંધ બાંધ્યાની ફરિયાદ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એક ગામમાં રહેતી જમુના (નામ બદલ્યું છે) પોતાના ગામમાં જતી ત્યારે વર્ષ 2024ના જાન્યુઆરી માસથી તેનો પીછો લતીપુર રોડ પર આવેલા ખત્રીપુરા ગામનો અમિત રાજેશ સોલંકી કરતો હતો. બાદ તેણે સંપર્ક વધાર્યો હતો અને જમુનાને ભોળવી મળવા બોલાવતો હતો. બાદ તેને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને અવારનવાર તેની સાથે દેહસંબંધ બાંધી દુષ્કર્મ આચરતો હોવાથી જમુનાના માતા-પિતાએ પાદરા પોલીસ મથકમાં અમિત સામે ફરિયાદ નોંધાવી હતી.

Read More